એકલા જવાના મનવા …

એકલા જવાના મનવા …
સ્વર: આરતી મુન્શી  .. ડૉ. શ્યામલ મુન્શી  તેમજ શૌમિલ મુન્શી ..


આજે આપણે ખૂબજ સુંદર ત્રણ રચનાઓ આરતી મુન્શી  ..ડૉ. શ્યામલ મુન્શી તેમજ શૌમિલ મુન્શી ના સ્વરે .. માણીશું. ઉપરોક્ત રચનાઓ … અમારા માતૃશ્રી -‘દાદીમા’ ના સ્મરણાંજલિ સ્વરૂપે તેમના શ્રીચરણોમાં ભાવપુષ્પરૂપ   …
આપણે આવીએ છીએ ત્યારે એક જીવન, એક જિંદગી મળેલી હોય છે અને આપણે એ જીવન જીવતા રહીએ છીએ. ઘણા બધાનો સાથ -સંગાથ હોવા છતાં આપણે એકલા જ છીએ અને એકલા જવાનું છે.. આવા ભાવ સાથેની આ ખૂબ સુંદર રચના …
સાથે સાથે અન્ય બે સુંદર રચનાઓ પણ છે, જેના નામ અહીં નથી દર્શાવતો પરંતુ તે માણ્યા બાદ  જણાવશો કે આજની આ ત્રણ રચનાઓ  પસંદ આવી કે નહિ ?… તમારા અમૂલ્ય પ્રતિભાવ બ્લોગ પોસ્ટ ના કોમેન્ટ્સ બોક્ષમાં જરૂર  મૂકશો….


એકલા જવાના મનવા, એકલા જવાના ..
સાથી વિના, સંગી વિના
એકલા જવાના …
એકલા જવાના મનવા, એકલા જવાના ..
સાથી વિના, સંગી વિના
એકલા જવાના ..
એકલા જવાના, એકલા જવાના …
કાળજાની કેળીએ, કાયા ના સાથ દે
કાળી કાળી રાતડીએ  છાયા ના સાથ દે .. (૨)
કાયા ના સાથ દે ભલે ..
છાયા ના સાથ દે ભલે .. (૨)
પોતાનાં જ  પંથે
પોતાનાં વિનાના ..
સાથી વિના, સંગી વિના
એકલા જવાના ..
એકલા જવાના, એકલા જવાના …
આપણે એકલા ને  કિરતાર એકલો
એકલા જીવો ને એનો, આધાર જ એકલો .. (૨)
એકલા રહીએ ભલે ..
વેદના સહીએ ભલે .. (૨)
એકલા રહી ને બેલી થાવું રે બધાના …
સાથી વિના, સંગી વિના
એકલા જવાના ..
એકલા જવાના, એકલા જવાના …
એકલા જવાના મનવા ..
એકલા જવાના ..
સાથી વિના સંગી વિના
એકલા જવાના ..
એકલા જવાના, એકલા જવાના    …
– બરકત વિરાણી –‘બેફામ’

 

બ્લોગ લીંક: http://das.desais.net

ફેશબુક દ્વારા બ્લોગ પોસ્ટ પર આપની કોમેન્ટ્સ અહીં મૂકવા વિનંતી છે.....

 • prakash oza

  આપના દાદીમાના ચરણોમાં સાદર પ્રણામ * ભજન ધુન દ્વારા ધન્યતા અનુભવી.

 • સાચી વાત સાહેબ એકલા જવાના

  ” એક વાત છે કરેલા સારા કાર્ય સાથે જવાના સાહેબ ”

  ગુજરાતી સમાજને તમે ઋણી બનાવી દીધો

 • purvi

  bahu sundar bhajan. aa bhajan thi bangoli bhasha ma gavayelu ravindra nath thakurnu ” ekla chalo ne ” e geet nu smaran thai aavyu.

  • પૂર્વિજી,

   બ્લોગ પોસ્ટ પર આવી આપેલ પ્રતિભાવ બદલ આભાર ! આપે સુચવેલ બંગાળી ગીત શ્રેયા ઘોષાલ, કિશોર કુમારજી વિગેરે નામી ગાયકો એ ગાયેલું છે. આ સાથે શ્રેયા ઘોષાલના સ્વરમાં ગવાયેલ ગીતની લીંક ..
   http://www.youtube.com/watch?NR=1&feature=endscreen&v=yPqdlR_X1Vk

 • Kinnari Patel

  sathi vina sangi vina ekla javana…………nice one..

 • Jitendra Chaudhari

  we will leave this planet alone without friends and family members…