સર્વીસાઇટીસ … (સર્વીક્સનો સોજો)…..અને હોમિઓપેથી …

સર્વીસાઇટીસ… (સર્વીક્સનો સોજો.…. અને હોમિઓપેથી …

– ડૉ.ગ્રીવા માંકડ ...M.D. (A.M.)BHMS; DNHE

 

 

મિત્રો  …સ્વાસ્થય  નો મીઠો સ્વાદ અને હોમીઓપેથી’   શ્રેણીને વધુ આગળ વધારવા આપણને ડો.પાર્થ માંકડ બાદ    ડૉ.ગ્રીવા માંકડ નો સાથ અને સહકાર  મળી રહ્યો અને તેમના દ્વારા લખેલ  લેખ  આપણે  – ‘દાદીમા ની પોટલી’ પર થોડા સમયથી નિયમિત માણતા આવીએ છીએ. આપના દ્વારા ખૂબજ સુંદર પ્રતિભાવ બ્લોગ પોસ્ટ પર અમોને મળ્યાં., જે બદલ અમો આપના આભારી છીએ.

 

ડૉ.ગ્રીવા માંકડ સફળ હોમીઓપેથીક પ્રેક્ટીસ કરી રહ્યા છે, તેઓ દર્દી ને સમજવા માં ખુબ નિપુણ અને દવાઓ ના પ્રિસ્ક્રીપ્શન માટે પણ ખુબ નિપુણ છે. અન્ય કલીનીકો જોવા ની સાથે સાથે તેઓ સ્વાસ્થ્ય હોમીઓપેથીક કલીનીક માં ખાસ સ્ત્રી રોગ અને બાળ રોગો નો વિભાગ સંભાળે છે, ને જેમાં તેમનો બહોળો અનુભવ પણ છે. હોમીઓપેથી સાથે તેઓ રેકીમાં પણ નિષ્ણાત છે, અને દર્દી ને રેકી આપીને પણ ફાયદો આપી શકે છે. તેમણે રેકી વિષય સાથે એમ . ડી. પણ કરેલું છે. આ ઉપરાંત તેઓ ફૂડ અને ન્યુટ્રીશન વિષે પણ સલાહ આપતા રહે છે. 

 

સ્ત્રી રોગ વિશેની શ્રેણી ને આગળ વધારીએ, જેમાં આ  છઠ્ઠો લેખ …  સર્વીસાઇટીસ …  કે જે શ્વેતપ્રદર માટે જવાબદાર ઘણા કારણો પૈકીનું એક કારણ –  જે  સ્ત્રી રોગ વિશેનો છે.  તે…. સર્વીસાઇટીસ વિશે સમજીશું … ‘દાદીમા ની પોટલી’  પર આજનો લેખ મોકલવા બદલ અમો  ડૉ.ગ્રીવા માંકડ ના અંતરપૂર્વકથી આભારી છીએ.

 

વાચક મિત્રો, મારા દરેક આર્ટીકલસ્  ને ખુબ સારો પ્રતિસાદ આપવા બદલ આપ સહુની હું આભારી છું.  હજુ  વધુ ને વધુ માહિતી, હોમિયોપેથી અને સ્ત્રી રોગો વિશેની આપ સમક્ષ પહોચાડવા અત્રે હું પ્રયત્નશીલ રહીશ. આપ આપના મૂંઝવતા કોઈ પણ પ્રશ્નને મને નિઃસંકોચ પૂછશો તો વધુ ગમશે.  આપના પ્રતિભાવ/કોમેન્ટ્સ બ્લોગ પોસ્ટ પર અહીં આવકાર્ય છે….આપના સૂચનો – અભિપ્રાય સદા અમોને માર્ગદર્શક અને પ્રેરણાદાયી બની રહે છે.

  

વાચક મિત્રો, હવે પછીનો આર્ટીકલ આપની સમક્ષ મુકવા જઈ રહી છું, સર્વીસાઇટીસ … વિશે.  કોઇપણ રોગ ની સમજુતી અંગેના  કે પછી વિષયવસ્તુ અંગેના આપની કોઈ અગત્યની સલાહ કે આપના સૂચનો હોય તો જરૂરથી પ્રતિભાવ દ્વારા અહીં મુકશો એવી હું આપને વિનંતી કરું છું.  આપને મારા દ્વારા વધુ ને વધુ જાણકારી મળતી રહે એ દિશામાં હું હંમેશ પ્રયત્નશીલ રહીશ.

 

 

સર્વીસાઇટીસ – સર્વીસાઇટીસ એટલે સર્વીક્સનો સોજો…..

 

વાચકમિત્રો આપણે અગાઉના આર્ટીકલમાં લ્યુકોરિઆ … શ્વેતપ્રદર વીશે સમજ્યા હવે આપણે આ વખતે શ્વેતપ્રદર માટે જવાબદાર ઘણા કારણો પૈકીનું એક કારણ – સર્વીસાઇટીસ વિષે સમજીશું.

