બેરિયાટ્રિકસર્જરી પછીની કેર- ભાગ ..૨ …

બેરિયાટ્રિકસર્જરી પછીની કેર- ભાગ..૨ …

 

bariatric surgery

 

 

(આ અગાઉ આપણે બેરિયાટ્રિક સર્જરી ભાગ … ૧ માં સર્જરી અને તેના પ્રકાર વિશે જાણકારી મેળવેલ, આજે તેમાં થોડી વિશેષ જાણકારી મેળવવા કોશિશ કરીશું. આ બેરિયાટ્રીક સર્જરી પછી અમુક પ્રિકોશન્સ લેવાનાં હોય છે. જેમાંથી અમુક પ્રિકોશન્સ એક વર્ષ માટે તો અમુક આખી જિંદગી માટે લેવાનાં હોય છે. પરંતુ આપણે ક્યા ક્યા  પ્રિકોશન્સ લેવાનાં હોય છે તે વિષે આજે ચર્ચાઑ કરીશું.)

 

 (મિત્રો આપની સરળતા અને અનુકુળતા માટે બેરિયાટ્રિક સર્જરી ભાગ-૧ ની લીંક આ સાથે આપની જાણકારી માટે અહીં નીચે દર્શાવેલ છે; જેના પર ક્લિક કરવાથી મૂળ પોસ્ટ ડાયરેક્ટ અહીં જ વાંચી શકાશે.)

 

બેરિયાટ્રિક સર્જરી પછીની કેર … (ભાગ-૧) …

 

bariatric surgery.1

 

 

સર્જરી થયા બાદ પેશન્ટે નકારાત્મક વિચારો છોડી સકારાત્મક વિચારને અપનાવીને શરીર ઓછું કરવા માટે નક્કી કરેલા ગોલ તરફ આગળ વધવું જોઈએ. આ ગોલ ઉપર પહોંચવા માટે સર્જરી પછીનાં ૮ અઠવાડીયા સુધી લિક્વિડ ખોરાક લેવો જોઈએ. આ ખોરાક લેવા માટે ચા કોફી વગેરે જેવા કેફિનયુક્ત પીણાં ન લેવા જોઈએ ચા કોફીની આદત હોય તો ડી કેફ (કેફિન વગરની ચા અને કોફી ) લેવી જોઈએ. સામાન્ય રીતે ૮ ઔંસ કેફિનવાળી રેગ્યુલર કોફીમાં ૮૦ થી ૧૩૦ મિલિગ્રામ જેટલું કેફિન હોય છે, ઇન્સ્ટન્ટ કોફીમાં ૪૦થી ૬૦ મિલિગ્રામ જેટલું કેફિન હોય છે અને ડિકેફિનવાળી કોફીમાં ૧ થી ૧૦ મિલિગ્રામ જેટલું કેફિનનું પ્રમાણ હોય છે. આ ઉપરાંત અમુક બ્રાન્ડની કોફીમાં કેફિનનું પ્રમાણ નહિવત હોય છે. કોફીની જેમ જ ચા નું પણ છે તેથી યુ એસ માં બેરિયાટ્રિક સર્જરીનાં પેશન્ટોને ડીકેફકોફી અને ચા લેવા માટે આગ્રહ કરાય છે, જ્યારે સોડા ઉપરાંત જે પીણાંમાં સોડાનો ભાગ રહેલ છે તેવા આલ્કોહોલિક કે પીણા ન લેવા માટે કહેવામા આવે છે. ઉપરાંત જેમાં રેસા હોય તેવા પીણાંઓને ન લેવા જોઈએ. લાઇટ ક્લીયર લિક્વિડ લેવા માટે લિક્વિડને ગાળી નાખવું જરૂરી છે. ઉપરાંત આ લિક્વિડમાં મરી મસાલાનો, ડ્રાય લીવ્સ સ્પાઇસ, સીડ્સ સ્પાઇસનો ઉપયોગ પણ ન કરવા માટે કહેવામાં આવે છે. મરી મસાલાથી પેટમાં લીધેલા સ્ટિચીઝમાં બળતરા થાય છે અને ડ્રાય પાર્સલી, કરીલીવ્સ જેવા પાંદડા અને સીડ્સ સ્પાઇસ(જીરું, તલ, રાઈ,મેથી, અજમો વગેરે) આંતરડામાં સલવાઈ જાય તેનો ભય રહેલો છે આથી મસાલા તેમજ ડ્રાય પાંદડાનો ઉપયોગ નકારવો જોઈએ. લિક્વિડ પીવા માટે બેરિયાટ્રિક સર્જરી પછી સ્ટ્રોનો ઉપયોગ પણ ન કરવો જોઈએ કારણ કે જ્યારે સ્ટ્રોથી લિક્વિડ પીવા માટે મુખથી ખેંચીએ છીએ ત્યારે તેમાં હવા પણ ખેંચાઈને આવે છે. સર્જરી પછી આ હવા ગળામાં અટવાઈ જાય તો ખાંસી આવે છે, અને ખાંસી ખાતા અંદરનાં ટાંકા તૂટી જવાનો ભય રહેલો હોય છે. આ ટાંકાને ગળતા લગભગ ૪ થી ૬ વીક લાગે છે. આથી તે ટાંકાને હાર્મ ન થાય તે હેતુથી ઊલટી, ઊબકા, ખાંસી વગેરે ન થાય તેનું ધ્યાન રાખવું જોઈએ. સર્જરી પછી લગભગ ૭ થી ૮ વીક સુધી ફૂલ લિક્વિડ ડાયેટ પર રહેવાનુ હોય છે, ત્યારબાદ બીજા ૮ વીક સેમી લિક્વિડ ડાયેટ, ત્યારબાદ સોફ્ટ ડાયેટ થી રેગ્યુલર આહાર તરફ ધીમે ધીમે વાળવામાં આવે છે. અલબત્ત આહાર તરફ જવા માટેની પ્રત્યેક સૂચનાનું પાલન કન્સલટન્સ અને ડોકટરની સૂચના અનુસાર કરાય છે.

