– સ્વાસ્થ્ય નો મીઠો સ્વાદ – હોમીઓપેથી- (૨) …

– સ્વાસ્થ્ય નો મીઠો સ્વાદ – હોમીઓપેથી- (૨) …

 


હોમીઓપેથી આખરે આ ગળી (મીઠી) ગોળી છે શું ? એનો ઉદભવ, ઉત્ક્રાંતિ અને એની આજ :


હોમીઓપેથી નો ઉદભવ ૧૭૯૬ માં ડૉ. સમ્યુએલ હનેમાન દ્વારા Germany માં થયેલ. એના ઉદભવના બનાવ અને background-પૂર્વભૂમિકામાં જવા જેવું છે. બન્યું એવું કે સાવ જ અંધારામાં લાગે તો તીર નહિ તો તુક્કો જેવી logic – તર્ક વિનાની અને અંધશ્રદ્ધા, વહેમ અને ખોટા ખ્યાલો થી ભરપુર એવી medical practice – ચિકત્સાસારવારના વ્યવસાયથી ડૉ.હનેમાન ખુબ દુઃખી થયા અને એમણે વ્યવસાય – practice છોડી ને medical field ની books નું translation – અનુવાદન (ભાષાંતર) કરવાનું શરુ  કર્યું.આ વાત લગભગ ૧૮મી સદીની છે.

Translation –અનુવાદન કરતાં કરતાં એમના ધ્યાનમાં એક વાક્ય આવ્યું જે કૈક આમ હતું : ” તજ ની છાલ મલેરિયા મટાડી શકે છે કારણ કે તે કડવી છે ” ડો. હનેમાનના ગળે આ વાત ઉતરી નહિ, એમણે થયું કે દુનિયામાં હજારો વસ્તુઓ કડવી છે તો કેમ તજ જ મેલરિયા મટાડી શકે છે ? અને એમણે પ્રયોગ કરવાના શરુ કર્યા. ઘણા બધા પ્રયોગોના અંતે એ એવા તારણ ઉપર આવ્યા કે ” તજની  છાલ મેલરિયા મટાડી શકે છે કારણ કે તેને જો નિયમિત માત્રમાં લાંબો સમય લેવામાં આવે તો તે સામાન્ય માણસમાં મેલરિયા જેવા જ symptoms produce  લક્ષણો – ચિન્હો સર્જન –ઉત્પન કરી શકે છે.આ તારણ આવ્યું લગભગ ૧૭૯૦માં અને પછી તો એમણે ૬ વર્ષ સતત પ્રયોગો પર પ્રયોગો કર્યા અને છેવટે એવા તારણ પર આવ્યા કે જે તત્વ જે પ્રકાર નો રોગ કે ચિન્હો સર્જી શકે તે જ તત્વ જો એના અર્ક સ્વરૂપે લેવામાં આવે તો એને જ મટાડી શકે.

આપણી સાદી ભાષામાં કહીએ તો ” ઝેર નું મારણ ઝેર ” કે પછી ” लोहा लोहे को काटता है ” કે પછી કવિ કલાપી ના શબ્દોમાં ” જે પોષતું તે મારતું તે ક્રમ દિશે છે કુદરતી” નું vice -versa .આ મૂળ સિદ્ધાંત ની સાથે એમણે વૈદક શાસ્ત્રના તમામ મૂળ સિદ્ધાંતો ને સાથે લીધા અને હોમીઓપેથીનું સર્જન થયું.

આમ તો આયુર્વેદમાં પણ ચરક સંહિતામાં આ બાબત નો સ્પષ્ટ ઉલ્લેખ છે જેમાં ઋષિ ચરક લખે છે ” सम: समं शमयति “

વધુ ઊંડાણમાં ના જતા આટલે થી ઈતિહાસની વાત અટકાવીને ટૂંકમાં હોમીઓપેથીની વિશેષતાઓ જણાવું તો કૈક આમ કહી શકાય :

૧. હોમીઓપેથીમાં રોગની દવા નથી પરંતુ રોગીની દવા છે . એટલે કે એક વ્યક્તિના રોગની સાથે સાથે એના પ્રકૃતિના પણ તમામ symptoms – લક્ષણો –ચિન્હો દવામાં સાથે આવરી લેવાય છે જેથી તે ખુબ અકસીર નીવડે છે.

