મોઢામાં પડતાં ચાંદા અને હોમીઓપેથી …

મોઢામાં પડતાં ચાંદા અને હોમીઓપેથી …
ડૉ. અંકિત પટેB.H.M.S

 

 mouth ulcer

 

વાંચક મિત્રો,  આ અગાઉના મારા પેપ્ટીક અલ્સર વિશેના … બ્લોગ પોસ્ટ પર નાં લેખ પર આપેલ આપના પ્રતિભાવો બદલ આભાર !. આજે આપણે… મોઢામા પડતા ચાંદા … વિશે સમજીશુ…

 

આજની ફાસ્ટફૂડ પ્રભાવિત લાઇફસ્ટાઇલના કારણે મોંમાં ચાંદા પડવા અને પેટને લગતી સમસ્યા વધી છે.

અનેક પ્રકારની દવા લેવા છતાં લોકો મોંમાં ચાંદા પડવાની સમસ્યામાંથી છુટકારો મેળવી શકતા નથી.  આજે આપણે મોઢામા પડતા ચાંદા વિશે વાત કરીશું.

 

 

મોઢામા ચાંદા એટલે મોં ની અંદર આવેલુ ચામડી નુ પાતળુ આવરણ જેની અંદર આવતો સોજો જે ગાલ, પેઢા, હોઠ અને જીભ ને પણ અસર પહોચાડે છે જેના કારણે અસરગ્રસ્ત ભાગ લાલ રહે છે અને ત્યા બળતરા નો પણ અહેસાસ થાય છે.

 

 

કારણો –

 

૧) ખોરાક મા વિટામીન બી ૧૨ , ફોલીક એસીડ , પ્રોટીન તથા લોહતત્વ ( આઇરન ) ની ઉણપ,

૨) મો ની કાળજીપુર્વક ની સફાઇ ના કરવી,

૩) દાંત મા લગાવેલા ડેન્ચર ( ચોકઠુ, સ્પ્રીંગ ) જે યોગ્ય રીતે ન લગાવ્યા હોય,

૪) વધારે પડતા ગરમ ખોરાક કે પીણા ના કારણે,

૫)કોઇ પણ પ્રકાર ની એલર્જી જે ખોરાક કે પછી દવાઓના કારણે થઇ હોય,

૬) રેડીયોથેરાપી ના કારણે.

 

 

લક્ષણૉ –

 

મોટેભાગે મો ની અંદર થતો દુખાવો કે બળતરા મો મા પડેલા ચાંદા તરફ ઇશારો કરી દે છે. મોટેભાગે આ ચાંદા ૫ થે ૧૦ દિવસ ની અંદર મટી જાય છે.

 

સારવાર –

 

૧ ) વધારે પડ્તા તીખા અને મસાલા વાળા ખોરાક તેમજ ખાટા રસાળ ફળથી દુર રહેવુ જોઇએ.

૨ ) જો વધારે બળતરા લાગે તો બરફ ના ગાંગળા લગાવી શકાય.

૩ ) બને એટલુ વધારે પાણી પીવાથી પણ ફાયદો થાય છે.

૪ ) મોની તથા દાંત ની સાર-સંભાળ સારી રીતેકરવાથી આ સમસ્યા ને રોકી શકાય છે.

૫) તાંદરજો, ભાજી વગેરે લીલા શાકભાજી ખાવાથી વિટામીન બી ૧૨ મલૅ છે જે આવા ચાંદા ની સામે રક્ષણ આપે છે.

 

દવાઓ –

 

૧ ) બોરેક્સ

૨) સલ્ફર

૩) નેટરમ મ્યુરીએટીકમ –

૪) નક્સ વોમિકા

૫) મરક્યુરીઅસ

૬) કાલી બાઇક્રોમિયમ

૭) આરસેનીકમ આલ્બમ

  

આ બધી દવાઓ મોઢામા પડતા ચાંદા – માં ઘણો મહત્વનો ભાગ ભજવે છે.

