જાઉં છે મરી, ને રામ….(ભજન)

જાઉં છે મરી, ને રામ….(ભજન)

.

 

.

.

જાઉ છે મરી, લે લગાડી …

જાઉ છે મરી …જાઉ છે  મરી ને રામ,

જાઉ છે મરી…

લે લગાડી રામ ભજી લે

જાઉ છે મરી…

.

જાઉ છે મરી …જાઉ છે મરી

લે લગાડી… હે રામ ભજી લે

જાઉ છે મરી…

.

મેળી, મંદિર, માળીયા તારા જાશે રે પડી

કાચી કાયાનું ધૂળ બંધાણું,

જાણે ધૂળની પળી …

જાઉ છે મરી ને રામ, જાઉ છે મરી..

લે લગાડી રામ ભજી લે

જાઉ છે મરી…

.

સગા, કુટુંબી તારું લૂંટવા લાગે, કાનની કડી,

સગા, કુટુંબી તારું લૂંટવા લાગે, ભાઈ કાનની કડી..

કાઢો, કાઢો એમ સહુ કહે, હવે રોકોમાં ઘડી

જાઉ છે મરી ને રામ, જાઉ છે મરી …

લે લગાડી…એ જી રામ ભજી લે,

જાઉ છે મરી….

માટે લે લગાડી રામ ભાજી લે

જાઉ છે મરી…

.

ફૂલણસીની જેમ ફૂલી રહ્યા છે

જાણે ગરથમાં ગળી

જમળા આવશે, જીવને લેવા

ભાંગશે નળી …

માટે જાઉ છે મરી ને રામ

જાઉ છે મરી...

માટે લે લગાડી રામ ભજી લે

જાઉ છે મરી

હે જી લે લગાડી રામ ભજી લે

જાઉ છે મરી…

.

હે…સાધુ સંતની, સંગત કરી લે

ગુરૂની સેવા એ વાત ખરી

સાધુ સંતની, હે જી સંગત કરી લે

ગુરૂની સેવા તો ખરી

દાસી જીવણ સંગ ભીમને ચરણે

જન્મ જાય રે ટળી …(૨)

જાઉ છે મરી ને હે રામ

જાઉ છે મરી …

.

લે લગાડી, હે…લે લગાડી રામ ભજી લે…

જાઉ છે મરી

લે લગાડી, રામ ભજી લે

લે લગાડી, રામ ભજી લે

જાઉ છે મરી …

જાઉ છે મરી ને રામ …

જાઉ છે મરી ..

માટે લે લગાડી, રામ ભજી લે

જાઉ છે મરી….

.

ફેશબુક દ્વારા બ્લોગ પોસ્ટ પર આપની કોમેન્ટ્સ અહીં મૂકવા વિનંતી છે.....

 • આદરણીયશ્રી.અશોકભાઈ

  ખુબ જ સરસ પંક્તિ.

  કાચી કાયાનું ધૂળ બંધાણું, જાણે ધૂળની પળી….!

  ડૉ.કિશોરભાઈ એમ.પટેલ

  સમયની અનુકુળતા કાઢી આપને મારા બ્લોગમાં પધારવા નિમંત્રણ છે.

  http://shikshansarovar.wordpress.com

  • ડૉ. કિશોરભાઈ,

   આપે લીધેલ બ્લોગની મૂલાકાત બદલ તેમજ પોસ્ટ પર આપે મૂકેલ પ્રતિભાવ બદલ આભાર !

 • Ramesh Patel

  sundar bhajan.very well sing.
  Ramesh Patel(Aakashdeep)