 

સર્વીસાઇટીસ …

 

સર્વિક્સ એટલે ગર્ભાશયનું મુખ કે જે યોનિમાર્ગમાં ખુલે છે, સર્વીસાઇટીસ એટલે સર્વીક્સનો સોજો.
સર્વિકસમાં આવતો સોજો એ સામાન્ય રીતે ઘણા કારણે હોઈ શકે.જેમકે ચેપ, કેમિકલ કે ફીઝીકલ ઈરીટેશન કે પછી કોઈ પ્રકારની એલર્જી. જેને લીધે એ સર્વીક્સની દીવાલ એકદમ લાલાશ પડતી થઇ જાય છે તેમજ સોજાને પરિણામે તેમાંથી ડીસ્ચાર્જ થાય છે.
સર્વીસાઇટીસ થવા માટેનું કારણ શોધવું અનિવાર્ય બની રહે છે.કારણકે મોટેભાગે તે ચેપ ને લીધે હોય છે.અને ચેપ આગળ વધીને ગર્ભાશય માં તેમજ અંડવાહિની નળી સુધી પણ ફેલાઈ શકે,જેને લીધે ભવિષ્યમાં એ સ્ત્રીની પ્રજનન ક્ષમતા પર નકારાત્મક અસર પડી શકે અથવાતો ગર્ભવતી મહિલાના ગર્ભમાં ઉછરતા બાળકને પણ જોખમી સાબિત થઇ શકે.

 

સર્વીસાઇટીસના કારણો:
સેકસ્યુઅલી ટ્રાંન્સમીટેડ ડીસિઝીસ (શારીરિક સંબંધને લીધે થતા રોગો )

 

ગોનોરિઆ

 

ક્લાયમેડીઆ

 

જનાઈટલ હર્પીસ

 

ટ્રાઇકોમોનીઆસીસ
સંભોગ વખતે વપરાતા શુક્રાણુંનાશક પદાર્થના રસાયણની તેમજ કોન્ડોમના લેટેક્સ રબરની એલર્જી હોવી

 

 

અન્તઃસ્ત્રવી નિયમનમાં ખલેલ
સર્વીસાઇટીસ એ પુખ્ત સ્ત્રીઓમા કોઈ ન કોઈ સમયે જોવા મળતી તકલીફ છે. નીચે મુજબનું વલણ ધરાવતી સ્ત્રીઓ ને થવાનું જોખમ સામાન્ય કરતા વધુ રહે છે
 નાની ઉમરે જ શારીરિક સંબંધ રાખવો
 એક કરતા વધુ પાર્ટનર સાથે શારીરિક સંબંધ હોવો
 ભૂતકાળમાં સેકસ્યુઅલી ટ્રાંન્સમીટેડ ડીસિઝ થયેલ હોવો
સર્વીસાઇટીસ ના લક્ષણો:
યોનિમાર્ગમાંથી સામાન્ય ન હોય તેવો પીળાશ પડતો ઓછી કે વધુ માત્રામાં થતો ડીસ્ચાર્જ એ નું મુખ્ય લક્ષણ છે માસિક પૂરું થયા પછી તરત વધુ પ્રમાણમાં જોવા મળતું હોય છે

 

 યોનિમાર્ગમાંથી લોહી પડવું
 ખંજવાળ આવવી
 બાહ્ય જનનેન્દ્રીયમાં ઈરીટેશન થવું
 સંભોગ સમયે દુખાવો થવો
 સંભોગ સમયે તેમજ બે માસિકધર્મ વચ્ચે લોહી પડવું
 પેશાબ સમયે બળતરા કે દુખાવો થવો
 સંભોગ સમયે કમરમાં નીચે દુખાવો થવો
 ઘણી વખત વણસેલી સ્થિતિમાં વધુ પ્રમાણમાં લગભગ પરૂ જેવો તેમજ તીવ્ર વાસ ધરાવતો ડીસ્ચાર્જ થતો હોય છે.જેની સાથે ખુબ વધુ પ્રમાણમાં ચર આવવી અને પેડુ નો દુખાવો પણ જોવા મળતો હોય છે.
 જો ચેપ વધુ ફેલાય તો એવા સંજોગોમાં તાવ આવવો,ઉબકા આવવા તેમજ કમરનો દુખાવો થવો.

 

સર્વીસાઇટીસ થતો અટકાવવા માટે :
આજના બદલાતા જતા સમયમાં લોકોની અનૈતિક સંબંધો અંગેની વિકૃત માનસિકતા ઘણાખરા અંશે આ પ્રકારના રોગો થવા માટે જવાબદાર રહેતી હોય છે.
માટે નીચે મુજબના પરિબળો સર્વીસાઇટીસ ન થાય એ માટે મદદરૂપ થતા હોય છે.