 

બેરીયાટ્રિક પેશન્ટનો સર્જરી પછી ખોરાક ઓછો થઈ જાય છે તેથી શરીરને જોઈતા વિટામિન, મિનરલ અને ક્ષારની કમી ઊભી ન થાય ટે હેતુથી મલ્ટી વિટામિન , આર્યન, વિટામિન B 12, કેલ્શિયમ, વિટામિન D3, અને પ્રોટીન લેવું જરૂરી બની જાય છે. જેમ બ્લડ પ્રેશરવાળા દર્દીઑ માટે બીપીની દવા રોજ લેવી જરૂરી છે તેમ જ બેરિયાટ્રિક સર્જરીવાળાએ તેમના રોજિંદા ખોરાકમાં પ્રોટીન અને ઉપર જણાવેલ વિટામિનનો સમાવેશ કરવો જરૂરી બની જાય છે. જેમાં પ્રથમ થોડા વીક માટે ચાવીને ખાઈ શકાય તેવા વિટામિનની ગોળીઓનો ઉપયોગ કરવો જોઈએ, અને જો કેપ્સુલ હોય તો તેને ખોલીને તેમાંથી પાવડર કાઢીને પ્રોટીન લિક્વિડ અથવા અન્ય પીણાંમાં મિક્સ કરી તેનો ઉપયોગ કરવો પણ ગોળીને ગળવી નહીં. આ સર્જરી પછીનાં અમુક દિવસોમાં ગોળી ગળવાથી ગળામાં ભરાઈ જવાનો ભય રહે છે. જેને કારણે પેશન્ટને મૂંઝવણ થાય છે, શ્વાસ રોકાઈ જાય છે, ઊબકા આવે છે. આજ ચ્યુએબલ ગોળી જો ફાવી જાય તો તેને જ કંટીન્યુ રાખવી. (આ બધી જ વિટામિન એકસાથે ન લેવા.)

 

બેરિયાટ્રિક સર્જરીવાળાની ચાવી શકાય તેવા વિટામિનનું લિસ્ટ

 

Beriatric Advantage આયર્નની ગોળી-60 મિલિગ્રામ વિથ વિટામિન C

Beriatric Advantage B12 વિથ ફોલિક એસિડ

Beriatric Advantage કમ્પ્લિટ મલ્ટી વિટામિન 1000 IU વિથ B કોમ્પ્લેક્ષ, મિનરલ્સ

Beriatric Advantage વિટામિન D3 5000 IU

Beriatric Advantage Calcium Crystals Flavored or unflavored ગોળી હોય તો 2 અને પાઉડર ફોર્મ્યુલા હોય તો 2 ચમચી.

