વૈષ્ણવ જન તો, તેને રે કહીએ .. (પ્રભાતિયા)

વૈષ્ણવ જન તો, તેને રે કહીએ .. (પ્રભાતિયા)
સ્વર: નારાયણ સ્વામી …
ગુજરાતી ભાષાના આદિકવિનું બિરુદ મેળવનાર નરસિંહ મહેતા (૧૪૧૪–૧૪૮૦) માત્ર ગુજરાતના જ નહીં પરંતુ ભારતના ઉત્તમ સંત-કવિઓમાં અગ્રગણ્ય સ્થાન ધરાવે છે. વડનગરા બ્રાહ્મણની નાગર જ્ઞાતિમાં જન્મેલા નરસિંહ મહેતાની આર્થિક સ્થિતિ નબળી હતી. નરસિંહની વાચા રાધા કૃષ્ણશબ્દથી ફૂટી હતી. ત્રણ વર્ષના હતાં ત્યારે તેમના પિતા અને જ્યારે અગિયાર વર્ષના હતા ત્યારે માતા અવસાન પામ્યા. ત્યાર બાદ કાકા પર્વતદાસને ઘેર ઉછરી મોટા થવા લાગ્યા. વળી કાકાનો સ્વર્ગવાસ થતા તેઓ પીત્રાઈ ભાઈના આશ્રિત થયા. પોતાની મસ્તીમાં મસ્ત રહેતા નરસિંહને ભાભીના મહેણાં અવારનવાર મળતાં. એક વાર મહેણું સહન ન થવાથી નરસિંહ મહેતા ઘર છોડી એકાંતમાં આવેલ ગોપીનાથ મહાદેવમાં ચાલ્યા ગયા. ત્યાં ઉપાસના કરવાથી મહાદેવજી પ્રગટ થયા અને એમને રાસલીલાનાં દર્શન કરાવ્યાં. શ્રીકૃષ્ણ-રાધાનાં દર્શન કર્યા ત્યારથી તેમને કૃષ્ણભક્તિની લગની લાગી. પોતાની અનુભૂતિઓને તેમણે શબ્દના માધ્યમ દ્વારા વહેતી કરી. એમણે આશરે ૧૫૦૦ થી વધારે પદો રચ્યાં જેમાં પુત્ર શામળશાનો વિવાહ, પુત્રી કુંવરબાઈનું મામેરું, હુંડીનો પ્રસંગ, હારનો પ્રસંગ, શ્રાદ્ધ, જેવા સ્વાનુભવાત્મક પ્રસંગો ઉપરાંત વસંતનાં પદો, હિંડોળાનાં પદો, કૃષ્ણભક્તિનાં પદો, સુદામાચરિત્ર વગેરેનો સમાવેશ થાય છે. તેમની સૌથી સુપ્રસિદ્ધ રચના વૈષ્ણવ જન, જે મહાત્મા ગાંધીને ખૂબ પ્રિય હતી, ભાગ્યે જ કોઈ અજાણ હશે.
સાંસારિક જીવનનો બોજ પણ ઈશ્વરને સમર્પિત કરનાર નરસિંહના જીવનમાં એવા અનેક પ્રસંગો બન્યા કે જેણે તેમની અનન્ય ભકિતનાં દર્શન કરાવ્યાં. અહીં આપણે એ સંત અને સર્જક એવા નરસિંહ મહેતાની એક રચના માણીએ. …


.

.