 

o પાર્ટનર દ્વારાસંભોગ વખતે નિરોધનો ઉપયોગ થવો

 

o એક કરતા વધુ પાર્ટનર સાથે સંભોગ ન કરવો

 

o બજારમાં મળતી વિવિધ પ્રોડક્ટ કે જેને લીધે યોનીમાંર્ગની દીવાલને નુકશાન થાય એવા પદાર્થોનો વપરાશ ટાળવો

 

o ડાયાબિટીઝ ધરાવતી સ્ત્રીઓ એ ચોક્સાઈપૂર્વક વારંવાર ચેપ ન લાગે એ બાબતનું ધ્યાન રાખવું

 

સર્વીસાઇટીસ ના ઉપાયો:
સર્વીસાઇટીસ એ ઘણી વખત જો ન મટે તો લાંબા સમય સુધી પીછો ન છોડતી તકલીફ છે. ઉપરાંત ઘણી સ્ત્રીઓ માં એ એકવાર થઈને મટ્યા પછી ફરીફરીને થતું પણ જોવા મળે છે. એવા સમયે એનું યોગ્ય કારણ જાણી ચોક્કસ ઉપાય થવો જરૂરી બની જાય છે.
હોમિયોપેથીમાં એવી ઘણી દવાઓ છે જે સ્ત્રીની પ્રકૃતિનો અભ્યાસ તેમજ માં થતા ડીસ્ચાર્જ ના પ્રકાર વગેરેને ધ્યાનમાં રાખીને નક્કી કરાતી દવા આપવામાં આવે છે. જેમકે,
Borax
Murex
Syphylinum
Tuberculinum
Conium
Medorrhinum
Hydrastis
kreosatum
Hamamallis
Ustilago
Sabina
Secale cornutum
Carbo animalis
Sepia
Mercurius
Silica
Hydrophobinum
gonotoxinum

 

 

પ્લેસીબો :

 

‘મન-શરીરનું સ્વસ્થ હોવું’ એ વ્યક્તિને લાગતા મન શરીરના ઘણાબધા ચેપ સામે બચાવી શકે છે.

 

ડૉ.ગ્રીવા માંકડ … M.D. (A.M.)BHMS; DNHE

 

બ્લોગ લીંક: http://das.desais.net –  ‘દાદીમા ની પોટલી’
email: [email protected]

 

આપને આજનો લેખ આપને પસંદ આવ્યો હોય તો જરૂર આપના અમૂલ્ય પ્રતિભાવ બ્લોગ પોસ્ટ પર મૂકી આભારી કરશો, આપના દરેક પ્રતિભાવ  ડૉ.ગ્રીવા – લેખિકાની કલમને  સદા બળ પૂરશે., તેમજ અમોને આપના પ્રતિભાવ  દ્વારા  આ પ્રકારના લેખ મૂકવા માટે પ્રેરણા  મળી  રહેશે. આભાર ..! ‘દાદીમા ની પોટલી’.

 

“ સર્વે પાઠક મિત્રો ને વિનંતી કે આપ આપના પ્રતિભાવો દ્વારા આપને સતાવતા કે સ્વાસ્થયને અંગે ઉદભવતા પ્રશ્નો બ્લોગ પર આવી જરૂર પૂછી શકો છો. ડૉ.ગ્રીવા માંકડ… આપને શક્ય એટલો ઝડપી જવાબ બ્લોગ પર આપવા પ્રયત્ન કરશે. જો કોઈ પણ ને એમના ઉદભવતા કે તેમને મુંજવણ આપતા પ્રશ્ન કે રોગ બાબતે Privacy / અંગતતાજાળવવી હોય તો તેઓ તેમની સમસ્યા ડાયરેકટ [email protected] ઉપર અથવા  [email protected] અથવા [email protected] ના ઈ મેઈલ દ્વારા પૂરી વિગત – જેવી કે, વજન, ઉંમર, ઉંચાઈ, સ્વાસ્થ્યની સમસ્યા – (કેટલા સમયથી છે), કોઈ ઉપચાર અગાઉ કરાવેલ હોય તો તે વિગત -રીપોર્ટ ની જાણકારી મોકલવી. તમોને તમારા email ID દ્વારા યોગ્ય માર્ગદર્શન મોકલી આપીશું. ”  

આભાર ! ‘દાદીમા ની પોટલી’

ફેશબુક દ્વારા બ્લોગ પોસ્ટ પર આપની કોમેન્ટ્સ અહીં મૂકવા વિનંતી છે.....

 • Prabhudas.Pokar

  બહુ જ સરસ માહિતી.

 • Chimnlal Virchand Shah

  do you have some medicines to help parkinsons disease ?…

 • Rajnikant Shantilal Desai

  do you have some medicines to help parkinsons disease ?

 • Rajnikant Shantilal Desai

  Nice and useful medical article for women. Thanks.