 

બેરિયાટ્રિક સર્જરી પછી પ્રોટીન લેવા માટે અમુક પ્રકારના પ્રોટીન બહુ સારા પડે છે. આ પ્રોટીનનાં ઉપયોગથી પેશન્ટોની રોજની જરૂરિયાત પૂર્ણ કરી શકાય છે. જેમાં પ્રથમ છે……સોય નેચરલ પ્રોટીન પાઉડર…….આ પ્રોટીન પાઉડરમાં ૧૦૦ ટકા વિટામિન ઇ અને તેના સિવાય અન્ય વિટામિન અને મિનરલ્સ રહેલા હોય છે, એજ રીતે Whey Isolate Protein પાઉડર અને અમુક Flavored પ્રોટીન પાઉડર પણ સારા પડે છે પણ Flavored પ્રોટીન પાઉડરમાં શુગરનું પ્રમાણ કેટલું છે તે જોવું જરૂરી છે.

 

સર્જરી પછીનો ક્લીયર લિક્વિડ ડાયેટ લેવાનો સમય  

 

સર્જરી પછી લગભગ દર ૧/૨ કલાકે ૨ ઔંસ જેટલું લિક્વિડ પીવામાં આવે છે. જેમાં સવારનાં સમયે

8:00 2 ઔંસ.ડિકેફ ચા અથવા કોફી
8:૩0 2 ઔંસ. પાણી, મલ્ટીવિટામિન
9: 00 2
ઔંસ. નાળિયેરનું પાણી, વિથ ૧ મલ્ટી વિટામિન  
9:30 2 ઔંસ. આલ્મંડ મિલ્ક વિધાઉટ સુગર વિથ પ્રોટીન પાઉડર

10:00 2 ઔંસ. પ્રોટીનવાળું લિક્વિડ (છાશમાં કે દૂધમાં પ્રોટીન પાઉડર મિકસ કરી ગાળી લેવું)

10:30 2 ઔંસ. દાળનું પાણી વિથ આયર્ન ટેબ્લેટ

11:00 2 ઔંસ ક્રિસ્ટલ લાઇટ વિધાઉટ સુગર

11:30 2 ઔંસ સોય અથવા પિસ્તા મિલ્ક વિધાઉટ સુગર વિથ પ્રોટીન પાઉડર

12:00 2 ઔંસ વેજીટેબલ બ્રોથ (ગાળીને) વિથ વિટામિન B 12

 

આ રીતે પ્રત્યેક ½ કલાકે થોડું થોડું (જેટલું પી શકાય) તેટલું લિક્વિડ લેવું, અને આ પીણાં સાથે બાકી રહેલ વિટામિન અને કેલ્શિયમ લેવું જોઈએ. આ પીણાંઑ ઉપરાંત ફ્રૂટ જ્યુસ પણ લઈ શકાય છે પણ જે ફ્રૂટ જ્યુસ વધારે ગળ્યા ન હોય તેવા ફ્રૂટ્સ જ્યુસ ઉપર વધારે ભાર મૂકવો જરૂરી છે. કેરી, દ્રાક્ષ, લીલા અંજીર, દાડમ વગેરે ગળપણ ધરાવતાં ફ્રૂટ્સનો રસ લેવાનું ટાળવું જોઈએ કારણકે તેમાં રહેલ નેચરલ સુગરથી પણ પેશન્ટને ડોમ્પિંગ સિન્ડ્રોમ થવાનો ભય રહેલો છે. શુગરનું પ્રમાણ વધી જવાથી ડોમ્પિંગ સિન્ડ્રોમ થાય છે જેમાં ચક્કર આવે છે, આંખો પાસે અંધારું થઈ જાય છે, ઊબકા આવે છે, ઉલ્ટી થાય છે, હાથ પગમાંથી અચાનક એનર્જી જતી રહે છે. આથી શુગરી ફ્રૂટ્સનો અને વસ્તુઓનો ઉપયોગ ન કરવો, પરંતુ લાઇટ સુગર ધરાવતાં ફ્રૂટસનો રસ વધુ સારો પડે છે અને તેમાં પણ થોડું પાણીનાખી તેની મીઠાશ ઓછી કરી દેવાથી વધુ ઉત્તમ થઈ જાય છે. આવા લાઇટ ફળોમાં ગ્રેપફ્રૂટ, એપલ, મોસંબી, સંતરા, વોટરમેલન, ક્રેનબેરી, હનીડ્યુમેલન વગેરેનો રસ ઉપયોગમાં લઈ શકાય છે. જ્યારે શાકમાં લીફી પાંદડાવાળી ભાજીઓ અને પાણીવાળા શાકભાજી દૂધી, ઝૂકીની ગલકા, કોળું વગેરેનો ઉપયોગ કરી શકાય છે.

