હેલ્થ ન્યુટ્રિશન – ડાયેટ ટિપ્સ … (દાદીમાનું વૈદું) … જરા અજમાવી જુઓ …

હેલ્થ ન્યૂટ્રિશન – શ્રુતિ  …

સામાન્ય રીતે તજ મસાલા રૂપે કામમાં લેવામાં આવે છે. પરંતુ, આ તજ પેટના રોગમાં, ઈન્ફ્લૂએંજા, ટાઈફોડ, ટીબી અને કેન્સર જેવા રોગોમાં ઉપયોગી સાબિત થઈ છે. તજઃ સાબુ, દાંતના પેસ્ટમાં, ચોકલેટ,વગેરેમાં તે ઉપયોગી થાય છે. ચા-કોફીમાં તજ નાખીને પીવાથી શરદી-કફમાં રાહત રહે છે.

 

 

TUJ.HUNNY

એવું જાણવા મળ્યું છે કે મધ અને તજના પાવડરનું મિશ્રણ ઘણાં રોગો પર ઉપયોગી છે. પશ્ચિમી દેશોના વૈજ્ઞાનિકોએ કરેલા સંશોધનો પરથી આ તારણ જાણવા મળ્યું છે. જે રોગો પર આ બે પદાર્થો અસરકર્તા છે તે રોગો નીચે દર્શાવ્યા પ્રમાણે છે.

શરદી

સામાન્ય કે તીવ્ર શરદીથી પીડાતા દર્દીએ એક ચમચો હૂંફાળા મધમાં પા ચમચી તજનો પાવડર મેળવીને ત્રણ દિવસ સુધી રોજ એકવાર સેવન કરવું જોઇએ. આ ઉપચાર શરદી, કફ અને સાયનસાઇટિસ પર ઉપયોગી છે.

કોલસ્ટ્રોલ

સોળ ઔંસ જેટલાં ચાવાળા પાણીમાં (પાણીવાળી ચા) બે ચમચા મધ અને ત્રણ ચમચી તજનો પાવડર   મેળવીને કોલસ્ટરોલના દર્દીને પીવડાવવાથી બે કલાકમાં દસ ટકા જેટલું કોલસ્ટરોલ ઘટયું હતું. સંશોધનોની જર્નલમાં એવું પણ જણાવાયું હતું કે રોજ ખોરાક સાથે મધનું સેવન કરવાથી કોલસ્ટરોલની તકલીફમાં રાહત મળે છે. આરથ્રાઇટિસથી પીડાતા દર્દીને દિવસમાં ત્રણવાર મધ અને તજ આપવાથી ઘણી રાહત મળે છે.

હૃદયરોગ

મધ અને તજના પાવડરની પેસ્ટ બનાવીને તેને જામની જેમ બ્રેડ કે રોટલી પર લગાવીને રોજ ખાઓ. આ ઉપચાર કોલસ્ટરોલને નસોમાંથી ઘટાડીને હૃદયને રક્ષણ આપે છે. હાર્ટએટેક આવેલા દર્દીને પણ તે ફરીવારના હુમલાથી બચાવે છે. મધ અને તજનો રોજિંદો ઉપયોગ શ્વાસની તકલીફ અને હૃદયના ધબકારાને નિયમિત બનાવે છે. અમેરિકા અને કેનેડામાં થયેલા સંશોધનો પરથી જાણવા મળ્યું હતું કે ઉંમર વધવા સાથે ઘટી જતી નસો અને ધમનીઓની સ્થિતિસ્થાપકતાને મધ અને તજનું સેવન પુનઃસ્થાપિત કરે છે. નસોની સંકડાશને પણ તે ઠીક કરે છે.

આર્થ્રાઇટીસ

એક કપ જેટલાં ગરમ પાણીમાં બે ચમચા મધ અને એક નાની ચમચી તજનો પાવડર મેળવીને દિવસમાં ત્રણવાર પીવાથી ગમે તેવો તીવ્ર આરથ્રાઇટીસ મટી શકે છે. જે ડોકટરોએ આર્થ્રાઇટીસના દર્દીઓને સવારે બ્રેકફાસ્ટ પહેલાં મધ અને તજનું મિશ્રણ આપ્યા હતા. તેઓએ નોંધ્યું હતું કે એક સપ્તાહમાં ચાલીસ ટકા જેટલાં દર્દીઓને અને એક મહિનામાં બધાં જ દર્દીઓને ફાયદો થયો હતો.

મૂત્રાશયના ચેપો

એક ગ્લાસ હૂંફાળા પાણીમાં એક ચમચો મધ અને બે ચમચા તજ-પાવડર ઉમેરીને પીઓ. તે મૂત્રાશયમાંના જંતુઓનો નાશ કરીને ચેપને દૂર કરે છે.

દાંતનો દુઃખાવો

એક ચમચી તજનો પાવડર અને પાંચ ચમચી મધને મેળવીને પેસ્ટ બનાવો. આ પેસ્ટને દુઃખના દાંત પર લગાવો. દિવસમાં ત્રણવાર આ રીતે કરવાથી દુઃખાવો દૂર થઇ જશે.