૨. હોમીઓપેથીમાં દવા મૂળ કુદરતી તત્વો એટલે કે વનસ્પતિ કે ધાતુઓમાંથી જ બનાવાય છે જેથી તેની આડઅસર ની શક્યતા નહીવત હોય છે.

૩. હોમીઓપેથીમાં દવામાં રહેલું તત્વ એના અર્ક સ્વરૂપે રહેલું હોવાથી તે ખુબ જ effective  રહે છે. જેમકે ચામાં ૨૫૦ ગ્રામ આદું એમ જ નાખીએને એને બદલે ૧૦ ગ્રામ આદુંને વાટીને તેમાંથી નીકળેલા રસનું એક ટીપું નાખીએ તો તે ખુબ વધુ effective –અસરકારક  હોય છે. હોમીઓપેથીમાં પ્રત્યેક દવા આ રીતે તૈયાર થાય છે.

૪. હોમીઓપેથીની દવાની જેટલી અસર શરીર પર છે એટલી જ મન પર પણ છે. એટલે આ દવાથી વ્યક્તિની શારીરિક બીમારીઓ તો દુર થાય જ છે પણ સાથે સાથે વધુ પડતો ગુસ્સો, વધારે પડતો લાગણીશીલ સ્વભાવ, દુઃખ, depression-ખિન્નતા, જેવી સ્વભાવગત તમામ વિષમતાઓ દુર થઇ emotional  stability generate –ભાવનાઓ- ઉર્મિલ સ્થિરતા ઉત્પન થાય છે.

૫. હોમીઓપેથી પ્રમાણે પ્રત્યેક રોગનું મૂળ તેનામાં રહેલી energy-ક્રિયાશક્તિ –ઉર્જાના disturbance –ખલેલ પહોચાડવામાં રહેલું છે. શરીર દ્વારા કે મન  દ્વારા આવતા ચિન્હો તો તેના દર્પણ માત્ર છે. હોમિઓપેથ આ છેક અંદર પડેલા રોગને ઓળખીને એનો ઈલાજ કરે છે આથી રોગ ના માત્ર ચિન્હો દુર નથી થતા પણ અંદર જ energy –ઉર્જાનું એક પ્રકારનું balance – સ્થિરતા સર્જાય છે. જેથી સ્વાથ્ય આકાર લે છે.

૬. હોમીઓપેથી વ્યક્તિની પ્રકૃતિને એકદમ અનુરુપ હોવાથી પણ આડઅસર અને ધીમી અસર આ બંને કરતી નથી. જો રોગ થયા પછી તાત્કાલિક હોમિઓપેથનો સંપર્ક  કરવામાં આવે તો  રોગ તરત જ દુર થાય છે.

૭. મોટેભાગે હોમીઓપેથીની દવાઓ તો પ્રવાહી સ્વરૂપમાં હોય છે પણ એનો dose –દવાની માત્રા  ખુબ જ ઓછો આપવાનો હોવાથી એક ટીપાના વધુ ભાગ ના કરી શકાય. એટલે અપાતી ગળી (મીઠી) ગોળી તો માત્ર વાહક છે જેમાં દવાના ટીપા નાખેલા હોય છે.

હજી ઘણું કહી શકાય પણ હવે એટલા technical area માં જવા ને બદલે ટૂંકમાં એટલું સમજી લઈએ કેહોમીઓપેથી એક અસરકારક ચિકિત્સા પદ્ધતી છે જે આડઅસર વિના,ઝડપી કોઈ પણ રોગને મટાડીને સાચા અર્થમાં સ્વાસ્થ્ય આપવા સક્ષમ છે. હોમીઓપેથીમાં આજે લગભગ ૫૦૦૦ થી પણ વધારે પુરેપુરી પ્રમાણભૂત થયેલી દવાઓ છે જે આજના સમયના કોઈ પણ રોગ ની સામે રામબાણ ઈલાજ તરીકે કામ કરે છે.


