હૃદયમાં રામ રમજો … (રચના)

હૃદયમાં  રામ રમજો  … (રચના)
હ્રદય માં રામ રમજો
રામ હ્રદય માં રમજો મારા, હરિ હ્રદય માં રમજો નાથ…
ભવ સાગર માં જીવ ભટકતો, મારૂં મારૂં કરિ ને મરતો
મોહ માયા થી દૂર હટાવો,   પડ્યો તમારે શરણે નાથ..
માતા તું છે તાતા તું છે,  સકળ જગત નો દાતા તું છે
હું હું કરતો હું હરખાતો,    એ અભીમાન મિટાવો નાથ..
અતિ અભિમાને અંધ બન્યો છું,  ભોગ વિલાસ નો ભક્ત બન્યો છું
સકળ જગત ની માયા ત્યાગી,   તુજ માયા માં લિપટાવો નાથ…
દીન “કેદાર” પર દયા દરસાવો,  નારાયણ તમે નેહ વરસાવો
જપું નિરંતર જાપ તમારાં,    મુજ અધમ ને ઉધ્ધારો નાથ…
રચયિતા
કેદારસિંહજી મે જાડેજા
ગાંધીધામ  કચ્છ.
www.kedarsinhjim.blogspot.com
.
ભજન …
સ્વર : લતા મંગેશકર
.
(૧) શ્રી રામચંદ્ર કૃપાલુ ભજ મન … (ભજન)

.

.
(૨) પાયોજી મૈને રામ રતન ધન પાયો … (ભજન)
.

ફેશબુક દ્વારા બ્લોગ પોસ્ટ પર આપની કોમેન્ટ્સ અહીં મૂકવા વિનંતી છે.....

 • જય પટેલ

  શ્રી રામનવમીના પાવન દિને સર્વે સંગીત ચાહકોને વધાઈ.

  શ્રી રામજીના ભજન અને તેમાંય શ્રી ભીમસેન જોષીના સ્વરમાં હોય તો દિવ્યતાનો અહેસાસ થયા વગર રહે નહિ. સુશ્રી લતાજીની ગાયિકીમાં આત્મા છે પણ ભીમસેન જોષીની ગાયિકીમાં દિવ્યતા છે…કાશ આપે શ્રી ભીમસેન જોષીનું એકાદ ભજન મુક્યું હોય તો મજા આવી જાત..આભાર.

 • અશોકભાઈ તમે રામનવમી ના પાવન તહેવાર પર કેદારસિંહજી ની સુંદર રચના મુકી છે .

 • આજે ‘રામ નવમી’ ના દિવસે આવી સરસ ભગવાન શ્રીરામની ભક્તિ રચના માણવા મળી, ખૂબજ આનંદ થયો.

 • Ramesh Patel

  રામનવમી નિમિત્તે આપે સુંદર રચના મુકી..
  Ramesh Patel(Aakashdeep)

 • ડૉ. કિશોરભાઈ એમ.પટેલ

  આદરણીયશ્રી. અશોકકુમાર ” દાસ ”

  રામનવમી નિમિત્તે આપે સુંદર રચના મુકી

  મનભાવન આનંદ અમને આપ્યો છે,

  તમારા પરિવારને મારા તરફથી અંતરની શુભકામનાઓ.

  વળી આપના વિશે લખુ તો ” દાસ ” શબ્દને ઉલટાવીને વાંચીએ

  ” સદા ” પ્રભુના ” દાસ ” બનીને કાર્ય કરતા રહો.

  ડૉ.કિશોરભાઈ એમ.પટેલ