“જે ખાઈ દુધી એને આવે બુદ્ધિ ” …

“જે ખાઈ દુધી એને આવે બુદ્ધિ ” …

 

 

doodhi

 

મિત્રો આ અગાઉ  મીઠું !!!!  એ શિર્ષક હેઠળની બ્લોગ પોસ્ટ  સ્વાદનો રાજા  ‘નમક’  – મીઠું  વિશે અનેક રસપ્રદ માહિતી – જાણકારી ડૉ. કૌશિક ધંધુકિયા દ્વારા આપણે મેળવી, આજે આપણે ડૉ. કૌશિક ધંધુકિયા દ્વારા ફરી એક રસપ્રદ અને ખૂબજ ઉપયોગી જાણકારી  ‘દૂધી’  વિશે મેળવીશું . … 

 

“જે ખાઈ દુધી એને આવે બુદ્ધિ ” …

 

આ કહેવત ખાલી ખાલી નથી પડી, આની પાછળ નું વૈજ્ઞાનિક પાસું જાણવા જેવું છે ???

 

તો ચાલો આજે જાણીએ દુધી, પેલી લીલા રંગ ધરાવતી અને સ્વાદે મધુરી એ ..  ખાલી શાક કરવા જ કામ આવે છે કે એનો કઈ ફાયદો પણ છે ????

 

મનીષા કાલરીયા -“સૌરાષ્ટ્ર યુનિવર્સીટી” માં ભણતી એક ૨૪ વર્ષની તેજસ્વી વિદ્યાર્થીની.

 

જાન્યુઆરી ૨૦૦૯માં પુને માં ભારતીય વિદ્યાપીઠ,યુરોપિયન આયુર્વેદ એકડેમી  અને ઇન્ટરનેશનલ  એસોસિએશન ફોર સ્ટડીઝ ઇન ટ્રેડીશનલ એશિયન મેડીસીન્સના સયુંકત ઉપક્રમે ગ્લોબલ કોન્ફરન્સ  ઓફ આયુર્વેદ & હેલ્થ-૨૦૦૯  નામક આંતરરાષ્ટ્રીય કોન્ફરન્સ યોજાયેલી.  જેમાં વિશ્વભરના  મહાન બુદ્ધિશાળી તજજ્ઞોના વિવિધ વિષયના રીસર્ચ પેપર  રજુ થયા હતા.કુલ ૧૬૦ રીસર્ચ  પેપરમાંથી પ્રથમ ક્રમાંકે આવી આપણી મનીષા કાલરીયા .. જેનો વિષય દુધી હતો…   હા ”દુધી“.  અને એ રીસર્ચ પેપર ડ્રગ ડેવલોપમેન્ટ વિભાગમાં પ્રથમ નંબરે પસંદગી પામ્યું.

 

એવું તે શું રીસર્ચ કર્યું હશે મનીષા કાલરીયાએ. એ સવાલ તમને થતો હશે ને ????

 

ઓલીયાનીલીક એસીડ અને ઓક્સોક્વેર સીત્રીન  મળ્યા જે રોગ પ્રતિકારક શક્તિ વધારે છે. Cholineના મેટાબોલીઝમમાં મદદ કરે છે.. જે brain function માટે ફાયદા કારક છે. એટલે કે “જે ખાયે  દુધી એને આવે બુદ્ધિ ”  હવે આપણા પૂર્વજો પર ગર્વ થયા વગર રહે ખરા બોલો ????

 

એટલુ જ નહિ.. USDA nutrient database  અનુસાર ૧૦૦ ગ્રામ દુધીમાં પોશાક્તાત્વોનું પ્રમાણ પણ જોવાલાયક છે. potessium  નું પ્રમાણ સારું એવું અને એક સારો સ્ત્રોત છે દુધી.

