(૧) હે આત્મન્ … અને (૨) થઇ ગયો … (રચનાઓ) …

(૧) હે આત્મન્ … અને (૨) થઇ ગયો … (રચનાઓ) …
– લા ‘કાન્ત …

 

(શ્રી લક્ષ્મીકાંતભાઈ (૬૫ વર્ષ) (નુખ-પંડિત પૌત્રા) ‘કંઈક’, સ્વભાવે ખૂબજ સરળ અને નિખાલસ છે. અને સાચુક્લાપણું તેમનો મૂળ સ્વભાવ- ગુણ છે. તેઓ વર્ષોથી નિયમિત રીતે પોતાની ડાયરી લખવાનો નિયમ ધરાવે છે, એમાંથી એમને લખવાની પ્રેરણા મળી અને સાહિત્ય પ્રત્યેના લગાવ અને રુચિએ એમને લખતાં રાખ્યા. પોતાના અનુભવોને તેઓ શબ્દોના આભૂષણ દ્વારા શણગારી રહ્યા છે.
તેમના પ્રયાસોમાં પુષ્પાબેને પણ તેમને સાથ અને સહકાર આપ્યો અને જે ‘કંઈક’ સૂઝ્યું, જે ગમ્યું, તે તેમણે લખ્યું છે. આધ્યાત્મ તરફના એમના વલણે એમને વિધાયક દ્રષ્ટિ બક્ષી છે એટલે પોતાના નિજાનંદ ખાતર જ તેમણે આ શોખ કેળવ્યો અને નિજાનંદમાં મસ્ત રહે છે. ઈશ્વર પર્ત્યેનો અનુરાગ પણ તેમની કૃતિમાં અનુભવશો. તો ચાલો આજની  પહેલી  રચનામાં  ‘પુષ્પાબેન’ પ્રત્યે વ્યક્ત કરેલ  ભાવ  ને જાણીએ …)

 

 

(૧) હે આત્મન,

 

તું મારો આયનો છે, “પુષ્પા’, મારા ખુશીના વાનાં ક્યાં છે છાનાં?
એના ન હોય કરાર કોઈ, દીધું, કર્યું, માણ્યું એ જ આનંદ-વાનાં !
સદનસીબી છે, મારી કે તુજ સુધી પહોંચવા શબ્દો મળ્યા મઝાના,
ઉજાળ્યો છે, સમૃદ્ધ કર્યો છે, મને અનેક રીતે, ‘ઑ’ જાન-એ-જાના’,
આ જે ચમક છે, મારા અનોખા વ્યક્તિત્વની, છે તારા જ કારનામા,
ખુદને તપાવી, કથીરમાંથી સુવર્ણ-મુદ્રા ઉપસાવી,’જાન-એ-જાના’.
જ્યારથી સંબંધાયો સંગ તુજ, ભાળું સઘળે તું, તું ને તું જ જાના,
તું આવીને વસી તો જો, આ આહલાદક અજબગજબ માહોલમાં,
“હું છુ માત્ર”નો એહસાસ કઇંક જીવંત થઈ ગયો, હવે ક્ષણે ક્ષણમાં.
છુટ્ટા છેડાનો અનંત વ્યાપ, પ્રસરતો રહ્યો, તો પમાયું ક્ષણમાત્રમાં.

 

 

(૨) થઈ ગયો …

‘કવિતા’ છે સંજીવની-તત્વ, હું એનો થઈ ગયો,
સહેજ એનો સ્પર્શ થયો, ખુશી-તરંગ થઈ ગયો,
એમ વિસ્તરીને હું તો ફૂલ-સુગંધ થઈ ગયો,
અને પછી વાતાવરણ હું છેક નિર્બંધ થઈ ગયો.
લહેર લાલ લોહીની નસનસ અનંત થઈ ગયો!
ઠર્યો ભીતરમાં તો, સરલ જલ-તરંગ થઈ ગયો.
શ્વેતલતા, શીતલતા ફોરાંની અનંત થઈ ગયો.
ક્ષણોની હરફર સંવારી, હું તો ઉમંગ થઈ ગયો-
સદા સળગતી શ્વાસોની સતત આગ છે “કઇંક”,

સદા ઝળહળ સૂરજની એમ અનંત થઈ ગયો!
[કઈંક]

સાભાર: લક્ષ્મીકાંત ઠક્કર …
La’KANT,[L.M.THAKKAR , Res.Phone:0251-2450888] / 09320773606]

 

બ્લોગ લીંક: http://das.desais.net
email: [email protected]

 

આજની બે રચનાઓ ‘દાદીમા ની પોટલી’ પર મોકલવા બદલ અમો શ્રી લક્ષ્મીકાંતભાઈ ના આભારી છીએ…  !  આ અગાઉ આપણે અહીં જ્ તેમની બે રચનાઓ પણ માણેલ. આજની પોસ્ટની  બંને  રચનાઓ આપને પસંદ આવી હોય તો આપના પ્રતિભાવ જરૂર બ્લોગ પોસ્ટ પર મૂકશો, જે સદા લેખક/કવિશ્રી ની કલમને બળ પૂરે છે. … આભાર ! ‘દાદીમા ની પોટલી’

ફેશબુક દ્વારા બ્લોગ પોસ્ટ પર આપની કોમેન્ટ્સ અહીં મૂકવા વિનંતી છે.....

  • પ્રતિભાવ જ કૃતિકાર માટે અગત્યના નીવડે… ફરી પાછા વધુ … ઉત્સાહિત થઇ લખાતું રહે..!
    ‘શેર’ થતું રહે…. વિચારોને ગતિ મળે…
    સ્પીરિચ્યુઅલી….ઉંચે ઉઠાવાની પ્રક્રિયા…સ્વ-સંવાદ, અંતર-ભાવ….આત્મ-પરીક્ષણ…-નિરીક્ષણ….દ્વારા કાળ-ક્રમે કેળવી શકાતી હોય છે…વિચારોની સ્પષ્ટતા…હળુ હળુ આવતી જાય છે.
    ભીતર નો આયનો….જરૂર સહાયક નીવડે છે…સ્વાનંદના અધિકારી બનવા તરફ ગતિ-પ્રગતિ સાધી શકાય છે….ધ્યાન-પ્રક્રિયા દ્વારા.. એવું અનુભવાયું છે…તેને લગતી કૃતિઓ/રચનાઓ અહી મૂકવા માટે મોકલતો રહીશ…આભાર દાસભાઈ… રહેશે…
    લા’કાન્ત / ૧૦-૭-૧૨