એ જી વ્હાલા, અખંડ રોજી હરિ ના … હાથમાં … (ભજન) …

એ જી વ્હાલા, અખંડ રોજી હરિ ના …  હાથમાં … (ભજન) …
સ્વર: નારાયણ સ્વામી …

 

 

HARI
ચાલો તો આપણે માણીએ સુંદર મજાની રચના –  ભજન …

 

 

સાખી :

મુવે કો હરિ દેત હૈ
કપડા, લકડી ઔર આગ
જીવતા નર ચિંતા કરે
તાકી બડી અભાગ …

અને વ્હાલા અખંડ  રોજી હરિના… હાથમાં ..
વ્હાલો મારો જુવે છે વિચારી..

દેવા રે વ્હાલો નથી… દુબળો
ભગવાન  નથી રે ..  ભિખારી

અને વ્હાલા અખંડ રોજી હરિના … હાથમાં ..
હરિના હાથમાં …

એ જી જળ ને સ્થળ તો અગમ છે
અને આ  કાયા છે વિનાશી ..

એ જી વ્હાલા જળ ને સ્થળ તો અગમ છે
અને તારી કાયા છે વિનાશી

સર્વ ને વ્હાલો મારો આપશે
મન તમે રાખો ને વિશ્વાસી

એ જી અખંડ રોજી હરિના … હાથમાં ..
હરિના હાથમાં …

એ જી વ્હાલા નવ નવ મહિના ઉદર વસ્યા
તે દિ વ્હાલે જળથી જીવાડયા ..

નવ નવ મહિના ઉદરમાં એ વસ્યા
તે’ દિ  વ્હાલે જળ થી જીવાડયાં

ઉદર વસ્યા ને હરિ આપશે ..
આપશે સુતા ને જગાડી .. (૨)

અખંડ રોજી હરિ ના … હાથમાં ..
હરિના .. હાથમાં …

એ જી ગરુડે ચડી ને ગોવિંદ… આવજો
આવજો  અંતર ..યામી .. (૨)

ભક્તો ના સંકટ તમે … એ જી કાપજો
એ મહેતા નરસૈયા ના સ્વામી .. (૨)

એ જી અખંડ રોજી હરિના … હાથમાં …
વ્હાલો મારો જુવો છે વિચારી …

દેવા રે વ્હાલો નથી…  દુબળો
ભગવાન  નથી રે  ભિખારી

એ જી અખંડ રોજી હરિ ના … હાથમા ..
હરિ ના હાથમાં … (૨)

 

 
બ્લોગ લીંક : http://das.desais.net
email : [email protected]
 

 

આજની રચના-ભજન આપને પસંદ આવ્યું હોય તો; બ્લોગ પોસ્ટ પર આપના પ્રતિભાવ જરૂર મૂકશો. આપના પ્રતિભાવ બ્લોગ પર આવકાર્ય છે.

ફેશબુક દ્વારા બ્લોગ પોસ્ટ પર આપની કોમેન્ટ્સ અહીં મૂકવા વિનંતી છે.....