પ્રીતમ વરની, જીરે ચુંદડી ને …

પ્રીતમ વરની, જીરે ચુંદડી ને …

 

 

 

સ્વરઃ શ્રીનારાયણ સ્વામી..

 

 

સાખી :

 

પેહલો નામ પરમેશ્વરો
જીણ જગ મંડલ જોય
નર મૂરખ સમજે નહિ
હરિ કરે સો હોઈ

 

પ્રિયતમ પરદેશ ચલ બસે
દિલ પર દે ગયે દાગ
જેસી ધૂનીય તુકી
જબ ખોલું તબ આગ

 

પ્રીતમ વરની, જી રે ચુંદડી ને
મહાસંત ઓઢવાને મળિયાં રે
જે રે ઓઢે છે અંબર રે રે
અક્કડ કળામાં જઈ ભળીયાં રે

પ્રીતમ વરની …

 

ધર્મનાં દોરી લઇ કરી
હરિ નામ હળ તો જોતરિયાં રે
ધીરજ ની ધરતી ખેડિયું
રણુ પાવે રાપળીયાં રે

પ્રીતમ વરની…

 

પવન સ્વરૂપે મેહૂલાં ઊઠિયાં
વરસે વૈરાગની વાદળિયું રે
ગગન ગરજે ને ધોરૂં પિયે
કોઈ દશ ચમકે વિજળીયું રે

પ્રીતમ વરની …

 

વિચાર કરીને વણ વાવિયું
મન તો મુનીવરનું ગળિયું રે
આનંદ સ્વરૂપે ઊગી રહયું
ફાલ ફૂલને બહુ ફળિયું રે

પ્રીતમ વરની …

 

જીવે તે શી વણને વીણીયું
સીતારામ ચરશે એ ચળીયું રે
કુબુદ્ધિ કપાસિયાં કોરે કરયાં
પ્રેમની પુણીયું પછી વણીયું રે

પ્રીતમ વરની …

 

નિર્મળ નિર્મળ કાંતિયું
સૂરતા તાણે એ તણીયું રે
તૂરિયા ચિત્તનું અણ દીધું
નૂરતા ની નળિયું એ ભરિયું રે

પ્રીતમ વરની …

 

સોનેરી સદગુરૂ ના નામની
સત્ ને સંચે હવે ચળીયું રે
માનલે ધ્યાનના બુટા ભર્યા
પણ મારે વેધુ બહુ એ બળિયા રે

પ્રીતમ વરની …

 

સોય લીધી ગુરૂ ગમ તણી
દશ નામ દોરો એ ભરિયો રે
સમદ્રષ્ટિથી ખીલી ચુંદળી
નિત રંગ સવાયો એ જળીયો રે

પ્રીતમ વરની …

 

ધૂસળ મૂસળ ને રવૈયો
સાદ સરિયો અને પીરળો રે
પ્રપંચના પીધા પીણા
રુક્ષમણા પોંખે શામળિયો રે

પ્રીતમ વરની …

 

મનનો માંડવ નાંખ્યો
ગુણ તો ગાયે સાહેલિયું રે
માયા નો માણેક સ્થંભ રોપીયો
ખમૈયાની ખાળે તું વેંહચાણીયું રે

પ્રીતમ વરની …

 

ગુરુદેવે દીધા તનિયાં દાનમાં
ભક્તિ મૂકતી બે ગાવળીયાં રે
પરણાવ્યાં ફરી બ્રહ્મા ને
નારદે વેદ લઇને એ ભણિયાં રે

પ્રીતમ વરની …

 

હરદમ રથ લઈને જોળીયાં
એ રથ અહો નીસડીયાં રે
ગુરુને પ્રતાપે મુળદાસ બોલીયાં
હવે રથ વૈકુંઠ વળીયાં રે …

 

પ્રીતમ વરની…જી રે ચુંદળી
મહાસંત ઓઢવા, એ મળિયાં રે …

 

મહાસંત ઓઢવા, એ મળિયાં રે …
મહાસંત ઓઢવા, એ મળિયાં રે …

 

મહાસંત ઓઢવા, એ મળિયાં રે…

 

 

 

બ્લોગ લીંક : http://das.desais.net
email : [email protected]

 

 

બ્લોગ પોસ્ટ પરના આપના પ્રતિભાવ, બ્લોગ પર આવકાર્ય છે.

ફેશબુક દ્વારા બ્લોગ પોસ્ટ પર આપની કોમેન્ટ્સ અહીં મૂકવા વિનંતી છે.....