ગુલાબ જળ …

ગુલાબ જળ …

 

 

rose water

 

 

 

ત્વચાને સુંદર મુલાયમ કરવા માનુનીઓ વિવિધ નુસખાઓ અજમાવતી હોય છે. પરંતુ યોગ્ય જાણકારી વગરના નુસખાઓથી સંતોષજનક પરિણામ આવતું હોતું નથી. ત્વચાને સુંદર મુલાયમ કરવા ગુલાબજળ, બદામ તથા કેસર ઉત્તમ સાબિત થયા છે. આ ત્રણેયમાં કુદરતી જ એવા ગુણધર્મો રહેલા છે જેના ઉપયોગથી ત્વચા મુલાયમ તો રહે છે પરંતુ સાથેસાથે વાન પણ નિખરે છે.

 

 

ગુલાબજળ એ એક પાવરફુલ નેચરલ ટોનર છે. તેના લીધે બ્લડના સર્ક્યુલેશનમાં સુધારો થાય છે. ગુલાબજળની ખાસિયત એ છે કે તે દરેક ટાઇપની સ્કિનને શૂટ કરે છે. ગમે તેવી સેન્સિટિવ સ્કિનમાં પણ ગુલાબજળ ઉપકારક છે. જેમને ખીલ વધુ થાય છે તેમના માટે પણ ગુલાબજળનો ઉપયોગ સારો રહે છે. સામાન્ય રીતે ગુલાબજળની કૂલિંગ ઇફેક્ટ હોવાથી તે ત્વચાને શીતળતા આપવાની સાથે રિફ્રેશ કરે છે. ગુલાબજળ એ ગુલાબના અર્કમાંથી બનાવવામાં આવે છે. ગુલાબજળ બનાવવાની પ્રોસેસ એટલી સરળ છે કે તમે ઘરે પણ સરળતાથી ગુલાબજળ બનાવી શકો છો.

 

કેવી રીતે યુઝ કરશો?

 

ગુલાબજળનેચરલ સ્કિન ટોનર

 

 

ઓઇલી સ્કિન ...

 

 

જો સ્કિન ઓઇલી હોય તો એક ટેબલસ્પૂન ગુલાબજળમાં લીંબુના રસનાં બેથી ત્રણ ટીપાં નાખો અને તેમાં કોટન પેડ બોળીને ચહેરા પર લગાવો. આ પ્રયોગ વીકમાં બેથી ત્રણ વખત કરવાથી ઓઇલીનેસ દૂર થાય છે, પરસેવાની સમસ્યામાં પણ રાહત રહે છે અને ત્વચા રિફ્રેશ થઈ જાય છે. ગુલાબજળમાં મુલતાની માટી ઉમેરી ફેસપેક બનાવી શકાય.

 

 

નોર્મલ અને ડ્રાય સ્કિન …

 

જો સ્કિન નોર્મલ કે વધુ પડતી સૂકી રહેતી હોય તો એક ટેબલસ્પૂન ગુલાબજળમાં બેથી ત્રણ ટીપાં ગ્લિસરીનનાં નાંખીને ચહેરા પર લગાવો. વીકમાં બેથી ત્રણ વખત આ રીતે ગુલાબજળ લગાવવાથી ડ્રાય સ્કિન સ્મુધ બને છે.

 

 

પિમ્પલ એન્ડ સેન્સિટિવ સ્કિન …

 

 

પિમ્પલ વધુ થતા હોય, સ્કિન વધુ સેન્સિટિવ હોય, વારંવાર સ્કિનને એલર્જી થતી હોય તો આ બધી જ સમસ્યામાં પણ ગુલાબજળનો પ્રયોગ હિતકારી છે. આવી સ્કિન માટે ગુલાબજળમાં ચંદનનો પાઉડર ઉમેરો અને આ પેસ્ટને ચહેરા પર લગાવો. ગુલાબજળમાં ચંદન ઉમેરવાથી આ પેક વધુ શીતળ બને છે અને સ્કિનને કૂલ ઇફેક્ટ આપીને તરોતાજા રાખે છે.

