સવારનો નાસ્તો જરૂરી ખરો ?…

સવારનો નાસ્તો જરૂરી ખરો ?…

ડાયેટ ફોર ફેમીલી …
વિધી એન. દવે ની કોલમ  …
ડાયેટીશ્યન,ન્યુટ્રીસ્નાલીસ્ટ


સ્વાસ્થય ની કાળજી રાખવી એ આજના ભાગદોડના સમયમાં અતિ મહત્વનું છે. આપણે રોજેરોજનું * જીવન ખોરાક પરના આયોજન અને નિયંત્રણ વિના જ પસાર કરતાં હોઈએ છે, જેને કારણે વણમાંગ્યા ને અણગમતાં રોગને આપણે કારણ વગર આમંત્રણ આપી દઈએ છીએ.  સ્વાસ્થ્ય વિષેની ઉપરોક્ત બાબતને ધ્યાનમાં લઇ આપણે એક નવો વિભાગ / નવી કેટેગરી શરૂ કરેલ છે. જેનું નામ “દાદીમાનું ડાયેટ કોર્નર” છે. આ વિભાગનું સંચાલન, આહાર નિષ્ણાંત.. વિધી એન. દવે (B.Sc (F & N) PGDCA,M.Sc. (DFSM) Conti. ) ડાયેટીશ્યન, ન્યુટ્રીસ્નાલીસ્ટ દ્વારા કરવામાં આવે છે. તેઓશ્રી રાજકોટ સ્થિત સૌરાષ્ટ્ર મેડીકલ અને એજ્યુકેશન  ટ્રસ્ટમાં તેમની માનદ સેવા આપે છે. તેમજ ભારતીય ડાયેટીક્સ  એસોશિયેશન નું  લાઈફ ટાઈમ/ આજીવન સભ્યપદ ધરાવે  છે.  હાલ તેઓ શ્રી ઝાઈડસ  હોસ્પિટલ અને હેલ્થ કેર રીસર્ચ  પ્રાઈવેટ લી. – આણંદ માં  સિનીયર (હેડ) ડાયેટીશ્યન તરીકે જોડાયેલા છે.

‘દાદીમા ની પોટલી’ પર .. ડાયેટ ફોર ફેમીલીઅંગે ના લેખ દ્વારા સ્વાસ્થય ની કાળજી કેમ રાખવી તે અંગેની જાણકારી આપવા માટે આપેલ સહમતિ બદલ અમો .. વિધિબેન દવે ના અંતરપૂર્વકથી આભારી છીએ.

સવારનો નાસ્તો જરૂરી ખરો ?

તમે લોકો આજ-કાલ સાંભળેલ જ હશે કે ડોક્ટરસ્ અને ડાયેટીશ્યનો સવારના નાસ્તાની બાબતે ખૂબ સલાહ સૂચન કરતાં હોય છે કે “સવારનો નાસ્તો તમારા સ્વાસ્થય માટે ખુબ જ જરૂરી છે.”

આજે સવારે દૂધ કે જ્યુસ નહી ફક્ત ચા નો એક કપ ગટગટાવીને નોકરી-ધંધે ભાગતા પતિદેવો હોય કે પછી બાળકને સ્કૂલમાં મોકલીને ઘરકામ, રસોયમાં ઉલઝી રહેતી ગૃહણીઓ હોય, આ બધાને સવારના નાસ્તાથી દુર રહેવાની આદત જ પડી ગઈ છે.  પરંતુ શું તમે આ વાત જાણો છો કે તમે સવારના નાસ્તાને નકારી તમારા શરીરમાં ઘણા ખરા રોગોનું ઘર બનાવવામાં મદદ કરો છો ?  જેવા કે આળસ, ચિડ્યાપણું, અલ્સર, ગેસ, એ.સી.ડી.ટી. ને લગતા તમામ રોગો.

આજ બાબતને બીજી રીતે સમજાવું તો સામન્ય રીતે એક વ્યક્તિ રાત્રે સાતથી આઠ કલાક નિંદ્રા કરે છે.  આ સમયગાળામાં વ્યક્તિનું પેટ સંપૂર્ણપણે ખાલી થઇ જાય છે એટલે કે તે ખોરાક પચી જાય છે.  સવારના સમયમાં પેટ આરામની અવસ્થામાં હોય છે અને મુલાયમ પણ હોય છે.  જો તમે સવારના સમયમાં ફક્ત ચા કે કોફી પીને ચલાવો તો તમારા પેટમાં હાઈડ્રોક્લોરિક એસિડનું પ્રમાણ વધી જાય છે.  આથી પેટમાં દુઃખાવો કે ગળામાં બળતરા જેવી મુશ્કેલીઓ થઇ શકે છે.  આ પ્રમાણ વધતા ધીરે ધીરે પેટમાં અલ્સર (ચાંદુ) થવા લાગે છે જે ખુબજ નુકશાન કરતાં છે.  ચિડીયાપણું પણ આહાર વિશેષજ્ઞતાના મતે નાસ્તો નકારવાની ટેવનું જ પરિણામ છે.

નાસ્તો ન કરવાથી, લાંબો સમય ભૂખ્યા રહેવાથી શરીરમાં ખાંડ (ગ્લુકોઝ) નું પ્રમાણ ઘટી જાય છે.  જેથી હાઈપોગ્લાસિમ્યા થાય છે અને નબળાઈ તેમજ સ્ફૂર્તિનો અભાવ શરીરમાં આવે છે.