 

એટલું જ નહિ પણ આયુર્વેદના મતાનુસાર, હૃદયાઘાત – heartattack  આવવા પાછળનું કારણ છે લોહીની અમ્લતા (acidity)વધવી.  અને જો આ અમ્લતા ઓછી કરાવી હોય તો રસાયણશાસ્ત્રના સિધ્ધાંત મુજબ  છારીય વસ્તુ ખાવી પડે.  તમને જાણીને નવાઈ લાગશે. આ દુધી સૌથી વધુ છારીય છે.  અર્થાત,heart  સાથે સંકળાયેલા કોઈ પણ રોગમાં દુધી એક બહુ મહત્વપૂર્ણ મદદ કરી શકે એને શંકા ને કોઈ સ્થાન જ નથી.

 

દુધીના બાકીના ગુણો તો સાંભળીને તમે આશ્ચર્યચકિત થઇ જ જશો.. તમે ક્યારેય વિચાર્યું પણ નહિ હોઈ કે આ દુધી આવા બધા ગુણ પણ ધરાવતી હશે. …

 

PHARMACOLOGICAL  PROPERTIES

Analgesic and anti-inflammatory activity-દુખાવો ઓછો કરે બળતરા ઓછી કરે

Diuretic activity- પેશાબ સંબંધી તંત્ર માટે ફાયદાકારક  …

Anthelmintic activity-કૃમિનાશક ગતિવિધિ

Antihepatotoxic activity-anti+hepato+toxic=લીવર વડે ditoxification માં હેલ્પ કરવાનો ગુણ (આમેય કોઈ પણ તાવ આવતા દર્દી ને યકૃત સારું થઇ એટલે તાવ ઉતારી જ જાય.  અને એટલું જ નહિ,આયુર્વેદમાં તો એટલે જ તાવ આવે ત્યારે ઉપવાસ કરવાનું કહેવાય છે.  જેનાથી લીવર repair થઇ શકે અથવા આરામ કરી શકે…)

Immunomodulatory activity-immune system(રોગ પ્રતિકારકતંત્ર) modulate કરી યોગ્ય રોગપ્રતિકારક શક્તિ બનાવે..વધારે હોઈ તો ઘટાડે ..ઔછી હોઈ તો વધારે

Antistress and adaptogenic property-stress વિરોધી અને adaptogenic ગુણ ધરાવે છે.  શરીર ના રોજ ના circumstances adapt કરી લે જેમ કે,

Increased metabolism(ચયાપચયની ક્રિયા કંટ્રોલ કરે)

Enhanced immunity (રોગ પ્રતિકારક તંત્ર ને regular રાખે)

Better sleeps(સારી ઊંઘ આવે અને થાક  ઉતારે)

Higher energy levels( ઉર્જા-શક્તિ નું લેવલ જાળવી રાખે)

Antimicrobial activity-વિવિધ રોગાનુરોધી ગતિવિધિઓ -ચામડીના વિકારથી અને બીજા ચર્મ રોગોથી  બચાવે

 

Antioxidant activity

 

જોયું.. આટલા બધા ગુણોથી ભરપુર છે આ દુધીબેન ..!!!!!!

 

દુધીબેન હો ભાઈ….!!!!

 

આ દુધીબેન ના ફાયદા બહુ બધા છે .. ચાલો ફાયદા જોઈએ.. અને જો આંખો ચાર ના થઇ જાય તો કેજો…. આજ સુધી જાણકારી ના અભાવે આપણે હીરા ને પથ્થર સમજયા ની ભાવના જરૂર થઇ આવશે .

 

– લાંબી અને ગોળ બંને પ્રકારની દૂધી વીર્યવર્ધક, પિત્ત અને કફનાશક અને ઘાતુને પુષ્ટ કરનારી હોય છે.

– કોલેરા થતા 25 એમએલ દૂધીના રસમાં અડધા લીંબુનો રસ મિક્સ કરીને ધીરે ધીરે પીઓ. આનાથી મૂત્ર સારુ આવે છે.

– દૂધી શ્લેષમા રહિત આહાર છે. તેમા ખનિજ લવણ સારા પ્રમાણમાં મળી આવે છે.