 

 

ગુલાબજળ બનાવવાની રીત …

 

 

એક સ્ટીલના વાસણમાં ગુલાબની પાંખડી લો. તેમાં થોડું પાણી નાખી તેને ઉકાળી લો. પાંખડી એકદમ નરમ બની જાય ત્યાં સુધી ઉકાળો. પછી પાંખડીને હાથ વડે નિચોવીને પાણીમાંથી નિતારી લો. તેને એરટાઇટ જારમાં પેક કરી ફ્રીઝમાં મૂકી દો.

 

 

– મેકઓવર – શહેનાઝ હુસેન

 

 

સૌજન્ય : પૂર્વી મોદી મલકાણ (યુ.એસ.એ)

 

 

અહીં બ્લોગ  પરની જૂની પોસ્ટ પણ તપાસી લેજો …..  નીચે આપેલ  લીંક પર ક્લિક કરશો …

 

જરા અજમાવી જુઓ…ગુલાબ…

 

 

ગુલાબજળ વિશે અન્ય પૂરક માહિતીઓ …

 

 

(૧) ગુલાબજળ કેવી રીતે બનાવશો ? …

 

શુ જોઈએ ? : ૧-કપ(લગભગ ૧૫ ફૂલ) ગુલાબની પાંદડીઓ, ૨- કપ પાણી, ૧- ટ્રે બરફ.

 

શુ કરશો ? : એક મોટું વાસણ લો જેમાં અંદર બીજું એક વાસણ મૂકી શકાય અને તેને સારી રીતે ઢાંકી શકાય.

 

વાસણમાં જાળીવાળું સ્ટેન્ડ મૂકો. ગુલાબની પાંદડી વાસણમાં નાંખી દો અને પાણી પણ નાંખો. જે વાસણ જેમાં ગુલાબનું પાણી એકઠું કરવાનું છે તેને જાળીવાળા સ્ટેન્ડની ઉપર રાખો. હવે મુખ્ય વાસણના ઢાંકણને ઢાંકી દો જેથી બાષ્પ બહાર ન નીકળી શકે અને તેને અથડાઇને ખાલી મૂકેલા વાસણમાં એકઠી થાય.

 

ગુલાબની પાંદડી ભરેલા આ વાસણને ગેસ પર ગરમ થવા દો. પાણી ગરમ થતાં જ વાસણના ઢાંકણ પર બરફના ટૂકડાં મૂકી દો. પાણીમાં ઉભરો આવ્યા બાદ બાષ્પ ઢાંકણ તરફ જાય છે અને ઠંડી થઇ પાણી બની અંદર રાખેલા વાસણમાં પડે છે. આ રીતે ગુલાબજળ અંદર મૂકેલા વાસણમાં એકઠું થશે. 20-25 મિનિટમાં 1 કપ ગુલાબજળ વાસણમાં એકઠું થઇ જશે અને ગુલાબની પાંદડાઓમાં નાંખેલું પાણી પણ ખલાસ થઇ જશે. હવે ગેસની આંચ બંધ કરી દો.

 

વાસણને એકદમ ઠંડુ થવા દો. વાસણનું ઢાંકણ ખોલો, અંદર મૂકેલા વાસણમાં જે ગુલાબવાળું પાણી એકઠું થયું છે તે તમારા હાથે બનેલું ગુલાબજળ છે. ગુલાબજળને તોઇ સાફ બોટલમાં ભરી લો.

 

અન્ય રીત – પહેલા કૂકરમાં એસ્પ્રેસો કૉફી બનાવવા માટેના અટેચમેન્ટ મળતા હતા. તમારી પાસે આ અટેચમેન્ટ હોય તો કૂકરમાં ગુલાબના ફૂલ અને પાણી નાંખી એસ્પ્રેસો કૉફીના અટેચમેન્ટ પર ભીનું કપડું લપેટીને પણ ગુલાબજળ બનાવી શકાય છે.