 

 

ડૉ. અંકિત પટેલ …. B.H.M.S
‘ગુરુકૃપા હોમિયોપેથીક ક્લિનીક’ -દેહગામ – ગાંધીનગર

તેમજ

(પેટ અને આંતરડા નો  રોગ વિભાગ)
સ્વાસ્થ્ય હોમિયોપેથીક મલ્ટિસ્પેશ્યલીટી ક્લિનીક – અમદાવાદ
મોબાઈલ નંબર +૯૧ – ૭૪૦ ૫૧૦ ૪૪ ૭૬ અને + ૯૧ – ૯૪ ૨૮૬ ૫૮ ૧૧૮
email : [email protected]

 

 

બ્લોગ લીંક : http://das.desais.net
email : [email protected]

 

 

‘દાદીમા ની પોટલી’ પર ‘પેટ અને આંતરડા’ નાં રોગની શ્રેણી  શરૂ કરવા માટે અમો ડૉ.અંકિતભાઈ ના અંતર પૂર્વક્થી આભારી છીએ.

 

આપ આપના સ્વાસ્થ્ય ને લઈને રોગ કે તેના ઉપચાર વિશે વિશેષ જાણકારી મેળવવા ઈચ્છતા હો તો  ડૉ.અંકિત પટેલ અથવા ‘દાદીમા ની પોટલી’ નાં  અહીં દર્શાવેલ ઈ મેઈલ આઈ.ડી. –    [email protected] [email protected]  દ્વારા મેળવી શકો છો.

 

 

ઘરેલુ ઉપાય …

– એક કેળું ગાયના દૂધમાં ખાવાથી આરામ મળે છે.

-મોઢું હંમેશા આવતું હોય તો ટામેટાં ભરપૂર ખાવા જોઈએ. ટામેટાનો રસ એક ગ્લાસ પાણીમાં ભેળવીને તેના કોગળા કરવાથી પણ રાહત મળે છે.

-પાનમાં ચણાની દાળ જેટલો કપૂરનો કટકો નાખીને પાન ધીરે ધીરે ચાવવું. થૂંક ગળવું નહીં તેને થૂકતાં રહેવું, છેલ્લા કોગળા કરી લો તરતજ લાભ થશે. 

-સૂકુ કોપરું ખૂબ ચાવી ચાવીને ખાવું અને તેનું પેસ્ટ બનાવી મોઢાંમાં થોડીવાર રાખવું પછી ઉતારી જવું આવું દિવસમાં બે-ત્રણ વાર કરવાથી બે દિવસમાં ચાંદા મટી જશે.

 

સાભાર : વેબ દુનિયા …

 

 

બ્લોગ પોસ્ટ પરના આપના પ્રતિભાવ આવકાર્ય છે, જે અમોને તેમજ પોસ્ટના લેખક ડૉ. અંકિત પટેલ ને પ્રેરણાદાયી અને માર્ગદર્શક બની રહેશે.

ફેશબુક દ્વારા બ્લોગ પોસ્ટ પર આપની કોમેન્ટ્સ અહીં મૂકવા વિનંતી છે.....

 • GOOD ADVICE. THANKS.

 • A. S. Panchmatia

  બીજાં અનુભવસિદ્ધ ઘરેલું ઉપચારમાં ૧. પાનમાં ખાવાનો કાથો ચાંદા પર ભરવો અને ૧૦ મિનીટ રાખવો. ૨. પાનમાં ખાવાના ચણોઠીના થોડા પાન ચાવવા અને તેનો રસ ચાંદા ઉપર ફેરવતા રહેવું, આમ દિવસમાં ત્રણથી ચાર વાર કરવુ. ૩ ચાંદા પર મધ પણ લગાવી શકાય. આ બધાં સચોટ ઉપાયો છે.

 • Marendra Shah

  ભાઈ શ્રી .

  આપના ઉપચાર વાંચ્યા આનંદ ,મને યાદ છે ,મારા માતુશ્રી જયારે હું નાનો હતો એટલે કે આજથી ૬૦ વર્ષ પહેલા કહેતા હતા કે જયારે મોમાં ચંદા પડે તો તુવેર ની દાળ ના ચાર પાંચ દાણા રાત્રે સુતી વખતે મોમાં રાખી સુઈ જવું તો ચાદામાં ફાયદો થાય .મને એનો અનુભવ પણ છે ,

  નરેન્દ્ર શાહ સુરત

 • Rajubhai patel

  Very good