શિક્ષાપત્ર ૧૧મું … અને (૧૧) સૂરદાસ હમ લઈ શ્યામ શરણ યમુનાકી … (પદ)…

શિક્ષાપત્ર ૧૧મું …
આજના  શિક્ષાપત્ર તરફ આગળ વધીએ તે પૂર્વે આપણે દસમાં શિક્ષાપત્ર ને જોઈએ તો, દસમાં શિક્ષાપત્રમાં આઠ શ્લોકથી નવ પ્રકારનાં દુઃખોનું નિરૂપણ કરાયું છે. શ્રી હરિરાયજી અજ્ઞા કરે છે કે,પ્રભુ પોતાના અંગીકૃત જીવોને  આનંદનું દાન આપવા માટે તેમના દુ:ખ દુર કરીને નવ પ્રકારની  આર્તિ આપે છે .  “અહિતં નિજ ભક્તાનાં વિધાતિ હરિનિંહ” પ્રભુ પોતાના ભક્તોનું કદાપિ અહિત કરતા જ નથી.
અને ! અગિયારમાં શિક્ષાપત્રમાં છ શ્લોકથી પ્રભુનાં ગુણગાન દુઃખ ભાવન-સેવા કરતાં કાંઈ જ, કશુંજ નથી બનતું તેવી ભાવના, દીનતા અને ત્યાગ આ ચાર આપણા વૈષ્ણવોનાં ભક્તોનાં કર્તવ્યો છે. તે આચાર્યચરણ શ્રી હરિરાયજી સમજાવે છે.

 

પહેલા શ્લોકમાં,

 

સર્વદા સર્વભાવૈક હેતુભૂતેષુ સર્વથા |
શ્રીમદાચાર્ય પાદેષુ સ્થાપ્યતાં તન્મયં મન: ||૧||
હંમેશા સર્વ ભાવના મુખ્ય હેતુરૂપ શ્રીમહાપ્રભુજીનાં ચરણારવિંદમાં મન તન્મય કરી તેમાં સ્થિર કરવું.

 

હંમેશા સર્વકાળમાં, સર્વકામમાં સર્વ ભાવના કારણરૂપ શ્રીમહાપ્રભુજીનાં ચરણારવિંદમાં પોતાનું મન સ્થાપન કરવું ફક્ત એક એ જ ચરણારવિંદનો જ દ્રઢ આશ્રય કરવો. મન, વાણી અને કર્મથી શ્રીઆચાર્યચરણ શ્રીમહાપ્રભુજીનાં ચરણ કમળનો જ આશ્રય રાખવો.
બીજા શ્લોકમાં આજ્ઞા કરે છે કે, હૃદયમાં એવો નિશ્ચય કરવો. અને એ જ આશ્રય કરવામાં જ જીવનની કૃતાર્થતા રહેલી છે. તેનાથી બીજુ – વિરુદ્ધ કોઈ કહે અથવા એના જેવું નવુ વિરુદ્ધ કાંઈ કહે તો કહેનારને વાળ કરનારને બોલનારને આસુરી જાણવો.
શ્રીકૃષ્ણ: સર્વદા સ્મર્થ: સર્વલીલાસમન્વિત: |
ભક્તૈ હ્રદયસ્થાયી સકલ: પુરુષોત્તમ: ||
સર્વ લીલાયુક્ત શ્રીકૃષ્ણનું સદા-સર્વદા સ્મરણ કરવું. કલાયુક્ત તે પુરુષોત્તમ ભગવાન કેવળ ભક્તનાં હૃદયમાં નિત્યં બિરાજમાન છે. શ્રીકૃષ્ણ કલાત્મક છે રસાત્મક છે, ભાવાત્મક છે સ્વરૂપાત્મક છે તો આમ, કૃષ્ણની સર્વે લીલાસહિત ભક્તિ આવેશવાળા હૃદયમાં સંસાર ભરેલો રહે છે. એવા હૃદયમાં શ્રીપ્રભુ ના બિરાજમાન થાય. પ્રભુનું સ્મરણ
ગુણગાન તથા દુ:ખ ભાવનં દૈન્યમેવ ચ |
તથા ત્યાગ: સિદ્ધદશ: કૃત્યમેતચ્ચતુષ્ટયમ ||૪||
ગુણગાન, વિપ્રયોગની આર્તિ, દીનતા અને ત્યાગ – આ ચારેય સિદ્ધિન દ્રષ્ટિવાળાનાં કાર્ય છે.

