આયુર્વેદની આંખે … (ભાગ – ૨ …) …

આયુર્વેદની આંખે … (ભાગ – ૨ …) …

 

ગોળ …

 

jagrri.1

 

આયુર્વેદ પ્રમાણે ગોળ બે પ્રકારનો હોય છે. નવો ગોળ અને જૂનો ગોળ. જૂનો એટલે એક વર્ષ જૂનો. જૂના ગોળને આયુર્વેદમાં પચવામાં હલકો, પૌષ્ટિક, વજન વધારનાર, મધુર, જઠરાગ્નિ વધારનાર, રુચિવર્ધક, બળ આપનાર, લોહી, રક્તદોષનાશક, હૃદય માટે હિતકર, વાયુ, પિત્ત, કફ ત્રણે દોષ દૂર કરનાર, શ્રમહર, પથ્ય અને તરત શક્તિ આપનાર છે. પ્રવાસ પરિશ્રમ કે ઉજાગરામાં ગોળનું શરબત પીવાથી તાજગી આવે છે.

 

ખુરાસાની અજમો …

 

khurasani ajmo

 

આયુર્વેદમાં ત્રણ જાતના અજમાનો ઉલ્લેખ મળે છે. ખુરાસાની અજમો, દેશી અજમો અને કિરમાણી અજમો. ખુરાસાની અજમાને આયુર્વેદમાં પારસીક યવાની પણ કહે છે. જે સ્ત્રી રોગોનું ઉત્તમ ઔષધ છે. ૫૦ ગ્રામ ખુરાસાની અજમો અને ૧૦૦ ગ્રામ સાકર મિશ્ર કરી ચૂર્ણ બનાવી લેવું. અડધી ચમચી જેટલું આ ચૂર્ણ રોજ રાત્રે લેવાથી સ્ત્રીઓની માસિક વખતની તીવ્ર પીડા, અનિયમિત માસિક, વધારે પડતું માસિક ઓછું માસિક વગેરે તકલીફો મટે છે.

 

 

ફણસ …

 

fanas


ફણસના ફળમાં ઘણાં મહત્વપૂર્ણ પ્રોટીન્સ, કાર્બોહાઈટ્રેડ્સ ઉપરાંત વિટામિન્સ  છે તેથી નબળાઈ ધરાવતા વ્યક્તિઓને ખાસ ખાવાની સલાહ આપવામાં આવે છે. ફણસના પાકેલા ફળને ખાવાથી શક્તિ આવે છે, વજન વધે છે અને સેક્સ લાઈફમાં પણ ફાયદો આપે છે. પાકેલા ફણસનો ૫૦ ગ્રામ છુંદો બરાબર મિશ્રણ કરી અડધા લીટર પાણીમાં ઉકાળી લેવામાં આવે અને આ  મિશ્રણને ઠંડું કરી એક ગ્લાસ પીવામાં આવે તો એક ટૉનિક જેવું કાર્ય કરે છે. ફણસનાં ફળનું અને બીજનું શાક, અથાણું અને પાપડ બનાવવામાં આવે છે. ફણસની કળીઓ વાટીને ગોળી બનાવીને તેને ચૂસવાથી ગળાના રોગમાં રાહત રહે છે. ફણસના પાનની રાખ અલ્સરના ઈલાજ માટે બહુ ઉપયોગી થાય છે. ફણસના ૪-૫ પાનને લઈને ચૂર્ણ બનાવી લેવામાં આવે અને પેટમાં અલ્સરની ફરીયાદવાળા રોગીઓને આપવામાં આવે તો ઝડપથી આરામ મળી જાય છે.

 

 

કપૂર …

 

kapoor .1kapoor


આપણા દેશમાં કેળની જાતનું એક ઝાડ છે. તેમાંથી કપૂરકાઢે છે. આ ઝાડનેકપૂર કેળ કહે છે. કપૂર બનાવવાની રીત જુદા જુદા દેશમાં જુદી જુદી હોય છે. કપૂર એ ઝાડના ગરમાંથી નીતરનારું અને પોતાની મેળે ઘટ્ટ થતું મૂળનું નૈર્સિગક તેલ છે.

કપૂરના ત્રણ પ્રકાર છે. (૧) ભીમસેની કપૂર (૨) પત્રી કપૂર અને (૩) ચીની કપૂર. કપૂર સહેજ મધુર, કડવું, શીતળ, ચક્ષુષ્ય, વાજીકર, મૃદુ, મદકારક, કફ, દાહ, તરસ, કંઠ રોગ, મોળ, દુર્ગંધ મળ-ગેસની દુર્ગંધ, ઉદર શૂળ, મૂત્રકૃચ્છ્ર અને પ્રમેહમાં હિતાવહ છે.

