શરદ પૂનમનો ટહુકારો …

શરદ પૂનમનો ટહુકારો …

 

POONAM

શરદ પૂનમ ની શીતળ શુભેચ્છા ઓ ..વ્હાલા મિત્રો, વડીલો તેમજ માતાઓ ને …

કહેવાય છે કે આજે આપના વ્હાલા શ્રી કૃષ્ણ ભગવાન રાસ રમવા જો આવે છે !!

 

આસો માસની પૂનમને શરદ પૂનમ કહે છે, આમ તો દરેક મહિનામાં પૂનમ આવે છે પરંતુ શરદ પૂનમનું મહત્વ બધા કરતા અનેકગણુ વધુ હોય છે. હિન્દુ ધર્મગ્રંથોમાં પણ આ પૂનમનું વિશેષ મહત્વ બતાવવામાં આવ્યું છે. 

 

શરદ પૂનમ સાથે જોડાયેલી અનેક માન્યતાઓ છે. એવું માનવામાં આવે છે કે આ દિવસે ચંદ્રમાની કિરણો વિશેષ અમૃતમયી ગુણોથી યુક્ત હોય છે. શરદ પૂનમની રાતે લોકો પોતાના ઘરની છત ઉપર દૂધ -પૌઆ અથવા ખીર રાખે છે જેનાથી ચંદ્રની કિરણો તેના  સંપર્કમાં આવે છે અને ત્યારબાદ તે દૂધ – પૌઆ અથવા  ખીરનું સેવન કરવામાં આવે છે.  કેટલાક સ્થાનો ઉપર સાર્વજનિક રીતે દૂધ -પૌઆ અથવા ખીરના પ્રસાદનું વિતરણ કરવામાં પણ આવે છે.

 

એક માન્યતા એ પણ છે કે, આ દિવસે માતા લક્ષ્મી રાત્રિમાં એ જોવા નિકળે છે કે કોણ જાગી રહ્યું છે અને કોણ સૂઈ રહ્યું છે, જે જાગી રહ્યું હોય તેનું મહાલક્ષ્મી તેનું કલ્યાણ કરે છે તથા જે સૂઈ રહ્યું હોય ત્યાં લક્ષ્મી રોકાતી નથી. શરદ પૂનમે રાસલીલાની રાત પણ હોય છે. ધર્મશાસ્ત્રો પ્રમાણે શરદ પૂનમની રાતે જ ભગવાન શ્રીકૃષ્ણએ ગોપીઓની સાથે રાસલીલા કરી હતી.

 

શરદ પૂનમની રાત્રે જો મનોવૈજ્ઞાનિક રીતે જોવામાં આવેતો તે ખૂબ જ સારો સમય હોય છે. જ્યારે મોસમમાં પરિવર્તનની શરૂઆત થાય છે અને શીત ઋતુનું આગમન થાય છે. શરદ પૂનમની રાતે જાગી ખીરનું સેવન કરવું એ વાતનું પ્રતીક છે કે શીતઋતુમાં આપણે ગરમ પદાર્થોનું સેવન કરવું જોઈએ કારણ કે આપણેને તેનાથી જીવનદાયિની ઊર્જા પ્રાપ્ત થાય છે.

 

 

(સાભાર : દિવ્યભાસ્કર)

 

 

 

શરદ પુનમ ની રઢીયાળી રાત ને ચાલો રાસ – ગરબા ની  રમઝટ સાથે  વધાવીએ  ….

 

 

.

 

 

(૧)  રાસની રમઝટ …. 

 

 

(૨) રાસની રમઝટ …

 

બ્લોગ લીંક: http://das.desais.net
email: [email protected]

 

શરદ પૂનમની રઢીયાળી રાત ના રાસ માણવાના પસંદ આવ્યા હોય તો આપના પ્રતિભાવ બ્લોગ પોસ્ટ પર મૂકી આભારી કરશો.  ….આભાર ! ‘દાદીમા ની પોટલી’.

ફેશબુક દ્વારા બ્લોગ પોસ્ટ પર આપની કોમેન્ટ્સ અહીં મૂકવા વિનંતી છે.....

  • નરેન્દ્ર શાહ

    શ્રી
    નમસ્તે ,
    આપનો શરદ પૂનમ વિષે લેખ વાચ્યો ખુબ સુન્દર.આ સાથે મને મારા બાળપણ ની યાદ આવે છે.અમારા ગામ માં કહેવાતું કે શરદ પૂનમ ને માણેક ઠારી પૂનમ પણ કહેવાય છે. કારણકે આજના દિવસે સમુદ્ર માં માછલી નાં ગર્ભમાં માણેક પ્રસ્થાપિત થાય છે.
    નરેન્દ્ર શાહ સુરત

    • શ્રી નરેન્દ્રભાઈ,

      નમસ્કાર !

      આપે શરદ પૂનમ વિશે આપેલ પૂરક માહિતી બદલ આભાર. બ્લોગ પોસ્ટની નિયમિત મુલાકતા લેતા રહેશો અને આપના પ્રતિભાવ બ્લોગ પોસ્ટ જરૂર આપતા રહેશો.

      આભાર !

  • Ramesh Patel

    શરદ પૂનમની રસભર વાર્તાઓ માણીને શીતળતા પ્રસરી.

    રમેશ પટેલ(આકાશદીપ)