 

ગુણગાનં ભાગવતાત સેવયા દુ:ખભાવનમ |
તદદૈન્યભાવવદ દૈન્યં ત્યાગો વિરહભાવત:  ||૫||
શ્રીભાગવતના પાઠ દ્વારા ગુણગાન કરવા, સેવા દ્વારા દુ:ખની ભાવના કરવી, દીનતાના ભાવથી દૈન્ય સિદ્ધ કરવું અને વિરહના ભાવથી ત્યાગ સિદ્ધ કરવો.,
શ્રીભાગવત આદિ ગ્રંથો દ્વારા પ્રભુનાં ગુણગાન કરવા. ગુણગાન વાણીને શુદ્ધ કરે છે. શ્રવણથી પ્રગટ થયેલો ભગવદ્ ભાવ કીર્તનથી સ્થિર થાય છે. ભગવદ્ ગુણગાનથી શ્રીપ્રસન્ન થાય છે. પ્રભુની કૃપા વિના પ્રભુનું ગુણગાન પણ શક્ય નથી. વૈષ્ણવે પ્રભુના આનંદ માટે નિ:સ્વાર્થ ભાવે, નિરપેક્ષ ભાવે ગુણગાન કરવું.
સેવા કરતાં કરતાં, કશું જ નથી બનતું, શ્રીપ્રભુને ઉત્તમોઉત્તમ સામગ્રી સિદ્ધ કરવાની ભાવના જાગે પરંતુ સગવડ ન હોય, સાનૂકુળતા ના હોય, નિ:સહાય હોય અને એવી લાચારી નિ:સાધનતાના વિચારથી દુ:ખ ભાવની ભાવના થાય છે. નિ:સાધનતામાંથી દૈન્ય પ્રગટ થતાં અહંતામમતા છૂટવાથી લૌકિક આસક્તિ દૂર થાય છે. દીનતાના પરિણામે વિરહતાપ પ્રગટ થાય છે.
દીનતાવાળો થઇ સર્વત્યાગ કરી વિપ્રયોગની ભાવના વિપ્રયોગ ધર્મી સ્વરૂપનો આંતર અનુભવ થાય આ ફળરૂપ સાધન સિદ્ધ થયા પછી બીજા સાધનની અપેક્ષા રહેતી નથી અને આ ચાર ફળરૂપ પદાર્થ સત્સંગથી જ સિદ્ધ તાહ્ય. તેથી સર્વનું મૂળ સત્સંગ છે, જેનું નિરૂપણ છટ્ઠા શ્લોકમાં કહેવાય છે.
સત્સંગ માટે ભાગવતજીમાં પ્રથમ સ્કંદમાં શ્રી શૌનકજીનું વાક્ય છે.
“તુલમાય લવેનાપિ ન સ્વર્ગ નાપુનર્ભવમ |
ભગવત્સંગિ સંગસ્ય માર્ત્યાનાં કિમુતાશિષ: || (૧-૧૮-૧૩)
ભગવાનના ભક્તના સંગની ક્ષણ બરોબર સ્વર્ગ અને મોક્ષ પણ નથી, તો તેની સાથે મનુષ્યના મનોરથરૂપ રાજ્વાદિકની તુલના ના થાય ….
વધુ સ્પષ્ટતા તથા જાણકારી માટે શિક્ષાપત્ર ગ્રંથનો સંદર્ભ જરૂર કરવો., જેથી સંપૂર્ણ માર્ગદર્શન મેળવી શ્રદ્ધા ને વિશ્વાસ વધારી સેવા ફળ સાર્થક કરી શકાય.

