‘શંકા સમાધાન’ … (૭) … “નવી ભોજન પ્રથા” … (ભાગ-૧૧ )’ …

‘શંકા સમાધાન’ … (૭/૫) … … “નવી ભોજન પ્રથા” ….(ભાગ-૧૧) …

પ્રણેતા : બાલુભાઈ વાલજીભાઈ ચૌહાણ …(અમરેલી-ગુજરાત) …

 

 

 

isrel vegetable market

 

 

આ અગાઉ આપણે શંકા સમાધાન … દ્વારા બે શંકાનું સમાધાન કર્યું …  (૧) પાણી પર્યાપ્ત માત્રા કેટલી ?  અને (૨)  ઓછું પાણી પીવાથી પથરી થાય ? …  આજે આપણે પાણી અંગે એક  નવી શંકા નું સમાધાન જાણીએ. … સાથે પાણી અને અપવાસ વિશે થોડી વિશેષ જાણકારી  મેળવીએ તેમજ સાથે સાથે વિડ્યો કલીપ દ્વારા  ‘નવી ભોજન પ્રથા’ અન્વયે,  રૂબરૂ વિશેષ  જાણકારી મેળવીએ …

  

શંકા : 

(૭)  ઉનાળામાં બપોર સુધી પાણી વગર કેમ રહેવાય ? (ખાસ ભારત કે તેના જેવા દેશમાં કે જ્યાં ગરમીનું પ્રમાણ વધુ હોય છે)

 

સમાધાન :
 
શ્રી બાલુભાઈ ચૌહાણ :

આગળ આપણે જોયું તેમ પાણીની જરૂરીયાત ખોરાકના પ્રકાર પર મુખ્યત્વે આધારિત છે. રાંધેલ ખોરાક પાણી વધુ માંગશે.  તેમાં પણ અનાજ – કઠોળયુક્ત ભોજન જેમ કે, ભજીયા, બાજરાના રોટલા, ચણાના લોટનું વ્યંજન ગાંઠીયા, લાડવા વિગેરે … પાણી વધુ માંગશે.  જ્યારે કાચો ખોરાક પોતેજ પાણી યુક્ત એટલે કે પાણીથી ભરપુર  હોય છે, જેથી તે વધારાનું પાણી ન માંગતા પાણી જરૂરી શરીરને પૂરું પાડતા હોય છે.  જેમ કે દાક્ષ, તડબુચ, સંતરા, મોસંબી, ટેટી, કેરી, ટામેટા, મૂળા, ગાજર, પાલખ, કોબીજ, બીત, દૂધી, ગલકા, તૂરિયાં વગેરે તમામ શાક –ભાજી, ફળ પાણીથી ભરપૂર હોય છે.  જેથી વધારાના પાણીની તો જરૂર જ નથી પડતી.  ઉલટાનું રાત્રે જે રાંધેલ આહાર ખાઈએ છીએ તેની પાણીની જરૂરીયાત પણ કાચો આહાર પૂરી કરે છે.

 

આથી બહારથી વધારાના પાણીની ખૂબજ ઓછી જરૂરીયાત રહે છે.  આથી પછી મુસાફરી કરતાં હોઈએ કે શ્રમ કરતાં હોઈએ તો પણ ખાસ પાણીની જરૂર પડતી નથી.

 

water
fast
 

તો ચાલો મિત્રો આજે આપણે એક સાથે બે શંકાનું સમાધાન જાણ્યા બાદ, “નવી ભોજન પ્રથા” નાં પ્રણેતા શ્રી બાલુભાઈ ચૌહાણ નાં સ્વમુખે રૂબરૂ વિડ્યો લીંક / તેમજ અહીં દર્શાવેલ વિડ્યો કલીપ દ્વારા થોડું વિશેષ “નવી ભોજન પ્રથા” માં જાણીએ… અને સમજીએ.