 

વરિયાળી …

 

variyali

 

વરિયાળી માત્ર એક મુખવાસ કે મસાલો નથી કે માત્ર સ્વાદમાં જ વધારો કરે પણ ભોજન પછી એક ચમચી વરિયાળી ખાવાથી કેલ્શિયમ, સોડિયમ, ફોસ્ફરસ, આયરન અને પોટેશિયમ જેવા તત્વ પ્રાપ્ત થાય છે, ઉપરાંત પેટના ઘણાં વિકારો જેવા મરોડ, અપચો,  અને પિત્ત વાયુ વિકારના ઉપચારમાં વધારે લાભકારી છે. રોજે ૫-૬ ગ્રામ વરિયાળી લેવાથી લીવર અને આંખનું તેજ સારું રહે છે. બે કપ પાણીમાં એક ચમચી વરિયાળી ઉકાળીને તે વરિયાળીનું પાણી વારંવાર પીવાથી શરીરમાં ઠંડક લાગે છે અને વાયુ પિત્તથી થતાં કફની સમસ્યા દૂર થાય છે, તેમજ વરિયાળી અને ખડીસાકર સરખા ભાગે મેળવી તેનો પાવડર બનાવી એક એક ચમચી સવાર સાંજ પાણી સાથે આંખોમાં તેજ આવે છે. ઉલ્ટી, તરસ, મુંઝારો થવો, પેટમાં બળતરા મરડો વગેરેમાં રાહત મળે છે. જો પેટમાં દુઃખાવો હોય તો શેકેલી વરિયાળી ચાવવી. વરિયાળીનો રસ દર ગ્રામ મધ મેળવીને લેવાથી લાભ થશે. સવાર-સાંજ વરિયાળી ચાવવાથી અજીર્ણ મટી જાય છે અને અતિસારમાં પણ લાભ થાય છે.

 

કિસમિસ …

 

draksh.1

 

મોટી કિસમિસને આયુર્વેદમાં એક ઔષધિ માનવામાં આવે છે. આ બધા ફાયદા મેળવવા માટે કિસમિસને આયુર્વેદના કથન પ્રમાણે અપનાવવી પડે છે. કિસમિસને બીજી વસ્તુઓ સાથે મેળવીને એક ઔષધ તરીકે ઉપયોગમાં લેવામાં આવે તો ઘણો લાભ થાય છે. મોટી કિસમિસ ગળાના રોગોની સર્વશ્રેષ્ઠ ઔષધિ માનવામાં આવે છે. આંખ, ગળું, ચામડી, કબજીયાત, હાઈ અને લો બ્લડપ્રેશર વગેરે સમસ્યાનું સમાધાન કરે છે અને શરીરમાં લોહતત્વ અને રોગપ્રતિકારક શક્તિનો વધારો કરે છે તથા પુરુષો માટે પુરુષત્વનો વધારો અને સ્ત્રીઓને શક્તિ આપે છે. રાત્રિનાં સમયે લગભગ ૧૦ – ૧૨  કિસમિસને ધોઈને પાણીમાં પલાળી. બીજે દિવસે સવારે તેને બરાબર ચાવીને ખાવાથી કે તેનો જ્યુસ બનાવીને પીવાથી શુધ્ધ લોહીનો વધારો થાય છે અને શરીરની ગરમી ઓછી થાય છે જેને કારણે જેમને ગરમીને વારંવાર નસકોરી ફૂટતી હોય તેમને સારું રહે છે. 2 કપ દૂધમાં ૧૦ થી ૧૨  દ્રાક્ષ, એક ચમચી ઘી તથા ખાંડ મેળવી ગરમ કરીને પીવાથી વિર્યનો, હૃદય, આંતરડા અને લોહીનો વિકાર, નબળાઈ  અને કબજીયાત દૂર થાય છે. શેકેલી કિસમિસમાં લસણ મેળવી સેવન કરવાથી પેટમાંથી વાયુ બહાર નીકળી જાય છે અને કમરનો દુખાવો ઓછો થાય છે. જે વ્યક્તિઓના ગળામાં સતત બળતરા કે કફ કે એલર્જીને કારણે ગળામાં તકલીફ રહેતી હોય તેને સવાર-સાંજ ચાર-પાંચ કિસમિસ ખૂબ ચાવીને ખાવાથી સારું લાગશે પરંતુ આ પ્રયોગમાં કિસમિસ ઉપર પાણી ન પીવું.