– ખાંસી, ટીબી, છાતીમાં બળતરા વગેરેમાં પણ દૂધી ખૂબ જ ઉપયોગી હોય છે.  હૃદય રોગમાં ખાસ કરીને ભોજન પછી એક કપ દૂધીના રસમાં થોડા કાળા મરીનો પાવડર અને ફુદીનો નાખીને પીવાથી હ્રદય રોગ જલ્દી ઠીક થઈ જાય છે.

– દૂધીમાં શ્રેષ્ઠ પ્રકારનો પોટેશિયમ પુષ્કળ માત્રામાં હોય છે,  જેને કારણે આ કિડનીના રોગમાં ખૂબ જ ઉપયોગી છે અને તેનાથી પેશાબ ખૂબ આવે છે.

– દૂધીના બીજનુ તેલ કોલેસ્ટ્રોલને ઓછુ કરે છે અને હ્રદયને શક્તિ આપે છે.  આ રક્તની નાડીયોને પણ સ્વસ્થ બનાવે છે.

– દૂધીનો ઉપયોગ આંતરડાની નબળાઈ, કબજિયાત, કમળો,  હાઈ બીપી, હ્રદયરોગ, ડાયાબિટિશ, શરીરમાં બળતરા કે માનસિક ઉત્તેજના વગેરેમાં ખૂબ જ ઉપયોગી છે.

– ચાંદા(અલ્સર) પડ્યા હોય તો થોડા દિવસ દૂધી ખાવાથી મટી જાય છે.

– દૂધીના રસને સીસમના તેલ સાથે મિક્સ કરી પગના તળિયે માલિશ કરવાથી સુખપૂર્વક ઉંઘ આવે છે.

– જો તમને એસીડીટી, પેટની બીમારીઓ અને અલ્સરથી પરેશાન હોય તો ગભરાશો નહી,  બસ દૂધીનો રસ પીવો તરત રાહત મળશે.

– ફક્ત દૂધીનુ શાક ખાવાથી જૂનામાં જૂની કબજિયાત મટી જાય છે.

– દૂધી મગજની ગરમીને દૂર કરે છે.  દૂધીનુ રાયતુ જાડાંમાં રાહત આપે છે.

– દૂધીના પાનને વાટીને તેનો લેપ લગાવવાથી થોડા જ દિવસોમાં બવાસીર નષ્ટ થાય છે.

– દૂધીના છાલટાથી ચેહરો સાફ કરવાથી ચેહરાની ગંદકી દૂર થાય છે. ત્વચાના રોમ છિદ્રો ખૂલી જાય છે.

ચેહરા પર ખીલ હોય તો દૂધીના રસમાં લીંબુનો રસ મિક્સ કરી તેના પર લગાવો જરૂર રાહત મળશે.

– દૂધીના બીજને વાટીને હોઠ પર લગાવવાથી હોઠ અને જીભ પર થયેલા ચાંદા મટી જાય છે.

 

હૃદય રોગ માટે અમે એક વિશિષ્ઠ કાર્યક્રમ નું પણ આયોજન કર્યું છે ..

 

 

heart.2

 

 

“હાર્ટ,હૃદય અને  દિલ….!!!!”-સવાલ સમસ્યા અને સમાધાન

 

ડીન ઓર્નીશ નામના અમેરિકા ના એક વિખ્યાત ડૉ. એ હાલ ઓબામાંની સલાહકાર સમિતિના સભ્ય છે,મારા મિત્ર છે,ઘણીવાર અમારી ચર્ચા થતી હોઈ છે- E-mail  મારફતે,એ હૃદય સંબંધિત રોગોના નિષ્ણાત છે અને ભારત દેશમાંથી દુધી મંગાવી ત્યાના અમેરિકા નિવાસી ભાઈ બહેનો ને  હૃદય રોગોથી બચાવવાનું કામ કરે છે. bill clintonને હૃદય સંબંધિત સારવાર પણ આજ ડૉ. એ કરેલી.  તો જો યુરોપ કે અમેરિકા નિવાસી લોકો આયુર્વેદની  કિંમત સમજતા થયા હોઈ,  આપણે ચોક્કસ પણે આયુર્વેદ ની મહિમા સમજવી પડે એમ છે.  હાથમાંથી હીરાના અજ્ઞાન ને લીધે પથ્થર સમજી બીજા વ્યક્તિ ને મફતમાં આપી દેવાનું દુખ તો જ્ઞાન આવે ત્યારે જ થાય.  પણ ચાલો જાગ્યા ત્યાર થી સવાર. 

