કોણ પરખે ? …(રચના)…

કોણ પરખે ? …(રચના)…

.

કોઇ પરખી શકે પરમેશ્વર ને, એતો માનવ ની તો મજાલ નથી
પણ ભાવ ધરી ને ભક્તિ કરે, તો દામોદર જી દુર નથી…

લંકેશ વિંધાણો વેદી હતો, દસ શિશ ચડાવ્યા શંકર ને
નિજ ભક્ત ને ભ્રાત ની લાત પરી, આમાં વૈદેહી ની વાત નથી…

હણવા હરણાકંસ રાક્ષસ ને, અવતાર ધર્યો સ્થંભ ફાડી ને
એતો પાપ વધ્યુંતું  પૃથ્વી  ઉપર, પ્રહલાદ પર બસ ઉપકાર નથી…

શબરી સુગ્રિવ ને કેવટ ની, આરદ અવધેશે ઉરમાં ધરી
પ્રભુ ચૌદ વરસ  વનમાં વિચર્યા, આમાં કૈકેઇ નું કૌભાંડ નથી…

આવે જ્યાં યાદ યશોદાની, નયનો ના નિર ના રોકી  શકે
ગીતા નો ગાનારો ગોવિંદો,   મોહન માયા થી દુર નથી…

સુરદાસ સુદામા નરસૈયો, તુજ નામ થકી  ભવ પાર થયા
તેં ઝહેર મીરાં ના પી  જાણ્યા, “કેદાર” શું તારો દાસ નથી…

.

રચિયતા :
કેદારસિંહજી મે જાડેજા
ગાંધીધામ – કચ્છ
www.kedarsinhjim.blogspot.com

ફેશબુક દ્વારા બ્લોગ પોસ્ટ પર આપની કોમેન્ટ્સ અહીં મૂકવા વિનંતી છે.....

 • ડૉ. કિશોરભાઈ એમ.પટેલ

  શ્રીમાન.

  આપશ્રી.

  સામાજિક બાબતોને ધ્યાનમાં લઈ સાચે જ સરસ રચના મુકેલ છે,

  ” રામ” ને બદલે ” મરા-મરા ” બોલીને પણ ભવસાગર પાર કરેલ છે.

  કિશોરભાઈ પટેલ