 

 

અંજીર …

 

anjeer

 

વિશ્વના સૌથી મીઠા ફળમાં અંજીર સ્વાદમાં જેટલું મીઠું છે એટલું જ તે લાભદાયક છે. આ ફળને પકવવામાં ઇયળો મદદ કરે છે. તેથી આ ફળમાં પ્રોટીન અને તેમાં રોગ પ્રતિકારકક્ષમતા સારા પ્રમાણમાં હોય છે આ ઉપરાંત આ ફળમાં કેલ્સિયમ, ફાઈબર તથા વિટામીન એ, બી, સી, કેલ્શિયમ, લોહ તત્વ આર્યન વગેરે પણ સારા પ્રમાણમાં હોય છે. અંજીર શરીરને ચુસ્ત અને મગજને શાંત રાખે છે. આ ફળ ડાયાબિટીસમાં, એનીમિયામાં ઘણું જ લાભપ્રદ છે ઉપરાંત આ ફળ શરદી, કફ, અસ્થમા અને અપચ જેવી બીમારીઓએ દૂર કરે છે. તાજા અંજીર ખાઈને ઉપરથી દૂધ પીવું વધારે શક્તિશાળી હોય છે. લોહીના વિકારમાં સુકા અંજીરને દૂધ તથા ખાંડની સાથે સતત એક અઠવાડીયું સેવન કરવાથી વિકાર નાશ પામે છે.

 

કરમદા …

 

karamda

 

કરમદાની પ્રસ્તુત જાણકારી ડો. દીપક આચાર્ય આપી રહ્યા છે. જે અભૂમકાના પ્રા.લી.ના ડિરેક્ટર છે અને ૧૫ વર્ષથી આદિવાસી આયુર્વેદ નુસખાઓને વિજ્ઞાનિક પદ્ધતિથી પ્રમાણીત કરવાનું કાર્ય કરી રહ્યા છે.

 

મધ્ય અને પશ્ચિમ ભારતના વનમાં કાંટાળા છોડમાં કરમદા મળી આવે છે. કાચા કરમદાનું અથાણું વધારે સ્વાદિષ્ઠ હોય છે, જો કે પાકેલા કરમદાનો મુરબ્બો વધારે સ્વાદમય હોય છે. વિટામિન C-થી ભરપૂર કરમદાનું વનસ્પતિ નામ કૈરિસ્સા કૈરંડસ છે. આદિવાસી કાચા કરમદાની શાકભાજી પણ તૈયાર કરે છે અને તેના અનેક પારંપરિક નુસ્ખાઓમાં અપનાવે પણ છે. સ્કર્વી રોગોને અટકાવવા માટે કરમદા એક મુખ્ય પારંપારિક હર્બલ ઉપાય છે. માનવામાં આવે છે કે મોટે ભાગે કરમદાનું શાક અને ચટણી ખાવાથી અને ગરમીમાં પાકેલા કરમજાનું જ્યુ પીવાથી સ્કર્વી રોગને અટકાવી શકાય છે. જેને લોહીની ઉણપની ફરિયાદ છે, તેને પાકેલા કરમદાનું જયુસ પીવો જોઈએ. ડાંગ-ગુજરાતના આદિવાસીઓ અનુસાર દરરોજ એક વાર એક ગ્લાસ કરમદાનું જૂસ પીવાથી શરીરમાં લોહીની શુદ્ધિની સાથે સાથે લોહીની માત્રામાં પણ ઘણો ફાયદો થાય છે. સ્ત્રીઓને રજોનિવૃત્તિ પછી શરીરમાં મોટાભાગે નબળાઈ અને થાકની ફરિયાદ રહે છે, જો સ્ત્રીઓ પાકેલા કરમદાના જૂસના સેવન પ્રત્યેક દિવસ કરો, એક સપ્તાહની અંદર ઘણો ફાયદો જોઈ શકાય છે. ખાવાની સાથે કાચા કરમદાની ચટણીનું સેવન કરવામાં આવે અને પાકેલા કરમદાનું જ્યું પીવામાં આવે તો પુરુષોમાં નપુંસકતા દૂર થાય છે. આ જ્યુસ ટોનિક જેવું કામ કરે છે. પાતાળકોટના હર્બલ જાણકારો અનુસાર એક માસ સુધી પાકેલા કરમદા ચાવી જાઓ અને જ્યુસનું સેવન કરવામાં આવે તો શારીરિક શક્તિમાં ઘણો વધારો થાય છે, અને કાચા કરમદા ફળનું સેવન કરવાથી પેટના કીડા મરીને મળમાર્ગથી બહાર નીકળી જાય છે જેને કારણે મળ માર્ગની સફાઈ પણ થઈ જાય છે. કાચા કરમદાને વાટીને લાગેલા ઘા પર લગાવવામાં આવે તો આ ઘાવને પાકવા દેવામાં આવે છે. કરમદાનું ફળ કે પાનને તોડવાથી શેર નીકળે છે, તેને ઘાવ પર લગાવવાથી ઘાવ ઝડપથી સૂકાઈ જાય છે. પાકેલા કરમદાનું જ્યુસ તૈયાર કરી દિવસમાં બે વાર સેવન કરવામાં આવે તો હાઈ બી.પી.ના રોગીઓને વધારે ફાયદો થાય છે. ગરમીમાં લૂની ગરમી ઓછી કરવા માટે કરમદાનું રસ ઘણો કારગત ઉપાય છે, પાકેલા કરમદાનું જ્યુસ લૂના પ્રભાવને ઓછી કરે છે, કાચા કરમદાને વાટીને રસ તૈયાર કરી તાળવામાં લેપ કરવામાં આવે, લૂના કારણે આવેલો તાવ સારો થઈ જાય છે.