 

મહારાષ્ટ્રમાં હૃદય મિત્ર મંડળ ચાલે છે એમના સંચાલક ડો. મનુભાઈ કોઠારી મારા સારા મિત્ર છે.  હૃદય મિત્ર મંડળ નામની આ સંસ્થા એ પુરતા પુરાવા રજુ કરવાના દવા સાથે જણાવ્યું છે કે,દુધી કોલેસ્ટ્રોલ ઘટાડે છે,blockage દુર કરે છે.

 

આવો એક અભ્યાસ જે  જે.આર.દેશપાંડે,એ.એ.ચૌધરી,એ.કે.દોર્લે ને એમ.આર.મિશ્ર દ્વારા કરવામાં આવેલો.  અને એ તો  indian journal of  exparimental biology માં અપ્રિલ ૨૦૦૮ માં publish પણ થયેલો.

 

બીજુ એક સંશોધન BHABHA ATOMIC RESEARCH CENTREમાં આનંદ દેશમુખએ પણ રજુ કર્યો, કે cancer અને liverના રોગો માં દુધી કારગર સિદ્ધ થઇ છે. 

 

“ICMR called a meeting to discuss the toxic effects of Lauki juice on those who take it regularly for years. After discussions at length it was agreed to consider also the beneficial effects of Lauki juice on various cardiac disorders. It was found that Hriday Mitra Mandal Nagpur is the only organization working on Lauki therapy in India. It was also agreed that the toxic effects are only due to bitter fruit which is to be identified. Dr. S.K.Toteja , Chairperson of the meeting assured that ICMR will provide all possible help in identifying and finding toxic effects. This is a very positive & proud development for HMM.” – Report of 11th Anniversay Meeting of Hriday Mitra Mandal

 

 

આજે ભારત દેશમાં હજારો લોકો આ દુધીના ગુણ ગાતા થાકતા નથી.  કેટલાય મારવાના આરે આવી ચડેલા લોકો ને નવું જીવન દાન દીધું છે આપણી દુધીબહેને તો માતાનું બિરુદ આપતા પણ લોકો અચકાતા નથી.  અને આપે તો એમાય ખોટુંય શું છે…

આવતા લેખમાં  નવી વાતો  સાથે મળીશું… ત્યાંસુધી મારા તરફથી અને હા દુધીબેન તરફ થી રામ રામ ……..
 

 

સાભાર : ડૉ. કૌશિક ધંધુકિયા
    

સૌજન્ય : બ્લોગ પોસ્ટ  : ‘મારુ મન’http://huanesecret.blogspot.co.uk/
 

 
બ્લોગ લીંક: http://das.desais.net
email: [email protected]

 

 

‘દાદીમા ની પોટલી’ પર  આજની પોસ્ટ પ્રસિદ્ધ કરવાની તક આપવા બદલ અમો ડૉ. કૌશિક ધંધુકિયા ના અંતરપૂર્વકથી આભારી છીએ.

 

 

આજ ની પોસ્ટ આપને પસંદ આવી હોય તો,  આપના અમૂલ્ય પ્રતિભાવ બ્લોગ પોસ્ટ સાથેના કોમેન્ટ્સ બોક્ષમાં મૂકશો., અથવા ડૉ. ધંધુકિયા ના બ્લોગ પર જઈ આપના પ્રતિભાવ જરૂર તેમની બ્લોગ પોસ્ટ પર મૂકી આભારી કરશો.. આપના બ્લોગ પોસ્ટ પર મૂકેલા  દરેક પ્રતિભાવ, જે   લેખક ની કલમ ને બળ પૂરે છે અને તેઓને તેમજ અમોને પ્રેરણાદાયી અને માર્ગદર્શક બની રહે છે. . આભાર.

