શૂરવીરને તું જોઈને પ્રાણી …(ભજન)

શૂરવીરને તું જોઈને પ્રાણી  …(ભજન)


.
સ્વર : શ્રી નારાયણ સ્વામી …
.

શૂરવીરને તું જોઈને પ્રાણી
કાયર થઈને ભાગીશમાં
કાયર પણાની વાતો કરીને
બીજાને બીવડાવીશમાં … (૨)

.
સીધે મારગડે જો કોઈ ચાલે
સીધે મારગડે …. હે…
સીધે મારગડે જો કોઈ ચાલે
એને મારગ અવળો બતાવીશમાં
પરાયાનું સારૂં જોઈને
દિલડું તારું દુભાવીશમાં
પરાયાનું સારૂં જોઈને
દિલડું તારું દુભાવિશમાં

.
શૂરવીરને તું જોઈને પ્રાણી
કાયર થઈને ભાગીશમાં
કાયર પણાની વાતો કરીને
બીજાને બીવડાવીશમાં …

.
સુગંધની તને ખબર ન હોય તો  …
સુગંધની તને ખબર ન હોય તો
ફૂલડાને તું તોડીશમાં
પાણી ન પાતો ચાલશે,
પણ, ઊગતા છોડ ઉખેડીશમાં …(૨)

.
શૂરવીરને તું જોઈને પ્રાણી
કાયર થઈને ભાગીશમાં
કાયર પણાની વાતો કરીને
બીજાને બીવડાવીશમાં …

.
દાન ન દેતો, દયા રાખજે
દાન ન દેતો, દયા રાખજે
બોલીને કોઈનું બગાડીશમાં
સમજ્યા વિનાની વાતો કરીને
મૂરખમાં નામ નોંધાવીશમાં … (૨)

.
શૂરવીરને તું જોઈને પ્રાણી
કાયર થઈને ભાગીશમાં
કાયર પણાની વાતો કરીને
બીજાને બીવડાવીશમાં …

.
હરિ ભજનમાં જઈને પ્રાણી
હરિના ભજનમાં જઈને પ્રાણી …
ઘરની વાતો ઉખેડીશમાં
શબ્દ સમજ્યા વિન તાલને ટેકે …
માથું તારું ધુણાવીશમાં
શબ્દ સમજ્યા વિના તાલને ટેકે …
માથું તારું ધુણાવીશમાં
.
શૂરવીરને તું જોઈને પ્રાણી
શૂરવીરને તું …
શૂરવીરને તું જોઈને પ્રાણી
કાયર થઈને ભાગીશમાં
કાયર પણાની વાતો કરીને
બીજાને બીવડાવીશમાં  …

.
નાથ ક્રીપાથી નાવ મળ્યું છે
પ્રભુની કૃપાથી નાવ મળ્યું એને
ઊંઘમાં ઊંધું વાળીશમાં
કહે પુરુષોત્તમ ગુરુ પ્રતાપે
અવસર એળે ગુમાવીશમાં
કહે પુરુષોત્તમ ગુરુ પ્રતાપે
અવસર એળે ગુમાવીશમાં

.
શૂરવીરને તું જોઈને પ્રાણી
જોઈને પ્રાણી …
શૂરવીરને તું જોઈને પ્રાણી
કાયર થઈને ભાગીશમાં
કાયર પણાની વાતો કરીને
બીજાને બીવડાવીશમાં …
કાયર પણાની વાતો કરીને
બીજાને બીવડાવીશમાં …

.

ફેશબુક દ્વારા બ્લોગ પોસ્ટ પર આપની કોમેન્ટ્સ અહીં મૂકવા વિનંતી છે.....

 • JAYESHKUMAR SHUKLA

  **** અભિનંદન …. ખૂબસરસ… ગમ્યું…. ભજનના શબ્દો ઉતમ સમજ પૂરી પાડે છે… વાહ ભાઈ વાહ… આભાર, આભાર, આભાર…..*** જયેશ શુક્લ.”નિમિત્ત”…21.01.2014.મંગળવાર.વડોદરા.

 • ડૉ. કિશોરભાઈ એમ.પટેલ

  ખુબજ સરસ

 • Ramesh Patel

  સરસ સાંભળ્યા કરીએ તેવું ભજન.આનંદ થયો.
  રમેશ પટેલ(આકાશદીપ)

 • shailesh Patel

  wah!!khoob saras bhajan!!!

  • શ્રી શૈલેષભાઈ,

   શ્રી નારાયણ સ્વામીનું ભજન પસંદ આવ્યું ત એ બદલ આભાર !~

   દર અઠવાડિયે એક ભજન આપને અહીં સાંભળવા જરૂર મળશે. બસ, આપના પ્રતિભાવ તે પોસ્ટ પર જરૂરથી મૂકશો કે ભજન કેવું લાગ્યું.

   આભાર !