 

 

શિવલિંગી …

 

shivlingi

 

શિવલિંગીની પ્રસ્તુત જાણકારી ડો. દીપક આચાર્ય આપી રહ્યા છે. જે અભૂમકાના પ્રા.લી.ના ડિરેક્ટર છે અને ૧૫ વર્ષથી આદિવાસી આયુર્વેદ નુસખાઓને વિજ્ઞાનિક પદ્ધતિથી પ્રમાણીત કરવાનું કાર્ય કરી રહ્યા છે.

 

ભારતના વન પ્રદેશો, ખેતર કે વાડામાં મોટા પ્રમાણમાં ઉગે છે. શિવલિંગીના બીનો સ્પષ્ટપણે શિવલિંગનો આકાર લાગતો હોવાથી  તેને શિવલિંગી કહે છે. અનેક રોગોના નિવાર માટે મહત્વપૂર્ણ માનવામાં આવનારી આ જડીબૂટીને આદિવાસી મુખ્યતઃ સંતાન પ્રાપ્તિ માટે ઉપયોગમાં લે છે. શિવલિંગીનું વાનસ્પતિક નામ બ્રયોનોપ્સિસ લેસિનિયોસા છે. પાતાલકોટના ગૌંડ અને ભારીયા જનજાતિના લોક આ છોડની પૂજા કરે છે, આ આદિવાસીઓનું માનવું છે કે જે દંપતિને પુત્ર પ્રાપ્તિ થતી નથી તેના માટે આ છોડ એક વરદાન છે. પાતાલકોટના આદિવાસી હર્બલ જાણકારો અનુસાર મહિલાને માસિક ધર્મ પૂરાં થયાના ૪ દિન પછી સાત દિવસો સુધી સંજીવનીના ૫ -(પાંચ) બી ખાવાથી મહિલાઓને ગર્ભધારણની શક્યતા વધી જાય છે. ડાંગ આદિવાસી તેના બીનું ચૂર્ણ તાવને નિયંત્રણમાં લાવવા અને સારા સ્વાસ્થ્ય માટે ઉપયોગમાં લાવે છે. અનેક ભાગોમાં તેના બીના ચૂર્ણને ત્વચા રોગને સારું કરવા માટે પણ ઉપયોગમાં કરવામાં આવે છે. ડાંગ- ગુજરાતના આદિવાસી શિવલિંગીના બીનો ઉપયોગ કરી એક વિશેષ ફોર્મુલા તૈયાર કરી છે, જેથી જન્મ લેનારા બાળક ચુસ્ત, દુરસ્ત અને તેજવાન થાય છે. શિવલિંગી, પુત્રંજીવા, નાગકેસર અને પારસ પીપળાના બીની સમાન માત્રા લઈને ચીર્ણ બનાવી લેવામાં આવે છે અને આ ચૂર્ણને અડધી ચમચી ગાયના દૂધમાં મેળવી સાત દિવસો સુધી તે મહિલાઓને આપવામાં આવે છે, જેના ગર્ભધારણ કરવામાં આવે છે. પાનને વેસણની સાથે મેળવીને શાકના રૂપમાં પણ ખાઈ શકાય છે. હર્બલ જાણકારો અનુસાર આ શાકનું સેવન ગર્ભવતી સ્ત્રીઓને કરવું જોઈએ, જેનાથી થનારા સંતાન તંદુરસ્ત પૈદા થાય છે.

 

આ આદિવાસીનું પણ માનવું છે કે શિવલિંગ ન માત્ર સાધારણ રોગોમાં ઉપયોગમાં લેવામાં આવે છે પણ આ સંતાન પ્રાપ્તિ માટે પણ કારગર નીવડે છે, જો કે આ પ્રકારની દવાઓનો આધુનિક વિજ્ઞાન નકારી શકે છે, પણ આ આદિવાસી હર્બલ જાણકારોનો દાવો તરત નકારવો સારો નથી. આ આદિવાસીઓ દ્વારા શિવલિંગના બીને તુલસી અને ગોળની સાથે પીસીને સંતાન વિહીન મહિલાને ખવડાવામાં આવે છે, મહિલાને ઝડપથી સંતાન સુખની પ્રાપ્તિ થાય છે. આદિવાસી સ્ત્રીઓ તેના પાનની ચટણી બનાવે છે, તેના અનુસાર આ ટોનિકની જેમ કામ કરે છે. જે મહિલાઓને સંતાનોત્પત્તિ માટે તેના બીનું સેવન કરવામાં આવે છે, તેને વિશેષરૂપથી આ ચટણીનું સેવન કરાવામાં આવે છે.