 

 

You can  contact /follow us on :

 
twitter a/c : @dadimanipotli

 

facebook at : dadimanipotli

 

 

 

કાંઈક  વિશેષ …

doodhi.1

સાવ સસ્તી દૂધીના ફાયદા છે બહુમૂલ્ય, આ રીતે કરો ઉપયોગ !….

 

આપણા રોજિંદા જીવનમાં આપણે ભાવતા અને ક્યારેક ન ભાવતા ભોજન પણ ખાતા હોઈએ છીએ. ભોજનમાં સૌથી મહત્વનું હોય છે જુદા-જુદા શાકભાજી. જો શાક ભાવતું ન હોય તો ખાવાનો મુડ મરી જાય છે. પરંતુ શુ તમે જાણો છો કે આપણા ભોજનમાં આપણે દરેક પ્રકારની શાકભાજીઓનો ઉપયોગ કરવો જોઈએ. પણ જો વાત કરીએ દૂધીની તો દૂધી આપણા શરીરને અનેક રોગોથી દૂર રાખવામાં મદદરૂપ બને છે અને દૂધીમાં અનેક ઔષધીય ગુણો પણ છે જેથી આજે અમે તમને દૂધીના આવા જ કેટલાક ગુણો વિશે જણાવવાના છે જેથી તમે દૂધી નહીં ખાતા હોવ તો પણ ખાતા થઈ જશો.

 

દૂધીને કાચી સલાડ તરીકે પણ ખાઈ શકાય છે અને દૂધીનો રસ તો અનેક સમસ્યાઓમાં કારગર હોય છે. તે પેટને સાફ કરવામાં અસરકારક સાબિત થાય છે અને શરીરને સ્વસ્થ અને શુદ્ધ બનાવે છે. લાંબી તેમજ ગોળ બન્ને પ્રકારની દૂધી વીર્યવર્ધક, પિત્તનાશક, કફનાશક અને ધાતુને પુષ્ટ કરનારી હોય છે. હવે તેના ઔષધિય ગુણો પર એક નજર કરીએ…

 

– દૂધીનો ઉપયોગ આંતરડાની નબળાઇ, કબજિયાત, કમળો, હાઇ બ્લડપ્રેશર, ડાયાબિટિસ, શરીરમાં બળતરા અને માનસિક ઉત્તેજના વગેરેમાં બહુ ઉપયોગી છે.

 

– નિયમિત દૂધીનું સેવન કરવાથી વાળની તમામ સમસ્યા દૂર થાય છે. વાળ ખરતા અટકે છે. દૂધીનો રસ વાળમાં લગાવવાથી વાળ સુંવાળા અને ચમકીલા બને છે.

 

– આંખો માટે પણ દૂધી અત્યંત ગુણકારી માનવામાં આવે છે. દૂધીના સેવનથી આંખોને ઠંડક મળે છે અને આંખોના ચશ્મા પણ દૂર થાય છે.

 

– કોલેરા થયો હોય તો 25 એમએલ દૂધીના રસમાં અડધા લીંબુનો રસ મિક્ષ કરી પીવાથી ઘણો ફાયદો થાય છે અને પેશાબ પણ છૂટથી આવે છે.

 

– દૂધીના પાનને વાટીને તેનો લેપ લગાવવાથી થોડા જ દિવસોમાં બવાસીર નષ્ટ થાય છે.

 

– કોલેરા થયો હોય તો 25 એમએલ દૂધીના રસમાં અડધા લીંબુનો રસ મિક્ષ કરી પીવાથી ઘણો ફાયદો થાય છે અને પેશાબ પણ છૂટથી આવે છે.

 

– ઉધરસ, ટીબી, છાતીમાં બળતરા વગેરેમાં પણ દૂધી બહુ ઉપયોગી સાબિત થાય છે.

