પઢો રે પોપટ રાજા રામના … (નરસિંહ મહેતા) …

પઢો રે પોપટ રાજા રામના… (નરસિંહ મહેતા)  …
સ્વર: નારાયણ સ્વામી …

 

 

 

parrot in cage.1

 

 પઢો રે પોપટ રાજા રામના …

પઢો રે પોપટ રાજા .. રામના
એ .. સતી સીતાજી પઢાવે  … જી 
અને વ્હાલા, પઢો રે પોપટ રાજા .. રામના
એ …  સતી સીતાજી પઢાવે …

વાંસે બંધાવી, એ જી પાંજરૂ
મુખથી રામ જપાવે … જી
એ જી પઢો રે પોપટ, રાજા એ રામના
રાજા એ … રામના …

એ જી .. પોપટ તારે, કારણે
એ .. લીલા વાંસ વઢાવું
એ જી .. પોપટ તારે, કારણે
અને લીલા વાંસ વઢાવું

તેનું ઘડાવું પોપટ, એ પાંજરૂ
હીરલા રતને જડાવું રે … જી

તેનું રે ઘડાવું પોપટ, એ પાંજરૂ
હીરલા રત્ને જડાવું
પઢો રે પોપટ, રાજા એ .. રામના
સતી સીતાજી પઢાવે …

વાંસે બાંધી, હે જી પાંજરૂ
મુખથી રામ જપાવે
પઢો રે પોપટ, રાજા એ .. રામના

એ જી પઢો રે પોપટ, રાજા ..રામના

પોપટ તારે .. કારણે
કેવી કેવી રસોઈ બનાવું
હે જી પોપટ તારે .. કારણે
કેવી કેવી રસોયુ બનાવું

સાકરના કરીને, હે જી ચૂરમાં ઉપર ઘી પીરસાવું

સાકરના કરીને, હે જી ચૂરમાં .. ઉપર ઘી પીરસાવું .. રે ..જી

હે જી પઢો રે પોપટ રાજા .. રામના
સતી સીતાજી પઢાવે

વાંસે બાંધી  હે પાંજરૂ, મુખે રામ જપાવે
પઢો રે પોપટ, રાજા એ રામના

અને વ્હાલા પઢો રે પોપટ, રાજા … રામના

પાંખ રે પીળી ને પગ ..પાતળા
કોટે કાંઠલો કાળો

હે જી પાંખ રે પીળી ને પગ તેના પાતળા
કોટે કાંઠલો કાળો

નરસૈયાનો સ્વામી રે
હે તમે ભજો રાગ તાણીને રૂપાળો હો જી

નરસૈયાના સ્વામી, જી જી જી

નરસૈયાના સ્વામી
હે ને ભજો રાગ તાણીને રૂપાળો હો જી

અને વ્હાલા  પઢો રે પોપટ રાજા રે રામના
સતી સીતાજી પઢાવે
વાંસે બંધાવી એનું .. જી જી જી

એનું પાંજરૂ, મુખેથી રામ જપાવે.. હે જી
એ પઢો રે પોપટ, રાજા રામના
એ સીતાજી તમને પઢાવે .. જી

વાંસ રે બંધાવી એનું … જી જી જી
એનું પાંજરૂ, મુખેથી રામ જપાવે … હે .. જી

પઢો રે પોપટ રાજા રે .. રામના
એ … સતી સીતાજી પઢાવે
અને વ્હાલા પઢો રે પોપટ રાજા રે રામના …

 

 

બ્લોગ લીંક : http://das.desais.net
email : [email protected]
 

 
બ્લોગ પોસ્ટ પરના આપના મૂકેલ પ્રતિભાવ, બ્લોગ પર આવકાર્ય છે.

ફેશબુક દ્વારા બ્લોગ પોસ્ટ પર આપની કોમેન્ટ્સ અહીં મૂકવા વિનંતી છે.....

  • માન. શ્રી અશોક ભાઇ ( દાસ) આપ શ્રીનો બ્લોગ નિયમિત વાંચુ છુ, પ.પૂ. શ્રી નારાયણ સ્વામી ના ભજનો વધારે ને વધારે અપલોડ કરવાં વિનંતી. પ.પૂ. બ્રહ્મલીન નારાયણ નંદ સરસ્વતી, ફોટાઓ, જૂના ભજનો, પ્રસંગો માટે આપશ્રીને વિનંતી છે કે Please visit: (1) shreenarayanswamii.blogspot.in; (૨) kedarsinhjim.blogspot.in
    (3) premkhe.blogspot.in. પી.એમ.ખેની, સુરત.