 

 

ચોખા …

 

rice

 

 

ચોખાની પ્રસ્તુત જાણકારી ડો. દીપક આચાર્ય આપી રહ્યા છે. જે અભૂમકાના પ્રા.લી.ના ડિરેક્ટર છે અને ૧૫ વર્ષથી આદિવાસી આયુર્વેદ નુસખાઓને વિજ્ઞાનિક પદ્ધતિથી પ્રમાણીત કરવાનું કાર્ય કરી રહ્યા છે.

 

ચોખામાંથી બનતા ભાત લગભગ દરેક ઘરમાં બનતા હોય છે. ધાનમાંથી છાલ ઉતારીને મેળવવામાં આવતા ચોખા કહેવામાં આવે છે અને પકાવેલા ચોખાને લોકો ભાતના નામથી જાણે છે. તેનું વાનસ્પતિક નામ ઓરાયજા સટાઈવા છે. ચોખાના શીતળ તથા શક્તિવર્ધક હોવાના કારણે દુનિયા ભરના લોકો ચોખાનો ઉપયોગ દૈનિક ભોજનના રૂપમાં કરે છે. ચોખા મુખ્યતઃ વરસાદનો પાક છે, જે સંપૂર્ણ ભારતમાં ઉગડવામાં આવે છે. ખાવા ઉપરાંત તેનું ઔષધીય મહત્વ પણ છે, તેવું બહુ ઓછા લોકો જાણે છે. મધ્ય ભારત અને ભારતના તમામ આદિવાસી પ્રદેશોમાં લોકો ખાદ્યાન્ન ઉપરાંત ચોખાનો ઉપયોગ અનેક રોગોના ઈલાજ માટે પણ કરવામાં આવે છે. આજે જાણે છે, મધ્યપ્રદેશ અને ગુજરાતના આદિવાસી પ્રદેશોમાં લોકો ચોખાને કઈ પ્રકારની ઔષધિના રૂપમાં ઉપયોગ કરે છે. આદિવાસી ચોખાની કણકીને છાસમાં પકાવી મહેરી નામના વ્યંજન બનાવે છે, જે નાના બાળકો અને બીમાર લોકો માટે આ ઘણાં ગુણકારી હોય છે. ડાંગ ગુજરાતના આદિવાસીઓ અનુસાર મોડે સુધી પકાવેલો ભાત અને દહીં સાથે મેળવીને ખાવાથી ઝાડા અટકી જાય છે અને જેને અપચાની ફરિયાદ હોય તેની ફરિયાદ દૂર થઈ જાય છે. આદિવાસીઓ અનુસાર ભાત અને બટેટાનું સેવન એક સાથે કરવાથી અપચો અને ગેસ થવાની શક્યતા વધારે રહે છે. ડાંગ ગુજરાતના આદિવાસીમાને છે કે ગરમગરમ પાણીમાં ચોખાનું સતત થોડાં દિવસો સુધી સેવન કરવાથી મેદસ્વીતા દૂર થઈ જાય છે. પાતાલકોટના આદિવાસી માને છે કે પાકેલા ભાતને ગરમ પાણીમાં બે ચમચી મધ મેળવી ખાવાથી મેદસ્વીતા દૂર કરવામાં મદદ મળે છે. ચોખાના દાણાને બારિક પીસીને તેમાં પાણી મેળવી ચહેરા પર રોજ લગાવવામાં આવે તો આ ચહેરાથી ધાબા અને નિશાનને મટાડે છે. પાતાળકોટના આદિવાસી ચોખાના લોટને ૨૫૦ ગ્રામ લે તેને ૧ – લીટર પાણીમાં ઉકાળીને પકવે પછી આ પાણીને ગાળીને સ્વાદ અનુસાર મીઠું કે સાકર નાખીને પીવે છે. આ આદિવાસીઓ અનુસાર દર કલાકે ૧ થી ૨ – કપ આ પાણી પીવાથી ઝાડા બંધ થઈ જાય છે. કાચા ચોખાના દાણાને દિવસમાં બે-ત્રણ વાર ચાવવાથી તરસ ઓછી લાગે છે. ઉપરાંત એવું પણ માનવામાં આવે છે કે ચોખાનું પાણી પીવાથી ભાંગનો નશો ઉતરી જાય છે. વધારે માથાનો દુખાવો થવાથી ચોખા ઉકળેલા પાણીની સાથે બે ચમચી સૂંઠનું ચૂર્ણ મેળવી માથા પર લગાવવામાં આવે તો આરામ મળે છે અને માઈગ્રેનના રોગીઓને પણ ફાયદો આપે છે.

