પ્રાણવાયુ તંત્ર …. (“જીવન લક્ષ્ય”) …

 પ્રાણવાયુ તંત્ર …. (“જીવન લક્ષ્ય”) …  

 

પ્રાણવાયુ તંત્ર વિશે પ્રાથમિક જાણકારી ‘જીવન લક્ષ્ય’ શ્રેણી હેઠળ આજે આપણે ડૉ. ઝરણાબેન દોશી પાસેથી મેળવીશું.  ‘દાદીમા ની પોટલી’ પર પોસ્ટ મોકલવા બદલ અમો ડૉ. ઝરણાબેન ના અંતરપૂર્વકથી આભારી છીએ…

 

 

 

 

કુદરતી ઓક્સિજન ને કેવી રીતે મહત્વ આપવું, તે ક્યાંથી મેળવવું ? ….

(કૂદરતી ઓક્સિજન ને મહત્વ આપવું કે પછી ફ્રીઝ, એરકન્ડિશન્ડ, હિટર કે સોના બાથ સિસ્ટમ ને ?)

 

આજના રોજીંદા જીવનમાં આપણે સૌ જાણીએ છીએ કે પરિવારના બધા સભ્યોની પોતપોતાની એક આગવી જીવનચર્યા છે.   જેમાં પ્રાથમિક જરૂરિયાત એ લાગે છે કે આપણે પોતે પોતાનું ધ્યાન રાખતા શીખવું પડશે.

 

વાચક મિત્રો આજે આપણે જીવનની એક મૂળભૂત જરૂરિયાતને લક્ષ માં લેશું.   કુદરતી રીતે વાતાવરણ માં  રહેલું પ્રાણ તત્વ એટલે ઓક્સિજન એ ઈશ્વરની બહુમૂલ્ય કૃપા છે, કોઈ એને ભગવાન કહે કોઈ રામ- રહીમ કે ખુદા કહે.   આવી બહુમૂલ્ય બક્ષીશ મેળવીને આપણે કુદરતના ઋણી થઇ ગયા છીએ.  આપણી આધુનિક જિંદગીની રીતભાતમાં રીમોટ કન્ટ્રોલ થી રોબોટીક દુનિયામાં ખોવાઈ ગયા છીએ.   છતાં માનવીને કશુક ખૂટે છે અને ત્યારે જ આપણને કુદરત યાદ આવે છે.   કુદરતી પ્રાણનો વિપુલ જથ્થો આપણને પૃથ્વી, અગ્નિ, જળ, વાયુ, આકાશ દરેક તત્વોમાંથી મળ્યા જ કરે છે.   પરંતુ તે ઉપરાંત આપણે ક્યાં ક્યાં પ્રાણ તત્વને વેડફી દઈએ છીએ તેની સમજણ મેળવીએ. …

 

આપણી શું શું ભૂલો થાય છે જ્યાં વધુ પડતો પ્રાણ વપરાય જાય છે ?  અને તન, મન, ધન બધાની હાની થાય છે.

(૧) કૃત્રિમ રાસાયણિક દ્રવ્યો નો બેફામ ખાવામાં, પીવામાં, વપરાશમાં, ઉઠતા બેસતા બધેજ અતિશય ઉપયોગ.

(૨) પ્લાસ્ટીક પેકિંગ ખાદ્ય સામગ્રી.

(૩) જાત જાતનું પ્રદૂષણ.

(૪) વીજળી નો અને આધુનિક ઉપકરણોનો વધુ પડતો વપરાશ જેમકે એરકન્ડીશન, ફ્રીજ, મોબઈલ, ટેલીવિઝન વગેરે.

(૫)  ભોજનમાં તો આપણે એટલી બધી ભૂલો કરતા હોઈએ છે કે કુદરતી તત્વોનો નાશ થયો હોય એવા જ ખાદ્ય પદાર્થોને અરોગીયે છીએ.

(૬) રાતે જાગતા રેહવું અને દિવસે સુતા રેહવું. સુર્યથી વિપરીત જીવવું.

 

સરળતાથી ઓક્સિજનનો જથ્થો ક્યાંથી અને કેવી રીતે મેળવવો?

(૧)  કુદરતી વાતાવરણમાં સમય પસાર કરવો, ૫ મીનીટ થી શરૂઆત કરો, કુદરત એની મળે જ આપણને વધુ સમય ફાળવી શકીએ એનો માર્ગ આપી દેશે.