આ વાતથી જ આ લેખ પૂરો કરું છું, આવતા વખતથી આપણે દર વખતે અલગ અલગ રોગ વિષે જરા general – સામાન્ય  માહિતી મેળવીશું ને સાથે સાથે એની હોમીઓપેથીની દવાઓ અને એમાં હોમીઓપેથીના role – કાર્ય  વિષે પણ જાણીશું. આપના પ્રતિભાવો અને સવાલો ની પ્રતીક્ષા મને બિલકુલ રહેશે.

પ્લેસીબો :

china (cinchona ) એ હોમીઓપેથીની એવી દવા છે જેનાથી મેલરિયા કોઈ પણ પ્રકારની ઉથલો મારવાની શક્યતા વિના અને આડઅસર વિના મટે છે. મોટેભાગે વ્યક્તિ ને કોઈ પણ પ્રકાર ના hospitalization – હોસ્પિટલમાં દાખલ થયા વગર મેલરિયા મટાડતી આ શ્રેષ્ઠ દવા છે.

ડૉ.પાર્થ માંકડ

M.D.(HOM)

( નોંધ : કોઈ પણ દવા નિષ્ણાતના માર્ગદર્શન હેઠળ જ લેવી હિતાવહ છે.)

આ વિશે વધુ જાણકારી મેળવવા માટે કે તમારા મનમાં  ઉદભાવતા પ્રશ્નો માટે …આપ અહીં આપના પતિભાવ મૂકી શકો છો કે અમોને લખી શકો છો, જે અમો ડૉ.પાર્થ માંકડ ને તેમના પ્રતિભાવ  આપવા મોકલી આપીશું. આ સાઈટ કોમર્શીયલ -વેપાર કરવાના હેતુથી ના હોઈ, ફક્ત આપની સુખાકારી ની જાણકારી માટે જ  હોય નોંધ લેવા વિનતી. 

” આપ આપના પ્રતિભાવો તેમ જ પ્રશ્નો બ્લોગ પર જરૂર પૂછશો ડો. પાર્થ માંકડ શક્ય એટલો ઝડપી એનો જવાબ બ્લોગ પર જરૂર આપવા પ્રયત્ન કરશે. જો કોઈ ને એમના પ્રશ્ન કે રોગ બાબતે secrecy રાખવાનો પ્રશ્ન હોય નડતો હોય તો તેમણે drparthhomoeopath @ gmail .com પર અમોને જાણ કરવી જેનો જવાબ અમો તેમેન તેમના મેઈલ આઈડી પર મોકલી આપવા કોશિશ કરીશું..”

 

 

 

ફેશબુક દ્વારા બ્લોગ પોસ્ટ પર આપની કોમેન્ટ્સ અહીં મૂકવા વિનંતી છે.....

 • jignesh

  mari beby 6 varas ni 6 tene willson deses no rog thyo 6.su teno homiopethi ma koi ilaj 6 manae replay jaldi thi aapva maherbani karsoji tena report mare mail karva mate su karvanu aane thai sake to mane dr.saheb no phone no.aapsoji

 • I like this. Thank you.

 • aamari aa HOMEOPATHY channel daar week e www.das.desais.net paar mano..

 • aamari aa HOMEOPATHY channel daar week e http://www.das.desais.net paar mano..

 • Deepak Shah

  Kindly intimate me the address and appointment time of Dr. Parth Mankad. Thanking you.

 • આરતીબહેન ,

  નમસ્કાર !

  તમે પૂછેલા સવાલનો જવાબ ડૉ. માંકડે આપવાની કોશીશ કરેલ છે, જે વિગત નીચે આપની જાણ માટે..

  અશોકકુમાર -‘દાસ’
  દાદીમા ની પોટલી
  http://das.desais.net

  સોરીઆસીસ એક ખુબ જ હઠીલો ચામડીનો રોગ છે , અને એનો ઈલાજ કરવો એટલે એ ડોક્ટર અને દર્દી બંનેની ધીરજ માંગીલે એવું કામ છે.

  આ રોગ માં ચામડી જે નોર્મલ સાયકલમાં બનતી હોય તે ખુબ ઝડપથી બનવા લાગે છે પરિણામે ફોતરીઓ બનીને તે ખરતી રહે છે. એના કારણોમાં મુખ્યત્વે બે જ છે.

  એક તો વારસાગત અને બીજું માનસિક તાણ – ટેન્સન ..

