આહાર સંસ્કાર માર્ગદર્શન …(દિવ્ય આહાર પરામર્શ) …

આહાર સંસ્કાર માર્ગદર્શન … (દિવ્ય આહાર પરામર્શ) …

 

ડૉ. ઝરણાં તરફથી આપણે આહાર, આરોગ્ય અને અધ્યાત્મ નિમિતે માર્ગદર્શન મેળવી રહ્યા છીએ.  આજે આપણે આહાર બાબતે વધુ ઊંડાણપૂર્વક નું માર્ગદર્શન લઈને જીવન મા અનુસરણ કરી ઉતમ સ્વાસ્થ્યને મેળવવામાં સફળ થઈએ.

 

food.1

 

આજનો માનવી જીવવા માટે ખાય તે કહેવતની જગ્યાએ ખાવા માટે જીવવાની કળામાં પારંગત થયા છે. દરેક જગ્યાએ સ્વાદપ્રિય લોકો માટે ઘણી વખત ઓછી ચરબી ધરાવતી વાનગી શોધવી મુશ્કેલ હોય છે. ખાવાનો સ્વાદ અને રૂચિ જળવાઇ રહે અને તે છતાં ખોરાક સ્વાસ્થ્યપ્રદ રહે તે દરેક માટે જરૂરી છે. જાડાપણું, હ્રદયરોગ, હાઇબ્લડપ્રેશર, ડાયાબિટીસ અને બીજા અનેક રોગો ન થાય એ માટે અને થઇ ગયા હોય તો કાબૂમાં રહે તે માટે ઓછી ચરબી અને ઓછી કેલરી વાળો ખોરાક લેવો જરૂરી છે.  દરેક વાનગીમાંથી કેલરી, ચરબી અને રેસાનું પ્રમાણ જાણીને પોતાની સ્વસ્થતા જાળવી રાખે તેવી વાનગીઓની દરેક વ્યક્તિ પાસે એક યાદી હોવી જોઈએ.  આ માટે કાઉન્સીલીંગ નું મહત્વ છે.  માર્ગદર્શક સાથે બેસીને આપણે આપણી પ્રકૃતિનો અભ્યાસ કરવો જરૂરી છે.   સ્વાદ, પૌષ્ટિકતા, દેખાવ, સરળતાથી બનાવી શકાય, આપણા બજેટમાં પણ બેસે, ઋતુ અને ઉમર પ્રમાણે પણ યોગ્ય હોય, આ દરેક મુદ્દાઓ માટે દરેક પરિવારે અને દરેક વ્યક્તિએ એક આહાર નિષ્ણાંત પાસે માર્ગદર્શન લેવું જરૂરી છે.  જીવનમાં એક વાર આહાર બાબતે પોતાની પ્રકૃતિ અનુસાર સમયસર સંપૂર્ણ માર્ગદર્શન લીધા બાદ જૂની ટેવોમાંથી બહાર નીકળી ને નવી ટેવો અપનાવાથી તથા નિષ્ણાંતની દેખરેખ હેઠળ જીવનચર્યામાં ફેરફાર કરતા કરતા તંદુરસ્ત આરોગ્યને ઉપલબ્ધ કરી  શકાય છે.

 

તો આવો આપણે રસોડામાં છુપાયેલા સ્વાસ્થ્ય સુત્રોને અપનાવી પોતાની જીવનશૈલી ને નીખારીએ.

 

 food control

 

 

·  રસોઈમાં તેલ વગર નું  શાક અથવા ઓછા તેલવાળું સ્ટીમ કરેલું શાક વાપરવું, તથા બચેલા શાકનું પાણી સૂપ તરીકે લેવું.  સુપમાં સ્વાદ અનુસાર મરી અને મીઠું ઉમેરી શકો છો.

 

· રેસાવાળા શાક અને ફળોનો છૂટથી ઊપયોગ કરવો.

 

· વધારે સમય ભૂખ્યા રહેવું અથવા એકસાથે જરૂર કરતા વધારે પડતું  ભોજન વાપરી લેવું એ બંનેને તિલાંજલિ આપવી આવશ્યક છે.

 

· સલાડ અને ફળના મોટા ટુકડા લેવાથી ખોરાક ની માત્રા ઓછી લઇ શકશો તેમ જ ભોજન આરોગવાની ઝડપ મા ધરખમ ફેરફારો શક્ય છે.

 

. કચુંબર હમેંશા પીરસવાના, તરત પહેલાં, સ્ટીલના ચપ્પુથી જ સુધારીને લેવું.

 

. કચુંબર માટેનાં શાક / ફળ સમારતાં પહેલાં જ સ્વચ્છ, વહેતાં પાણીમાં ધોઇ લેવા.

