ઈશ્વર તું પણ, છે વિજ્ઞાની …

ઈશ્વર તું પણ, છે વિજ્ઞાની …
સ્વર: શ્રી નારાયણ સ્વામી…

 

 
shriji.26

 

 

સાખી :


વાયુ, વાદલ, સૂરજ, ચંદર
વ્યોમ્, ભોમ, પાતાલની અંદર
પછી ભલે હોય મસ્જીદ કે મંદર
પણ સત્ તત્વમાં તું છે નિરંતર …

 

નિરાકાર … છતાં સાકાર થઇ
તું ઠરી ઠરી પાસાણ ઠર્યો
કહે ને ઓ કરૂણાના સાગર
આ પથ્થર પસંદ તે કેમ કર્યો …

 

પાસાણ … નું હૈયું ખોલી
મંદિરભરની મૂર્તિ ડોલી (૨)
શીલાનો શણગાર સજી
સર્જનહાર હસી ઊછર્યો

 

કે સાંભળો….સાંભળો…
મનગમતા માનવ …
કે આ પથ્થર પસંદ મેં કેમ કર્યો …

 

રામ બનીને …. રામ બનીને માનવ કુળમાં
હું આ જગતમાં અવતર્યો
ત્યારે ફૂલ ઢગ જે મેં કચરયો
તે આજે મારે શિર ધરયો

 

સીતાને લઈને, રાવણ જ્યારે લંકા પાર ફર્યો
ત્યારે આ  માનવ કોઈ કામ ના આયા
આ પથ્થરથી હું સામે પાર તરિયો

 

માટે સાંભળો… સાંભળો…
સાંભળો મનગમતા માનવ
આ પથ્થર પસંદ મેં આમ કર્યો…

 

ઈશ્વર તું પણ, છે વિજ્ઞાની … (૨)

 

પથ્થર અંદર જીવ જીવે ને
બંધ શ્રીફળમાં પાણી … ઈશ્વર…
ઈશ્વર તું પણ, છે વિજ્ઞાની … (૨)

 

જવાબ દેને … જવાબ દેને, પોલા નભમાં
સૂર્ય, ચંદ્ર ક્યાં રહેતા હશે ..

સૂર્ય, ચંદ્ર ક્યાં રહેતા હશે…

 

જનની ના ઉદરમાં, જીવ જીવે એ (૨) જીવ જીવે એ ..
વાયુ ક્યાંથી લેતો હશે… (૨)

 

તું સર્જાવે, તું સંહારે પણ એ
રાખે નહિ નિશાની ….ઈશ્વર ….
ઈશ્વર તું પણ છે, વિજ્ઞાની …(૨)

 

પય પાન માટે, જાદુગર તે
લોહીનું દૂધ બનાવ્યું જ રામ …

લોહીનું દૂધ બનાવ્યું….

 

કયે કર્મે આ જીવ અવતરે ..
કયે કર્મે આ જીવ અવતરે …
એ તો ના સમજાયું જ રામ
એ તો ના સમજાયું …

 

કોને બંધન આમાં,
કોને મુક્તિ ….

 

કોને બંધન આમાં. કોને મુક્તિ
વાત રાખે છે છાની … ઈશ્વર..

ઈશ્વર તું પણ છે વિજ્ઞાની …
ઈશ્વર તું પણ છે, વિજ્ઞાની…

 

પથ્થર અંદર જીવ જીવે ને
જવાબ દે …જવાબ દે ને… (૨)

પથ્થર અંદર જીવ જીવે ને
બંધ શ્રીફળમાં પાણી …ઈશ્વર …
ઈશ્વર તું પણ છે વિજ્ઞાની … (૨)

 

ઈશ્વર તું પણ છે, વિજ્ઞાની
ઈશ્વર તું પણ છે, વિજ્ઞાની ..
ઈશ્વર તું પણ છે, વિજ્ઞાની .. (૨)

 

 

બ્લોગ લીંક : http://das.desais.net
email : [email protected]

 

 

બ્લોગ પોસ્ટ પર મૂકેલ આપના પ્રતિભાવ, બ્લોગ પર આવકાર્ય છે.

ફેશબુક દ્વારા બ્લોગ પોસ્ટ પર આપની કોમેન્ટ્સ અહીં મૂકવા વિનંતી છે.....

  • narendra shah Surat

    ખરેખર ખુબ સરસ કવિતા છે ,અભીનદન .
    નરેન્દ્ર શાહ સુરત