 

 

(૨) બ્યુટી ટીપ્સ : રોઝ વોટર (ગુલાબજળ) ક્યુબ્સ લાભકારી સ્કીન ટોનર …

 

 

ગુલાબજળ ત્વચા માટે ગુણકારી હોય છે તે તો તમે સહુ જાણતા જ હશો સાથે તેના વિવિધ પ્રયોગ પણ તમે અજમાવ્યા હશે. જેમ કે તેનો ત્વચા પર મુલતાની માટી સાથે તો કેટલાંકે ચણાના લોટ સાથે તેનો પ્રયોગ કર્યો હશે. તમે તેને એક ટોનર તરીકે એકલું પણ વાપરતા હશો. પણ ક્યારેય તમે રોઝ વૉટર ક્યુબનો પ્રયોગ કર્યો છે?

 

 

જી હા, રોઝ વૉટર ક્યુબ્સ! તમારામાંથી કેટલાંકના મનમાં આટલું વાંચતા જ પ્રશ્ન ઉદ્ભવ્યો હશે કે રોઝ વૉટર ક્યુબ વળી ક્યાં મળે છે? તો તમારે આના માટે ક્યાંય બજારમાં ફાંફા મારવાની જરૂર નથી. તમે ઘરે જ આ ક્યુબ બનાવી શકો છો. બસ તમારી પાસે ગુલાબજળ હોવું જોઇએ.

 

 

રોઝ વૉટર ક્યુબ એક નેચરલ સ્કિન ટોનરનું કામ કરે છે. તમે ફ્રીઝમાં આઇસ ક્યુબ ટ્રેમાં પાણીની જગ્યાએ પાણી અને ગુલાબજળ મિક્સ કરીને મૂકી દો. જ્યારે આ મિશ્રણ આઇસ ક્યુબની જેમ જામી જાય ત્યારે તેને ત્વચા પર લગાવો. આમ કરવાથી તમે તમારી ત્વચાને એક સારું સ્કિન ટોનર પૂરું પાડી શકશો. આને લગાવવાથી તમારી ત્વચાના વધુ પડતા ખુલ્લા છીદ્રો પૂરાશે અને તમને જો સ્કિન ટેનિંગની સમસ્યા હશે તો તે પણ ધીમે-ધીમે ઓછી થવા લાગશે. આ રોઝ વોટર ક્યુબનો દિવસમાં બેવાર ત્વચા પર પ્રયોગ કરવો જોઇએ. ગુલાબજળનો આ રીતનો પ્રયોગ ત્વચાને પ્રદૂષણથી થયેલા નુકસાનને જડથી દૂર કરે છે.

 

 

તો રાહ કોની જુઓ છો આજે જ તમારા ફ્રીઝમાં રોઝ વૉટર ક્યુબ્સ જમાવી દો અને આજથી જ તેનો પ્રયોગ શરૂ કરી દો.

 

 

(૩) ચહેરાની સુંદરતા માટે અજમાવી જુઓ આ સુંદર ઉપાય …

 

 

અમુક જ દિવસોમાં આ પ્રયોગથી તમે ઘરે બેઠા પોતાના ચહેરાની સુંદરતાને નાં માત્ર વધારી શકો છો પરંતુ લાંબા સમય સુધી તેને કાયમ પણ રાખી શકો છો.

 

પ્રયોગ ૧ :

 

10 ગ્રામ લીંબુનો રસ, 10 ટીપાં ગ્લિસરીન તથા 10 ગ્રામ ગુલાબજળ – આ ત્રણેયને ભેળવીને રાખી લો. આ એક પ્રકારનું લોશન તૈયાર થઇ ગયું. આ લોશનથી દરરોજ સવારે ન્હાયા બાદ તથા રાત્રિ પુર્વે હળવે હાથે માલિશ કરવાથી તમારો ચહેરો રેશમની જેમ કોમળ થઇ જશે.

 

 

પ્રયોગ ૨ :

 

લીંબુનાં રસમાં બરાબર માત્રામાં ગુલાબજળ મેળવીને ચહેરા પર લગાડો. અડધા કલાક બાદ તાજા પાણીથી તેને ધોઇ લો. ચહેરા પર થી ખીલ- ડાઘ એદદમ ગાયબ થઇ જશે. આ પ્રયોગ લગભગ 10 -15 દિવસ સુધી કરો.

 

 

(૪) ગુલાજળ ની  અન્ય ઉપયોગીતાઓ પણ જોઈ લેશો….

