રાજા રામ…(ભજન)

શું હું કવિ છું ?…

.

કોઇ પણ કાવ્ય – ભજન – ગરબા રચનાર ને કવિ કહેવામાં આવે છે, અને રચયિતા પણ પોતાને કવિ માને છે, આ મારૂં અંગત માનવું છે. કોઇ કટાક્ષ નથી, પણ હું મારી જાત ને કવિ રૂપે આપની સમક્ષ રજુ કરવા માંગતો નથી,કારણ કે “રામ ચરિત માનસ” જેવા મહા ગ્રંથ ના રચયિતા સંત શિરોમણિ તુલસીદાસજી મહારાજ કહેતા હોય કે “કવિ હું ન મેં ન ચતુર કહાવું, મતિ અનુરૂપ હરિ ગુન ગાઉં” તો પછી મારી શી વિસાત ? મારા ગુરૂ સમાન કવિ શ્રી “દાદે” મારા “દીન વાણી” નામક નાના એવા સંગ્રહ માં લખ્યું છે કે ઇશ્વર ની આરાધના માટે કોઇ ચમત્કૃતિ ન હોય,પ્રાસ મેળ ના અંકોડા ભિડેલ ન હોય, છતાં ભજન એ ભજન છે, ભજન કોઇ કાવ્ય શાસ્ત્રની કસોટીએ ચડાવવાની ચીજ નથી, ભજન કાવ્યને પૂનરોક્તિ દોષ, કે શબ્દ દોષ લાગતો નથી, એમ કાવ્ય શાસ્ત્ર ના વિદ્વાનો કહે છે.

“નીરસાપિ કવેર્વાણી, હરિનામાન્કિતા યદિ સાદરં ગ્રહયતે તજગ્નૈ, શુક્તિર્મુક્તાન્વિતા યથા.”

અર્થાત: કવિ જનની વાણી નીરસ હોવા છતાં જો ભગવાન ના નામ થી અંકિત હોય તો ભક્તજનો નકામી છીપની અંદર રહેલા મોતીની પેઠે આદરથી સ્વિકાર કરે છે. જેમ તુલસીદાસજી લખે છે કે….

“આમિષ ખાત અનગ્રહ રહત, કાયા અપવિતર કૂરિ, રામ જટા સે જાટકી, જટાયુન કી ધૂરી”

જે ઘર વિનાનો, માંસાહારી,અપવિત્ર ગણાતી કાયા વાળો છે એવા જટાયુને ધૂળ માં તરફડતો જોઇને ભગવાન રામે પોતાની જટાથી જટાયુની ધૂળ ખંખેરી” ઇશ્વર તો ફક્ત ભાવ નો ભુખ્યો છે, એ ન્યાયે મારી રચનાઓમાં જો કોઈ ભૂલો, વ્યાકરણ ક્ષતી હોય તો …ક્ષમ્ય ગણી મારો ભાવ જોઇ ને સ્વિકારવા, ગાવા અને ભક્તિમય રહેવા વિનંતી.

એજ

કેદારસિંહજી મે.જાડેજા. સાથે એક ભજન….

.

રાજા રામ…

.

રાજા રામ…

રામ રામ રાજા રામ, ભાવે ભજન કરો સીતા રામ…

.

રામ નામનો મહિમા મોટો, સકળ જગત નો નાતો ખોટો

અંતે આવે એકજ કામ…

.

ધન દોલત તારી કામ ન આવે,માયા ઠગારી મન લલચાવે

અંત એળા વિસરાવે રામ…

.

રામ નામથી નાતો રાખો, હરપલ હરિ ના રસ ને ચાખો

અંત સમય મૂખ આવે રામ…

.

આખર સમયજો હરિ મૂખ આવે, યમદુતો ના ભય ને ભુલાવે

લક્ષ ચોરાશી છોડાવે રામ…

.

હરતાં ફરતાં ભૂધર ભજવાં, સ્વાસે સ્વાસે સમરણ કરવાં

રાખી હ્રદય રઘૂનાથ નું નામ…

.

દીન “કેદાર” ની એકજ અરજી, હૈયે હરદમ રાખો હરજી

શાને ન પાર ઉતારે રામ…

.

રચિયતા : શ્રી કેદારસિંહજી મે. જાડેજા (ગાંધીધામ-કચ્છ)

ફેશબુક દ્વારા બ્લોગ પોસ્ટ પર આપની કોમેન્ટ્સ અહીં મૂકવા વિનંતી છે.....

 • Read the Post of Ram Bhajan of Kedarji !

  દીન “કેદાર” ની એકજ અરજી, હૈયે હરદમ રાખો હરજી
  શાને ન પાર ઉતારે રામ!

  And these last words of Kedarji….says ALL.
  Keep Ram (God) Always within your Heart, & He is there for your Salvation !
  DR. CHANDRAVADAN MISTRY (Chandrapukar)
  http://www.chandrapukar.wordpress.com
  Ashokbhai..Thanks for your recent visit/comment on Chandrapukar !