 

 
પ્રણેતા :
 
‘નવી ભોજન પ્રથા’
સંપર્ક :

 balubhai.photo.1
બાલુભાઈ વાલજીભાઈ ચૌહાણ

SUPERINTENDING ENGINEER(RETIRED)G.E.B.
‘શ્રી રામકુટીર’ કડવા પટેલ કન્યા છાત્રાલય પાસે
ગણેશ સોસાયટી,ચિત્તલ રોડ,
અમરેલી (365601)ગુજરાત, INDIA
ફોન : 02792-226869, મોબાઈલ :+91 9426127255

 

 

બ્લોગ લીંક : http://das.desais.net
email : [email protected]

 

 

ચાલો તો  ફરી આજે,  અહીં  નીચે દર્શાવેલ   વિડ્યો કલીપ દ્વારા શ્રી બાલુભાઈ ચૌહાણ પાસેથી  ‘નવી ભોજન પ્રથા’  (વિડીયો ભાગ – ૫)  માં … થોડી વિશેષ જાણકારી મેળવીએ અને સમજીએ ..

 

 

 

 

 
 

 

 Dear New Diet Family,

Please find herewith attached August month issue of Swardarshan magazine.
 
Please distribute the copy of it to as many people as possible. You can also find the same copy atwww.swadarshan.webs.com
 
Let’s spread the health.

 Regards,

– Amil Shah (U.K.) 

 

 

08-Aug-2013.pdf 08-Aug-2013.pdf
1380K   View   Download

 

(વિડ્યો કલીપ – લીંક ‘દાદીમા ની પોટલી’ પર મોકલવા બદલ  અમો … શ્રી અમીલ શાહ – લંડન નાં અંતરપૂર્વકથી આભારી છીએ.)

 

 

બ્લોગ પોસ્ટ પર મૂકેલ આપના પ્રતિભાવ, બ્લોગ પર આવકાર્ય છે.

  

નોંધ : જે કોઈ મિત્રોએ,  …  ‘કાચું એ જ સાચું’  … ‘નવી ભોજન પ્રથા’ અપનાવેલ હોય, તેઓ પોતાના આજ સુધીના જે  અનુભવ હોય તે  જનકલ્યાણ – જનહિતાર્થે,  અહીં બ્લોગ પોસ્ટ ઉપર પોતાના પ્રતિભાવ દ્વારા જણાવશો અથવા અહીં દર્શાવેલ ઈમેઈલ આઈ.ડી. [email protected]  or  [email protected]  દ્વારા જણાવવા વિનંતી, અમો તમારા અમોને અનુભવો જણાવવા બદલ આભારી રહીશું.

ફેશબુક દ્વારા બ્લોગ પોસ્ટ પર આપની કોમેન્ટ્સ અહીં મૂકવા વિનંતી છે.....

 • Prabhudas. K. Patel

  Everyone should follow new diet system for better health.

 • Prabhudas. K. Patel

  good for better health and long healthy life, thanx a lot.

 • Harshad Brahmbhatt

  Discipline yourself to do the things you need to do, when you need to do them, and the day will come when you will be able to do the things you want to do, when you want to do them.

 • Krishna

  પૂ. ચૌહાણસાહેબ તથા વંદનીય સરોજબેન,
  લંડનથી ક્રિષ્ણાના પ્રણામ,
  મો. (+44) 755 139 3338

  મારી બહેને મને સેપ્ટેમ્બર ૨૦૧૨માં ‘તંદુરસ્ત જીવનની જડીબુટ્ટી’ કોયાણીની બૂક મુંબઈથી મોકલી હતી. તે વાંચીને થોડું ઘણું શરુ કર્યું હતું.
  મને નીચે પ્રમાણેની તકલીફો હતી.
  ૧. વજન વધારે હતું.
  ૨. ૧૯૯૯માં shoulderમાં ઓપરેશન કર્યું હતું (સર્વાઇકલ રીબનું) શોલ્ડર અને ગાળા પાસે સોજો અને દુખાવો રહેતો હતો.
  ૩. પગમાં ઘૂંટણનો દુખાવો રહેતો હતો.
  ૪. હાથપગમાં ખાલી ચઢતી હતી.

  નોર્મલ ચેકઅપ માટે દોચ્તોરને બતાવવા હું ગઈ હતી. શોલ્ડર અને પગમાં દુખાવો થતો હતો તેથી બ્લડ ટેસ્ટ કરાવવા કીધું. બ્લડસુગર બોર્ડર પર છે, જો ધ્યાન નહિ રાખો તો ડાયાબિટીસ થવાના ચાંચે છે એવું કીધું. વળી વિટામીન D અને B૧૨ ના ઇન્જેકશનો અને દવા લેવા જણાવ્યું.

