મારા ઘટમાં બિરાજતા શ્રીનાથજી …(ધોળ-કીર્તન)

મારા ઘટમાં બિરાજતા શ્રીનાથજી …(ધોળ-કીર્તન)

 


.

સ્વર: બિમલ શાહ

 

મારા ઘટમાં બિરાજતા શ્રીનાથજી,

યમુનાજી , મહાપ્રભુજી …

મારું મનડું છે ગોકુળ વનરાવન

મારા તનના આંગણિયામાં તુલસીના વન ..

મારા પ્રાણ જીવન …

-મારા ઘટમાં બિરાજતા …

 

મારા આત્મને આંગણે શ્રીમહાકૃષ્ણજી

મારી આંખો દિશે ગિરધારી રે ધારી

મારું તન મન …. ગયું જેને વારી રે વારી ..

મારા શ્યામ મુરારી …

-મારા ઘટમાં બિરાજતા …

મારું મનડું છે ગોકુળ વનરાવન

મારા તનના આંગણિયામાં તુલસીના વન ..

મારા પ્રાણ જીવન …

-મારા ઘટમાં બિરાજતા …

મારા પ્રાણ થાકી મને વૈષ્ણવો વ્હાલા

નિત્ય કરતાં શ્રીનાથજી ને કાલા રે વાલા

મેં તો વલ્લભ પ્રભુજીનાં કીધા છે દર્શન ..

મારું મોહી લીધું મન …

-મારા ઘટમાં બિરાજતા …

મારું મનડું છે ગોકુળ વનરાવન

મારા તનના આંગણિયામાં તુલસીના વન ..

મારા પ્રાણ જીવન …

-મારા ઘટમાં બિરાજતા …

હું તો નિત્ય વિઠ્ઠલવરની સેવા રે કરું

હું તો આઠે સમા કેરી ઝાંખી રે કરું

મેં તો ચિત્તડું … શ્રીનાથજીને ચરણે ધર્યું ..

જીવન સફળ કર્યું …

-મારા ઘટમાં બિરાજતા …

મારું મનડું છે ગોકુળ વનરાવન

મારા તનના આંગણિયામાં તુલસીના વન ..

મારા પ્રાણ જીવન …

-મારા ઘટમાં બિરાજતા …

મેં તો ભક્તિ મારગ કેરો સંગ રે શાધ્યો

મેં તો પુષ્ટિ રે મારગ કેરો સંગ રે શાધ્યો

મને ધોળ – કીર્તન કેરો રંગ રે  લાગ્યો

મેં તો લાલાની લાલી કેરો રંગ રે માંગ્યો ..

હીરલો હાથ રે લાગ્યો …

-મારા ઘટમાં બિરાજતા …

મારું મનડું છે ગોકુળ વનરાવન

મારા તનના આંગણિયામાં તુલસીના વન ..

મારા પ્રાણ જીવન …

-મારા ઘટમાં બિરાજતા …

આવો જીવનમાં લાવો ફરી કદી ના મળે

વારે વારે માનવ દેહ કદી ના મળે

ફેરા લખ રે … ચૌરાસીના મારા રે ફળે ..

મને મોહન રે મળે …

-મારા ઘટમાં બિરાજતા …

મારું મનડું છે ગોકુળ વનરાવન

મારા તનના આંગણિયામાં તુલસીના વન ..

મારા પ્રાણ જીવન …

-મારા ઘટમાં બિરાજતા …

મારી અંત સમય કેરી સુણો રે અરજી

મેં તો શ્રીજીબાવા શરણોમાં દયા રે કરી

મને તેડા … યમ કેરા કદી ના આવે ..

મારો નાથ તેડાવે …

-મારા ઘટમાં બિરાજતા …

મારું મનડું છે ગોકુળ વનરાવન

મારા તનના આંગણિયામાં તુલસીના વન ..

મારા પ્રાણ જીવન …

-મારા ઘટમાં બિરાજતા …

 

ફેશબુક દ્વારા બ્લોગ પોસ્ટ પર આપની કોમેન્ટ્સ અહીં મૂકવા વિનંતી છે.....

 • Priana

  mane gamatu bhajan ane gaayak no avaaj pan saras chhe. jay shri krishna

 • આદરણીયશ્રી. અશોકભાઈ

  પ્રભુ ભક્તિમાં આપ સૌને લીન કરી દો છો,

  આપ તો ખરેખર અમને બધાને,

  ” છોડમાં રણછોડના દર્શન કરાવો છો.”

  લિ. કિશોરભાઈ એમ.પટેલ

 • Ramesh Patel

  બસ વારેવારે સાંભળ્યા જ કરીએ.
  રમેશ પટેલ(આકાશદીપ)

  • આદરણીય શ્રી રમેશભાઈ,

   પ્રભુનું નામ સાંભળવું ગમે તે જ આપણા સંસ્કાર અને ઈશ્વર કૃપા છે.

   આપના પ્રતિભાવ બદલ આભાર !