આત્મીયતા एवम् અનૌપચારિકતાની પ્રતિમૂર્તિ – …

આત્મીયતા एवम् અનૌપચારિકતાની પ્રતિમૂર્તિ – શ્રીમતી નંદિની મહેતા …

 

 

હેમલતાબેન, ઉંમર ૮૦ વર્ષ, બી.એ. એમ.એડ. ના અભ્યાસ બાદ શિક્ષિકા નો વ્યવસાય સ્વીકાર્યો અને (મુંબઈ) મેથ્સ અને સાઈન્સ સિવાયના લગભગ દરેક વિષયો શીખવતા. અનેક શાળાઓ વ્યવસાય દરમ્યાન બદલી અને શિક્ષિકા તરીકે સેવા આપ્યા બાદ, નિવૃત્તિનો સમય પસાર કરવા અને જીવનનો શેષ સમય વિતાવવા માથેરાનના પહાડોની તળેટીમાં આવેલ નેરલ માં Senior Citizen માટેની Dignity Lifestyle Township માં રેહવાનું પસંદ કર્યું. હાલ આ સુંદર, શાંત, નયનરમ્ય અને સગવડમય વાતાવરણમાં શેષ જીવન પસાર કરે છે. બચપણ થી વાંચવાનો અને લખવાનો શોખ તેમને રહ્યો હતો. ખૂબજ સીધું –સાદું અને સરળ જીવન વિતાવે છે, ખાસ કોઈ જીવનમાં મેળવવાની તમન્ના ધરાવતા નથી. બધાનો પ્રેમ અને સહકાર આજ સુધી મેળવ્યો છે અને જેમને જિંદગી પ્રત્યે કોઈ જ ફરિયાદ પણ નથી. આજે આ જૈફ ઉંમરે પણ જીવનને પર્વૃતિમય રાખી અને અગાઉ વાંચેલા – અનુભવેલા અને દિલમાં ઉભરાતા ભાવોને કાગળ પર શબ્દો દ્વારા કંડારવા કોશિશ કરે છે.

(આ અગાઉ આપણે હેમલતાબેન અને તેમના નાના બેન બંસરીબેનના  લેખ અહીં બ્લોગ પર માણેલ,


 

 

ચાલો ફરી આજે  એક વાર  હેમલતાબેન દ્વારા મોકલાવેલ પોસ્ટ ‘ આત્મીયતા एवम् અનૌપચારિકતાની પ્રતિમૂર્તિ – શ્રીમતી નંદિની મહેતા … …’  ને અહીં જાણીએ અને લેખને માણીએ …

 

 

जो न मिला मुझे उसके दु:खमें
जो मिला उसे क्यों भूल जाऊँ
दुःखके चुल्लू भर पानीमें
अपनी खुशीकी दुनिया क्यों डूबाऊँ ?

 

 

कहीं न कहीं कुछ तो कम रहेगा ही
कुछ न कुछ पहुँचसे दूर रहेगा ही
क्यों हरघड़ी उसीको शिकायत करती जाऊँ
क्यों जीवनमें स्वयंके काँटे बाती जाऊँ ?

 

 

ઉપરની પંક્તિઓ નંદિની મહેતા – નંદા રામકૃષ્ણ બજાજ ના કાવ્ય સંગ્રહ “खुशी” માંથી લીધી છે. તેમની કૃતિઓમાં તેમના જીવન પ્રવાહને વ્યક્ત કરે છે. આ ઉપરાંત જેને રખવાળાં ગોમાતનાં : રાધાકૃષ્ણ તથા અનસૂયા બજાજની જીવનગાથાની લેખિકાઓ પૈકી એક લેખિકા તેઓ છે.(ત્રણ લેખિકા છે)- નંદિનીબેન માટે ઘણી વાતો સાંભળી હતી – તેઓ સરસ કવિયત્રી છે, એક સરસ સમાજસેવિકા ઉપરાંત કુશળ ગૃહણી પણ છે વગેરે વગેરે … એક દિવસ ફોન કરી જ દીધો અને તેમની પાસે મુલાકાત માટે સમય માંગી લીધો. કોઈપણ બહાના –આડંબર વગર તેમણે સમય આપ્યો. તેમની સાથે એક સાંજ વિતાવવાનો જે અવસર મળ્યો તે ખૂબ યાદગાર બની ગયો – અવસ્મરણીય. એક નાનકડું કવિ સંમેલન જ્યાં ફક્ત એક કવિ અને એક શ્રોતા.

 

 