સાભાર : – શ્રુતિ

ઉપર દર્શાવેલ ફાયદા સિવાય આજે અમે બતાવી રહ્યા છે તજના અન્ય વધારે  ઘરેલું ઉપાય જે ખૂબ ઉપયોગી છેઃ

– તજનું તેલ દર્દ, ઘાવ અને સોજામાં રાહત આપે છે.

– તજને તલનું તેલ, પાણી, મધમાં મેળવી ઉપયોગ કરવો જાઈએ. દુખાવા વાળા અંગ પર માલિશ કરી તેને રાતભર રહેવા દો. માલિશ જો દિવસે કરો તો 2-3 કલાક રાખો.

– તજ એ ચામડીને નીખાર આપે છે તથા ખુજલીના રોગને દૂર કરે છે.

– તે પાચક રસોના સ્ત્રાવને ઉત્તેજીત કરે છે. દાંતના દુખાવામાં પણ એ ઉપયોગી થાય છે.

– રાતના સુતા સમયે નિયમિત રૂપે એક ચપટી તજનો પાઉડર મધ સાથે ભેળવીને લેવાથી માનસિક તાણમાં રાહત મળે છે અને સ્મરણ શક્તિ વધે છે.

– તજના નિયમિત પ્રયોગથી મોસમી બીમારીઓને દૂર રાખે છે.

– ઠંડી હવાથી માથાના દુખાવાથી રાહત મેળવવા માટે તજના પાઙડરને પાણીમાં મેળવી પેસ્ટ બનાવી માથા પર લગાઓ.

– તજના પાઉડરમાં લીંબુનો રસ મેળવી લગાડવાથી ખીલ તથા બ્લેકહૈડસ મટી જાય છે.

– તજ, ડાયરીયા તથા ચક્કરમાં પણ ઔષધીના રૂપમાં કામ લાગે છે.

– મોં માંથી વાસ આવે ત્યારે તજનો નાનો ટૂકડો ચૂસવો. તજ એક સારી માઉથફ્રેશર પણ છે.

– આર્થરાઈટિસના દુખાવાને મટાડવા માટે તજ-મધનું મિશ્રણ ઘણું કારગત નીવડે છે.

– ટાલ પડવી કે વાળનું ખરવું સામાન્ય થતું જાય છે. તેનાથી છુટકારો મેળવવા ગરમ ઓલિવ તેલમાં એક ચમચી મધ અને એક ચમચી તજનો પાઉડર ભેળવી લગાવો.

– એક ચમચી તજનો પઉડર અને પોંચ ચમચી મધ મેળવી બનાવેલ પેસ્ટને દાંતની દુખતી જગ્યા પર લગાવાથી તરત રાહત મળશે.

– શરદી-કફમાં હોય તો એક ચમચી મધમાં ચમચીના પા ભાગની પાઉડર ભેળવી દિવસમાં ત્રણવાર ખાવો. જુના કફ-શરદીમાં રાહત રહેશે.

– પેટના દુખાવામાં મધ સાથે તજના પાઉડર લેવાથી પેટના દુખાવામાં રાહત મળે છે.

– ખાલી પેટ રોજ સવારે એક કપ ગરમ પાણીમાં મધ અને તજ પાઉડર ભેળવી પીવાથી ફેટ ઓછું થાય છે. તેનાથી જાડામાં જાડો વ્યક્તિ પણ દુબળો થઈ જાય છે.

સૌજન્ય : દિવ્યભાસ્કર દૈનિક 

મીઠો મધુરો ખજૂર કેટલો લાભકારી?

ડાયટ ટિપ્સ – અંગના શાહ

 

ખજૂર ખાવાથી ઘણા બધા ફાયદા થાય છે. તેમાં આયર્ન ભરપૂર છે. તેમાં ઘણાં બધાં વિટામિન અને મિનરલ્સ આવેલાં છે. તેને રેગ્યુલર લેવાથી કોલેસ્ટ્રોલ ઓછું થાય છે. આ ઉપરાંત પણ ખજૂર સ્વાસ્થ્ય માટે અનેક રીતે ગુણકારી છે

ખજૂરના ફાયદા

 

* ખજૂરમાં કોલેસ્ટ્રોલ નથી અને ફેટ પણ ઓછી છે. તેમાં વિટામિન અને મિનરલ્સ ઘણાં બધાં છે.

* પ્રોટીન સારા પ્રમાણમાં છે. ઉપરાંત વધુ ફાઇબર્સ હોવાથી કબજિયાત, હાઈ કોલેસ્ટ્રોલ માટે ફાયદાકારક છે. તેમાં વિટામિન બી૧, બી૨, બી૩, વિટામિન એ અને સી પણ આવેલાં છે.

* ખજૂરનો સૌથી મોટામાં મોટો ફાયદો એ છે કે તે ઇન્સ્ટન્ટ એનર્જી આપે છે, કારણ કે તેમાં નેચરલ સુગર આવેલી છે. ખજૂરને વધુ હેલ્ધી અને સ્વાસ્થ્યવર્ધક બનાવવા માટે તેને દૂધમાં નાખીને પણ ખાઈ શકાય છે.