 

· શાક અને ફળોના જુદા જુદા સંયોજનો થી ભિન્ન ભિન્ન વાનગીઓનો લાભ મેળવી શકો છો. પરંતુ શરીર ની જરૂરિયાત તથા પોતાની પ્રકૃતિના પ્રકારને સમજવું અતિ આવશ્યક છે.

 

· સલાડ બનાવવામાં જુદા જુદા ડ્રેસિંગ અને મેરીનેશન થકી ભોજનને રસમય પણ બનાવવું જરૂરી છે. અહીં ફાયદો એ છે કે મેદસ્વી વ્યક્તિને જૂની વણજોઈતી ખાવાપીવાની આદ્ત થી દુર રહેવામાં બળ મળે છે.

 

· ડેકોરેશન મા પણ ઉપયોગમાં લેવાતી ચીજો થકી તમામ વાનગીઓ ને આનંદ સાથે માણી શકો છો.

 

· આહાર આરોગતી વખતે હળવું સંગીત પણ ખોટી ભુખ ને દુર કરી, શાંત ચિતે આહાર પરત્વે આપણું ધ્યાન સંપૂર્ણપણે રખાવે છે.

 

· જમવા સમયે પૂરતું ધ્યાન આપવા બાબતે અમુક મુદ્દાઓ સમજવા જરૂરી છે.  વાનગી નો સ્વાદ, વાનગી ની સોડમ, વાનગી બનાવનાર નો પ્રેમ,વાનગી નો દેખાવ, વાનગી ની વિભિન્નતા.

 

· આપણા શરીર ની જરૂરિયાત અને આપણા મનની જરૂરિયાત મા જે ફરક પડે છે તેને કારણે પાચનશક્તિ ઓછી પડતી હોય છે, ધીમી પડતી હોય છે.  મનગમતી અને ભાવતી વાનગીઓ ઉપર આપણે બધું ભાન ભૂલીને તૂટી પડીએ છીએ.

 

· ભોજન ગ્રહણ કરતી વખતે વધુ વાત કરવી,  ટી.વી. જોવું,  છાપું વાંચવું આ બાબતો ને કારણે આપણે શું ખાઈએ છીએ અને કેટલું ખાઈએ છીએ તેનું ધ્યાન રહેતું નથી અને પરિણામે જરૂરિયાત કરતાં વધુ ખવાઇ જાય છે અને જે ખાવું જોઈએ તે ખુલ્લા મનથી ખાઈ નથી શકતા.

 

· શાંત ચિત્તે એકાગ્રતાથી ચાવી ચાવીને ખાવાથી મો ની લાળ આહાર મા ભળે છે તથા કુદરતી સ્વાદને પણ માણીએ છીએ તેનાથી ખાવાનો સંતોષ વધે છે અને માપસર ખવાય છે.

 

· ટેન્સન સાથે ખાવાથી પણ પ્રમાણભાનનું ધ્યાન છૂટી જાય છે એટલે જ શાંતચિતે પ્રેમથી પ્રાર્થનાથી આહાર શરૂ કરવાથી તન, મન અને આત્માને ગુણ કરે છે.

 

· પરિવાર ના સભ્યો ને પોતપોતાની વાનગીઓ ખાવા મા રસ હોય છે, તે સમયે મેદસ્વી વ્યક્તિએ એકાંત પસંદ કરી આહાર નો સમય જુદો કરવાનો પ્રયત્ન કરવાની જરૂર છે.

 

· રંગબેરંગી સલાડ બનાવવાની પદ્ધતિઓ વિકસાવો.

 

· સલાડ વાપરવાના વાસણો મોટા અને અન્ય ઠોસ ભોજન ના વાસણોના માપ નાના કરી શકો છો.

 

· ખોરાક ના દ્રવ્ય ના મૂળ સ્વાદ ને માણવો હોય તો ઉપરથી મીઠા અને મસાલાના ઉપયોગને સદંતર બંધ કરવા, સાથે સાથે દ્રવ્યમા રહેલા ભોજન ના પૌષ્ટિક દ્રવ્યો ને શરીરમાં પોષણ અપવવામાં મદદ મળે છે.

 

· શાકભાજી અને ફળોને ઓછામાં ઓછો હાથ લગાવવો, હાથ અને નખ ને સારી રીતે સાફ રાખવા. મોટા ભાગે જીવાણુઓ નખ અને હાથ ના મેલ દ્વારા શાક અને ફળોમાં આવતા હોય છે.

 

· કૃત્રિમ ચીજોનો ઊપયોગ ઘટાડવાની જરૂરિયાત સૌ પ્રથમ છે.  જેમ કે કૃત્રિમ રસાયણો, કૃત્રિમ કલર, કૃત્રિમ સુગંધ, કૃત્રિમ દેખાવ.

 

· ભોજન આરોગતી વખતે આસન કયું હોવું જોઈએ તે બાબત પણ એટલી જ જરૂરી છે. આજની પ્રજાને ડાઈનીગ ટેબલ વગર ફાવતું નથી.