 

સર્જરી પછીનો ક્લીયર લિક્વિડ ડાયેટ

 

૧) હોમ મેઈડ સોયામિલ્ક

 

૧ કપ ડ્રાય સોયા બિન્સને આખી રાત પલાળીને રાખવા. બીજે દિવસે સોયા બિન્સમાંથી પાણીનો ભાગ છૂટો પાડવો પણ તેને ફેંકી ન દેવો કારણ કે છાલનાં અમુક વિટામિન હોય છે જે પાણીમાં આવી ગયા હોય છે. પાણી વગરના સોયા બિન્સને બે હથેળી વચ્ચે નરમ હાથે મસળીને તેની છાલને કાઢી નાખવી. ત્યારબાદ ફરી (ફ્રેશ )૧ ગ્લાસ પાણી નાખવું જેથી કરીને છાલ ઉપર આવી જશે અને બિન્સ નીચે બેસી જશે. આ છાલ સાથેનું પાણી કાઢી લેવું. ત્યારબાદ મિક્સીમાં બિન્સ નાખવા અને જે પાણીનો ભાગ અલગ રાખ્યો હતો તે પાણીને બિન્સ સાથે મિક્સ કરવા અને ચર્ન કરવું. લિક્વિડ ચર્ન થયાં બાદ સોયાલિક્વિડને કપડાંથી ગાળી લેવું . ગળાયા બાદ તે મિલ્કને ગરમ કરવું. ગરમ કર્યા બાદ પીતી વખતે ફરી એકવાર કપડાથી ગાળવું જેથી કરીને મલાઇનાં ફોર્મમાં આવેલ સોયા બિન્સનો પલ્પ નીકળી જાય. (આ જ મિલ્કની અંદર ૨ ચમચા પ્રોટીન પાવડર મિક્સ કરી ૧/૨ કલાક સેટ કરવું અને ત્યાર પછી આ મિલ્ક ઉપયોગમાં લેવું) સોયામિલ્કમાં તો પ્રોટીન રહેલું જ છે પણ રોજનાં ૮૦ થી ૧૦૦ ગ્રામ પ્રોટીનનાં ગોલને પહુંચવા માટે ખૂબ ઉપયોગી થાય છે. આ મિલ્કની અંદર સ્વાદ રહે તે માટે (રુચિ અનુસાર) શુગર ફ્રી, અથવા Splenda મિક્સ કરી ઉપયોગમાં લેવું. સોયાની જેમ જ પિસ્તા અને આલ્મંડનું મિલ્ક બનાવવામાં આવે છે. 

(ક્રમશઃ)

 

પૂર્વી મોદી મલકાણ યુ એસ એ.
[email protected]

 

બ્લોગ લીંક : http://das.desais.net
email : [email protected]

નોંધ: હું  હાલમાં બેરિયાટ્રિક પેશન્ટસ માટે બેરિયાટ્રિક સર્જન Dr. Richard. D. Ing સાથે  કાર્ય કરી રહી છું. તેથી બેરિયાટ્રિક સર્જરી પછીની કેર માટે કોઈપણ પ્રકારની મદદ જોઈતી હોય તો આપ નિઃસંકોચ પૂછી શકો છો. આ ઉપરાંત આ લેખ તૈયાર કરવા માટે પણ મને Dr. Richard. D. Ing (Bryn Mawr Hospital) નું માર્ગદર્શન મળ્યું છે.બેરિયાટ્રિક પેશન્ટ્સે આ સર્જરી પછીનાં ડાયેટ અંગે  વિધિબહેન દવે- (ડાયેટિશ્યન) સંપર્ક : મોબાઈલ – 9428250350  અને [email protected] પર Contect કરી શકો છો., જેઓ દ્વારા તેમને યોગ્ય માર્ગદર્શન મળી રહેશે.

 

ફૂલછાબમાં પ્રકાશિત (પુન:પ્રસિદ્ધ)

આજની પોસ્ટ ‘દાદીમા ની પોટલી’ પર પ્રસિદ્ધ કરવા આપેલ અનુમતિ બદલ અમો શ્રીમતિ પૂર્વીબેન નાં અંતરપૂર્વકથી આભારી છીએ.

 

બ્લોગ પોસ્ટ પર મૂકેલ આપના પ્રતિભાવ, બ્લોગ પર આવકાર્ય છે.

ફેશબુક દ્વારા બ્લોગ પોસ્ટ પર આપની કોમેન્ટ્સ અહીં મૂકવા વિનંતી છે.....

  • Ramesh Patel

    સરસ માહિતીપૂર્ણ લેખ…તંદુરસ્તી એજ સાચો આનંદ.

    રમેશ પટેલ(આકાશદીપ)