થોડી પંક્તીઓ ..(કાવ્ય)…”કાકુ”

(આજ મારા બ્લોગમાં “કાકુ”- ઉષા દેશાઇ (લંડન.), ની સ્વરચિત રચના ની થોડી પંક્તિઓ …… જે મારા ભાભી છે, જે માણશો અને તમને પસન્દ આવી કે નહિ?., તમારો અભીપ્રાય તેમને જરુરથી જણાવસો. તેમની વધુ રચનામાટે… kaku.desais.net જે લિન્ક અત્રે આપેલ છે, ત્યાં પણ આપ સૌને પધારવા તેમનું આમંત્રણ છે… “કાકુ” )-‘દાસ’-અશોક દેશાઇ

સ્વાગતમ ….”કાકુ”

અંદરની ઉથલ પાથલ ને વિચારોના વંટોળથી,

ખર્યા જે શબ્દ પુષ્પો,

સજાવ્યા તેને છાબડી માં,

બસ એજ આપના સ્વાગતમાં…

********

મધમાખી …”કાકુ”

એવુ તે શું કહ્યુ મધમાખીએ ફુલોના કાનમાં,

કે હસી હસી ને ભરી દીધૂ મધ ફુલે તેના હાથમાં?

***********

વાત બધી મોટી…”કાકુ”

મોટાની વાત બધી મોટી, હું તો કહું છુ બસ અમથી

ઓલો સૂરજ સંધ્યા સંગ સુવે , ને ઉઠે બાહુમા ઉષાની!

નદીયુ સમર્પે ખુદને પૂરેપુરી પણ સાગરને ચાહત ચંદ્રની!

મોરલાની ફરતે ઘુમે ઢેલડી ને મોરલો ચાહે ઓલી વાદળી!

*******

તણાયા…”કાકુ”

એ ધસમસતાપ્રવાહને જોઇને, માત્ર જોવાજ ત્યા ગયા હતા

રમતમાં જ પગ પલાળ્યા ને , પુરેપુરા અંદર સરકી ગયા

થયુ’તુ કે તરી લઇશુ મોજ્થી,પણ આપણે તો તણાઇ ગયા!

કોઇ આજાણ્યા કિનારે નીકળ્યા, કોઇ ગેબી હાથ જાલી ને!!

******

સુંદર …”કાકુ”

સંપ્રદાયોની કરવતીથી ધર્મ કપાયો,

જે પછી વાડાઓ મા વટાયો,

ને ચર્ચાને ચકડોળે ચડાવ્યો!!

છાનોમાનો સુંદર ત્યાથી સરક્યો,

એ આભ થઇને ઉઠયો,પ્રુથ્વી થઇ ને પથરાયો.

એ પાણી થઇને વરસ્યો, અન્ન થઇને ઉગ્યો.

એ દિપક થઇને પ્રકાશ્યો,પ્રેમ થઇને પ્રસર્યો

વાડાને નાડે હજુ લટ્ક્યો નર બીચારો !!

એને ધરમ ના સમજાયો! ઇશ ના ઓળખાયો!

સાભારઃ ઉષા દેશાઇ… “કાકુ”

http://kaku.desais.net

ફેશબુક દ્વારા બ્લોગ પોસ્ટ પર આપની કોમેન્ટ્સ અહીં મૂકવા વિનંતી છે.....