 

 

આંબળા …

 

ambada

 

માનવામાં આવે છે કે ઋતુગત ફળ સ્વાસ્થ્ય માટે લાભદાયક હોય છે. પણ આંબળું એક એવું ફળ છે જેના સાવનની દરેક ઋતુમાં આપને એક ફાયદો થાય છે. આંબળા જેનાથી અંગ્રંજીમાં ઈન્ડીયન ગૂજબેરીના નામથી તથા સંસ્કૃતમાં ધાત્રી અને સિવાના નામથી ઓળખવામાં આવે છે. આયુર્વેદમાં આંબળાને રસાયણ દ્રવ્યોમાં શ્રેષ્ઠ માનવામાં આવે છે. આંબળાના ફળ વિટામિન-સીના પ્રમુખ સ્ત્રોત છે. આંબળા બ્લડને પ્યૂરીફાય કરે છે અને ખાવામાં રૂચી વધારનાર હોય છે, આમ તો તેના અસંખ્ય ઔષધીય પ્રયોગ છે. લીવરની નબળાઈ કે કોઈ સંક્રમણના કારણે કમળો થઈ ગયો હોય તો આંબળાની ચટણીને મધની સાથે પ્રયોગ કરવો વધારે ફાયદાકારક હોય છે. આંબળા જ્યુસ ચહેરા પર થનારા ખીલને દૂર કરે છે. પાઈલ્સના સમયે પેદા થનારા કબજીયાતથી આંબળાના રસથી રાહત આપે છે. આંબળા જ્યુ  નિયમિત પીવાથી આંખોની રોશની વધે છે. જો આંબળાના રસને રોજ મધની સાથે લેવામાં આવે તો અસ્થમા અને બ્રોંકાઈટિસ વગેરેની બીમારીમાં લાભ મળી શકે છે. જો પીરિયડ્સના સમયે વધારે બ્લીડિંગ થતું હોય તો  આંબળાનો રસ રોજના ત્રણ કેળા સાથે લેવો જોઈએ. આંબળાના ફળને સુકાવીને તેને લગભગ વીસગ્રામની માત્રામાં બહેડાનું ચૂર્ણ તથા તેનાથી બેગણી માત્રામાં લગભગ ચાલીસ ગ્રામ કેરીની ગઠલીનો પાઉડર રાત આખી પલાળી દો. હવે વારે તેને રોજ વાળના મૂળમાં લગાવવાથી વાળ કાળા, સુંદર તથા ઘેરા થઈ જશે. કબજીયાતની સમસ્યા હોય અર્થાત પેટ સાફ ન રહેતું હોય તો આંબળાનું ચૂર્ણ પાંચ ગ્રામની માત્રામાં હુફાળા પાણીથી દિવસમાં ત્રણ વાર સેવન કરો તેનાથી મળ ખૂલીને આવશે અને માથાનો દુખાવો, અજીર્ણ અને હરસ જેવી બીમારીની સમસ્યામાં પણ લાભ મળશે. પેશાબથી સંબંધીત મુશ્કેલીઓ ઉત્પન્ન થઈ રહી હોય તો આપ આંબળાની તાજી છાલનો રસ દસથી વીસ ગ્રામની માત્રામાં અઢી ગ્રામ હળદર અને પાંચ ગ્રામ મધની સાથે મેળવીને સવાર-સાંજ પ્રયોગ કરે. જો મળની સાથે લોહી આવી રહ્યું હોય અર્થાત રક્તાતિસારની સ્થિતિ હોય તો આપ બસ આંબળાના રસને દસથી વીસ ગ્રામની માત્રામાં પાંચ ગ્રામ મધ અને અઢી ગ્રામ ઘી સાથે મેળવી પીવડાવવાથી લાભ મળશે.

 

 સાટોડી …

 

satodi

 

સાટોડીની પ્રસ્તુત જાણકારી ડો. દીપક આચાર્ય આપી રહ્યા છે. જે અભૂમકાના પ્રા.લી.ના ડિરેક્ટર છે અને ૧૫ વર્ષથી આદિવાસી આયુર્વેદ નુસખાઓને વિજ્ઞાનિક પદ્ધતિથી પ્રમાણીત કરવાનું કાર્ય કરી રહ્યા છે.

