પથરીના પથ્થરો ‘ચૂર-ચૂર’ થઈ જશે, ઘરે જાતે જ બનાવો  ૧૩  દવાઓ …

પથરીના પથ્થરો ‘ચૂર-ચૂર’ થઈ જશે, ઘરે જાતે જ બનાવો  ૧૩  દવાઓ …

 

 
KALTHI
 

 

પથરીના દર્દથી આ ઉપાયો ઝડપથી છુટકારો આપી શકે છે…

 

પથરી એક કષ્ટદાયક રોગ છે, સામાન્ય રીતે 30થી 60 વર્ષની ઉંમર ધરાવતા લોકોમાં આ દર્દ જોવા મળે છે. તેમાંય પુરૂષોમાં સ્ત્રીઓની સરખામણીમાં પથરીની સમસ્યા થવાની સંભાવના ચાર ગણી વધારે હોય છે. આજે ભારતના 2000 પરિવારોમાંથી એક પરિવારના સભ્યોને આ સમસ્યા હોય છે. પરંતુ દુઃખની વાત એ છે કે આમાંથી ઘણાં ઓછા લોકો એવા હોય છે તેનો યોગ્ય ઇલાજ કરાવી શકે છે. એલોપથીમાં ઓપરેશન જ તેનો એકમાત્ર ઉપચાર છે. પરંતુ આર્યુવેદમાં કેટલાંક એવા ઉપચાર અને વનસ્પતિ છે જેની મદદથી તમે પથરીના દર્દમાં રાહત મેળવી શકો છો.    જાણો, પથરીના દર્દમાંથી હંમેશા માટે છૂટકારો મેળવવાના ઉપાયો અંગે…

 

પથરી થયા પછી તેનું દર્દ કેવું હોય તે તો એ તો પથરીનો દર્દી જ બતાવી શકે!  ભલભલાને રડાવી નાખતા પથરીના પથ્થરો જો શરીરમાં કિડની, મૂત્રાશય, મૂત્રનળી કે પિત્તાશયમાં જામ્યા હોય તો તે વ્યક્તિનું જીવવું દુષ્કર બની જાય છે. રખે ને કોઈને આ પરેશાની થાય.

 

તમને લાગે કે તમને પથરીની સમસ્યા છે કે તમારા સંબંધીને પથરીની તકલીફ છે તો તેમની માટે લાખો-લાખોના ખર્ચે ઓપરેશાન કરતા પહેલા આ આર્ટિકલમાં આપેલ ઘરેલું ઉપચાર ચોક્કસ અજમાવી લેજો. જે વ્યક્તિને આ ઉપચાર અનુકૂળ આવી જશે તેમને ઝડપથી પથરીની સમસ્યાથી છુટકારો મળી જશે. આગળ જાણો પથરીને ચૂર-ચૂર કરવાના ૧૩ આસાન ઘરેલુ ઉપાયો….

 

 

૧-  ડુંગળીના રસમાં ખાંડ મેળવીને શરબત બનાવો અને પથરીના દર્દીને પીવડાવો. આ રસ ખાલી પેટે જ પીવો. મૂત્રાશય વાટે પથરી નાના-નાના કણ રૂપે બહાર નિકળી જશે. પરંતુ એક વાતનું ધ્યાન રાખવું કે આ રસનું સેવન વધુ ન કરવું.

 

૨-  કળથીનો સુપ બનાવી તેમાં ચપટી સુરોખાર મેળવી પીવાથી પથરી ઓગળી જાય છે અને પથરીને લીધે થતી ભયંકર પીડા મટે છે. કળથીનો બીજો ઉપાય છે જેમાં કળથી 50 ગ્રામ રાત્રે પલાળી રાખી, સવારે મસળી, ગાળી એ પાણી રોજ સવારે પીવાથી પથરી મટે છે.

 

૩-  મૂળાના બી ચાર તોલા લઈ અર્ધો શેર પાણીમાં ઉકાળો, અરધુ પાણી બાકી રહે ત્યારે ઊતારીને તે પાણી પીવાથી પથરી ઓગળી જાય છે.

 

૪-  ચાર ગ્રામ ગોખરુનું ચૂરણ મધમાં મેળવીને સવાર-બપોર-સાંજ ચાટવું અને એની ઉપર એકથી દોઢ કપ ઘેટીનું દૂધ પીવાથી એક સપ્તાહમાં પથરી તૂટી જાય છે. આ પ્રયોગ ફક્ત સાત દિવસ કરવાનો હોય છે.

 

૫-  પથરીના રોગમાં દર્દીને પપૈયાના થડની 20 ગ્રામ છાલને 200 ગ્રામ પાણીમાં લસોટી, વાટીને ગળી લો. દર્દીને જ્યારે જ્યારે તરસ લાગે ત્યારે આ પાણી આપો. આ પ્રયોગ સતત 21 દિવસ કરવાથી પથરી આપોઆપ ભાંગીને ભૂક્કો થઈ બહાર નિકળી જશે.

 

૬-  મકાઈના દાણા કાઢી લીધા પછી ખાલી ડોડાને બાળી, તેનું ભસ્મ બનાવી, ચાળીન આ ભસ્મ 1 ગ્રામ જેટલુ સવાર-સાંજ પાણી સાતે લેવાથી પથરીનું દર્દ અને પેશાબની અટકાયત દૂર થાય છે.

 

૭-  લીંબુના રસમાં સિંધવ-મીઠું મેળવીને ઊભા-ઊભા પીવાથી પથરી ઓગળી જાય છે. ગાયના દૂધની છાશમાં સિંધવ-મીઠું નાખીને રોજ ઊભા-ઊભા સવારે 12 દિવસ સુધી પીવાથી પથરી પેશાબ વાટે બહાર નિકળી જાય છે અને આરામ થાય છે.