વૈષ્ણવ જન તો, તેને રે કહીએ ..
જે પીડ પરાઈ જાણે રે ..
વૈષ્ણવ જન તો, તેને રે કહીએ …
પરદુઃખે ઉપકાર કરે તો એ
મન અભિમાન ન આણે રે
વૈષ્ણવ જન તો તેને રે કહીએ …
વૈષ્ણવ જન તો, તેને રે કહીએ ..
જે પીડ પરાઈ, જાણે રે …
વૈષ્ણવ જન તો, તેને રે કહીએ …
સકળ લોકમાં સૌ ને વંદે … હે ..જી
નીંદા ન કરે કેની રે ..
સકળ લોકમાં એ સૌને વંદે … હે જી..
નીંદા ન કરે કેની રે ..
વાચ કાછ મન નિશ્ચલ રાખે .. (૨)
ધન, ધન, ધનની તેની રે
વૈષ્ણવ જન તો તેને રે કહીએ …
વૈષ્ણવ જન તો, તેને રે કહીએ ..
જે.. પીડ પરાઈ જાણે રે ..
વૈષ્ણવ જન તો, તેને રે કહીએ …
સમ દૃષ્ટિ ને, તૃષ્ણા ત્યાગી ..
પર સ્ત્રી જે ને માત રે ..
સમ દૃષ્ટિ ને, તૃષ્ણા ત્યાગી ..
પર સ્ત્રી જે ને માત રે ..
જીહવા થકી, અસત્ય ન બોલે .. (૨)
પર ધન, નવ ડોલે હાથ રે ..
વૈષ્ણવ જન તો, તેને રે કહીએ …
વૈષ્ણવ જન તો, તેને રે કહીએ ..
પીડ પરાઈ જાણે રે ..
પરદુઃખે ઉપકાર કરે તો જે ..
મન અભિમાન, ન આણે રે ..
વૈષ્ણવ જન તો, તેને રે કહીએ …
મોહ, માયા, વ્યાપે નહિ તેને ..
દ્રઢ વૈરાગ, જેના મનમાં રે ..
મોહ, માયા, વ્યાપે નહિ તેને .. જી ..જી
દ્રઢ વૈરાગ, જેના મનમાં રે ..
રામ નામ શું, તાળી લાગી .. (૨)
સકળ તીરથ, તેના મનમાં રે ..
વૈષ્ણવ જન તો, તેને રે કહીએ …
વૈષ્ણવ જન તો, તેને રે કહીએ ..
પીડ પરાઈ, જાણે રે ..
વૈષ્ણવ જન તો, તેને રે કહીએ …
વન લોભી ને, કપટ રહિત છે .. જી ..
કામ, ક્રોધ, નિવાર્યા રે ..
વણ લોભીને, કપટ રહિત છે, જી.. જી ..
કામ, ક્રોધ, નિવાર્યા રે ..
ભણે નરસૈયો, તેનું દરશન કરતાં ..
કુળ એકૌતેર, તાર્યા રે ..
વૈષ્ણવ જન તો, તેને રે કહીએ …
વૈષ્ણવ જન તો, તેને રે કહીએ ..
જે પીડ પરાઈ, જાણે રે ..
પરદુઃખે ઉપકાર કરે તે ..
પરદુઃખે ઉપકાર કરે તો યે ..
મન અભિમાન, ન આણે રે ..
વૈષ્ણવ જન તો, તેને રે કહીએ .. (૨)
વૈષ્ણવ જન તો, તેને રે કહીએ ..

ફેશબુક દ્વારા બ્લોગ પોસ્ટ પર આપની કોમેન્ટ્સ અહીં મૂકવા વિનંતી છે.....

 • amiresmailji

  beautiful bhajan.

 • kRISHNAKANT.GIRDHERLAL.PARMAR

  congratulation for placing varios usefull items on your profile

 • kRISHNAKANT.GIRDHERLAL.PARMAR

  saw your profile and heared bhajan vaisnav jan.congratulation for giving very usefull and religios item

 • ઉષાબેન,

  નરસિંહ મહેતાજી નું સુંદર પરભાતિયું સાંભળવા માટે તમે અનુરોધ કરેલ તે ધ્યાનમાં લઇ આજ રોજ તેની વ્યવસ્થા કરેલ છે, તો ફરી એક વખત બ્લોગ પર પધારી અને અચૂક માણશો. હકીકતમાં કોઈપણ કારણસર પ્લેયર ની લીંક અહીં મૂકવાની કેમ અમારાથી રહી ગયેલ તેનો અમોને ખ્યાલ ના રહેલ પરંતુ અમારું ધ્યાન દોરવા બદલ તમારા આભારી છીએ. ! તમને પડેલ તકલીફ બદલ દિલગીર છીએ…
  આભાર !

 • ઉષા

  ભજન તો ખુબ સરસ છે પણ અમારે એ સાંભળવું હતું, જો ક્યાંકથી એ સંભાળી
  શકીએ એવી વ્યવસ્થા થઈ શકે તો મજા આવીજાય. એવું કઈક કરવા વિનંતિ…
  કાકુ

 • Ramesh Patel

  મહાત્મા ગાંધીજીનું સૌથી પ્રિય ભજન…ગુજરાતી ભાષાના આદિકવિનું બિરુદ મેળવનાર નરસિંહ મહેતા (૧૪૧૪–૧૪૮૦) માત્ર ગુજરાતના જ નહીં પરંતુ ભારતના ઉત્તમ સંત-કવિ.

  Thanks for sharing.

  Ramesh Patel(Aakashdeep)

 • Nili

  મહાત્મા ગાંધીજીનું સૌથી પ્રિય ભજન

 • વિકાસ કૈલા

  ખુબ સરસ કાકા
  આ પ્રભાતિયુ મને ખુબજ ગમે છે.
  હુ ગુરૂકુળ મા વ્યવસ્થાપક તરીકે હતો ત્યારે હુ રોજ સવારે બાળકો પાસે આ પ્રભાતિયાના ગાયા પછી જ બિજા કિર્તન -ભજન ગવરાવતો ..
  આભાર કાકા..
  મારા ગુરૂકૂળના દિવસો યાદ કરાવવા બદલ…

  • વિકાસભાઈ,

   હંમેશા બ્લોગ પોસ્ટ પર નિયમિત રીતે આવી સુંદર અને પ્રેરણાત્મક પ્રતિભાવ તમારા જે મૂકો છો તે બદલ આભાર !