મણિયારો તે હલુ હલુ થઇ વિયોં…(આઠમું નોરતું)

મણિયારો તે હલુ હલુ થઇ વિયોં…

.

 

.

મણિયારો તે હલુ હલુ થઇ વિયોં રે

મણિયારો તે હલુ હલુ થઇ વિયોં

હે મુંજા દલડા ઉદાસીમાં હોય રે

છેલ મુજો હાલારી મણિયારો

કે બાઈ મુજો પરદેશી મણિયારો

.

મણિયારો તે હલુ હલુ થઇ વિયોં રે

મણિયારો તે હલુ હલુ થઇ વિયોં

હે મુંજા દલડા ઉદાસીમાં હોય રે

છેલ મુજો હાલારી મણિયારો

કે બાઈ મુજો પરદેશી મણિયારો

.

અણીયારી રે ગૌરી તારી આંખડી રે

અણીયારી રે, અણીયારી રે, અણીયારી રે ગૌરી તારી આંખડી રે

ને કાંઈ હું રે આંજેલ એમાં મેષ રે

રે કાંઈ હું રે આંજેલ એમાં મેષ રે

છેલ મુજો હાલારી મણિયારો

કે બાઈ મુજો પરદેશી મણિયારો

.

મણિયારો તે હલુ હલુ થઇ વિયોં રે

હે મુંજા દલડા ઉદાસીમાં હોય રે

છેલ મુજો હાલારી મણિયારો

કે બાઈ મુજો પરદેશી મણિયારો

.

પનિહારીનું ઢળકંતુ ?બેડલું રે

પનિહારીનું, પનિહારીનું, પનિહારીનું ઢળકંતુ બેડલું રે

ને કાંઈ હું રે છલકંતુ એમાં નીર રે

રે કાંઈ હું રે છલકંતુ એમાં નીર રે

છેલ મુજો હાલારી મણિયારો

કે બાઈ મુજો પરદેશી મણિયારો

.

મણિયારો તે હલુ હલુ થઇ વિયોં રે

મણિયારો તે હલુ હલુ થઇ વિયોં

હે મુંજા દલડા ઉદાસીમાં હોય રે

છેલ મુજો હાલારી મણિયારો

કે બાઈ મુજો પરદેશી મણિયારો

ફેશબુક દ્વારા બ્લોગ પોસ્ટ પર આપની કોમેન્ટ્સ અહીં મૂકવા વિનંતી છે.....