ભગવાન મહાવીરનું સંક્ષિપ્ત જીવન …(મહાવીર જયંતિ)

મહાવીર જયંતિ …
નમસ્કાર મંત્ર …
નવકાર મંત્ર …
સ્વર: બિમલ શાહ …
નમો અરિહન્તાણં |
નમો સિધ્ધાણં |
નમો આયરિયાણં !
નમો લોએ સવ્વાસાહૂણં |
એસો પંચનમોક્કારો સવ્વ-પાવ-પ્પણાસણો |
મંગલાણં ચ સવ્વેસિં પઢમં હવઈ મંગલમં ||
અર્હતોને નમસ્કાર.
સિદ્ધોને નમસ્કાર.
આચાર્યોને નમસ્કાર.
ઉપાધ્યાયોને નમસ્કાર.
લોવવર્તી સર્વ સાધુઓને નમસ્કાર.
આ પાંચ નમસ્કાર મંત્ર બધાં પાપોનો વિનાશ કરે છે અને બધાં મંગલોમાં પ્રથમ મંગલ છે.
મંગલ સૂત્ર …
અર્હત્ મંગલ છે.
સિદ્ધ મંગલ છે.
સાધુ મંગલ છે.
કેવલિ પ્રણિત ધર્મ મંગલ છે.
અર્હત્ લોકોત્તમ છે.
સિદ્ધ લોકોત્તમ છે.
સાધુ લોકોત્તમ છે.
કેવલિ પ્રણીત ધર્મ લોકોત્તમ છે.
અર્હતોનું શરણ લઉં છું.
સિધ્ધોનું શરણ લઉં છું.
સાધુઓનું શરણ લઉં છું.
કેવલિ પ્રણીત ધર્મનું શરણ લઉં છું.
ભગવાન મહાવીરનું સંક્ષિપ્ત જીવન …

