ગણેશ પાટ બેસાડિયે…(સાંજીનું ગીત) …

ગણેશ પાટ બેસાડિયે …  (સાંજીનું ગીત) …

 

 

ganeshji

ગણેશ પાટ બેસાડિયે વા’લા નીપજે પકવાન
સગા સંબંધીને તેડિયે જો પૂજ્યા હોય મોરાર
જેને તે આંગણ પીપળો તેનો ધન્ય ધન્ય અવતાર
સાંજ સવારે પૂજિયે જો પૂજ્યા હોય મોરાર
જેને તે આંગણ ગાવડી તેનો ધન્ય ધન્ય અવતાર
સાંજ સવારે દોણું મળે જો પૂજ્યા હોય મોરાર
જેને તે પેટે દીકરી તેનો ધન્ય થયો અવતાર
સાચવેલ ધન વાપરે જો પૂજ્યા હોય મોરાર
જેને તે પેટે દીકરો તેનો ધન્ય થયો અવતાર
વહુવારુ પાયે પડે જો પૂજ્યા હોય મોરાર
રાતો ચૂડો તે રંગભર્યો ને કોરો તે કમખો હાર
ઘરચોળે ઘડ ભાંગીએ? જો પૂજ્યા હોય મોરાર
કાંઠા તે ઘઉંની રોટલી માંહે ઢાળિયો કંસાર
ભેગા બેસી ભોજન કરે જો પૂજ્યા હોય મોરાર
ગણેશ પાટ બેસાડિયે ભલા નીપજે પકવાન
સગા સંબંધીને તેડિયે જો પૂજ્યા હોય મોરાર

 

 

ક્લીક કરો અને સાંભળોઃ
Ganesh_Pat_Besadie.mp3

 

 

સાભાર: http://mavjibhai.com

 

બ્લોગ લીંક : http://das.desais.net
email : [email protected]

ફેશબુક દ્વારા બ્લોગ પોસ્ટ પર આપની કોમેન્ટ્સ અહીં મૂકવા વિનંતી છે.....