 

લેખક સંકલન-વ્રજનિશ શાહ BOYDS-MD-U S A
[email protected]
[email protected]
ઇ મીડિયા સંલેખ પ્રાપ્તિ પૂર્વી મોદી મલકાણ – યુ એસ એ..
નોંધ:- વાંચકો અને વૈષ્ણવોને વિનંતી કરવામાં આવે છે કે જો આપને કોઈપણ બાબત સમજમાં ન આવે તો આપ અમને e mail દ્વારા પૂછી શકો છો.
પુષ્ટિ વિશેષ : મૂળ પોસ્ટ ના અંતમાં આપને હંમેશા એક પુષ્ટિ પદ -અથવા કોઈ  વિશેષ જાણકારી માણવા મળે તેવી અમારી નમ્ર કોશિશ રહેશે… 
બ્લોગ લીંક:  http://das.desais.net ‘દાદીમા ની પોટલી’
email: [email protected]
========
૧૧)  સૂરદાસ હમ લઈ શ્યામ શરણ યમુનાકી … (પદ) …
રાગ-આશાવરી …

 

ઉપરોક્ત પદ સૂરશ્યામની રચનાવાળું છે જેની રચના સ્વયં શ્રી દેવદમન શ્રીનાથજીબાવાએ કરી છે.

 

હમ લઈ શ્યામ શરણ યમુનાકી, તિહારે ચરણ મૈયા લાગો રી ધ્યાન ।
માતા તિહારી સંજ્યા તારન, પિતા તિહારે સૂરજ ભાનુ;
ધર્મરાય-સે બંધુ તિહારે, પતિ તિહારે શ્રીભગવાન ।।૧।।

 

ઊંચે નીચે પર્વત કહિયેં, પર્વતરાયે પાષાણ ।
સાત સમુદ્ર ભેદ કેં નિકસી, એસી હૈ શ્રીયમુનાજી બલવાન ।।૨।।

 

બ્રહ્મા જાકો ધ્યાન ધરત હૈ, પંડિત વાંચત વેદ પુરાન ।
જોગી જતિ સતી સંન્યાસી, મગ્ન ભયે તિહારે ગુણગાન ।।૩।।

 

જૈસે તુરંગ ચલત ધરણી પર, તૈસે ભવરા કરત ગુંજાર ।
‘સૂરશ્યામ’ આધીન તિહારે જય જનની મૈયા કરની કલ્યાન ।।૪।।

 

ભાવાર્થઃ
અષ્ટસખાઓમાં શ્રી સૂરદાસજીને ગોલોકધામ જતાં પહેલા સવાલાખ પદો રચવાની મનોકામના હતી. તેમણે ૧ લાખ પદો પૂર્ણ કર્યા ત્યારે તેમને ખ્યાલ આવ્યો કે હવે ટૂંક સમયમાં જ તેમણે ભૂતલનો ત્યાગ કરવો પડશે. ત્યારે તેઓ વિચારી રહયા હતાં કે મારી મનોકામના સવાલાખ પદોની હતી હવે તે મનોચ્છા કેવી રીતે પૂર્ણ થશે? એકવાર એક રાત્રિએ જેમ પ્રભુની ઈચ્છા હશે તેમ જ થશે તેમ કહી પોતાની સમસ્ત મૂંઝવણ પ્રભુચરણોમાં મૂકી સૂઈ ગયા. બીજે દિવસે જ્યારે તેઓ પદોની રચના કરવા બેઠા ત્યારે તેમણે જોયું કે “સૂરશ્યામ”ની છાપ નીચે ૨૫૦૦૦ પદો તેમાં ભળી ગયાં છે તે જોઈને શ્રી સુરદાસજીને ખ્યાલ આવી ગયો કે પોતાનાં સવાલાખ પદોની ભાવનાને પણ પ્રભુએ આકાર આપી તેની ઈચ્છા પૂર્ણ કરી દીધી છે.

 

