સુખી લગ્નજીવન …. સ્ત્રીઓ માટે જાગૃતિ …

 સુખી લગ્નજીવન …  સ્ત્રીઓ માટે જાગૃતિ …

 

 women problem

ભારતીય સંસ્કારોના ગુણો ધરાવતી સ્ત્રી હમેશા પુરુષ માટે કાર્યેષુ મંત્રી,ભોજનેશું માતા અને શયનેષુ રંભાનું પાત્ર બજાવતી આવી છે. શયનખંડમા પતિને સંપૂર્ણપણે સ્વીકારભાવ તથા પ્રેમભાવ સાથે આવકાર આપીને, માન સન્માન આપીને રતિક્રીડામા ઉન્માદ તેમજ આનંદ આપનાર સ્ત્રી જયારે રંભાનું સ્વરૂપ ધારણ કરે છે ત્યારે પુરુષને સંપૂર્ણપણે સંતોષ તેમજ તૃપ્તિ મળે છે.

 

આવો આપણે જાણીએ કયા કયા કારણોસર કઈ કઈ રીતે સ્ત્રીની મન:સ્થિતિ અને શારીરિક તકલીફોમા વધારો થતો રહે છે.  કઈ રીતે સ્ત્રીઓની આરોગ્યની નાની નાની તકલીફો આગળ જતા અસાધ્ય બીમારીનું સ્વરૂપ ધારણ કરે છે.  આ બાબતે કયા ઉપાયો કરવા જરૂરી છે.

 

અર્વાચીન યુગથી લઈને આધુનિક યુગમાં પણ પુરુષપ્રધાન દેશમાં સ્ત્રી હમેશા બાળપણથી મૃત્યુપર્યંત પરનિર્ભર બનીને જીવન જીવતી આવી છે, છતા આજના આધુનિક યુગમાં સ્ત્રી તમામ ક્ષેત્રોમાં પુરુષ સાથે સમાંતર રૂપે બુદ્ધિજીવી તરીકે ગણનામાં આવી રહી છે, પરંતુ આ જ સ્‍ત્રીઓ શયનખંડમા સ્વયમના સ્વતંત્ર વિચારો, ઈચ્છા અનિચ્છા બાબતે પોતાનું મૌન તોડવામાં હજુ સુધી અસફળ રહી છે.  

 

સ્ત્રીની બાલ્ય અવસ્થા સમયે માતાપિતાના કોડ હોય તે પ્રમાણે તેનો ઉછેર થતો હોય છે,  બાળપણથી જ દુર્બળતા લઈને ચાલતી સ્ત્રી તરફથી લોકોની તો એવી અપેક્ષા હોય છે કે કાયમી રીતે સ્ત્રીમાં આ પ્રમાણેનું શારીરિક સૌષ્ઠવ હોવું જ જોઈએ.  સ્ત્રી સુંદર, ગોરો વાન, દેખાવડી, નમણી, નાજુક,  શરમાળ, ઠાવકી તથા સહનશીલતાની મૂર્તિ બને, ગૃહકાર્યમાં કુશળ બને, સાસરે જઈને પતિ, સંતાનો તથા સાસરાવાળાઓ પ્રત્યે સેવાભાવનાથી મૌન રહીને પીયરીયાનું નામ રોશન કરે એ પ્રમાણે સ્ત્રી સાથે વ્યવહાર થતો આવ્યો છે.

 

અમારું માનશો તો સાસરે જઈને સુખી થશો એવી શીખ આપીને સ્ત્રીઓની બાળપણથી જ માનસિક અને શારીરિક તકલીફને મોટા ભાગે નકારવામાં આવતી હોય છે, તેમ જ અંદર અંદર દબાવવાનું અને સહન કરવાનું કહેવામાં આવતું હોય છે.  યુવાનીમા પતિ તરફથી પણ સ્ત્રીની શારીરિક અને ગાયનેક તકલીફોને ધ્યાનમાં લેવામાં આવતી નથી, ધીરે ધીરે આ જ નાની તકલીફો જેમકે આજકાલ છોકરીઓને માત્ર આઠદસ વર્ષની ઉંમરમાં પિરિયડ્સ શરૂ થઈ જાય છે. સાતથી દસ વર્ષની બાળકીઓની બ્રેસ્‍ટ વિકસિત થઈ જાય છે. પ્‍યુબરલ હેર આવવા લાગે છે. આવી બાબતોને કારણે પોતાની લાડલી નાની ઉંમરમાં મોટી થવા લાગી છે એવા વિચારથી માતા પિતા પરેશાન પણ છે અને ગભરાયેલા પણ છે.  આ ઉપરાંત માસિકધર્મની અનિયમિતતાઓ, માસિક સમયે કમરનો દુખાવો, મુડ સ્વિંગ, કુરુપતા, નાના તથા બેડોળ સ્તન, ચહેરા ઉપર ખીલ તેમજ રુવાંટી, અસંતુલિત હોર્મોન્સ અને સ્થૂળતા ક્યારે મોટું સ્વરૂપ ધારણ કરી લે છે પરિવારમાં કોઈને ખ્યાલ પણ નથી આવતો જેમકે સેક્સુઅલ સમસ્યા, અકાળે વૃદ્ધત્વ, શ્વેતપ્રદર, વાંજીયાપણું, મિસકેરેજ, એબોર્શન, ફ્રીજીડીટી, ફાઈબરની ગાંઠ, ગર્ભાશયનું બહાર આવવું, વંધ્યત્વ, મેનોપોઝ, ગુપ્તાંગ તેમજ સમાગમની તમામ સમસ્યાઓનું સ્વરૂપ લઇ લે છે. 