સામાન્ય રીતે આપણે ચાલતા ચાલતા કેટલાક એવા છોડને જોતાં હોઈએ છીએ પણ તેના ઔષધીય ગુણોને આપણે ઓળખતા નથી હોતાં. તમારી આસપાસના બગીચામાં નાના અને રંગબેરંગી નાના-નાના ફૂલ વાળી વેલ જોવા મળે છે તેને સાટોડી કહેવમાં આવે છે. તે અનેક રોગ માટે ઉપયોગી સાબિત થાય છે. આદિવાસી પ્રદેશોમાં તેનો વિશેષ ઉપયોગ કરવામાં આવે છે. શરીરના સ્વાસ્થ્ય સાથે સાથે સાટોડી પુરુષો માટે યૌનશક્તિના વર્ધન માટે પણ વાપરમાં આવે છે. સાટોડીના મૂળને દૂધમાં ઉકાળી પીવાથી તાવમાં તરત આરામ મળે છે. આ મિશ્રણને અલલ્પમૂત્રતા અને મૂત્રમાં બળતરાની ફરિયાદથી છુટકારો મળે છે. પ્રોસ્ટેટ ગ્રંથીઓની વૃદ્ધિ થવાથી મૂળના ચૂર્ણનું સેવન લાભકારી થાય છે. આદિવાસી સાટોડીનો ઉપયોગ વિભિન્ન વિકારોમાં પણ કરે છે, તેના પાનનો રસ અપચામાં લાભકારી થાય છે. કમળાના રોગમાં સાટોડીના રસમાં હરડેના ફળનું ચૂર્ણ મેળવીને લેવાથી રોગમાં આરામ મળે છે. મેદસ્વીતા ઓછી કરવા માટે સાટોડીના છોડને સુકાવી તેનું ચૂર્ણ તૈયાર કરવામાં આવે અને બે ચમચી ચૂર્ણ મધમાં મેળવી સવાર સાંજ સેવન કરવામાં આવે તો શરીરની સ્થૂળતા તથા ચરબી ઓછી થઈ જાય છે. આયુર્વેદ અનુસાર  આ છોડમાં વ્યક્તિને ફરીથી  જવાની આપવાની ક્ષમતા જોવા મળે છે. ગુજરાતના ડાંગના આદીવાસી તેને જવનાની વઘારનાર દવાના રૂપમાં ઉપયોગ કરે છે. સાટોડીના તાજા મૂળીયાનો રસ બે ચમચી, બેથી ત્રણ માસ સુધી સતત પીવામાં આવે તો વ્યક્તિ પણ યુવાન અનુભવ કરે છે. લીવર (યકૃત)માં સોજો આવી જાય તો સાટોડીના મૂળ 3 ગ્રામ અને સરંગવાની સિંગ 4 ગ્રામ લઈ પાણીમાં ઉકાળી રોગીને આપવામાં આવે તો તેને ઝડપથી આરામ મળે છે.

 

 

સૂરજમુખી …

 

surajmukhi

 

સૂરજમુખીની પ્રસ્તુત જાણકારી ડો. દીપક આચાર્ય આપી રહ્યા છે. જે અભૂમકાના પ્રા.લી.ના ડિરેક્ટર છે અને ૧૫ વર્ષથી આદિવાસી આયુર્વેદ નુસખાઓને વિજ્ઞાનિક પદ્ધતિથી પ્રમાણીત કરવાનું કાર્ય કરી રહ્યા છે.

 

