શીદને કહો છો શ્યામ …

શીદને કહો છો શ્યામ …

 

 

શ્યામ કહે છે કે હું સમય છું તેથી વહ્યા કરવાનું કામ મારું છે પણ પાછો વળીને હું જોતો નથી પણ આગળ ચાલતાં શ્યામ પાછળ પોતાની નિશાનીઓ મૂકતા જાય છે તેથી તે સમયમાંથી પણ પસાર થવા છતાં પણ શ્યામ ક્યાંય જતાં નથી.

 

-તમે શીદને કહો છો કે શ્યામ તમે ક્યાંય જતાં નથી

યમુનાની રેતમાં દોડતાં જોયા તા શ્યામ તમને
સરવર પાળે બેસેલા જોયા તા શ્યામ તમને
ગર-ગોઠિયા સાથે કોળ-આંબલી રમતા જોયા તા શ્યામ તમને

-તો તમે શીદને કહો છો કે શ્યામ તમે ક્યાંય જતાં નથી

સખાઓ સાથે હોળીના રંગોએ રંગાયેલા જોયાં તા શ્યામ તમને
સખીઓ સંગે ઘેરૈયા બનતા જોયાં તા શ્યામ તમને
ગોપો સાથે ગોચારણ કરતા જોયાં તા શ્યામ તમને

-તો તમે શીદને કહો છો કે શ્યામ તમે ક્યાંય જતાં નથી

બાબાનંદની ખિરકમાં ગાયો સાથે કુદતા જોયા તા શ્યામ તમને
વાછરડાઓની પૂછે ઘસડાતા જોયા તા શ્યામ તમને
વાનરો સાથે હૂપ હૂપ કરતાં જોયા તા શ્યામ તમને

-તો તમે શીદને કહો છો કે શ્યામ તમે ક્યાંય જતાં નથી

દાદુર, કોકીલ, બપૈયાંના સંગમાં ગાતા જોયાં તા શ્યામ તમને
મોરલાઑ સાથે ગહેંકતા જોયા તા શ્યામ તમને
યમુનાજળમાં મત્સ્ય સંગે ખેલતા જોયાં તા શ્યામ તમને

-તો તમે શીદને કહો છો કે શ્યામ તમે ક્યાંય જતાં નથી

માતા યશોદાને દાઉજીની ફરિયાદ કરતા જોયા તા શ્યામ તમને
મૈયા રોહિણીના પાલવડે છુપાતા જોયા તા શ્યામ તમને
પ્રેમે બંધાઈને રડતાં જોયા તા શ્યામ તમને

-તો તમે શીદને કહો છો કે શ્યામ તમે ક્યાંય જતાં નથી

ગોકુળની ગલીઓમાં ભમતા જોયા તા શ્યામ તમને
પનિહારીઓના ચીર ખેંચીને પલાળતા જોયાં તા શ્યામ તમને
ગોપીઓની મટુકીઑ ફોડતા જોયા તા શ્યામ તમને

-તો તમે શીદને કહો છો કે શ્યામ તમે ક્યાંય જતાં નથી

વ્રજનારીઓના દધિ, ગોરસ લૂટતા જોયાં તા શ્યામ તમને
વ્રજરજમાં રગદોળાયેલા જોયાં તા શ્યામ તમને
યમુનાના નીરમાં ન્હાતા જોયાં તા શ્યામ તમને

-તો તમે શીદને કહો છો કે શ્યામ તમે ક્યાંય જતાં નથી

રાધાજુને ગામ સખી બનીને જાતા જોયાં તા શ્યામ તમને
રાધા સંગે સખીઓની ઠિઠોળી કરતા જોયાં તા શ્યામ તમને
રાધાજીના હૃદયમાં ડૂબતાં જોયાં તા શ્યામ તમને

-તો તમે શીદને કહો છો કે શ્યામ તમે ક્યાંય જતાં નથી

આંસુડાંની ધારમાં આંખ પલાળતા જોયાં તા શ્યામ તમને
ગિરિરાજજીના હૃદયમાં છુપાતા જોયાં તા શ્યામ તમને
શ્રી વલ્લભના ખોળે બેસેલા જોયાં તા શ્યામ તમને

-તો તમે શીદને કહો છો કે શ્યામ તમે ક્યાંય જતાં નથી

વ્રજભકતોના મનની મરવાઈમાં મહેંકતા જોયાં તા શ્યામ તમને
દરેક સજીવ અને નિર્જીવમાં ચહેંકતા જોયાં તા શ્યામ તમને
વૈષ્ણવોના ગૃહોમાં બિરાજતા જોયાં તા શ્યામ તમને

-તો તમે શીદને કહો છો કે શ્યામ તમે ક્યાંય જતાં નથી

આપ કહો છો કે હું ગોકુળ છોડીને ગયો પણ
આપ જ્યાં જ્યાં જાઓ છો ત્યાં ત્યાં એક નવું ગોકુળ વસાવો છો
નવું ગોકુળ વસાવીને આ દાસીના હાથની સેવા સ્વીકારો છો

-તો તમે શીદને કહો છો કે શ્યામ તમે ક્યાંય જતાં નથી.

 

પૂર્વી મોદી મલકાણ … (યુ એસ એ)..

 

બ્લોગ લીંક : http://das.desais.net
emai: [email protected]

 

‘શીદને કહો છો શ્યામ …’  આજની પોસ્ટ ‘દાદીમા ની પોટલી’ પર મોકલવા બદલ અમો પૂર્વિબેન મોદી મલકાણ (યુ એસ એ ) ના અંતરપૂર્વકથી આભારી છીએ.  

 

આજની પોસ્ટ આપને પસંદ આવી હોય તો આપના અમૂલ્ય પ્રતિભાવ બ્લોગ પોસ્ટ પર મૂકી આભારી કરશો., આપના દરેક પ્રતિભાવ અમોને માર્ગદર્શક તેમજ પ્રેરણાદાયી બની રહે છે તેમજ લેખિકાની કલમને બળ પૂરે છે.  આભાર … ! ‘દાદીમા ની પોટલી’.

ફેશબુક દ્વારા બ્લોગ પોસ્ટ પર આપની કોમેન્ટ્સ અહીં મૂકવા વિનંતી છે.....

 • Prabhudas.Pokar

  બહુ જ સરસ મજા આવી.

 • Shobha

  સુંદર ગદ્યાર્થ છે પૂર્વી. કૃષ્ણની લીલાને આ રચનાથી મહેસુસ કર્યો. તેમના નામમાં

 • P Doshi

  પૂર્વી સુંદર ભાવનાયુક્ત ભાવોનું પદ્ય રૂપે દર્શન થયાં. પ્રત્યેક લાઇનનાં શબ્દોમાં કૃષ્ણલીલા સજીવન થઈ જાય છે.

  Doshi

 • Ramesh Patel

  શ્રી કૃષ્ણમય મન ભગવાનની લીલાનાં કેટલા ભાવથી રસદર્શન કરાવે છે.

  સુંદર ભજન.

  રમેશ પટેલ(આકાશદીપ)