  મોટેભાગે સોરીઅસીસ શિયાળામાં અને આવા ટેન્સન વાળા સમયે જ ખુબ વધતું પણ હોય છે. હોમીઓએપેથીમાં ગમે તેટલા જુના થઇ ગયેલા કે ના માટી શકતા સોરીઅસીસ નો ઈલાજ છે જ. મારી પાસે એક કેસ છે એ ભાઈ ને સોરીઅસીસ લગભગ ૧૯૭૨ ની સાલથી છે એટલે કે લગભગ ૩૮ વર્ષ થી ..પણ અત્યારે દવાથી એ ખુબ જ ઓછી માત્રમાં રહ્યું છે. બીજા ૨ – ૪ કેસ માં તો સાવ જતું જ રહ્યું છે ..હા ભવિષ્યમાં એમને ફરી નહિ જ થાય એવું કહેવા માટે મારો અનુભવ ઓછો પડે પણ એટલું જરૂર કે જયારે પણ થશે હવે એમને પહેલા કરતા ઓછું થશે અને તરત જ કંટ્રોલમાં આવી જશે એટલું જરૂર કહી શકું. એટલે કહેવાનું તાત્પર્ય એટલુજ કે આરતીબેન ધીરજ રાખશો.

  જે પણ હોમીઓપેથ ની દવા આપ લઇ રહ્યા હો એમને ની:સંકોચ જણાવશો કે મને હજી સારું ઓછુ છે તો દવા બદલવા વિચારો . પણ હોમીઓપેથી થી મટે છે જ , એટલે ધીરજ અને શ્રદ્ધા ના ગુમાવશો.

  નિયમિત હજી પણ દવા ચાલુ રાખશો જરૂર ઓછું થશે.


  Have a Healthy time further

  Regards,

  Dr. Parth Mankad

 • arati kale

  namaste dr. saheb mari age21 year 6. mne 5 year thi soriyasis no skin no problem thyo 6 hu 6ella 4 year thi homiopethi ni dva lau 6u j pn bahu asar jnati nathi su aanathi mne asar thase kai ? ne jo thase to hji ketlo time mare dva levi pdse ? nd tme koi biji slah aa problem mate aapso plz.

  • આરતીબેન,

   આપના પ્રશ્નનો ઉત્તર ટૂંક સમયમાં આપને મળી જશે. મૂલાકાત બદલ આભાર !

 • શ્રી જયંતિલાલભાઈ,
  આમપિત /આમવાત :
  આ કયા રોગ નું ગુજરાતી નામ છે એ બહુ મારા જાંણમાં નથી ( અમ્લપિત હોય તો acidity થાય .)એટલે કદાચ પૂછવું અમ્લપિત્ત જ હશે એવું ધારી ને જવાબ આપું છું.

  અમ્લપિત્ત રોગ માં વ્યક્તિ ના પાચન માટે જરૂરી એસીડ નું પ્રમાણ જરૂર કરતા વધી જાય છે પરિણામે વ્યક્તિ ને છાતી તેમ જ ગળા માં બળતરા થવી, ખાટા ઓડકાર આવવા વગેરે જેવું થાય છે. કારણો ની વિગતે ચર્ચા આપણે એકાદ લેખમાં કરશુંજ પણ ટૂંક માં કહું તો
  વધુ પડતો તીખો ખોરાક ની ટેવ, વ્યસન, રાત ના ઉજાગરા , ચા અને માનસિક તાણ આના મુખ્ય કારણો કહી શકાય .
  હોમીઓપેથીમાં એની ઘણી ઘણી દવાઓ છે પણ એમાંથી ખુબ ઈફેક્ટીવ નક્સ વોમિકા કરીને છે એ ખુબ જ અકસીર દવા તરીકે કામ કરે છે. આ ઉપરાંત સલ્ફર , ફોસ્ફરસ , લાયકો.વગેરે જેવી અન્ય દવા ઓ ની અસર પણ ખુબ જ સરસ છે.

  ડૉ.પાર્થ માંકડ

 • jayantilal v bhatt

  NAMASKAR dr.saheb/ aamvat kevi rite thay chhe tenu karan,upay ane bhavisyama aa rog na thay te matena upay batavasho ji
  thaks jayantilala v bhatt