કિડની સ્ટોન …

કિડની સ્ટોન …
ડૉ. અંકિત પટેB.H.M.S

 

kidney stone.1

 

કિડની એ આપણા શરીર માટે ખુબ જરુરી અવયવ છે. શરીર મા કયા તત્વોનો નિકાલ થતો અટકાવવો અને કયા તત્વો નો ત્વરીત નિકાલ કરવો એ કિડની નુ કાર્યક્ષેત્ર છે. કિડની ની અંદર ચાલતી અમુક રાસાયણીક પ્રક્રીયાને અંતે જ્યારે અમુક તત્વો નો નિકાલ જરુરી પ્રમાણમા ન થાય ત્યારે એ તત્વો કિડની અથવા તેના ભાગો જેમ કે મુત્રવાહિની ( યુરેટર ) અને પેશાબ ની કોથળી ( યુરીનરી બ્લેડર ) મા જમા થાય છે અને અંતે પથરી ( સ્ટોન ) નુ સ્વરુપ લે છે.

 

હવે આપણે જોઇએ કે સ્ટોન ના પ્રકાર …

 

 

૧ ) કેલ્શીયમ ઓક્સેલેટ સ્ટોન જે લગભગ ૬૫ થી ૭૦ % દર્દીઓમા જોવા મળે છે.

 
૨ ) કેલ્શીયમ ફોસ્ફેટ સ્ટોન

 
૩ ) યુરીક એસીડ સ્ટોન

 

 kidney stone

 

 

 

મોટાભાગ ના સ્ટોન ના કેસીસમાં  આ પ્રકાર ના સ્ટોન જોવા મળે છે.

 

કારણો …

 

૧ ) સૌથી મોટુ કારણ છે અપુરતુ પાણી પીવું.  ઘણી વખત એવુ બને છે જ્યારે વ્યક્તિએ દિવસ નુ ૧૦ થી ૧૨ ગ્લાસ પાણી કે જે  પીવુ જરૂરી છે., એ પણ નથી પીવાતુ, એના કારણૅ કિડ્ની ની અંદર યુરીક એસિડ નું  પ્રમાણ વધારે છે.   કારણ કે યોગ્ય પ્રમાણમાં શરીરમાં  પાણી ન જાય તો યુરીક એસીડ જોઇએ એટલો ડાઇલ્યુંટ ( ઓગળવુ ) થતો નથી અને એનું પ્રમાણ વધતુ જાય છે જેનાથી પેશાબ વધારે એસીડીક બનતો જાય છે. એસીડીક વાતાવરણ પથરી બનવા માટેનુ મોકળુ મેદાન છે એટલે પથરી બનવાની ક્રિયાને વેગ મળે છે.

 

૨ ) કેલ્શિયમ અને વિટામીન ડી ની દવાઓ નુ વધુ પડતુ સેવન પથરી ને નિમંત્રણ આપી શકે છે કારણ કે આ દવાઓના કારણે બ્લડ અને પેશાબમા કેલ્શિયમ નુ પ્રમાણ વધી જાય છે.

 

૩ ) ઘણી વખત કોઇ ગઠીયા વા ( ગાઉટ ) થી પીડાતા હો તો પણ પથરી થવાની શક્યતા ઓ વધી જાય છે. કારણ કે એમા યુરીક એસીડ ની માત્રા બ્લડની અંદર વધી જાય છે.

 

૪ ) ખાવા-પીવા ની બાબત પણ ખુબ જરુરી છે જેમ કે વધુ પડતુ મીઠુ, ખાંડ, પ્રાણી નુ માંસ (મીટ ), જે ખોરાક ની અંદર ઓકઝેલેટ નામ ના ક્ષાર નુ પ્રમાણ વધારે હોય,  જેમ કે તાંદરજો એ ખોરાકનો વધુ પડતો ઉપયોગ પથરી થવાની શક્યતાઓ વધારી દે છે.

 

 

લક્ષણો …

 

 

૧ ) કમર ના નીચેના ભાગમાં  કે સાઇડના ભાગમાં કે પેટ માં દુખાવો થવો,

 
૨ ) ઉલટી કે પછી ઉબકા થવા

 
૩ ) પેશાબ મા બળતરા થવી કે પેશાબ અટકી ને આવવો કે પેશાબ મા લોહી પડવું,

 
૪) ઠંડી લાગી ને તાવ આવવો.

