મુખડાની માયા લાગી રે …

મુખડાની માયા લાગી રે …

.

.

મુખડાની માયા લાગી રે
મોહન પ્યારા ..
મુખડાની માયા લાગી રે …
મોહન પ્યારા ..
મુખડાની માયા લાગી રે ..

 

મુખડું મેં જોયું તારું
સર્વ જગ થયું ખારું .. (૨)
મન મારું રહ્યું ન્યારું રે …
મોહન પ્યારા ..
મુખડાની માયા લાગી રે …

 

સંસારીનું સુખ એવું
ઝાંઝવાના નીર જેવું .. (૨)
બે’ની તુચ્છ કરી દેવું રે
મોહન પ્યારા ..
મુખડાની માયા લાગી રે …

 

સંસારીનું સુખ કાચું
પરણીને રંડાવું પાછું .. (૨)
તેને તો સિંહ જાચું રે
મોહન પ્યારા ..
મુખડાની માયા લાગી રે …

 

પરનું તો પ્રીતમ પ્યારા
અખંડ સૌભાગ્ય મારો .. (૨)
મેં તો કર સાયો તારો રે
મોહન પ્યારા ..
મુખડાની માયા લાગી રે …

 

મીરાંબાઈ બની હારી
આશા મુને એક તારી .. (૨)
મેં તો કર સાયો તારો રે
મોહન પ્યારા ..
મુખડાની માયા લાગી રે …

 

મોહન પ્યારા ..
મુખડાની માયા લાગી રે …
મોહન પ્યારા ..
મુખડાની માયા લાગી રે … (૨)

 

ફેશબુક દ્વારા બ્લોગ પોસ્ટ પર આપની કોમેન્ટ્સ અહીં મૂકવા વિનંતી છે.....