ચોવીસમાં અને છેલ્લા જૈન તીર્થંકર વર્ધમાન મહાવીરનો જન્મ આજથી લગભગ ૨૫૪૦ વર્ષ પહેલાં ઈ.સ. પૂર્વે ૫૩૯માં તત્કાલીન વૈશાલી જનપદના કુંડપુર ગામમાં થયો હતો. એમનાં પિતા સિધ્ધાર્થ લિચ્છવી કુળના રાજા હતાં. એમનાં માતાનું નામ ત્રિશલા હતું. મહાવીરના જન્મ પહેલાં માતાએ અત્યંત શુભ ચૌદ સ્વપન જોયાં હતાં.
બાળપણથી જ વર્ધમાન અત્યંત તેજસ્વી હતાં. એક વાર એક મુનિની તત્વજિજ્ઞાસાનું સમાધાન વર્ધમાનના માત્ર દર્શનથી જ થઇ જતાં તેમણે સન્મતિ પણ કહેવા લાગ્યા. એક બીજા પ્રસંગે રમતમાં લીન બાળકો પર એક ઝેરીલો સાપ ધસી આવે છે. બીજાં બાળકો તો ભયભીત થઈને ભાગી ગયા પરંતુ બાળક વર્ધમાને એ સાપને વશ કરી લીધો. આવી જ રીતે એમણે એક વખત એક મદોન્મત્ત હાથીને પણ વશ કરી લીધો હતો.
શ્વેતામ્બર પરંપરા પ્રમાણે મહાવીરનાં લગ્ન થયાં હતાં અને એમણે એક પુત્રી પણ હતી. પરંતુ દિગંબર માન્યતા પ્રમાણે મહાવીરના લગ્ન થયાં ન હતાં. તેઓ અંતર્મુખી પ્રકૃતિના હતાં અને હંમેશાં આત્મ્ચીન્તાનમાં નિમગ્ન રહેતા. તેઓ નાની વયમાં જ ગૃહત્યાગ કરવા ઇચ્છતા હતા પરંતુ માતાપિતાના અનુરોધ પ્રમાણે એ જીવતાં રહ્યા ત્યાં સુધી તેમણે ગૃહત્યાગ ન કર્યો. ૩૦ વર્ષની ઉંમરે પોતાના મોટા ભાઈ નંદીવર્ધનની અનુમતિ સાથે તેમણે ગૃહત્યાગ કર્યો અને તેઓ પરિવ્રાજક સંન્યાસી બન્યા.
મહાવીરે ૨ વર્ષ સુધી કઠોર તપસાધના કરી. પ્રગાઢ આત્મતન્મ્યતાને લીધે એમને પોતાનાં દેહ, વસ્ત્ર, આહાર આદિની પણ સુધ ન રહેતી. આવી સ્થિતિમાં એમનું એક માત્ર વસ્ત્ર પણ કોણ જાણે ક્યારે શરીર પરથી ખસીને પડી ગયું. આ ૧૨ વર્ષોમાં તેઓ અર્ધાથી વધારે સમય સુધી નિરાહાર રહ્યા તથા પ્રકૃતિના અને અજ્ઞાની માનવો દ્વારા આવી પડેલાં અનેક કષ્ટો એમણે નિર્વિકારભાવે સહના કર્યાં. તેઓ અનેક અભાવનીય પ્રતિજ્ઞાઓ અને માનસિક સંકલ્પો સાથે ભિક્ષાટન કરવા જતા પરંતુ તેમની સંકલ્પશક્તિ અને સત્યપ્રતિષ્ઠાને કારણે અમાનવીય પરિસ્થિતિઓ યથાર્થ બની જતી. પોતાની ૧૨ વર્ષની તપસ્યા બાદ એમણે મુંડન કરાવેલાં મસ્તકવાળી શૃંખલાબદ્ધ રાજ્કન્યાઓના હાથે ભોજન સ્વીકારવાનો માનસિક સંકલ્પ રાજા ચેટકની પુત્રી ચાંદના-જે વિચિત્ર પરિસ્થિતિમાં મસ્તકમુંડિત અને શૃંખલાબદ્ધ બેલ-દ્વાર અપાયેલ ભિક્ષાન્નથી પૂર્ણ થયો. ચંદના પછીથી મહાવીરના સંન્યાસિની સંઘના પ્રથમ સાધ્વી બન્યાં.
પૂર્ણ જ્ઞાન-કેવળ પ્રાપ્ત કર્યાં પછી મહાવીરે ધર્મોપદેશનો પ્રારંભ કર્યો. વેદવેદાંગમાં પારંગત ગુણશીલસંપન્ન ઇંદ્રભુતિ ગૌતમ નામના બ્રાહ્મણ એમની સાથે શાસ્ત્રાર્થ કરવા માટે આવ્યા. પરંતુ મહાવીરના શાંત, સૌમ્ય અને જ્ઞાનોદ્દિપ્ત મુખનાં દર્શન માત્રથી એમનાં શિષ્ય બની ગયા. ગૌતમ દ્વારા અગિયાર ગણધર અને અસંખ્ય અનુયાયીઓને આપેલા મહાવીરના ઉપદેશો દ્વારા દ્વાદશાંગ રૂપ શાસ્ત્રોની રચના થઇ છે. ભગવાન મહાવીરે પોતાના ઉપદેશ તત્કાલીન લોકભાષા અર્ધમાગીમાં આપ્યા હતા. એમની ઉપદેશ સભા સમવસરણ કહેવાતી અને એમાં પશુપક્ષીઓથી માંડીને દેવતાઓ સુધીના બધાંને સ્થાન રહેતું.
મહાવીરે સાધુ, સાધ્વી, પુરુષ ગૃહસ્થભક્ત (શ્રાવક), તથા મહિલા ગૃહસ્થભક્ત (શ્રાવિકા) એમ ચતુર્વિધ ધર્મસંઘની સ્થાપના કરી. જે આજે પણ અસ્તિત્વમાં છે. ૭૨ વર્ષની વયે કાર્તિક કૃષ્ણઅમાવાસ્યા અર્થાત્ દિપાવલીના દિવસે નાલંદાની નજીક પાવાપુરી ગ્રામમાં એમણે દેહત્યાગ કર્યો.
જૈનમ જયતિ સાસનમ્
સ્વર: બિમલ શાહ …

ફેશબુક દ્વારા બ્લોગ પોસ્ટ પર આપની કોમેન્ટ્સ અહીં મૂકવા વિનંતી છે.....

 • you will like to embed evidyalay’s video here.
  https://www.youtube.com/watch?v=pUc9D8BXG6U

 • જશ્મીન મહેતા,

  તમોએ બ્લોગની મુલકાત લઇ અને ભગવાન મહાવીર ના નામ માટે પોસ્ટ પર પ્રતિભાવ દ્વારા આપે સુચવેલ નામ ની નોંધ લઇ અને જરૂરી સુધારો અમે પોસ્ટ પર કરી આપેલ છે. અમારી ક્ષતિ તરફ ધ્યાન દોરવા બદલ આભારી છું.
  ધન્યવાદ !

 • Jasmin M. Mehta

  khub saras. parheps shri. gautam swami was named as indrabhuti not as indramurti please check i may also wrong. michhami dukkadam

 • Ashokbhai,
  Nice Post on Mahavir…..Enjoyed to read the Info.
  DR. CHANDRAVADAN MISTRY
  http://www.chandrapukar.wordpress.com