સમજાવો ને સાર … (રચના)

સમજાવો ને સાર … (રચના)

હવે પ્રભુ સમજાવો ને સાર જી
તમે શું આવો રચ્યો’તો સંસાર…

માનવ કૂળ માં જન્મ ધરિને, શું મેળવીયો સાર
સગા ભાઇનું સારૂં ભાળી ને, સળગે છે સંસાર…

જળ ને નાથ્યા સ્થળ ને લાંઘ્યા, વસૂનો કિધો વેપાર
ગરીબો ને ગાળો દેતો પણ, ખાતો મોટા નો માર…

મંદિર જાતો પણ માન ખાવા ને, દાન માં કરતો દેખાવ
પૈસા ખાતર પર ને પીડે, પાછો દેખાડે ખૂદને દાતાર…

કથા કિર્તન નો સાર ન જાણે, ભાષણ માં હોંશિયાર
ભજન માં જાતાં ભોંઠપ આવે, દેવ એનો કલદાર…

એક અરજી સાંભળ હરજી, આ દીન ની દીન “કેદાર”
તુજ માં મુજને લીન કરી દે, નથી સહેવાતા માર

રચિયતા
કેદારસિંહજી મે જાડેજા
ગાંધીધામ  કચ્છ.
www.kedarsinhjim.blogspot.com

ફેશબુક દ્વારા બ્લોગ પોસ્ટ પર આપની કોમેન્ટ્સ અહીં મૂકવા વિનંતી છે.....

 • dilip Gajjar

  Sunder Rachana..
  હવે પ્રભુ સમજાવો ને સાર જી
  તમે શું આવો રચ્યો’તો સંસાર…
  haji tena bhakt ane saatvik vtuttina manaso chhe..j..
  jagat temna lidhe jivan jivvanu temna lidhe man thay
  ane satya ane satva thaki punya vade taki chhe j..
  sunder blog ane rachanao..

  • શ્રી દિલીપભાઈ,

   આપની મૂલાકાત અને આપે મૂકેલા પ્રતિભાવ બદલ આભાર !

   આપની વાત સાચી છે, સત્ થોડું પણ હશે ત્યાં સુધી સૃષ્ટિ ટકવાની જ ! અને તે છે તેથી તો ટકી છે.