 

 

ગુલાબજળ અથવા કાકડીનો રસ ચહેરા પર લગાડવાથી તડકાને કારણે બળી ગયેલી ત્વચાને ઠંડક મળે છે. એક નાનો ચમચો મધ, એક નાનો ચમચો પાણી,મીઠું તથા લીંબુના રસના થોડા ટીપાં ભેળવી ચહેરા પર લગાડવું. દસ મિનિટ બાદ ચહેરો ધોઇ નાખવો.

 

એક મોટો ચમચો મુલતાની માટી, ચાંર-પાંચ વાટેલા લવિંગ,ચપટી કપૂર અને ગુલાબજળ ભેળવી પેસ્ટ બનાવવી. અઠવાડિયામાં ત્રણ વખત લગાડવું. ચહેરા પરથી ખીલના ડાઘ તથા ધાબા દૂર થાય છે.

 

ગુલાબની તાજી પાંખડીઓને વાટી પેસ્ટ બનાવી ચહેરા પર લગાડવું.વાન તો નિખરશે સાથેસાથે ગુલાબની સુગંધ મગજને આરામ આપશે.

 

બે ટી સ્પૂન ગુલાબજળ, એક ટીસ્પૂન મધ તથા ઓટમીલ પાવડર ભેળવી પેસ્ટ બનાવી ચહેરા અને ગરદન પર લગાડવું. ૨૦ મિનિટ બાદ હુંફાળા પાણીથી ધોઇ નાખવું. આ માસ્ક કલીંજર તરીકે કામ કરે છે અને ત્વચાને કોમળ બનાવે છે.

 

એક કપ ગુલાબજળ પાણીમાં ભેળવી સ્નાન કરવાથી ત્વચા ફ્રેશ લાગશે.

 

એક ચમચી ગુલાબજળમાં બે ચમચી ટમેટાનો રસ ભેળવી ચહેરા પર ૧૫ મિટિ લગાડી રાખવું ઓઇલી ત્વચા માટે ફાયદાકારક છે.

 

ત્રણ ટેબલ સ્પૂન ગુલાબજળ, બે ટેબલસ્પૂન જવનો લોટ એક એક ટેબલસ્પૂન દહીં ભેળવી ચહરાને ક્લીંઝ કર્યા પછી લગાડવું. ૨૦ મિનિટ બાદ પાણીથી ચહેરો ધોઇ નાખવો.

 

– ઘટ્ટ દહીંમાં થોડું ગુલાબજળ અને થોડીક હળદર મેળવો. આને બોડી પર લેપની જેમ લગાવો અને આંગળીના ટેરવાં વડે ગોળાકાર મસાજ કરો. પંદર મિનિટ સુધી મસાજ કર્યા પછી ઠંડા પાણીથી સ્નાન કરી લો. ત્વચા સુંવાળી બનશે અને રંગ ખીલશે.

 

– સુખડના પાઉડરમાં દહીં ઉમેરીને તેમાં લીંબુના રસનાં બે-ત્રણ ટીપાં અને ગુલાબજળ ભેળવો. એનો લેપ બનાવીને બોડી પર લગાવો. લેપ લગાવીને આંગળીના ટેરવા વડે ત્વચા પર મસાજ કરો. વીસ મિનિટ સુધી મસાજ કરીને કોટન બોલ કે સ્પંજથી બોડીને લૂછી નાખો. હવે બરફના ટુકડાને શરીર પર ઘસો. પછી ઠંડા પાણી વડે સ્નાન કરી લો. આનાથી ત્વચાનું સારી રીતે સ્ક્રબિંગ થશે અને સાથે શરીરને ઠંડક પણ મળશે.

 

– જો ખીલની તકલીફ હોય તો પણ દહીંનો ઉપયોગ કરવો જોઇએ. ચહેરાના જે ભાગ પર ખીલ થયા હોય ત્યાં ખાટા દહીંનો લેપ લગાવો અને તે સૂકાઇ ગયા બાદ ધોઇ નાખો. થોડા દિવસ આ રીતે કરવાથી તમને પરિણામ જોવા મળશે.