 

જેમ આપણે અગાઉ જણાવ્યું કે સ્ત્રીની પ્રકૃતિ શરમાળ હોવાથી અને સહન કરતા રહેવાની હોવાથી મૌન રહીને નાની નાની તકલીફોને અંદર ને અંદર ચુપચાપ સહન કરતા કરતા પોતાની જાતને જેમતેમ મહિનાઓ અને વર્ષો સુધી ઢસડ્યા કરતી હોય છે અને ત્યારે જ પરિવારના સભ્યોનું ધ્યાન દોરવાય છે જયારે આજ વધી રહેલા રોગોનો, ગાયનેક સંબંધી સમસ્યાઓનો સમયપર ઈલાજ ના કરવાથી વધુ ને વધુ વિકૃત સ્વરૂપ ધારણ થાય છે, જેમકે ગર્ભાશય કઢાવવું, ગર્ભાશયનું કેન્સર થવું અથવા બ્રેસ્ટ કેન્સર થવું, આ કારણે સ્ત્રીને પરવશતાની ગંભીર સ્થિતિ આવી જાય છે જેના કારણે સંતાન,પતિ,પરિવાર અને સમસ્ત સમાજને પીડા ભોગવવી પડે છે. આ માટે પહેલેથી જ જાગૃત રહીને પરિવારે અને લગ્ન બાદ પતિએ અમુક જવાબદારી લેવી જરૂરી છે.

 

આવો આપણે આજે વધુ પડતા દુ:ખી લગ્નજીવન જીવતા યુગલો માટે સીધા અને સરળ રસ્તાઓનું નિર્માણ કરીએ.

 

સ્‍ત્રીઓ ન તો કયારેય પોતાની તકલીફ  મન ખોલીને જાહેર કરી શકે ન તો પુરૂષોએ એમનું મન જાણવાનો પ્રયત્‍ન કર્યા છે.   સ્ત્રીઓની માનસિક તકલીફોમાં સબળ કારણોમા શયનસુખ બાબતે તથા પોતાના જાતીય અંગો બાબતે અધૂરું જ્ઞાન, બાળપણની માનસિક રીતે અયોગ્ય ઊંડી છાપ, શરીરની અસાધ્ય બીમારી, ઉછેર સમયના અયોગ્ય વાતાવરણનો પ્રભાવ, યુગલના આપસી મતભેદોમાંથી ઉપજતો રોજીંદો કંકાસ, સાસરિયામાં સ્ત્રી ઉપર નાખવામાં આવતા ખોટા આક્ષેપો, પતિની અયોગ્ય માંગણીનો મુંજારો,પતિ તરફથી થતી મારઝુડ, જીણી જીણી વાતમાં ફરિયાદો, ક્ષમતાથી વધારે કાર્યરત રહીને દિવસના અંતે થાકી જવું, સ્ત્રી અને પુરુષનું વિયોગમાં વધારે સમય રહેવું, ડિલિવરી પછી ઘણી વાર યોનિમાર્ગ વિસ્તરી જાય છે.  ઘણી વાર જે પક્કડ ઈન્દ્રિય અને યોનિમાર્ગમાં આવવી જોઈએ એ નથી આવતી. એને પરિણામે આનંદની જે અનુભૂતિ થવી જોઈએ એમાં ઊણપ વરતાય છે.  આવું વારંવાર થયા કરે તો કામેચ્છા પર વિપરિત અસર પડે છે.  આ માટે લગ્ન પહેલા પરિવારે અને લગ્ન બાદ પતિએ જવાબદારીપૂર્વક જયારે સમસ્યા નાના સ્વરૂપમાં જ હોય ત્યારે જ પુરા પરિવારના હિતેચ્છુ અને સંપૂર્ણ પરિવાર ના સ્વાસ્થ્યના વૈદ્યકીય ચિકીત્સકની સાથે મહત્વપૂર્ણ પરામર્શ કરીને સમયસર  નિરાકરણ મેળવીને મુક્તિ આપવવી જરૂરી છે.  વૈદ્ય એવા ન હોવા જોઈએ કે રોગો થાય પછી માત્ર દવા આપીને છોડી દે પરંતુ વૈદ્ય એવા હોવા જરૂરી છે કે તમને રોગો થવા જ ના દે.  આ પ્રમાણે નાની તકલીફથી જ મુક્તિ અપાવીએ તો તેનું મોટું સ્વરૂપ થાય જ નહિ કારણકે આપણે સર્વે જાણીએ છીએ કે મોટા સ્વરૂપની ગંભીર જીર્ણ અસાધ્ય બીમારી આવે છે તો તેમાંથી મુક્તિ મેળવવાનું કેટલું અઘરું હોય છે.

