શીલવંત સાધુને વારં વાર નમીએ …(ભજન)

શીલવંત સાધુને વારં વાર નમીએ …
સદગુરુને શરણે … (ગુરુ શરણ)
સ્વર : શ્રી નારાયણ સ્વામી …

.


.

સાખી :

શીલ બડા સંતોષ બડા
બુદ્ધિ બડા ગુણવંત
સબ કે પરસમ દ્રષ્ટિ હૈ
તાકો કહત હૈ સંત ..

 

શીલવંત સાધુ ને
વારં વાર નમીએ, જેના
બદલે નહિ વ્રતમાન …

 

ચિત્તની વ્રતી જેની
નિર્મળ રેહ રેહ ને .. (૨)
મા’રાજ થયા મે’રબાન ..

 

શીલવંત સાધુ ને
વારં વાર નમીએ, જેના
બદલે નહિ વ્રતમાન …

 

શત્રુ ને મિત્ર જેને
એકે નહિ ઉરમાં ને
પરમારથમાં જેને પ્રીત .. (૨)

 

મન, કર્મ, વચનથી
મન. કર્મ, વાણીએ, વચનમાં ચાલે
રૂડી પાડે એવી રીત ..

 

શીલવંત સાધુ ને
વારં વાર નમીએ, જેના ..
બદલે નહિ વ્રતમાન …

 

આઠે પો’ર મન
મસ્ત થૈ ને રે’ વે, જેને ..
જાગી ગયો તુરીયાનો તાર ..

 

નામ રૂપ જેણે
મિથ્યા કરી જાણ્યા ને
સદાય ભજનનો એને આહાર ..

 

શીલવંત સાધુ ને
વારં વાર નમીએ, જેના
બદલે નહિ વ્રતમાન …

 

સંગત્યું તમે જ્યારે
એવાની રે કરશો પાનબાઈ
સંગત્યું તમે જ્યારે
એવાની રે કરશો ત્યારે ..
ઊતરશો ભવ પાર …

 

ગંગાસતી એમ બોલિયાં ને રે
જેને વચનો સાથે વે’વાર ..

 

શીલવંત સાધુ ને
વારં વાર નમીએ પાનબાઈ
શીલવંત સાધુ ને
વારં વાર નમીએ, જેના ..
બદલે નહિ વ્રતમાન .. (૨)

 

ચિત્તની વ્રતી જેની
નિર્મળ રેહ રેહ ને
જેને મા’રાજ થયા છે મે’રબાન …

 

શીલવંત સાધુ ને
વારં વાર નમીએ, જેના
બદલે નહિ વ્રતમાન … (૨)

 

ફેશબુક દ્વારા બ્લોગ પોસ્ટ પર આપની કોમેન્ટ્સ અહીં મૂકવા વિનંતી છે.....

 • harshad brahmbhatt

  ગંગાસતી એમ બોલિયાં ને રે
  જેને વચનો સાથે વે’વાર ..

  શીલવંત સાધુ ને
  વારં વાર નમીએ પાનબાઈ

  • આભાર……..હર્ષદભાઈ, ફરી મૂલાકાત લેશો અને આપના અમૂલ્ય પ્રતિભાવ પણ જરૂર આપશો.

 • This bhajan and many of Ganga Sati’s bhajans are spiritual and soul searching. Liked the most. Many of her songs are sung in our satsang group.

 • Dr.Kishorbhai Mohanbhai Patel

  આદરણીયશ્રી.અશોકભાઈ

  આ દેશ સંત, મહાત્મા, સંસ્કૃતિ પર ટકેલ દેશ છે,

  આપ સમાજ માટે સુંદર કાર્ય કરી રહ્યા છો,

  આવા સંત, મહાત્માના સંગમાં રહેવાથી જ મોક્ષ પ્રાપ્ત

  થાય છે, સાથે માનવે અમલ કરવો જરૂરી છે.

 • ગંગાસતી એમ બોલિયાં ને રે
  જેને વચનો સાથે વે’વાર ..

  શીલવંત સાધુ ને
  વારં વાર નમીએ પાનબાઈ
  >>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>…>>>>
  Ashokbhai,
  Enjoyed.
  NAMAN to the GREAT SOUL !
  DR. CHANDRAVADAN MISTRY
  http://www.chandrapukar.wordpress.com
  See you on Chandrapukar !