 

– ફક્ત દૂધીનુ શાક ખાવાથી જૂનામાં જૂની કબજિયાત દૂર થઈ જાય છે અને પેટ સંબંધી સમસ્યાઓમાં પણ લાભ મળે છે.

 

– દૂધીમાં ભરપૂર માત્રામાં પોટેશિયમ હોય છે. જેના કારણે તે કિડનીના રોગોમાં બહુ ઉપયોગી હોય છે અને તેનાથી પેશાબ સંબંધી સમસ્યાઓ પણ દૂર થાય છે.

 

– હૃદયરોગમાં ખાસ કરીને ભોજન લીધા પછી એક કપ દૂધીના રસમાં ચપટી મરીનો ભુક્કો અને ફુદીનો નાંખીને પીવાથી હૃદયરોગમાં રાહત મળે છે.

 

– દૂધીના બીજનું તેલ કોલેસ્ટ્રોલને ઘટાડવામાં મદદ કરે છે અને હૃદયને શક્તિ આપે છે. તે લોહીની નાડીઓને પણ શુદ્ધ રાખે છે.

 

– દૂધીના છાલથી ચેહરો સાફ કરવાથી ચેહરાની ગંદકી દૂર થાય છે. ત્વચાના રોમ છિદ્રો ખૂલી જાય છે. ચેહરા પર ખીલ હોય તો દૂધીના રસમાં લીંબુનો રસ મિક્સ કરી તેના પર લગાવો જરૂર રાહત મળશે.

 

– દૂધીના બીજને વાટીને હોઠ પર લગાવવાથી હોઠ અને જીભ પર થયેલા ચાંદા મટી જાય છે.

 

– જો તમને રાત્રે નીંદર ન આવવાની સમસ્યા રહેતી હોય તો દૂધીના રસને સીસમના તેલ સાથે મિક્સ કરી પગના તળિયે માલિશ કરવાથી સારી ઉંઘ આવે છે.

ફેશબુક દ્વારા બ્લોગ પોસ્ટ પર આપની કોમેન્ટ્સ અહીં મૂકવા વિનંતી છે.....

 • Chimanlal Mohanlal Shah

  We enjoyed reading, partly because it’s in Gujarati and partly because some of the details we know from our DADI-MA also.

  If this can be in Gujarati & English, the it’s very useful to most human being.

  Please try, if possible.

  Thanks and regards,

 • Vinaykant Shah

  I like articles of Dadimani Potli. is it possible
  To down load as E book for Dadimani ni
  Potli?

 • સંજય કે. કનખરા

  કેમ છો અશોકભાઈ,

  મોટા ભાઈ, આપ શ્રી ના “દાદીમા ની પોટલી” વિશે ઘણા દેશ વિદેશમાં વસતા આપણા ગુજરાતી ભાઈ મિત્રો દ્વ્રારા સાંભળ્યું હતું અને આજ રોજ તમારા બ્લોગ લીંક ને જોઈ તેમજ વાંચી ને ખુબ આનંદ થયો અને ખુબ ખુબ સારું પણ લાગ્યું કે આપણા ગુજરાત ની ગરિમા, ગૌરવતા એવમ ગુજરાત ની દેશી – આર્યુવેદિક, ઘર ઘથું ઉપચાર જેનું ટૂંકી ભાસામાં તમો એ જે નામ આપ્યું છે “દાદીમા ની પોટલી” એ નામ એક વાસ્તવિકતા નું પ્રમાણપત્ર છે ખરેખર આપણા ગુજરાત ની સંસ્કૃતિ અને વડીલો ના ઘરેલું ઉપચાર તેમજ અનુભવ દ્વારા જ્ઞાનરૂપી સલાહ – સુચન ને આપણે સૌ કોઈ એ આંખ આડે કાન કાર્ય છે પણ તમો એજ જ્ઞાન રૂપી ઉપચાર સલાહ “દાદીમા ની પોટલી” દ્વારા પીરસી ને સૌ કોઈ ને માર્ગ દર્શન આપવાનું ખુબ નોધનીય કામ કરો છો