મોર બની થનગાટ કરે…

મોર બની થનગાટ કરે… (ઝવેરચંદ મેઘાણી)

સ્વર: ચેતન ગઢવી…

 

 

રાષ્ટ્રીય શાયર તરીકે જાણીતા થયેલ ઝવેરચંદ મેઘાણીએ મૂળ કવિવર રવિન્દ્રનાથ ટાગોરની કૃતિ ‘નવી વર્ષા’ નું ગુજરાતી રૂપાંતર કરવાનું બીડું ઝડપ્યું  અને પરિણામ … ગુજરાતી સાહિત્યની કલગી સમાન એક સદાબહાર રચનાનું સર્જન થયું. વર્ષાઋતુ આવતાં જ્યારે આકાશ ઘનઘોર શ્યામરંગી વાદળોથી ઘેરાઈ જાય ત્યારે સૃષ્ટિ સોળે શણગાર સજી મેઘના સ્વાગત માટે થનગને. મયૂર માટે તો વર્ષા એટલે પ્રણયનું આહવાન .. એના હૃદયમાં વાસંતી ભરતી જાગે, એનું રોમેરોમ નર્તન કરી ઊઠે.  આજે આપણે   વર્ષારાણી નાં આગમન નાં વધામણા આપીએ અને  શ્રી  મેઘાણીજી ની  સુંદર અમર કૃતિ …માણીએ …

 

 

 peacock.1

 

 

બહુ રંગ ઉમંગમાં પીછ પસારીને
બાદલસું નિજ નેનન ધારીને
મેઘમલાર ઉચારીને આકુલ પ્રાણ કોને કલ-સાદ કરે.
મોર બની થનગાટ કરે

ઘર ઘરર ઘરર મેઘઘટા ગગને ગગને ગરજાટ ભરે
ગુમરી ગુમરી ગરજાટ ભરે
નવે ધાનભરી મારી સીમ ઝૂલે.
નવ દીન કપોતની પાંખ ખૂલે.
મધરા મધરા મલકઐને મેંડક મેંહસું નેહસું બાત કરે
ગગને ગગને ગુમરાઇને પાગલ મેઘઘટા ગરજાટ ભરે.
મન મોર બની થનગાટ કરે

 

નવ મેઘ તણે નીલ આંજણિયે મારા ઘેઘૂર નૈન ઝગાટ કરે.
મારા લોચનમાં મદઘેન ભરે.
મારી આતમ લે?ર બિછાત કરે
સચરાચર શ્યામલ ભાત ધરે
મારો પ્રાણ કરી પુલકાટ ગયો પથરાઇ સારી વનરાઇ પરે
ઓ રે ! મેઘ અષાઢીલો આજ મારે દોય નેન નિલાંજન-ઘેન ભરે
મન મોર બની થનગાટ કરે

 

ઓલી કોણ કરી લટ મોકળીયુ ખડી આભ-મહોલ અટારી પરે
ઊંચી મેઘ-મહોલ અટારી પરે
અને ચાકમચૂર બે ઉર પરે
પચરંગીન બાદલ-પાલવડે
કરી આડશ કોણ ઉભેલ અરે
ઓલી વીજ કરે અંજવાસ નવેસર રાસ જોવ અંકલાશ ચડે
ઓલી કોણ પયોધર સંઘરતી વીખરેલ લટે ખડી મે?લ પરે
મન મોર બની થનગાટ કરે

 

નદીતીર કેરા કુણા ઘાસ પરે પનિહાર એ કોણ વિચાર કરે
પટ-કુળ નવે પાણી-ઘાટ પરે !
એની સુનમાં મીટ મંડાઇ રહી
એની ગાગર નીર તણાઇ રહી
એને ઘર જવા દરકાર નહી
મુખ માલતીફૂલની કુંપળ ચાવતી કોણ બીજા કેરૂં ધ્યાન ધરે!
પનિહાર નવે શણગાર નદી કેરે તીર ગંભીર વિચાર કરે!
મન મોર બની થનગાટ કરે

 

ઓલી કોણ હિંડોળ ચગાવત એકલ ફૂલ બકુકની ડાળ પરે
ચકચૂર બની ફૂલ-ડાળ પરે
વીખરેલ અંબોડાના વાળ ઝૂલે
દિયે દેહ-નીંડોળ ને ડાળ હલે
શિર ઉપર ફૂલ ઝકોળ ઝરે
એની ઘાયલ દેહના છાયલ-છેડલા આભ ઉડી ફરકાટ કરે
ઓલી કોણ ફંગોળ લગાવત એકલ ફૂલ બકુલની ડાળ પરે!
મન મોર બની થનગાટ કરે …

 

મન મોર બની થનગાટ કરે …
મન મોર બની થનગાટ કરે …
મન મોર બની થનગાટ કરે …

 

 

– ઝવેરચંદ મેઘાણી

 

બ્લોગ લીંક : http:das.desais.net
email : [email protected]

 

બ્લોગ પોસ્ટ પર મૂકેલ આપના પ્રતિભાવ, બ્લોગ પર આવકાર્ય છે.

ફેશબુક દ્વારા બ્લોગ પોસ્ટ પર આપની કોમેન્ટ્સ અહીં મૂકવા વિનંતી છે.....

  • શ્રી ઝવેરચંદ મેઘાણી જેવા કવિ શ્રી આભે ઊગેલ વાદળીઓને આવકારે
    શ્રી ચેતન ગઢવી જેવા કુશળ ગાયક સ્વર આપે અને દાદીમાનીપોટલી
    એને અમારા સુધી પહોચાડે ત્યારે મન મોર બની થનગાટ કરે…………..

  • જનક સુરાણી

    ”મન મોર બની થનગાટ કરે” સારા મા સારુ અને સુંદર ગીત ,તેના માટે નો આભાર શ્રી ઝવેરચંદભાઈ મેઘાણી

  • મેઘાણી ભાઈ આપણી મોન્ઘરી મિરાત હતાબલ્કે છે જ. તેમનું કવિત્વ તો રસમય હતું જ કર્તૃત્વ એથી પણ વધુ મહાન હતું. ગુર્જર સાહિત્ય માટે આવો અને આટલો ભોગ અન્ય કોઈએ આપ્યો નથી. એનો જવાબ આપણે શું આપી રહ્યા છીએ? સરકાર પણ હવે અંગ્રેજી માધ્યમની શાળાઓ ખોલવાની છે!

  • purvi

    બહુ સુંદર. મોરની સાથે આ વરસાદી ધરતીની મીઠી સોડમનો સ્વાદ લેવા મળે તો વધુ સુંદર