પ્રિય …(રચના) …

પ્રિય … (રચના) …

(આજે ઘણા સમય બાદ ફરી આપણે શ્રીમતી પૂર્વી મલકાણ – મોદી -(યુ.એસ.એ.) દ્વારા મોકલેલ એક સુંદર રચના … પ્રિય … અહીં આજે બ્લોગ પોસ્ટ પર માણીશું., આ અગાઉ આપણે તેમના દ્વારા મોકલેલ લેખ – રચના  તેમજ  રસોઈ ની સુંદર રેસિપીઓ પણ જાણેલ અને  માણેલ. તેઓશ્રી અમેરિકામાં હાલ રહે  છે અને ત્યાં ‘પુષ્ટિપ્રસાદ’ પુષ્ટીય માર્ગ (વૈષ્ણવ સંપ્રદાય) ના સામયિકમાં અવિરત પોતાના લેખ આપે છે. આ ઉપરાંત તેઓ વૈષ્ણવ પરિવાર તેમજ સતસંગ સામાયિક માટે પણ લેખ લખે છે. ….. અમારી વિનંતીને માન આપી તેઓશ્રી એ આજરોજ મોકલેલ તેમની રચના બદલ અત્રે અમે તેમના  અંતરપૂર્વક ના આભારી છીએ…)

પ્રિય …

priye

પ્રિયને ખોઈ પ્રિયમાં ખોવાણી
ખુદને ખોઈ ખુદમાં ખોવાણી
સમીપની સાથે સમીપમાં રહીને
સંગ કેરા સંગના વૈભવ કેરા રસ્તામાં
નાની નાની કેડીઑ મળતી ચાલી
સુંદર શા સાથને માણતી ચાલી
પ્રેમની આહટને સાંભળતી ને સંભાળાવતી ચાલી
કોણ કહે છે કે આ રસ્તો અકારો છે
પ્રિયનો હાથ પકડીને ચાલો તો આગળ આકાશ છે.
-પૂર્વી મલકાણ – મોદી-  (યુ.એસ.એ.)

 

ફેશબુક દ્વારા બ્લોગ પોસ્ટ પર આપની કોમેન્ટ્સ અહીં મૂકવા વિનંતી છે.....

 • shobha

  when I read this poem I felt pure feeling of affection within a couple to live happily with each other and stay longer together thanks Purvi!!.

 • shobha

  when I read this poem I felt pure feeling of affection within a couple to live happily with each other and stay longer together thanks Purvi!!.

 • sjuneja

  ક્ષિતિજથી આકાશ સુધીના પગલાંમાં ભરી દીધા તમે સ્નેહના ખાલી પડછાયા પૂર્વી બેનની આવી રચનાનો સ્વાદ પહેલી વાર માણવા મળ્યો. આ એક નાનકડી વાતમાં કેટલી મોટી વાત કરી દીધી હમણાં થોડા સમય પહેલા મારી દીકરીના લગ્ન થયાં આ વાત વાંચીને એવું લાગ્યું કે આ વાત તમે મને જ કહી રહ્યા છો દીકરીઓનું ભાગ્ય પણ એવું જ હોય છે. પ્રિય એટ્લે કે પિયરિયાને ખોઈ પ્રિય એટ્લે કે સાસરિયાં ને વરમાં જ સમાવવાનું હોય છે. સરસ સરસ અને બસ સરસ જ વધુ શું કહું ? પણ ખાસ કરીને Thank you અશોક ભાઈ તમે મારી ઇચ્છા પૂરી કરી દીધી. પણ આવી સરસ રચના પછી લાલચ વધતી જાય છે આશા છે કે બીજી રચનાઓનો પણ સ્વાદ માણવા મળશે.

 • એક તેરા સાથ હમ કો દો જહાં સે પ્યારા હૈ ,તું હૈ તો હર સહારા હૈ .
  અતિ સુંદર રચના . જય શ્રી કૃષ્ણ .

 • Nili

  ati sundar maja aavi gai. mane chelli line bahu j gami. so beautyful …
  કોણ કહે છે કે આ રસ્તો અકારો છે

  પ્રિયનો હાથ પકડીને ચાલો તો આગળ આકાશ છે.