* ખજૂરમાં સોડિયમ અને પોટેશિયમ આવેલાં છે, માટે તે નર્વસ સિસ્ટમને બેલેન્સ કરવાનું કામ સારી રીતે કરે છે. પોટેશિયમને જોઈતી માત્રામાં રેગ્યુલરલી લેવામાં આવે તો તે વ્યક્તિને બ્રેઇન સ્ટ્રોકથી દૂર રાખે છે. ઉપરાંત દિવસની ૨-૩ ખજૂરની પેશી નિયમિત લેવાથી કોલેસ્ટ્રોલ ઓછું કરવામાં મદદરૂપ થાય છે.

* લોહીની ઊણપ હોય, હિમોગ્લોબીનની ટકાવારી ઓછી હોય તેવી વ્યક્તિઓએ તો ખાસ ખજૂર ખાવો જોઈએ. ખાસ કરીને ૧૫-૧૬ વર્ષની છોકરીઓએ દરરોજ ખજૂરનો ઉપયોગ કરવો જરૂરી છે. ઉપરાંત મેનોપોઝ દરમિયાન પણ દરરોજ ૨-૩ પેશી ખજૂર ખાવામાં આવે તો એનિમિયાના પ્રોબ્લેમ્સથી દૂર રહેવાય છે.

* વારંવાર થાક લાગવો. આંખોની નીચે કાળાં કુંડાળાં થવાં વગેરે તકલીફો ઉપરાંત ત્વચાને સુંદર રાખવા માટે ખજૂરને ડાયટમાં સામેલ કરો.

* ખજૂર લેવાથી ઓવરઓલ સ્ટેમીના વધે છે. બેચેની, પગ દુખવા વગેરે પણ દૂર થાય છે. વધુ પડતી પાતળી વ્યક્તિ થોડી ખજૂર દરરોજ ખાય તો તેનું વજન વધી શકે છે.

* ખજૂર આંતરડાંનાં કેન્સર સામે રક્ષણ આપે છે. તેમાં આવેલા ફાઇબર્સને કારણે કબજિયાત થતી નથી અને આંખો પણ સારી થાય છે.

* ખજૂરને મીઠાઈ તરીકે તેના રોલ્સ બનાવીને ખાંડ વગર પણ વાપરી શકાય છે. ઉપરાંત દરરોજ સવારે ભૂખ્યા પેટે ૨થી ૩ પેશી લેવાથી પણ ફાયદો થાય છે. દરરોજ સવારે અથવા જ્યારે પણ કસરત કરવાની સ્ટાર્ટ કરો તે પહેલાં ૨-૩ પેશી ખજૂર લેવાથી કસરત કરતાં એનર્જી વધુ રહેશે અને શરીરને પણ ફાયદો થશે.

* ઘણી વખત જમ્યા પછી ગળ્યું ખાવાનું મન થતું હોય છે. આવા સમયે એકાદ ખજૂર ખાઈ લેવાથી સંતોષ પણ મળે છે અને વજન પણ નહીં વધે.

 

સાભાર : અંગના શાહ
(લેખિકા અમેરિકામાં ડાયટિશ્યન છે.)

 

સાવધાન :   અહીં  ઉપરોક્ત દર્શાવેલ કોઈ પણ ઉપચાર આપ આપની અન્ય સારવાર સાથે અપનાવી શકો છો, ઉપરોક્ત ઉપચાર આપની અન્ય સારવારની અવેજીમાં દર્શાવેલ નથી.  આપની કોઈપણ તજજ્ઞ દ્વારા લેવાતી  અન્ય સારવાર પર મહત્વ પહેલાં  આપશો.  ઉપરોક્ત ઉપચાર દરેકની તાસીર અનુસાર અલગ અલગ રીતે અસરકારક બની શકે છે.  જે મુખ્ય સારવાર સાથે પણ ઉપચારનો પ્રયોગ કરી શકાય છે.  મુખ્ય સારવારની અવેજીમાં નહિ જેની ખાસ નોંધ લેવા વિનંતી..

 

બ્લોગ લીંક : http://das.desais.net
email : [email protected]
 

 

આજની પોસ્ટ ‘દાદીમા ની પોટલી’ પર મોકલવા બદલ અમો પૂર્વી મોદી મલકાણ (યુએસએ) નાં અંતરપૂર્વકથી આભારી છીએ.  

બ્લોગ પોસ્ટ પર મૂકેલ આપના પ્રતિભાવ, બ્લોગ પર આવકાર્ય છે.

ફેશબુક દ્વારા બ્લોગ પોસ્ટ પર આપની કોમેન્ટ્સ અહીં મૂકવા વિનંતી છે.....

  • dhiren

    આપની ઉપરોક્ત જાણકારી પરથી એવું લાગે છે કે જાણે હમણાજ તજ અને ખજુર લાવીને એના પ્રયોગને અનુસરીએ…આભાર.!

  • usha jani

    Khub j saras jankari aapi che