 

 
ડાયાગ્નોસીસ …

 

 

૧ ) ઉપર દર્શાવેલા લક્ષણો પર થી લગભગ અંદાજ આવી જાય છે કે પથરી ની તકલીફ છે.

 

૨ ) એના સિવાય અલ્ટ્રાસોનોગ્રાફી દ્વારા સચોટ નિદાન કરી શકાય છે. એના દ્વારા આપણને પથરી ના સ્થાન, એની સાઇઝ અને એના કારણે કિડનીમા થયેલા ફેરફાર ની ચોક્ક્સ અને નક્કર માહિતી પ્રાપ્ત થાય છે.

 

 
પ્રોગનોસિસ …

 

જો પથરી ની યોગ્ય અને સમયસર સારવાર ન કરવીએ તો કિડની અંદર પાણી ભરાવાની શક્યતાઓને નકારી શકાય નહી.

 

સારવાર …

 

સૌથી પહેલા તો પથરી થતી અટકાવવી જરુરી છે તેના માટે નીચે મુજબ ના પગલા લઇ શકાય.

 

૧ ) પાણી પ્રમાણ જેટલુ વધારે એટ્લુ પથરી નુ જોખમ ઓછુ.

 
૨ ) એવા ખાદ્ય પદાર્થ કે જેમા ક્ષાર નુ પ્રમાણ વધારે હોય એ બીલકુલ ઓછા કે ન લેવા જેમ કે તાંદરજો, બીટ, મોટા ભાગના કઠોળ…

 
૩ ) ૪ એમ.એમ સુધી ની પથરી ૮૦% કેસ મા સહેલાઇ થી નિકળી જાય છે. ૫ એમ. એમ ની પથરી નીકળવા ની શક્યતાઓ ૨૦% છે પણ ૯ એમ. એમ થી ઉપર ની સાઇઝ ની પથરી સહેલાઇ થી નીકળી નથી સકતી.

 

હોમિયોપથી મા પથરી માટે ખુબ જ અક્સીર દવાઓ છે જે વારંવાર થતી પથરી ને રોકી શકે છે. કેમ કે હોમિયોપેથીક દવા શરીર મા વધારે પ્રમાણમા જમા થતા ક્ષાર ના સંતુલન ને નિયમિત કરે છે જેથી વધારાનો ક્ષાર સહેલાઇ થી નિકાલ પામે છે અને પથરીના સ્વરુપ મા જમા થતો નથી. પથરી થવાની મૂળ ઘટના છે ક્ષાર નુ એક જગ્યા પર એકઠા થવુ અને જો આપણે એ ઘટના જ ન થવા દઇએ તો પથરી થશે જ નહી.

 

ઉપયોગી દવાઓ –

 

 

બરબેરીસ વલ્ગેરીસ
 
લાઇકોપોડીયમ
 
ફોસ્ફરસ
 
કેલ્કેરીયા કાર્બોનીકા
 
સારસાપરીલા
 
લીથીયમ કાર્બોનીકા
 
પરેરા બ્રાવા
 

 

આ બધી દવાઓપથરી ના નિકાલ તથા એ બનતી અટકાવવામા ઘણો મહત્વનો ભાગ ભજવે છે.

 

 

ડૉ. અંકિત પટેલ …. B.H.M.S
‘ગુરુકૃપા હોમિયોપેથીક ક્લિનીક’ -દેહગામ – ગાંધીનગર

તેમજ

(પેટ અને આંતરડા નો  રોગ વિભાગ)
સ્વાસ્થ્ય હોમિયોપેથીક મલ્ટિસ્પેશ્યલીટી ક્લિનીક – અમદાવાદ
મોબાઈલ નંબર +૯૧ – ૭૪૦ ૫૧૦ ૪૪ ૭૬ અને + ૯૧ – ૯૪ ૨૮૬ ૫૮ ૧૧૮
email : [email protected]

 

 

બ્લોગ લીંક : http://das.desais.net
email : [email protected]

 

 

‘દાદીમા ની પોટલી’ પર ‘પેટ અને આંતરડા’ નાં રોગની શ્રેણી  શરૂ કરવા માટે અમો ડૉ.અંકિતભાઈ ના અંતર પૂર્વક્થી આભારી છીએ.

 

પેટ અને આંતરડા નાં રોગ વિશેની જાણકારી અને તેના ઉપચાર અંગની પ્રાથમિક માહિતી ડૉ.અંકિત પટેલ (અમદાવાદ) દ્વારા  હવે પછી નિયમિત રીતે બ્લોગ પર આપ સર્વે માણી શકો તેવી અમારી નમ્ર કોશિશ રહેશે.

