શાંતિ પમાડે તેને સંત કહીએ …

શાંતિ પમાડે તેને સંત કહીએ …
સ્વર: નારાયણ સ્વામી …

 

ramkrishnadev

શાંતિ પમાડે, તેને સંત કહીએ ..

 

શાંતિ પમાડે, તેને સંત કહીએ ..(૨)
એના દાસના દાસ થઈને રહીએ ..(૨)
શાંતિ પમાડે તેને સંત કહીએ … (૨)

 

વિદ્યાનું મૂળ મારા ગુરુએ બતાવ્યું ..
વિદ્યાનું મૂળ મારા … ગુરુએ બતાવ્યું … ત્યારે ..
મેતા નો માર શીદ ખાઈએ ..
મેતા નો માર શીદ ખાઈએ …

 

વિદ્યાનું મૂળ  મારા ગુરુએ બતાવ્યું .. ત્યારે ..
મેતા નો માર શીદ ખાઈએ .. (૨)

 

કીધા ગુરુ મેં બોધ ન આપે ..
કીધા ગુરુ મેં, બોધ નવ આપે .. ત્યારે ..
તેના ચેલા શીદ થઈએ …

 

તેના તે ચેલા શીદ થઈએ ..
શાંતિ પમાડે, તેને સંત કહીએ … (૨)

 

વૈધની ગોળી ખાતાં, દર્દ ના જાઈએ ..
વૈધની ગોળી ખાતાં ….દરદ નવ જાઈએ ..


ન જાઈએ …
તેની ગોળી કેમ ખાઈએ ..
તેની તે ગોળી કેમ ખાઈએ …

 

લીધાં વળાવવા ને, પછી ચોર જો લૂંટે તો ..
લીધાં વળાવવા ને . ચોર જો લૂંટે તો ..

 

તેને તે સાથે શીદ લઈએ …
વળાવીયા ને … તેને તે સાથે શીદ લઈએ ..
શાંતિ પમાડે, તેને સંત કહીએ … (૨)

 

એના દાસ ના દાસ થઇ ને રહીએ ..
શાંતિ પમાડે, તેને સંત કહીએ … (૨)

 

કલ્પવૃક્ષ સેવીએ ને, દારિદ્ર જ ઊભે ..
કલ્પવૃક્ષ સેવીએ ને .. દારિદ્ર જ ઊભે.. તો ..
તેની  છાયામાં, નવ રહીએ … (૨)

 

રાજા ની નોકરીમાં …. હે ….
ભૂખ ન ભાંગે તો …
રાજાની નોકરીમાં, ભૂખ નવ ભાંગે તો ..
તેની તે વેઠે  શીદ જઈએ .. (૨)

 

શાંતિ પમાડે, તેને સંત કહીએ … (૨)

 

નામ અમૂલ્ય મારા, ગુરુએ બતાવ્યું ..
નામ અમૂલ્ય … મારા ગુરુએ બતાવ્યું … એ.. જી ..
તે તો ચોંટ્યું છે મારા હૈયે …

 

નામ અમૂલ્ય મારા … ગુરુએ બતાવ્યું ..
નામ અમૂલ્ય મારા … એ .. મારા …
એ… નામ અમૂલ્ય, મારા ગુરુએ બતાવ્યું ..
તે તો ચોંટ્યું છે મારા હૈયે …

 

મહેતા નરસિંહની, વાણી છે સારી .. હે ..જી…
મહેતા નરસિંહની, વાણી છે સારી … તો …
શામળા ને શરણે જઈએ …

 

શામળાને શરણે જઈએ …
શાંતિ પમાડે, તેને સંત કહીએ … (૨)

 

એના દાસ ના દાસ, થઈને રહીએ ..
એના દાસના …. દાસના દાસ થઇ રહીએ …
શાંતિ પમાડે, તેને સંત કહીએ …

 

શાંતિ પમાડે, તેને સંત કહીએ ….

 

આપને ઉપરોક્ત રચના (ભજન) પસંદ આવી હોય તો જરૂર આપના પ્રતિભાવ કોમેન્ટ બોક્ષમાં આપશો … આપના દરેક પ્રતિભાવનું સદા સ્વાગત છે…

 

બ્લોગ લીંક: http://das.desais.net
email: [email protected]

ફેશબુક દ્વારા બ્લોગ પોસ્ટ પર આપની કોમેન્ટ્સ અહીં મૂકવા વિનંતી છે.....