કાનૂડો કાળો કાળો (ભજનનો રસથાળ) …

કાનૂડો કાળો કાળો (ભજનનો રસથાળ) …

 

નારાયણ સ્વામી એ ભારત દેશના ગુજરાત રાજ્યનાં રાજકોટ શહેરનાં વતની હતાં. તેઓ ગુજરાતી ભજન નાં એક ખૂબ જ જાણીતા ગાયક કલાકાર હતા. નારાયણ સ્વામીએ સાંસારિક જીવનનો ત્યાગ કરી  સંન્યાસ  લીધો હતો. શાપર (વેરાવળ)નાં પાટીયે આવેલ શ્રી પરબવાળા હનુમાન મંદીરે તેઓ થોડો સમય રહયા હતાં. જયાં તેઓ દર શનિવારે ભજન કરતા હતાં તેમની સાથે વેરાવળ (શાપર)નાં મુળુભા(બચુભાઈ) તેમજ અન્ય સાથીદારો એ શરૂ કરેલ આ ક્રમ આજે પણ ચાલુ છે. ત્યાર પછીથી તેઓએ સ્થાપેલ આશ્રમમાં રહેતા હતાં. તેમનું પુર્વાશ્રમનું નામ શક્તિદાન ગઢવી હતું. તેનો આશ્રમ ગુજરાતનાં કચ્છ જિલ્લાનાં માંડવી ખાતે આવેલો છે. જયાં તેઓએ બિમાર તથા અશક્ત ગાય ની સાર સંભાળ માટે ગૌશાળા પણ સ્થાપેલ. તેઓએ દાસી જીવણ, મીરાં બાઈ, કબીરજી, ગંગાસતી, નરસિંહ મહેતા જેવા સંતો અને ભક્તો ના રચેલ ભજનો / વાણી બોલેલ છે. કહેવાય છે કે એક  તેઓએ  બોલેલ વાણી – કોઈપણ ભજન કે રચના એક વખત ગાયા બાદ તેઓ બીજી વખત ગાતા નહિ., ટૂંકમાં તેઓ દ્વારા ગયેલ અનેક રચનાઓ -ભજન દ્વારા પ્રચલિત છે. સૌરાષ્ટ્ર – ગુજરાતમાં નારાયણસ્વામી – ભજન સમ્રાટ તરીકે પ્રખ્યાત અને આદરણીય નામના તેઓ ધરાવે  છે. આજે પણ તેઓ દ્વારા બોલાયેલ ભજનો – વાણી આપણને સતત સાંભળવી ગમે છે.

‘દાદીમા ની પોટલી’ પર તેમના ભજન સરળતાથી માણવા અમોએ તેઓશ્રી નાં નામની એક અલગ જ કેટેગરી ‘નારાયણ સ્વામી’ નામે બનાવેલ છે. જેમાં તેઓશ્રી દ્વારા બોલાયેલ અનેક ભજનોનો સમાવેશ કરાવામાં આવેલ છે. આજે તેઓશ્રી ની પૂણ્યતિથી હોઈ, તેમના પુત્ર શ્રી હિતેષભાઈ (ભુજ) દ્વારા અમોને બે દિવસ અગાઉ જ જાણકારી ફોન દ્વારા આપવામાં આવેલ, જેથી અમોએ ખાસ આજે  તેમના થોડા ભજનોનો રસથાળ તમારી સમક્ષ આજની પોસ્ટમાં પીરસવાની કોશિશ કરેલ છે. તેઓશ્રી ની પૂણ્યતિથીએ તેમના ચરણમાં શ્રદ્ધાંજલિ સ્વરૂપ અપર્ણ … અસ્તુ ! શ્રી હિતેષભાઈ એ તેમના પૂર્વાશ્રમ નાં પિતાશ્રી અને હાલનાં ગુરુશ્રી દ્વારા બોલાયેલ ભજન ‘દાદીમા ની પોટલી’ પર મૂકવા માટે અમોને આપેલ સંમતી બદલ અમો તેઓશ્રીના તેમજ તેમના પરિવારના અંતરપૂર્વક્થી આભારી છીએ.

કાનુડો કાળો કાળો … (ભજનનો રસથાળ) …

 

 

બ્લોગ લીંક: http://das.desais.net
email: [email protected]

 

આજની પોસ્ટ ‘કાનૂડો કાળો કાળો’  (ભજનનો રસથાળ) … જો આપને માણવાની ખુશી થઇ હોઈ તો આપના અમૂલ્ય પ્રતિભાવ બ્લોગ પોસ્ટ પર મૂકી આભારી કરશો. ..‘દાદીમા ની પોટલી’.

ફેશબુક દ્વારા બ્લોગ પોસ્ટ પર આપની કોમેન્ટ્સ અહીં મૂકવા વિનંતી છે.....

  • Vimal Prajapati

    નારાયણ સ્વામીના કંઠે ભજનો સાંભળવા એ એક અદ્બભૂત લ્હાવો છે … આટલુ સરસ ભજન પોસ્ટ કરવા બદલ આભાર …

  • ગુજરાતમાં નારાયણસ્વામી – ભજન સમ્રાટ તરીકે પ્રખ્યાત અને આદરણીય નામના તેઓ ધરાવે છે. આજે પણ તેઓ દ્વારા બોલાયેલ ભજનો – વાણી આપણને સતત સાંભળવી ગમે છે.