 

આપ આપના સ્વાસ્થ્ય ને લઈને રોગ કે તેના ઉપચાર વિશે વિશેષ જાણકારી મેળવવા ઈચ્છતા હો તો  ડૉ.અંકિત પટેલ અથવા ‘દાદીમા ની પોટલી’ નાં  અહીં દર્શાવેલ ઈ મેઈલ આઈ.ડી. –    [email protected] [email protected]  દ્વારા મેળવી શકો છો.

 

બ્લોગ પોસ્ટ પરના આપના પ્રતિભાવ આવકાર્ય છે, જે અમોને તેમજ પોસ્ટના લેખક ડૉ. અંકિત પટેલ ને પ્રેરણાદાયી અને માર્ગદર્શક બની રહેશે.

ફેશબુક દ્વારા બ્લોગ પોસ્ટ પર આપની કોમેન્ટ્સ અહીં મૂકવા વિનંતી છે.....

 • Girishkumar B. Kataria

  I was admitted for kidney stone on 23rd June 2014 for 3 days. Hydero Therapy treatment was given during my admssion. It was indicated in the report that there are 3 stones. The size is 8 plus mm. I being 60 years old there was problem of prostat also. I was advised to go for surgery. I was not willing to go for surgery as I believe god has given a good body we should not get it disturbed or cut by way of operation. I prayed god. While searching for remedy I came across this web site I understood that Homeopathy is having treatment for stone. I met one Homeopath consultant of my area at Mumbai. He gave me medicines. Side by side I also took allopathy given by my company doctor. In addition I came across article that one of the item called KULITH OR KALTHI (IN Gujarati) (like turdal which is easily available at grocery shop. 25 gms of Kulthi and 400 gms water to be boiled and sodhakhar (eating soda) to be added while boiling. Drink its soup which could be half a glass or so, twice in a day. It is very effective. It stops pain and breaks the stone in to small pieces. On 30th I was passing urine and I saw brownish stones, I picked up and shown to Homepathy constultant Two days later some more pieces are observed in urine. The intention of this is to make the public aware my own experience so that one can get relief from pain and avoid surgery.

  Regards

  Girishkumar B. Kataria (Mumbai)

 • It is my experience. But u may freely advise taken from patanjali doctor

 • Use ful medicines in ayuvedic for stone virkdoshharvati, Divya Ashmihar Ras,
  Chandraprabhavati, gokshuradi google for 1st Two Tablet in morning and remaining two tablets after lunch

 • ડૉ. અંકિત પટેલ

  ખુબ ખુબ આભાર આપ સૌનો …….
  આશા રાખીશ કે તમારા સૌનો અને કુદરત નો સાથ-સહકાર આ રીતે મને સાપડતો રહે…..
  આપનો આભારી
  ડો. અંકિત પટેલ….

 • ડૉ. અંકિત પટેલ

  કિડની સ્ટોનના કારણે થતા દુખાવાને બરબેરીસ નામની દવા અક્સીર છે જે પેશાબની બળતરા પણ ઓછી કરે છે અને પથરી ને મુત્રમાર્ગમા આગળ ધકેલે છે. એટલે બરબેરીસ નામની દવા જનરલી કોઇપણ પથરી નો દર્દી લઇ શકે છે.

  પેશાબ મા બળતરા ની સાથે લોહી પડતુ હોય અને વારંવાર અપચાની તકલીફ રેહતી હોય તો લાઇકોપોડીયમ અથવા ફોસ્ફરસ આપી શકાય.

  વારંવાર પથરીની તકલીફ રહેતી હોય તો કેલ્કેરીયા નામની દવા લઇ શકાય.

  આ બધી દવાઓ ૩૦ ના પાવર થી શરુ કરી શકાય. રોજ સવારે ૪ ગોળી ચુસવાની હોય છે. પરંતુ દવાનો ડોઝ જે તે ડોક્ટર ની સલાહ અનુસાર લેવો હિતાવહ છે. કેમ કે હોમિયોપથી ના સિદ્ધાંત અનુસાર વ્યક્તિની શારીરિક પ્રકૃતી ના અભ્યાસ પરાથી દવા નો ડોઝ અને પાવર નક્કી કરી શકાય છે.

  શિરીષભાઇ – ખોરાક મા અળસી લેવા થી પથરી સારો એવો ફરક પડતો હોય છે.

 • swapnil

  Thanks D.r Ankit Patel