હાલરડું – “કાકુ”

હાલરડું -“કાકુ”

‘માધવ’ તારી પતંગ જેમ, ઝાડમાં બરાબર ફસાયો સુરજ

ડાળીએ ડાળીએ જુલે જાણે દાદીના હાથમાં જુલે ‘માધવ’

સૂરજ ગબડ્યો ડુંગર પાછળ, જાણે સોનું બધુંય સરકી ગયું

દાદીના હાથમાંથી છટકી,’ માધવ’ ચડ્યો અગાશી ઉપર

ધીરેથી ચાંદાને કહ્યું, સૂરજ ગયો, આવીજા તું ઉપર

પાછળથી દાદાજીએ સાંભળી વાત છાની છાની

જકડી બાહોમાં ‘માધવ’ને ને લીધી એક ચુમ્મી

અગાશીમાં હાલરડું ગાઈ હવા ધીમી ધીમી

‘માધવ’ને નીંદર આવે મીઠી મીઠી…

રચિયતા : ‘કાકુ’

સાભાર : – http:kaku.desais.net (સ્વરચિત કવિતાનો બ્લોગ)

ફેશબુક દ્વારા બ્લોગ પોસ્ટ પર આપની કોમેન્ટ્સ અહીં મૂકવા વિનંતી છે.....

 • ધીરેથી ચાંદાને કહ્યું, સૂરજ ગયો, આવીજા તું ઉપર…
  જો બોલાવ્યા તમે આવી રીતે,

  તો, “ચંદ્ર” કેમ એનો ઈનકાર કરે ?

  “ચંદ્ર” પ્રકાશે છે ચાંદની આકાશે,

  લઈ “દાદીમાની પોટલી” છે અશોક આકાશે,

  હવે તો, મિત્રતામાં “ચંદ્ર” અને “અશોક” રમે,

  તારલાઓને એ જોવું ખુબ જ ગમે !

  >>ચંદ્રવદન
  DR. CHANDRAVADAN MISTRY
  http://www.chandrapukar.wordpress.com
  Thanks for your visit/comment for the Post on Gandhiji !

  • ડૉ. ચંદ્રવદનભાઈ,

   આપે અમારા માટે મૂકેલી પંક્તિઓ વાંચી અમોને ભાવવિભોર કરેલ છે. આપના ભાવ બદલ આભાર.

   ખબર નથી કે આપની મિત્રતાને માટે કેટલો લાયક છું, પરંતુ તે જાળવવાની કોશીશ જરૂર કરીશું.

   આભાર !