કેમ તો મુંજાણી મતિ તારી …(ભજન)

કેમ તો મુંજાણી મતિ તારી …

.

.

સ્વર: શ્રી નારાયણ સ્વામી ..

.

.

.

કેમ તો મુંજાણી મતિ તારી
એ એવો વણજે આવ્યો વપારી …
આવ્યો વ્હેપારી  …

કેમ તો મુંજાણી મતિ તારી
એવો વણજે આવ્યો વેપારી
આવ્યો વ્હેપારી  આવ્યો …

.
સોંઘુ જાણીને તમે, સાટું નવ કરજો ને
સોંઘુ જાણીને તમે …
સાટું નવ કરજો રે … જી…
એ… વસ્તુ જ લેજો વિચારી
એ વણજે આવ્યો, વ્હેપારી
આવ્યો વ્હેપારી  …

.
કેમ તો મુંજાણી મતિ તારી
એવો વણજે આવ્યો, વ્હેપારી
આવ્યો વ્હેપારી  …

.
મનખ્યા પદારથ તને
માંડ કરીને મળ્યો … વ્હાલા
મનખ્યા પદારથ તને ભાઈ …
માંડ કરીને મળ્યો … વ્હાલા ..
એમા બાંધી ભૂંડપની ભારી
એવો વણજે આવ્યો વ્હેપારી
આવ્યો વ્હેપારી  …

.
કેમ તો મુંજાણી મતિ તારી
એ એવો વણજે આવ્યો વ્હેપારી
આવ્યો વ્હેપારી …

.
સદગુરુને તમે સંગાથે લેજો વ્હાલા
એ આપે શિખામણ સારી
આપે શિખામણ સારી
એવો વણજે આવ્યો વ્હેપારી
આવ્યો વ્હેપારી …

.
કેમ તો મુંજાણી મતિ તારી
એ એવો વણજે આવ્યો વ્હેપારી
આવ્યો વ્હેપારી …

.
હરિજન માટે તમે, હરિરસ વ્હોરજોને
હરિજન માટે તમે ..
હરિરસ વ્હોરજોને
શુદ્ધ – બુદ્ધ રહેશે એમાં સારી
એવો વણજે આવ્યો વ્હેપારી
આવ્યો વ્હેપારી …

.
કેમ તો મુંજાણી મતિ તારી
એ એવો વણજે આવ્યો વ્હેપારી
આવ્યો વ્હેપારી …

.
દાસી જીવણ સંતો, ભીમ કેરે શરણે લે
દાસી જીવણ રે સંતો
ભીમ કેરે શરણે લે
શરણે આવ્યાને લેજો ઉગારી
એ શરણે આવ્યાને લેજો ઉગારી
એવો વણજે આવ્યો વ્હેપારી
આવ્યો વ્હેપારી …

.
કેમ તો મુંજાણી એ મતિ તારી
એ એવો વણજે આવ્યો, આવ્યો વ્હેપારી
આવ્યો વ્હેપારી …  (૩)

.

ફેશબુક દ્વારા બ્લોગ પોસ્ટ પર આપની કોમેન્ટ્સ અહીં મૂકવા વિનંતી છે.....

 • ડૉ. કિશોરભાઈ એમ.પટેલ

  શ્રીમાન,

  ખુબજ સરસ

  માણસની જ્યારે મતિ બગડે ત્યારે,

  ખરેખર પતનની શરૂઆત થાય છે.

  કિશોરભાઈ પટેલ

 • સદગુરુને તમે સંગાથે લેજો વ્હાલા
  એ આપે શિખામણ સારી
  શરણે આવ્યાને લેજો ઉગારી
  એ શરણે આવ્યાને લેજો ઉગારી
  Bhajan by Dasi Jivan is really Nice.
  The message is Be guided by a Sadguru….and the “total submission”to the God…leads to the Salvation.
  DR. CHANDRAVADAN MISTRY (Chandrapukar)
  http://www.chandrapukar.wordpress.com
  Hope to see you for the New Post on Chandrapukar.

  • ડૉ. ચંદ્રવદનભાઈ,

   હા, એ હકીકત છે કે ઈશ્વરની પ્રાપ્તિ કે અનુભૂતિ માટે યોગ્ય સદગુરુ મળવા જરૂરી છે. સદગુરુ આપણે પસંદ કરીએ અને મળે તે નહિ પરંતુ આપણા ભાગ્યમાં હોય અને કર્મ સંજોગે પ્રાપ્ત થાય તે જીવનનો રાહ દેખાડી શકે અને તે માટે સમર્પણ એ પ્રથમ આવશ્યક છે.

   આપના પ્રત્રીભાવ બદલ આભાર !