  ડાયાબિટીસનું નામ સાંભળીને જ હું તો ડરી ગઈ. પણ મેં નક્કી કર્યું કે મારે દવા કે ઇન્જેકશનો લેવા નથી. મારી બહેને કોયાણીની એક ચોપડી મોકલી હતી તેમાં દયેશભાઈ(જામનગરવાળા)નો ફોન નંબર લખેલો હતો. મેં તેમને ફોન કર્યો તો તેમણે મને કલ્પનાબેનનો ફોન નંબર આપ્યો અને કહ્યું કે કલ્પનાબેન તો લંડનમાં જ રહે છે તો એમની સલાહ લેવાનું સુચન આપ્યું.

  હું કલ્પનાબેનના ઘરે તા. ૧૬-૦૨-૨૦૧૩ ના રોજ મળવા ગઈ. સારી એવી સમજ આપી. રોગ છે તો પ્રયોગ કરો તો સારું એવું ખાસ જણાવ્યું. વળી એમની પાસેથી ચોપડીઓ અને એનીમા પોટ પણ લીધું. એનીમા શા માટે લેવાનો એનું મહત્વ સમજાવ્યું અને કેવી રીતે લેવો તે પણ સરસ રીતે સમજાવ્યું જે ખરેખર જરૂરી હતું. મેં તેમને જણાવ્યું કે હું કાલથી જ પ્રયોગ શરુ કરવા માંગું છું, કેવી રીતે કરું? તો કલ્પનાબેને કીધું કે નિર્જળા અથવા રસાહાર પર રહીને થાય. મેં નિર્જળા કરવાનું નક્કી કર્યું. ઘરે ચોપડીઓ વાંચી જેથી આસ્થા દૃઢ થઇ. સ્વદર્શન મેગેઝીન પણ online વાંચતી હતી.

  મેં ૪ દિવસ નિર્જળા કર્યા, પછી દ્રાક્ષના જ્યુસ પર ૭ દિવસ, ત્યારબાદ પાલકનો જ્યુસ શરુ કર્યો. આવું ૧૫દિવસ કર્યું. સવાર-સાંજ એનીમા અચૂક લેતી હતી. બે દિવસ કશું જ નીકળ્યું નહિ. ત્રીજે દિવસે કાળો ગંધાતો કદડો અને ગઠ્ઠા નીકળ્યા. Oh My God!!! હું તો જોઇને અવાક જ થઇ ગઈ??? મારા શરીરમાં એટલું બધું ગંદુ પડેલું છે?? ક્યાંથી આવ્યું હશે?? સવાર-સાંજ એનીમા લઉં તો આવો જ કદડો અને ગઠ્ઠા નીકળ્યા રાખે. ૧૫ દિવસમાં શરીરમાંથી સારો એવો કદડો નીકળ્યો. વજન ઓછું થયું, શોલ્ડરમાં અને પગમાં ઘણો દુખાવો રેહતો હતો તે તો જાણે ગાયબ જ થઇ ગયો. શક્તિ અને સ્ફૂર્તિ લાગવા માંડી જે અત્યાર સુધીની જીંદગીમાં ક્યારેય અનુભવી નહોતી. એની તો વાત જ શું કરું? એનું વર્ણન ના કરી શકાય બસ જાતે અનુભવ જ કરવો પડે. આમ મારી જે તકલીફો હતી તે બધી જ જાણે છુમંતર થઇ ગઈ.

  એનીમા વિષે હું ખાસ લખીશ કે સવાર-સાંજ બંન્ને ટાઇમ એનીમા અચૂક લેતી હતી તેથી મને સારું રીઝલ્ટ મળ્યું. અને હમણાં જ સ્વદર્શન મેગેઝીનમાં પાટણના ડો. કાન્તીભાઈ પટેલના શબ્દોમાં કહું તો
  ‘એનીમા એ એની માં નથી પણ મારું કલ્યાણ કરનારી મારી માં છે’ ખરે ખર જ અદભુત છે.