સૂર્યના ઉપાસક કહેવામાં આવતા આ છોડ સૂરજમુખીની ખેતી સંપૂર્ણ ભારતમાં કરવામાં આવે છે. આ બારમાસી થતાં ફૂલો છે, જેના બીથી ખાદ્યતેલ પ્રાપ્ત કરવામાં આવે છે અને છોડને સુંદર ફૂલોના કારણે ઉદ્યાનો વગેરેમાં પણ રોપિત કરવામાં આવે છે. સૂર્ય જેવા જ જોવા મળતા અને સૂર્ય જે દિશામાં ફરે તેમ ફરનારા પોતાના મુખને રાખનારા આ સૂર્યમુખીનું વાનસ્પતિક નામ હેલિએન્થસ એનસ છે. તેના બીથી ખાદ્ય તેલ પ્રાપ્ત કરી શકાય છે. તેના છોડના ઔષધીય ગુણ ખૂબ ઓછા લોકો જાણે છે. સૂરજમુખીના પાનનો રસ નિકાળીને મલેરિયા વગેરેમાં તાવ આવવાથી શરીર પર લેપ કરવામાં આવે છે, પાતાલકોટના આદિવાસીઓ માને છે કે આ રસ શરીરના તાપમાનને નિયંત્રિત કરવામાં મદદ કરે છે અને ઝડપથી તાવ પણ ઉતરી જાય છે. માનવામાં આવે છે કે તેના બીથી મળતા તેલના ઉપયોગથી જેને હાઈબ્લડપ્રેશરની ફરિયાદ થઈ, તેને આદિવાસી સૂરજમુખીના બીથી મળતું તેલ ખાદ્યતેલ તરીકે વાપરવાની સલાહ આપે છે. મુંઝારો અને ઉલ્ટી થવાથી જેવા વિકારોમાં સૂરજમુખી ના બીના તેલના બે ટીપા જો નાકમાં નાખવામાં આવે તો આરામ મળે છે. ડાંગ-ગુજરાતના હર્બળ જાણકાર સૂરજમુખીના બીને તેલની સાથે થોડી માત્રામાં એલચીના બે દાણાને મળીને ચૂર્ણ કરીને નાકમાં નાખે છે જેથી ઉલ્ટી થવાનું બંધ થઈ જાય. કાનમાં કોઈ જીવજંતુ પડી જાય તો ડાંગ-ગુજરાતના આદિવાસી સૂરજમુખી તેલમાં લસણની બે કળી નાખી ગરમ કરી અને તે તેલના થોડાં ટીપા કાનમાં નાખે છે તેનું માનવું છે કે થોડીવારમાં જીવજંતુ તેલની સાથે બહાર નીકળી આવે છે. સૂરજમુખીના પાનને આ તેલની સાથે વાટીને હરસના રોગીને બહારથી લેપ કરવામાં આવે તો આરામ મળે છે. પાતાલકોટના આદિવાસી આ ફોર્મુલામાં માખણ મેળવી હરસ કે ઘાવ પર દરરોજ 3 વાર લગાવવાની સલાહ આપે છે. અપચો અને પેટમાં ગડબડની ફરિયાદ થવાથી ગરમ દૂધમાં સૂરજમુખીનું તેલ (૪-૫ ટીપા)નાખી દેવામાં આવે અને સેવન કરવામાં આવે તો સમસ્યા દૂર થઈ જાય છે. શારીરિક દુર્બળતા અને નબળાઈમાં સૂરજમુખીના પાનનો રસ મોટો ગુણકારી છે, આ હેતુ લગભગ ૫- (પાંચ) પાન લઈને ૧૦૦  મિલી. પાણીમાં ત્યાં સુધી ઉકાળો જ્યાં સુધી એ અડધું ન થાય, પછી તેનું સેવન કરવું જોઈએ. જેને પેશાબમાં પ્રોબ્લેમ્સ રહેતા હોય તેમને એક ચમચી સૂર્યમુખીના બી ને વાટીને હુંફાળા પાણીની સાથે પીવાથી પેશાબનું આવવું નિયમિત થઈ જાય છે.

 

 

સાભાર : વૈદ્ય મનુભાઈ ગૌદાની (સંદેશ )અને ડો. દીપક આચાર્ય (દિવ્યભાસ્કર )નાં સૌજન્યથી …

 

 

સંલેખ પ્રાપ્તિ સંકલન –પૂર્વી મોદી મલકાણ યુ એસ એ.
બ્લોગ લીંક : http://das.desais.net
email  : [email protected]

 

 

બ્લોગ પોસ્ટ પર મૂકેલ આપના પ્રતિભાવ, બ્લોગ પર આવકાર્ય છે.

 

 

નોંધ : નિયમિત રીતે બ્લોગ પર મૂકાતી, નવી પોસ્ટની જાણકારી મેળવવા માટે, આપ અમારા ઈ મેઈલ આઈડી પર આપના ઈ મેઈલ આઈ ડી ની જાણ કરશો. અમો આપના મેઈલ આઈ ડી ની નોંધ કરી લઈશું, અને ત્યારબાદ નિયમિત નવી પોસ્ટ ની જાણ આપને કરતા રહીશું.. આભાર ! ‘દાદીમા ની પોટલી’

ફેશબુક દ્વારા બ્લોગ પોસ્ટ પર આપની કોમેન્ટ્સ અહીં મૂકવા વિનંતી છે.....

 • Dharmesh Patoliya

  મારી પાસે સુરજ મુખી ના બીજ અંદાજે 40 કિલો જેવા છે તેમાં થી સુ બનવી ને વેચુ તો યોગ્ય વળતર મળશે તે જણાવશો

 • rauf kureshi

  Satodi ni mahiti agatyani che. vadhu mahiti mare joeache. tamaro contect number janavava vinanti

 • ચિત્રો સાથે અત્યંત ઉપયોગી માહિતી મૂકવામાં આવી છે. – માહિતી એકત્રિત કરીને લોકભોગ્યસ્વરૂપે મુકવા બદલ ખૂબ ખૂબ અભિનંદન.

 • Jigar dave

  Ayurveda ma vertigo ane unbalanced rahtu hoi ane weekness temaj low blood pressure mate no ilaj mane janavso

 • Murtuza T. Shethwala

  1 dam saras che bhai.

  Murtuza T. Shethwala