શ્રી સૂરદાસજીએ સૂર, સૂરદાસ, સુરસાગર, સૂરરસસાગર એવા નામથી અનેક પદોની રચના કરી છે જેમાં સૂરશ્યામવાળા પદો સ્વયં શ્રી દેવદમન શ્રીનાથજી બાવાનાં શ્રી હસ્તે રચાયેલ છે, અને ઉપરોક્ત પદ પણ તેમાંનું એક છે. ‘સૂરશ્યામ’ શ્રીયમુનાજીની વધાઈનું આ પદ ‘સૂરશ્યામ’ ની છાપનું છે.
હે સૂર્યસૂતા યમુને મૈયા! અમારું ધ્યાન તમારાં ચરણોમાં લાગેલું રહો. આપના પતિ પ્રભુ સ્વયં છે. આપના માતા સંજ્ઞાદેવી છે, આપના પિતા આધિદૈવિક સૂર્યદેવ છે, અને આપના વીરા ધર્મરાજ શ્રીયમદેવ છે. પરંતુ આપ શ્રી પાષાણોમાંથી ઊછળતાં-કૂદતાં, સાત-સાત સમુદ્રોને ભેદીને ભૂતલ પર અવતરીત થયા છો અને  ભૂતલ પર પાલક પિતા પર્વતરાય હિમાલયના કલિંદ શિખર પર જન્મીને કાલિંદી બન્યાં છો. ઊછળતી કૂદતી કન્યા જેમ વિલાસપૂર્ણ આનંદિત ગતિએ પતિનાં ઘર તરફ જાય તેમ આપે પણ કાલિંદી બન્યાં બાદ હીમવાન પિતા કલિંદની ગોદ છોડીને વ્રજ તરફ પ્રયાણ કર્યું છે. પરમપિતા બ્રહ્માજી આપનું ધ્યાન ધરે છે. વેદ-પુરાણ ભણતા પંડિતો, યોગી, જતિ, જોગીઓ, અને સંન્યાસી સૌ આપના ગુણગાનમાં ગાતા કહે છે કે જેમ ધરતી પર રેવાલ અર્થાત અશ્વ ચાલે, તેમ આપ વ્રજની ભૂમિ તરફ પધારી રહ્યાં છો. જેની લહેરોમાં મધુસૂદન (ભ્રમરો અને અહીં ભ્રમર રૂપી શ્રી બાલકૃષ્ણ પોતે પણ ) ગુંજારવ કરે છે, એવાં શ્રીયમુનાજી…. આપનો જય થાઓ શ્રી શ્યામસુંદર પણ જેને આધીન છે તેવા હે શ્રીયમુને મૈયા આપ સૌનું કલ્યાણ કરો. શ્રી સૂરદાસજી આ પદ દ્વારા કહે છે કે સદાયે ભક્તોનું કલ્યાણ કરનારી એવી શ્યામસ્વરૂપા શ્રીયમુનાજીનું શરણ મે ગ્રહણ કર્યું છે.

 

પુષ્ટિમાર્ગીય કીર્તન સાહિત્યનાં આધારે…
પૂર્વી મોદી મલકાણ (યુ એસ એ)
પુષ્ટિમાર્ગીય સાહિત્ય અને તેની વિશેષ જાણકારી આપવા  માટે અમારી આ નમ્ર કોશિશમાં આપના તરફથી કોઈ જ સૂચન હોય તો વિના સંકોચ બ્લોગ પોસ્ટ પર અથવા સાથે દર્શાવેલ ‘દાદીમા ની પોટલી’ ના ઈ મેઈલ દ્વારા અમોને જાણ કરી શકો છો. આપના પ્રતિભાવ અને સૂચન નું સદા અમારા બ્લોગ પર સ્વાગત છે.
આજની પોસ્ટ ‘દાદીમા ની પોટલી’ પર મોકલવા બદલ અમો શ્રી વ્રજનીશભાઈ શાહ – BOYDS-MD-USA તેમજ પૂર્વી મોદી મલકાણ (યુ એસ એ ) ના અંતરપૂર્વકથી આભારી છીએ. 

ફેશબુક દ્વારા બ્લોગ પોસ્ટ પર આપની કોમેન્ટ્સ અહીં મૂકવા વિનંતી છે.....

 • Res,.Sri Ashokbhai
  Showing respect from bottom of the heart to you.Realy you had repreasented the “SHIKSA PATRA” very very nicely for reader and viewers of the ‘Samast Vaishnav Shrysthi’.’Shiksapatra’ is publice in ‘Pushti Prasad’ from 2007 to till.Over all 41 Shaiksapatra,we are going to cover in the blog ‘Dadimani Potli’.
  We all are very thankfuls for Smt Purviban who is repreasenting the ‘Pushti Kirtan Shahitia’
  I lkie request to all readers and viewers Pl,. pass this link to your vaishnavs friends too.
  By this way we doing the seva of ‘Thakorji’ too.Pushti Shahitia Seva is the part of Sriji Seva.
  Hopping all well.
  Sweet Regards.
  &
  JSK…
  Vrajnish Shah
  ‘Pushti Prasad’
  [email protected]

 • purvi

  બહુ સુંદર લખાયું છે અશોકજી