 

-૧ ચમચી અડદની દાળને કાચા દૂધમાં પલાળી દો, પછી પીસીને પેસ્ટ બનાવો. પછી તેમાં થોડું ગુલાબજળ મિક્ષ કરીને ચહેરા પર લગાવો. થોડીવાર સૂકાવા દો. પછી ધીમે ધીમે ગોળાકારે ઘસતાં- ઘસતાં ઉતારી દો અને ચહેરો ધોઈ નાંખો. ત્વચા ચમકદાર બની જશે.

 

 

ઉબટન વિશે કાંઈક વિશેષ …

 

ઉબટન …

 

ઉબટન પ્રયોગથી ત્વચામાં નિખાર આવવાની સાથોસાથ કસાવ પણ જળવાઈ રહે છે. ઉબટનની કોઈ આડઅસર પણ નથી. એટલા માટે વગર વિચાર્યે ઉબટનનો પ્રયોગ તમે કરી શકો છો…

 

ઋતુ પરિવર્તન, પવન, ધૂળ અને પ્રદૂષણથી આપણી ત્વચા નિરંતર અસર પામતી રહે છે. એવે વખતે જો ત્વચાની યોગ્ય દેખભાળ ન રખાય તો સમય પૂર્વે ત્વચા નિસ્તેજ કરચલીવાળી અને કાળાશનો શિકાર બનવા લાગે છે. આપની ત્વચાની પ્રકૃતિ અનુસાર ઘરેલું ઉબટનોનો ઉપયોગ કરીને ત્વચાને સ્વસ્થ, સંદર અને ચમકદાર બનાવી શકાય છે.

 

 

ઉબટન એટલે ? :

 

 

કેટલીક પ્રાકૃતિક ચીજોને એક નિશ્ચિત માત્રામાં મેળવીને જે લેપ તૈયાર કરાય છે. તેને ઉબટન કહે છે. ઉબટનનું ચલણ ઘણું પ્રાચીન છે. આપણા દાદી- નાની વગેરે વિવિધ પ્રકારના ઉબટનનો પ્રયોગ કરીને જ પોતાના સૌંદર્યને નિખારતી હતી. કેમ કે તે વખતે બ્યૂટીપાર્લરો હતાં જ નહીં. પ્રાચીનકાળમાં પણ રાણીઓ- મહારાણીઓ અલગ- અલગ પ્રકારના ઉબટનોનો પ્રયોગ કરતી હતી. પુરાણકાળના ઉબટને જ આધુનિક ભાષામાં ફેસપેક કે ફેસ સ્ક્રબનું રૂપ લઈ લીધું છે.

 

 

સદાબહાર ઇન્સ્ટંટ ઉબટન …

 

 

દૂધનું વાસણ ખાલી થાય ત્યારે તેમાં ચપટી હળદર, ઘઉંનો લોટ અને ૨-૩ ટીપાં તેલ મિક્ષ કરીને પેસ્ટ બનાવી દો આ પેસ્ટને હાથ- પગ અને ચહેરા પર ઘસો. બરાબર સુકાઈ જાય પછી ઘસીને કાઢી નાંખો. આવું દરરોજ કરો અને આપની રંગતમાં આવેલા બદલાવને જાતે જ જુઓ.

 

 

– બ્યુટી રશ્મિ …

 

સંકલિત …

 

 

બ્લોગ લીંક: http://das.desais.net
email : [email protected]

 

 

‘ગુલાબજળ અને તેની ઉપયોગીતા’ અંગેની આજની પોસ્ટ પસંદ આવી હોય તો આપના પ્રતિભાવ બ્લોગ પોસ્ટ પર મૂકી આભારી કરશો.

ફેશબુક દ્વારા બ્લોગ પોસ્ટ પર આપની કોમેન્ટ્સ અહીં મૂકવા વિનંતી છે.....

 • Prabhudas.Pokar

  VERY COMMENDABLE

 • Chandrakant

  good beauti tips for “”GULAB JAL “”

 • Trivedi Dilipkumar Chimnlal

  nice

 • Rajnikant Shantilal Desai

  Here is a very nice, interesting & useful article on “”GULAB JAL “”. Very descrptavely it’s quallities, methods of preperation , methods of applying on skin etc. are described very nicely. Thanks.