ઢોલીડા ઢોલ રે વગાડ… (ચોથું નોરતું)

ઢોલીડા ઢોલ રે વગાડ,કાળી ગરબે રમે રે…

.

 

.

સ્વર:હેમંત ચૌહાણ…

.

.

ઢોલીડા ઢોલ રે વગાડ

કાળી ગરબે રમે રે…

ગરબે રમે ભવાની

ભક્તો ને ગમે રે…

ઢોલીડા..ઢોલીડા ઢોલ રે વગાડ

કાળી ગરબે રમે રે …

.

રૂડા ચોક રે ચુવાળ

માડી ગરબે રમે રે

બાળી બહુચર ને સંગે

માડી ગરબે ઘૂમે રે

ઢોલીડા..ઢોલીડા ઢોલ રે વગાડ

કાળી ગરબે રમે રે …

.

રૂડા આરાશુર ધામે

માડી ગરબે રમે રે

દેવી અંબિકાને સંગ

માડી ગરબે ઘૂમે રે

ઢોલીડા..ઢોલીડા ઢોલ રે વગાડ

કાળી ગરબે રમે રે ..

.

રૂડા માનસરોવર પાળ

માડી ગરબે રમે રે

માતા પાર્વતી ને સંગ

કાળી ગરબે ઘૂમે રે

ઢોલીડા..ઢોલીડા ઢોલ રે વગાડ

કાળી ગરબે રમે રે …

.

રૂડા ખૈબર ને ઘાટ

માડી ગરબે રમે રે

ચૌસાઠ જોગણીઓ સંગ

કાળી ગરબે ઘૂમે રે

ઢોલીડા..ઢોલીડા ઢોલ રે વગાડ

કાળી ગરબે રમે રે …

.

ઢોલીડા ઢોલ રે વગાડ

કાળી ગરબે રમે રે…

ગરબે રમે ભવાની

ભક્તો ને ગમે રે…

ઢોલીડા..ઢોલીડા ઢોલ રે વગાડ

કાળી ગરબે રમે રે …

ફેશબુક દ્વારા બ્લોગ પોસ્ટ પર આપની કોમેન્ટ્સ અહીં મૂકવા વિનંતી છે.....

  • Mrs Malkan

    हेमंतजी की आवाझ बड़ी प्यारी है उनके गाये हुए कृष्ण भजन हुमें बहोत अच्छे लागतें है। उनका एक भजन है
    छोटो छोटों सो कृष्ण कनैया ……..और something…….लाव हथेली श्याम लखी दऊं…..दोनों हमें बहोत प्रिय है लेकिन दूसरावाला भजन बहोत ही ढूंढने के बाद भी हम ढूंढ नहीं पाये।

    सुक्रिया अशोकजी