જવાનો જવાનો જીવડા …

જવાનો જવાનો જીવડા …
સ્વરઃ શ્રી હેમંત ચૌહાણ
જવાનો જવાનો જીવડા ..
એક દિ જવાનો
માટીના મહેલમાં તું
કેટલું રેહવાનો, કેટલું રેહવાનો, કેટલું રેહવાનો …
જવાનો જવાનો જીવડા
એક દિ જવાનો
માટીના મહેલમાં તું
કેટલું રેહવાનો ..
જવાનો જીવડા …
કેટલું રેહવાનો, કેટલું રેહવાનો, કેટલું રેહવાનો …
કાયા કેરો જોને
મેહલય લીધો
પગના રે થાંભલે ઊભો
નવ દરવાજાઓ, નવીન વિભાતના
ઉપર દસમો ઝરૂખો ..
રેહવાનો, રેહવાનો જીવતર
આખુંયે રેહવાનો
રાજવી થઈને આતો મહેલમાં રેહવાનો
જવાનો જવાનો જીવડા ..
એક દિ જવાનો
માટીના મહેલમાં તું
કેટલું રેહવાનો, કેટલું રેહવાનો, કેટલું રેહવાનો …
રયત જો ને
પાંચેય ઈન્દ્રિયો ને
રાખજે રે વશમાં તારી
પૂજા ને પ્રાર્થના, શ્રધ્ધા બનશે
લાખેરી સેના તારી ..
થવાનો થવાનો હુમલો
એક દિ થવાનો
કાળા ડિબાંગ જમ નો
હુમલો થવાનો ..
જવાનો જવાનો જીવડા
એક દિ જવાનો
માટીના મહેલમાં તું
કેટલું રેહવાનો, કેટલું રેહવાનો, કેટલું રેહવાનો …
હારશે રે જો ને તારો
આત્મ રાજા
નહિ રહે આ કોઈ આરો
પાંચ તત્વમાં
ભગડી જાશે
માટી નો મહેલ આ તારો
રોવાનો રોવાનો આખર
એક દિ રોવાનો
મનચ્છા નો વૈભવ છોડતા
અયર રોવાનો
જવાનો જવાનો જીવડા
એક દિ જવાનો
માટીના મહેલમાં તું
કેટલું રેહવાનો, કેટલું રેહવાનો, કેટલું રેહવાનો …
કાન રે ધરી ને
સુણી લે જીવડા
દિપક નું આ તેડું
મૂળી ભજન ની
વાપરી ને તું
ચૂકવી દે પ્રભુ નું દેવું
જવાનો જવાનો ઉપર
એક દિ જવાનો
બાંધી મુઠ્ઠી આવ્યો પણ તું
ખોલી ને જવાનો
જવાનો જવાનો જીવડા
એક દિ જવાનો
માટીના મહેલમાં તું
કેટલું રેહવાનો, કેટલું રેહવાનો, કેટલું રેહવાનો …
કેટલું રેહવાનો, કેટલું રેહવાનો ..
કેટલું રેહવાનો …

ફેશબુક દ્વારા બ્લોગ પોસ્ટ પર આપની કોમેન્ટ્સ અહીં મૂકવા વિનંતી છે.....

 • આદરણીય ડૉ.કિશોરભાઈ,

  હેંમતભાઈના સ્વર હકીકતે ખ્હોબજ સુંદર અને આકર્ષક દિલને ટચ કરે તેવો જ છે.ભજન પસંદ આવ્યું તે બદલ આભાર, બહ્વીશ્ય્માં વધુ તેમના સ્વરે ભજન સાંભળી શકો તેવી અમારી નમ્ર કોશિ રહેશે… અપના પ્રતિભાવ બદલ આભાર…!,

 • Dr. Kishorabhai M. Patel

  આદરણીયશ્રી. અશોકભાઈ

  હેમંત ચૌહાણ ના સ્વરમા અજબનો જાદુ છે, ભાઈ

  તમે આટલુ સુંદર ક્યાંથી શોધી લાવો છો સાહેબ

  ધન્ય છે તમને