(૨) તુલસી વાવો, અજમો વાવો, મીઠો લીમડો વાવો દરેકને એવી રીતે ઉછેરો કે તમારા આંગણામાં પ્રાણ તત્વ ભરાયેલું રહે અને સ્વછતા તથા પવિત્રતા જળવાઈ રહે.

(૩) લીલા ઘાસ ઉપર ઉઘાડા પગે ચાલો.

(૪) બાગ બગીચામાં ફરવા જવાનું રાખો. આજુબાજુ એવા મિત્રો બનાવો જેમને બાગ બગીચા નિસાર સંભાળ રાખવી ગમે, જે ફૂલ અને છોડવાઓને પોતાના વહાલા બાળકોની જેમ જતન પૂર્વક સાચવે.

(૫) અગાશીમાં જવાનું થાય એવી કોઈ પ્રવૃત્તિ રાખો જેમ કે સુર્ય નમસ્કાર, પક્ષીઓને ચણ નાખવું, બાળકોને રમાડવા, કોઈ વસ્તુની સુકવણી કરવી, તડકે બેસવું, છાપુ વાંચવું, હળવું ચાલવું ફરવું વગેરે.

(૬) શોખ ની એક યાદી બનાવો તેમાંથી બિનખર્ચાળ કયા કયા શોખ છે જે નિર્દોષ છે અને પરિવાર માં બધા સહમત છે તથા પ્રાણદાયક છે તો પ્લાન કરો અને શોખને પ્રવૃત્તિ બનાવો.

(૭) સંગીતમાં જેવા પ્રકારના રસમય ગીતો, ભજનો મનપસંદ છે તેને એક સાથે સમૂહ બનાવો, તેને પણ ફુરસદના સમયે આનંદથી માણો.

 

વાચક મિત્રોને પણ આમંત્રણ છે કે આપ સૌની નજરે પણ કેટલાય મહત્વના મુદ્દાઓ આવતા હશે જે તમે અન્ય વાચકો માટે તમારા અનુભવના આધારે રજુ કરી શકો છો …..કે ક્યાં આપણે પ્રાણ ને ગુમાવીએ છીએ અને ક્યાં આપણને શુદ્ધ પ્રાણ મળવાની શક્યતા છે જે રોજના ધમાલિયા અને અનિયમિત જીવનધોરણ માં આપણે અનુસરણમા મુકીશું તો જીવનમાં પ્રાણવાન જીવન જીવવા માટે પાશેરામાં પેહલી પુણી થશે.

 

ચાલો તો …આપણા જીવનની સમસ્યા અંગે ડૉ.ઝરણાબેન દોશી પાસેથી  જાણીએ …

 

 “સર્વે પાઠક મિત્રો ને વિનંતી  કે  આપ આપના પ્રતિભાવો દ્વારા  આપને સતાવતા કે સ્વાસ્થયને અંગે  ઉદભવતા પ્રશ્નો બ્લોગ પોસ્ટ પર આવી જરૂર પૂછી શકો છો. ડૉ.ઝરણા દોશી … આપને તેનો  જવાબ બ્લોગ પર આપવા જરૂર પ્રયત્ન કરશે.  અથવા આપને  ઉદભવતા કે મુંજવણ આપતા પ્રશ્ન કે રોગ બાબતે  Privacy / અંગતતા – જાળવવા ઇચ્છતા હોય તો આપની સમસ્યા ની વિગત ડાયરેક્ટ  [email protected] ઉપર અથવા ડૉ.ઝરણા દોશી ને  [email protected]  ને ઈ મેઈલ દ્વારા લખી ને  મોકલી શકો છો, અમો   તમારા  email ID પર તે અંગેનું યોગ્ય માર્ગદર્શન ડાયરેક્ટ મોકલી આપવા કોશિશ કરીશું. ”

 

‘દાદીમા ની પોટલી’ – બ્લોગ ની મુલાકાત લેવા : http://das.desais.net લીંક પર ક્લિક કરશો.

ફેશબુક દ્વારા બ્લોગ પોસ્ટ પર આપની કોમેન્ટ્સ અહીં મૂકવા વિનંતી છે.....

  • Jay

  • ડો. કિશોરભાઈ એમ.પટેલ

    Dear sir,

    very nice,

    I M very ill last two Months.