 

૮-  ઘઉં અને ચણાને સાથે ઉકાળીને આ ઉકાળામાં ચપટી સૂરોખાર નાખી ઉકાળીને પીવાથી પથરી ભાંગીને ભૂક્કો થઈ જાય છે અને પેશાબ વાટે બહાર નિકળી જાય છે.

 

૯-  નારિયેળના પાણીમાં લીંબુનો રસ મેળવીને પીવાથી પથરીની તકલીફમાં રાહત થાય છે. રિંગણાનું શાક ખાવાથી પેશાબની છૂટ થાય છે. શરૂઆતની નાની પથરી ઓગળી જાય છે.

 

૧૦-  કારેલાંનો રસ છાશ સાથે પીવાથી પથરી મટી જાય છે.

 

૧૧-  પાલકની ભાજીનો રસ પીવાથી પથરી ઓગળી જાય છે.

 

૧૨-  કાળી દ્રક્ષનો ઉકાળો પીવાથી પથરી ઓગળી જાય છે.

 

૧૩-  દૂધીના બી પેશાબ સાફ લાવે છે અને પથરી તોડવામાં મદદ કરે છે. 

 

૧૪.  પથરીના દર્દમાં કુલથી એક ખાસ દવા છે, તેને ગુજરાતીમાં ઘોડા ગ્રામ તરીકે ઓળખવામાં આવે છે. કુલથીનો દેખાવ અડદની દાળ જેવો હોય છે અને તેનો રંગ લાલ હોય છે. કુલથીને આર્યુવેદમાં પથરીનાશક ગણવામાં આવી છે. કીડની અને પિત્તાશયની પથરી માટે ફાયદાકારક ઔષધિ છે. આર્યુવેદના ગુણધર્મ અનુસાર કુલથીમાં વિટામિન એ જોવા મળે છે. આ શરીરમાં વિટામિન એની પૂર્તિ કરીને પથરીને રોકવામાં મદદરૂપ છે. બજારમાં આ કોઇ પણ કરિયાણાની દુકાનમાં આસાનીથી મળી શકે છે.  પ્રભાવ  કુલથીના સેવનથી પથરી તૂટીને અથવા નાના કણ થઇ જાય છે, તેનાથી પથરી સરળતાતી મૂત્રાશયમાં જઇને પેશાબના રસ્તેથી બહાર આવી જાય છે. મત્રલ  ગુણ હોવાના કારણે આના સેવનથી પેશાબની માત્રા અને ગતિ વધી જાય છે, તેનાથી રોકાયેલા પથરીના કણ પર દબાણ વધારે પડવાના કારણે પથરી નીચેની તરફ ખસીને બહાર થઇ જાય છે.

 

૧૫.  ઉપયોગ  1 સેન્ટિમીટરથી નાની પથરીમાં આ સફળ ઔષધિ છે. 25 ગ્રામ કુલથીને 40 મિલિમીટર પાણી બાકી રહેવા પર 50-50 મિલિલીટર સવાર સાંજ એક માસ  રોગીએ પીવાથી પેશાબની સાથે નિકળી જાય છે. આ ઔષધિ લેવાના પહેલા અને ત્યારબાદ તમારી તપાસ કરાવી લો, તેનાથી પરિણામ સામે આવી જાશે. તેને સામાન્ય દાળની માફક પણ ખાઇ શકાય છે. કુલથી 25 ગ્રામ લઇને મોટી મોટી દળી લો, હવે તેને 16 ગણા પાણીમાં પકાવો. ચોથા ભાગનું પાણી બાકી રહેવા પર તેને ઉતારીને છાણી લો. તેમાંથી 50 મિલિમીટર સવાર સાંજ લેતા રહો અને સ્વાદ માટે તેમાં થોડું સિંધવ નમક મેળવી શકો છો.    ફરીથી પથરી નહીં થાય  જે વ્યક્તિને પથરી એકવાર થઇ જાય છે, તેઓને ફરીથી પણ પથરી થવાનો ભય રહેલો હોય છે. તેથી પથરી નિકળી ગયા બાદ પણ રોગીએ ક્યારેક ક્યારેક તેનું સેવન કરતા રહેવું જોઇએ. કુલથી પથરીમાં અમૃત સમાન છે.

 

 

(કોઇપણ ઉપચાર અપનાવતા પહેલાં તમારી તાસીર નો ખ્યાલ રાખવો બહુજ જરૂરી  અને શક્ય હોય ત્યાં સુધી જ્યાં જરૂર જણાય ત્યાં  આયુર્વેદિક નિષ્ણાંતના સંપર્કમા રહી તેઓના માર્ગદર્શન હેઠળ પ્રયોગ કરવા જરૂરી છે. અહીં દર્શાવેલ દરેક પ્રયોગ નિર્દોષ છે. )

 

 

સાભાર :  દિવ્યભાસ્કર દૈનિક

સૌજન્ય :  KIRAN SHAH <[email protected]>

MUKESH MEHTA <[email protected]>

 

 

બ્લોગ લીંક : http://das.desais.net
email : [email protected]

 

 

બ્લોગ પોસ્ટ પર મૂકેલ આપના પ્રતિભાવ, બ્લોગ પર આવકાર્ય છે.

 

  

You can  contact /follow us on :

 
twittertwitter a/c : @dadimanipotli

 
face bookfacebook at : dadimanipotli

ફેશબુક દ્વારા બ્લોગ પોસ્ટ પર આપની કોમેન્ટ્સ અહીં મૂકવા વિનંતી છે.....

  • chandresh talani

    so nice

  • milan

    *********************