 

આવા આરોગ્યના માર્ગદર્શક વૈદ્ય અને ચિકીત્સક, સલાહકાર તરીકે ઘરે ઘરે હોવા જરૂરી છે જે  પરિવારના તમામ સભ્યોના શારીરિક અને માનસિક બંને સ્વાસ્થ્યની જવાબદારી લે જે એવા ના હોય કે બગડેલા સ્વાસ્થ્યની દવા કરીને ઘરે બેસી જાય પરંતુ વૈદ્ય એવા હોવા જરૂરી છે કે બીમારી આવવા જ ના દે.

 

આવું થઇ શકે કે માતાને ખબર જ ના હોય એટલે દીકરી પણ ધ્યાન રાખવા બાબતે અજાણ હોય, જેમ જેમ સમય પસાર થઇ રહ્યો છે તો આ પ્રકારનું જ્ઞાન દીકરીઓએ ખાસ શીખવું જરૂરી છે, જેનાથી તેને આવવાવાળા સંતાનો પણ જાણતા થાય જેનથી જે ભૂલો એમના માતાપિતાએ કરી હોય તેનું પુનરાવર્તન ના થાય અને પીઢી દર પીઢી જ્ઞાન મેળવવાની આ શ્રુંખલા જળવાતી રહે.

 

આ પ્રમાણે જો સ્ત્રી પાસેથી પુરુષો અને પરીવારવાળાઓની અપેક્ષાઓ હોય છે કે સ્ત્રી હમેશા જ રૂપસુંદરી બનીને રહે, ફિગર જળવાયેલું રહે, બુધ્ધિશાળી અને સ્માર્ટ બાળકોને નોર્મલ ડીલીવરી સાથે જન્મ આપે, ઊતમ ઉછેર કરે, શયનખંડમાં રંભા બનીને તમામ પ્રકારે વરદાનરૂપ બનીને રહે તો તે માટે સ્ત્રીની સૌન્દ્રયની તેમજ કાળજી રાખવા લાયક સાચવણ કરી શકે તેવા કુદરતી સૌન્દર્ય પ્રસાધનો, હર્બલ સંસાધનોના રામબાણ પ્રયોગો થકી વ્યક્તિગત સલાહ અને પરામર્શ લેવાથી દાંપત્યજીવનમા પરમ સુખ અને સંતોષ,પરાકાષ્ઠા, સ્વાનંદનો અનુભવ સરળતાથી મેળવી શકાય છે.  

 

 

ડૉ.ઝરણા દોશી …
(કાયાકલ્પ નિષ્ણાંત – રાજવૈદ્ય)
૯૮૬૭૭૧૬૦૧૫ (મુંબઈ)
 [email protected]

 

 

બ્લોગ લીંક : http://das.desais.net
email: [email protected]

 

 

આપની સ્ત્રી રોગ અંગેની કોઈ પણ પ્રકારની સમસ્યા આપ ડૉ. ઝરણા દોશી ને તેમના ઈ મેઈલ આઈ ડી અથવા ફોન દ્વારા સંપર્ક કરી જણાવી શકો છો અથવા તેમની રૂબરૂ મુલાકાત માટે અગાઉથી એપોઇન્ટમેન્ટ લઇ, સમસ્યા અંગેનું યોગ્ય માર્ગદર્શન મેળવી શકો છો.  

 

આજની પોસ્ટ ‘દાદીમા ની પોટલી’ પર મોકલવા બદલ અમો ડૉ. ઝરણા દોશી – મુંબઈ નાં આભારી છીએ.

 

નોંધ : ‘દાદીમા ની પોટલી’  બ્લોગ દ્વારા અમો કોઈ પણ પ્રોફેશન ને પ્રમોટ કરતાં ન હોય, આપને કોઈપણ પ્રકારની ગેરસમજણ  કે કોઈ પણ પ્રકારનો અસંતોષ ન થાય તે માટે કોઇપણ પ્રોફેશનલ તજજ્ઞ ની એપોઇન્ટમેન્ટ લેતા સાથે, જરૂરી ફી અંગે જાણકારી અગાઉથી મેળવી લેવા વિનંતી.  

 

 

બ્લોગ પોસ્ટ પર મૂકેલ આપના પ્રતિભાવ બ્લોગ પર આવકાર્ય છે.

ફેશબુક દ્વારા બ્લોગ પોસ્ટ પર આપની કોમેન્ટ્સ અહીં મૂકવા વિનંતી છે.....

  • M.D.Gandhi, U.S.A.

    લેખમાં બહુ સુંદર સમજણ આપી છે.