નદિનીબેનની અનૌપચારિકતાએ મન મોહી લીધું. પહેલી જ મુલાકાત અને તેમણે મને “દીદી” બનાવી દીધી. આ એમનો સ્નેહભર્યો શિષ્ટાચાર હતો. નદિનીબેનના પિતાજી રાધાકૃષ્ણ બજાજ અને માતાજી અનસુયાબેન ગાંધીજી અને વિનોબાજીના અનન્ય ભક્ત – સાથી. તેમના ગાંધીવાદી વિચારોનો પ્રભાવ નંદિનીબેન પર પડે તે સ્વભાવિક છે. માતાપિતાની કર્મ, ભક્તિ અને જ્ઞાનથી ત્રિવેણીનો વારસો તેમને મળ્યો. તેમને બાળપણથી જ ગાંધીજી, વિનોબાભાવે, કાકા કાલેલકર, જયપ્રકાશ નારાયણ, દાદા ધર્માધિકારી, વિમલાતાઈ વગેરે મહાન વિભૂતિઓની છત્રછાયા મળી. તે સૌનાં સાનિધ્યમાં રહેવાને કારણે સર્વોદય, ગાંધી અને વિનોબાના વિચારો સમજવાની તેમનો નિરંતર તક મળી. તે પરિવારના બધા જ બાળકોને આકાશ જેવું અસીમ, અગાદ્ય, અનંત અને મુક્ત બાળપણ મળ્યું. મહિલા આશ્રમમાં શિક્ષા પ્રાપ્ત કર્યા પછી તેમણે કાશી વિદ્યાપીઠમાંથી પ્રથમ શ્રેણી સાથે બી.એ. કર્યું અને લખનૌ વિશ્વ વિદ્યાલયમાંથી સમાજશાસ્ત્રમાં પ્રથમ વર્ગ મેળવી એમ.એ. કર્યું. મુબી થોડો સમય એસ.એન.ડી.ટી. વિશ્વવિદ્યાલયમાં અધ્યાપન કાર્ય પણ કર્યું. નદિનીબેને વિનોબાજીની ભૂદાન પદયાત્રામાં સક્રિય ભાગ લીધો હતો. જેને કારણે ભારતના ઘણા પ્રદેશોમાં જવાની અને એ પ્રદેશોને સમજવાની તેમને તક મળી – બહુભાષી છે તેઓ. ભારતની ઘણી ભાષાઓ – મરાઠી, હિન્દી, અંગ્રેજી, કન્નડ, બંગાળી વગેરે જાણે છે. ગુજરાતી પરિવારમાં લગ્ન થયા છે તેથી ગુજરાતી પણ જાણે છે. સામાજિક જવાબદારી નિભાવવામાં પણ તેઓ પાછળ નથી.

 

 

વર્ધા સ્થિત મહિલાઓ માટેની શિક્ષણ –સંસ્થા “મહિલા આશ્રમ” નાં અધ્યક્ષ છે. ફક્ત નામધારી નથી પણ તેની દરેક ગતિવિધિમાં દિલચસ્પી રાખે છે. તેઓ સરસ કવિયત્રી તેમજ લેખિકા પણ છે. તેમના બે કાવ્ય સંગ્રહો “खुशी” અને “भोरकी पलके” ખૂબ સુંદર પુસ્તકો છે. વિષયની વિવિધતા પુસ્તકને સારો ઉઠાવ આપે છે. ભાષા સરલ – સીધી,સામન્ય વાચકને સ્પર્શી જાય એવી છે. કવિયત્રી આપણી સાથે સીધો સંવાદ રચતા હોય એવું લાગે. નંદિનીબેનના જીવનમાં કડવાશ નામ માત્ર નથી. . તેઓ માને છે કે બને ત્યાં સુધી આપના વિચાર બીજાઓ પર અને ખાસ કરીને પરિવારના સભ્યો પર થોકી ન બેસાડવા. સમજાવી શકાય તો સમજાવવું નહીં તો છોડી દેવું. તર્ક-વિતર્ક કરવાથી તો સમજાવવું નહિન તો છોડી દેવું. તર્ક-વિતર્ક કરવાથી કોઈ ફાયદો નહીં થાય. જે મળ્યું છે તેનો સ્વીકાર કરો અને નથી મળ્યું તેને ભૂલી જાઓ. આનંદ આત્માની અનુભૂતિ છે. ચિત્ત શુદ્ધ હશે તો બીજાંઓને પણ અસર કરશે. તેઓ પોતાના અનુભવ પરથી કહે છે કે અન્ય પ્રતિ દુર્ભાવ બ=નહી રાખો તો કોઈ તમને દુઃખી –અપમાનિત નહીં કરી શકે. જીવનમાં Forget and Forgive વિચારસરણી અપનાવવી જોઈએ. વિસ્મરણ શક્તિની સાધનાની મદદથી જ આપણે વર્તમાનના આનંદને ભૂતકાળના ભૂતથી મુક્ત રાખી શકીશું.

 

 

તેમની કાવ્ય-સૃષ્ટિની થોડી ઝલક …

moon - star

 

 

(१) आज मैंने चाँद-सितारोंको न्योता दिया है
घड़ी भरको सारे हमारे घर आ जायें
भीतर- बहार उजाला कर जायें
चाँद – सितारे हमारे घर आ जायें ||

 

 

(२) हर बालकमें अपने बाल सा कृष्णरूप देख मैया
सबके लिए नैनोंसे अमृतजल बरसा दे मैया
अपने पराये भेद्की जंजीरे तोड़ दे मैया
खूली हवा सा प्यार दिशाओंमें बहा दे मैया
अपने आँचल को आकाश बना ले मैया ||

 

 

(३) किस देवकी कृपा है, किसकी दुआ है,
कहाँसे जीवन बरसे, किसका स्नेह जीवनमें सरसे
जब ज्योति फैलने लगे, दीपक का नाप क्या गिने,
जब दिल मिलने लगें, गलियाँ क्या गिने ||

 

 

– હેમલતા પારેખ

 

 

બ્લોગ લીંક: http://das.desais.net
email: [email protected]

 

 

‘દાદીમા ની પોટલી’ પર મોકલવામાં આવેલ આજની પોસ્ટ બદલ અમો હેમલતાબેનનાં અંતરપૂર્વકથી આભારી છીએ.

 

આજ ની પોસ્ટ પસંદ આવી હોય તો  આપના અમૂલ્ય પ્રતિભાવ પોસ્ટ સાથેના કોમેન્ટ્સ બોક્ષમાં મૂકશો., જે લેખિકાની કલમ ને બળ પૂરે છે અને અમોને પ્રેરણાદાયી અને માર્ગદર્શક બની રહે છે.

ફેશબુક દ્વારા બ્લોગ પોસ્ટ પર આપની કોમેન્ટ્સ અહીં મૂકવા વિનંતી છે.....