  પછી અમુક કારણસર પ્રયોગમાં ભંગ પડ્યો જેથી સવારે જ્યુસ પતી હતી પણ સાંજે સલાડ, ફ્રુટ્સ વિ. ખાતી હતી. રાંધેલું તો જરાય ખાતી નોહતી. એનીમા તો લેવાનું ચાલુ જ રાખ્યું છે અને હજુ પણ કદડો નીકળે છે. હમણાં જ ચૈત્ર નવરાત્રિ આવી હતી તેથી ફરીથી નિર્જળા શરુ કર્યા. બીજે દિવસે કમરમાં દુખાવો શરુ થયો. તરત જ કલ્પનાબેનને ફોન કરીને પૂછી લીધું અને તે પ્રમાણે કર્યું તો બીજે દિવસે રાહત થઇ ગઈ. પછી ૧૫દિવસ પછી એકાએક મારું નાક બંધ થઇ ગયું, શ્વાસ લેવામાં તકલીફ પડી. કલ્પનાબેનને તરત ફોન કરીને પૂછ્યું તો એમને જણાવ્યું કે શરીર સફાઈ જ કરી રહ્યું છે એટલે ગમે તે થાય તો થવા દેવાનું. અને તમે ગરમ પાણીનો નાસ લઇ લેશો તો રાહત થઇ જશે અને ખરેખર ચમત્કાર જ થયો. નાક ખુલી ગયો અને કફ બધો નીકળવાનો શરુ થયો. બે દિવસ પછી વોમિટ જેવું લાગ્યું પણ વોમિટ થાય નહિ તો કલ્પનાબેનના કહેવા પ્રમાણે પાણીમાં મીઠું નાંખી વમન કર્યું તો એકદમ જ શાંતિ થઇ ગઈ. જાણે કશું થયું જ નહોતું!!! આશ્ચર્ય!!!! આમ મને વાત, પિત્ત અને કફ ત્રણેયના અનુભવ વારાફરતી થઇ ગયા જે શરીરની સફાઈ જ થઇ કહેવાય ને!!!

  ત્યાર પછી માથામાં ગુમડા નીકળ્યા. શરીરમાં પણ નીકળ્યા. પણ માથામાં વધારે નીકળ્યા. ખાજ્વાળું તો લોહી નીકળે. કલ્પનાબેનનાં કહેવા પ્રમાણે કશું જ કર્યું નહિ. કંઈ પણ થાય તો ડરવું નહિ. જે થાય તે થવા દો. એની જાતે માટી જશે અને ખરેખર બે દિવસમાં બધું મટી પણ ગયું આ ચમત્કાર નહિ તો બીજું શું? શરીર એની જાતે સફાઇ કરે છે તેની સ્વઅનુભૂતિ થઇ. એનીમા હું નિયમિત લઉં છું કેમકે હું જ્યુસ પર જ છું. એનીમાંનું પાણી લીધા પછી અંદર ૨૦૦-૩૦૦મિગ્રા જેટલું જાય પછી ૩-૫ મિનીટ hold કરું છું. પછી પેટને બરાબર ચોળી (મસળી) કાઢું છું. તરત કદડો નીકળે છે ને શાંતિની અનુભૂતિ થાય છે. પેટ હલકું લાગે છે.

  મેં નક્કી કર્યું છે જ્યુસ પર રહીને જ શરીરને નીરોગી બનાવી દઈશ. હાલ હું જ્યુસ પર જ છું. કલ્પનાબેન સાથે રોજ ફોનથી વાત કરીને મારી દિનચર્યા જણાવું છું. કલ્પનાબેનનો ખુબ ખૂબ ખૂબ આભાર. જેમના માર્ગદર્શનથી હું આટલે સુધી પહોંચી છું. હાલ મને કોઈ જ તકલીફ રહી નથી. સ્ફૂર્તિ ખુબ જ લાગે છે. આળસ જરાય લગતી નથી. પહેલા બહુ આળસ રહેતી હતી.
  પૂ. ચૌહાણ સાહેબ જેમણે આ રાહ ચીંધ્યો, તેમને કોટી કોટી વંદન તથા વંદનીય સરોજબહેનને પણ ખાસ પ્રણામ અને કલ્પનાબેનને પણ કોટી કોટી વંદન.

  ખરેખર ‘નવી ભોજનપ્રથા’ એ અદ્ભુત છે. મારા સંપર્કમાં અવનાર સૌ કોઈને હું પૂ. ચૌહાણ સાહેબે બતાવેલા આ માર્ગ પર ચાલવા સમજવું છું. માનનીય પૂ. ચૌહાણ સાહેબનો ફરીથી ખુબ ખુબ ખુબ આભાર.

  છેલ્લે પ્રણામ સાથે વિરમું છું.

  લિ. ક્રિષ્ણાના લંડનથી જય જીનેન્દ્ર..