ઘરગથ્થુ અને દેશી ઉપચાર…

ઘરગથ્થુ અને દેશી ઉપચાર…

સામાન્ય ઉપચાર

 

 • રોજ મુઠ્ઠીભર કાળાતલ ખાઇ તેનાં પર થોડુંક પાણી પીવાથી દાંત મજબુત બને અને વાળ ચમકીલા બને છે…

 

 • તલ ને વાવડીંગ દુધમાં વાટીને માથા પર લેપ કરવાથી આધાશીશી મટે છે.

 

 • ગાયનું ઘી આંખો પર ચોપડવાથી આંખની બળતરા મટે છે.

 

 • રોજ રાતે સુતી વખતે કાંસા(મિશ્ર ધાતુ)ની વાટકી થી ગાયનું જુનું ઘી પગ ના તળીયે ઘસવાથી ઊંઘ સારી આવે છે અને પગના તળીયા માં થતી બળતરા પણ શમી જાય છે.

 

 

કફ માટે દેશી ઉપચાર 

 

 • તુલસીનો રસ ૩ ગ્રામ, આદુંનો રસ ૨ ગ્રામ અને એક ચમચી મધ સાથે લેવાથી કફ મટે છે.

 

 • એલચી, સિંધવ,ઘી અને મધ ભેગા કરીને ચાટવાથી કફ મટે છે.

 

 • આદુંનો રસી,લીંબુનો રસ અને સિંધવ મેળવીને જમતાં પહેલા લેવાથી કફ, શ્વાસ અને ઉધરસ મટે છે.

 

 • દૂધ માં હળદર, ગોળ, મીઠું નાખી ગરમ કરી પીવાથી કફ મટે છે.

 

 • રાતે સુતી વખતે ત્રણ-ચાર તોલા શેકેલા ચણા ખાઇ ઉપર દૂધ પીવાથી શ્વાસનળીમાંનો કફ નીકળી જશે.

 

 

વાળનો જથ્થો વધારવા માટ દેશી ઉપચાર

 

 

 • જે ભાગ પર વાળનો જથ્થો ઓછો લાગતો હોય ત્યાં લીંબુની ચીરી કરી દરરોજ સવાર-સાંજ ઘસતા રહેવુ.

 

 • બે ભાગ કિસમિસ અને એક ભાગ એળિયાને પાણીમાં વાટી માથા પર લેપ કરી સુઇ જવુ. (આ પ્રયોગ નિયમિત કરવાથી વાળનો જથ્થો વધે ચ્હે કે ટાલ દુર થાય છે. બધા કેસમાં ૧૦૦% સફળતા નથી મળતી પણ નોંધપાત્ર ફરક પડે છે.)

 

 • અડદની દાળ પાણીમાં પલાળી, બારીક વાટી મલમ જેવુ બનાવી રાતે સૂતી વખતે માથા પર લેપ કરવો. સવારે માથુ બરાબર સાફ કરીને બધે ઘી ઘસી ને થોડી વાર કુમળા તડકામાં બેસવું. લાંબા સમય સુધી આ પ્રયોગ કરવાથી વાળનો જથ્થો વધે છે અને ટાલ પડવાની શરૂઆત થઇ હોય તો અટકે છે.

 

 

સાભારઃ કિંજલ કૈલા …

 

 

ઘરગથ્થુ અને દેશી ઉપચાર

 

નોંધઃ-

 

આ દેશી દવાનું પરીણામ બધાની તાસીર પર નિર્ભર કરે છે. માટે પોતાની તાસીરને અનુકુળ હોય તો જ દેશી દવાનો પ્રયોગ કરવો. આ માહિતી ફક્ત જાણકારી માટે મુકવામાં આવી છે અને કોઇ પણ પરીણામ માટે અમે બ્લોગર કે અન્ય કોઇ જવાબદાર નહી હોય.

 

 

બ્લોગ લીંક: http://das.desais.net
email: [email protected]

 

 
બ્લોગ પોસ્ટ પર મૂકેલા આપના પ્રતિભાવ, બ્લોગ પર આવકાર્ય છે.

ફેશબુક દ્વારા બ્લોગ પોસ્ટ પર આપની કોમેન્ટ્સ અહીં મૂકવા વિનંતી છે.....

 • PRAKASH BHAI

  માથું ફાટી જાય તેટલો દુઃખાવો અઠવાડિયે એક વાર થાય છે તો કોઈ ઉપાય બતાવો

 • ravindra

  mara chehra par khil ane kala dag 6e ane chehra ma lalas bahu 6e koi desi yogy upchar batavo pls

 • Mukeshbhai Patel

  Mahtana satat dukhe6 to tena mate no upachar ba tav so

 • darshna

  mara val bahuj utre 6e to yogya upay janao please

 • Trupti Patel

  Mane thoda versh thi Hyper Acidity rahya Kare che jene lidhe 15 divse matu dukhva besi jay che jya sudhi dukhava ni dava na laye tya sudi mathu utartu nathi .
  acidity matadva na dhar datu ilaj kaheva vinati

  Trupti

 • mari hath ni aandiyo ma nani nani phodliyo thai chee ane tema pani bharai gaya chhe.

  dukhavo pan thai chhe plz koi dava batavo

 • vishnu

  old dadr (old 4 year)

 • nayan

  mara papa ni kimo thiraapi lidha pachi pagma khubaj badatra rahi chi.atyare te vat ve 4 thi 5 Year thai gya chi chata pan badatra matti nathi to yagy upay batavsho ji.

 • Trupti.patel

  પગ માં થતી બળતરા માટે , રાત્રે દીવેલ ઘસવું એ ખુબ અકસીર ઈલાજ છે , પગ ના તળિયે આપ કાંસા ની વાટકી જેવું લઇ ને તળિયે ઘસવું..જેથી બિનજરૂરી ગરમી કાંસુ અને દીવેલ મળી ને સોશી લેશે અને બળતરા ઓછી થશે.
  હોમીઓપેથીમાં જો ક્યાયથી આપને સલ્ફર ૨૦૦ પાવર માં મળે , તો એ લઇ ને લગભગ ૫ દિવસ સુધી સવારે ૩ ગોળી ખાશો, તો જરૂર બળતરા ઓછી થઇ જશે.

  તેમ છતાં જો તકલીફ ચાલુ રહે તો જરૂર ડોક્ટર ને બતાવશો કે સલાહ લઇ ને દવા લેશો. badatra mate na ilag janav so.

 • Parasottam

  Your health tips are very useful.

 • sheetal javeri

  excellent.