એક ઊંચો તે વર ના જોશો રે દાદા…(સાંજીનું ગીત)

એક ઊંચો તે વર ના જોશો રે દાદા  …  (સાંજીનું ગીત) …

 

 

એક તે રાજને દ્વારે રમંતા બેનીબા
દાદે તે હસીને બોલાવિયાં
કાં કાં રે દીકરી તમારી દેહ જ દુબળી
આખંલડી રે જળે તે ભરી
નથી નથી દાદા મારી દેહ જ દુબળી
નથી રે આંખલડી જળે ભરી
એક ઊંચો તે વર ના જોશો રે દાદા
ઊંચો તો નિત્ય નેવાં ભાંગશે
એક નીચો તે વર ના જોશો રે દાદા
નીચો તો નિત્ય ઠેબે આવશે
એક ધોળો તે વર ના જોશો રે દાદા
ધોળો તે આપ વખાણશે
એક કાળો તે વર ના જોશો રે દાદા
કાળો તે કુટુમ્બ લજાવશે
એક કેડે પાતળિયો ને મુખે રે શામળિયો
તે મારી સૈયરે? વખાણિયો
એક પાણી ભરતી તે પાણીઆરીએ વખાણ્યો
ભલો તે વખાણ્યો મારી ભાભીએ

 

ક્લીક કરો અને સાંભળોઃ

Uncho_Te_Var.mp3

 

 

સાભાર: http://mavjibhai.com

બ્લોગ લીંક : http://das.desais.net
email : [email protected]

ફેશબુક દ્વારા બ્લોગ પોસ્ટ પર આપની કોમેન્ટ્સ અહીં મૂકવા વિનંતી છે.....