 

· જૂની આદતોમાંથી બહાર આવો જેમ કે એક જેવી વાનગીઓને પુનરાવર્તન કરતા જ રહેવું અને એક જેવી પદ્ધતિથી બનાવ્યા જ કરવું. …..નવી વાનગીઓ ને સ્થાન આપો અને નવી પદ્ધતિ થી એ જ શાક ને બનાવો.

 

· બાળક, જુવાન, આધેડ અને વૃદ્ધ દરેક ની પાચનશક્તિમા ઘણો તફાવત હોય છે. આ બાબત પર ધ્યાન આપીને પોતાની ઉમર પ્રમાણે અને પોતાની આગવી નિરીક્ષણ પદ્ધતિ પ્રમાણે આહારની યાદી બનાવવી જરૂરી છે.

 

· પતાભાજી ની એક ઋતુ હોય છે, શિયાળો.  સારામાં સારી અને તાજામાં તાજી ઊતમ ગુણવત્તાવાળી ભાજી દરેક પ્રકારના આયુ વાળા વાપરી શકે છે.

 

· ઘણા કલાકોથી બનાવેલી રસોઈ મા ફેરફારો થવાના શરુ થઇ જાય છે, જે તાજા આહાર માંથી વાસી આહાર બનવા લાગે છે.  આ બાબતને પણ ખાસ ધ્યાનમાં લેવી જરૂરી છે.  જેમ જેમ આહાર વાસી થવા લાગે તેમ તેમ તેમાં ઝેરી વિષાણુઓ, બેક્ટેરીયા, બારીક અને સુક્ષ્મ જીવાતનો ઉપદ્રવ થવા લાગે છે.

 

· આયુર્વેદિક દુકાનોમાંથી લેબલ વાંચીને, પોતાના ઉપર – ઉપર ના ચિહ્નો સાથે જાતે જાતે જ પોતાની સારવાર માટે પ્રયોગ કરવામાં આજકાલ સહુ પાવરધા થઇ ગયા છે.

 

· સસ્તી અને લલચામણી જાહેરાતોમા પોતાની જાતને મુકીને તાબડતોબ જે તે પ્રોડક્ટ લઈને વાપરી જુએ, પછી ઉલાળિયો કરે, વ્યર્થનો સમય અને શક્તિને નષ્ટ કરે, આ બધામાંથી બચવાની જરૂર છે.

 

આહાર સંસ્કાર માર્ગદર્શન …(દિવ્ય આહાર પરામર્શ) … ની વિશેષ જાણકારી અર્થે આપ સૌને વધુ માહિતી અહીં સંપર્ક કરવાથી મળી શકશે…

ડો ઝરણા ૯૮૬૭૭૧૬૦૧૫ – મુંબઈ.

સાભાર :– ડૉ. ઝરણા દોશી

 

બ્લોગ લીંક: http://das.desais.net
Email: [email protected]

 

આપને આજની પોસ્ટ પસંદ આવે તો આપના પ્રતિભાવ બ્લોગ પોસ્ટ પર મૂકી ડૉ.ઝરણાબેન ના પ્રયાસને યોગ્ય પ્રતિસાદ આપશો. જે અમોને પ્રેરણાદાયી અને માર્ગદર્શક બની રહેશે અને લેખિકાની કલમને બળ પૂરશે. ….

 

“સર્વે પાઠક મિત્રો ને વિનંતી કે આપ આપના પ્રતિભાવો દ્વારા આપને સતાવતા ‘ – યોગ – મેડિટેશન- ધ્યાન’  અંગેના કે જીવન ની સમસ્યા અંગેના કે સ્વાસ્થયને અંગે ઉદભવતા પ્રશ્નો બ્લોગ પોસ્ટ પર આવી જરૂર પૂછી શકો છો. ડૉ.ઝરણા દોશી … આપને તેનો જવાબ બ્લોગ પર આપવા જરૂર પ્રયત્ન કરશે. અથવા આપને ઉદભવતા કે મુંજવણ આપતા પ્રશ્ન કે રોગ બાબતે  Privacy / અંગતતા – જાળવવા ઇચ્છતા હોય તો આપની સમસ્યા ની વિગત ડાયરેક્ટ [email protected] ઉપર અથવા ડૉ.ઝરણા દોશી ને [email protected]  ઈ મેઈલ દ્વારા લખી ને મોકલી શકો છો, અમો તમારા email ID પર તે અંગેનું યોગ્ય માર્ગદર્શન મોકલી આપવા જરૂર કોશિશ કરીશું. ”

ફેશબુક દ્વારા બ્લોગ પોસ્ટ પર આપની કોમેન્ટ્સ અહીં મૂકવા વિનંતી છે.....

  • રાજેશ

    Excellent information

  • Rajesh Shah

    very nice