સ્કૂલે જતાં બાળકો પર એક અભ્યાસ કરતાં જાણવા મળ્યું છે કે નાસ્તો કરનાર બાળકો વર્ગમાં સારી રીતે ધ્યાન આપે છે, જ્યારે નાસ્તો કરીને ન આવતા બાળકો પુરતું ધ્યાન આપા નથી.  તે જ ઉપરાંત તે ‘ઘેન’ થી ઘેરાયેલા હોય છે.  શાળાનાં શિક્ષકો વર્ગમાં જો કોઈ વિધાર્થી ઝંખવાયેલો લઈ તો તરત જ તેને પૂછશે કે કેમ ? આજે ઘરે નાસ્તો નથી કર્યો?  બાળક હોય કે ઘરકામ કરતી સ્ત્રીઓ હોય, ગૃહણી વૃદ્ધ હોય કે યુવાન હોય પરંતુ સવારનો નાસ્તો દરેક વ્યક્તિ માટે જરૂરી છે માટે સવારના નાસ્તાને અવગણશો નહીં.  એજ તમને દિવસભર કામ કરવાની ઉર્જા પૂરી પાળે છે.

સવારના નાસ્તામાં તમે અહીં આપેલ કોઈપણ વસ્તુનો સમાવેશ કરી શકો છો જે તમને પસંદ હોય તેવા જેવા કે, વેજિટેબલ જ્યુસ, હોલ વ્હિટ બ્રેડ, દૂધ, સિરીયલ, ઈંડા અથવા ફ્રૂટ જ્યુસ, ચોખાની ઘરમાં બનાવેલ રોટલી અથવા ચમચી તેલ-ઘી માં સાંતળેલ પરાઠા, બટેટા વગરના પૌવા, દહીં, ફળ, દલિયા, રવાની ઈડલી તેમજ રવાની ખીર, મુઠિયા વગેરે જેવી વસ્તુ લઇ શકાય.

કેટલાક નાસ્તા અહીં નીચે આપેલ છે તે પુરતું પોષણ મળે તેવા છે.  જે ન્યુટ્રીશ્યનની બાબતને ધ્યાનમાં રાખીને બનાવવામાં આવે છે.

૧]     કોઈપણ પ્રકારનાં સ્ટફ્ડ પરાઠા, દહીં સાથે લઇ શકાય.

૨]     વિવિધ પ્રકારની સેન્ડવિચ જે બ્રાઉન બ્રેડનો ઉપયોગ કરી બનાવવામાં આવે તે પણ ઘણો જ ન્યુટ્રીશ્યન્ટ નાસ્તો ગણાઈ છે.

૩]     જો આવો નાસ્તો ન ભાવે તો ઈડલી સાંભાર પણ ભરપુર પૌષ્ટિક નાસ્તો ગણવામાં આવે છે.  કારણ કે આમાં ઉપયોગમાં લેવાતા જે દાળ અને ચોખા વાટીને ખીરૂ બનાવાય છે તેમાં ભરપુર પ્રમાણમાં વિટામીન “બી” હોય છે જે રોજબરોજના કામકાજ માટે જરૂરી ઉર્જા પૂરી પાડે છે.

૪]     મકાઈ અને બાજરી જેવા ધાન્યો નાસ્તામાં શ્રેષ્ઠ છે તેનો ઉપયોગ મુઠિયા તેમજ મસાલા પરાઠા બનાવીને કરી શકાય છે.

૫]     બાફેલા શાકભાજીને ટોસ્ટ પર લગાવી તેના પર દાડમ કે સફરજનની કટકી સમારી ને વેરી અને તે ખાવામાં આવે તો આ નાસ્તો પણ પૌષ્ટિક હોય છે.  અથવા બેક્ડ બીન્સ સાથે પણ લઇ શકાય.

૬]     સવારના નાસ્તામાં મલાઈ કાઢેલ દૂધ અથવા જ્યુસ સાથે અનાજનો અથવા સાદા કે ફણગાવેલા કઠોળનો નાસ્તો કરવામાં આવે તો તે પણ શરીરને સારૂ એવું પોષણ પૂરૂ પાડે છે.  આ નાસ્તા સાથે ફળ પણ લઇ શકાય.  ઘણા ખરા સમજદાર લોકો સવારે નાસ્તામાં ભરપુર ફળ ખાઈ છે.  જેથી તે સ્ફૂર્તિવાળા આનંદી તેમજ ખુશ દેખાઈ છે.

રોજ નાસ્તામાં પૂરી, કચોરી, ગાઠિયા, મિઠાઈ, સમોસા જેવા નાસ્તાને છોડી બીજો કંઈ પણ નાસ્તો કરવો જોઈએ..

ખાસ, નાસ્તામાં અનાજ તેમજ કઠોળની બનાવટ સાથે ચા કે કોફીનો ઉપયોગ ન કરવો જોઈએ.  કારણ કે ચા – કોફી અનાજ કે કઠોળને પચવા દેતું નથી.  આથી જ ડાયેટીશ્યન લોકો બધાંને સવારે નાસ્તા સાથે દૂધ અથવા જ્યુસની સલાહ આપે છે.

સાચું માનો તો આજકાલના નહિ પરંતુ જુના સુપર સ્ટાર સુસ્મીતાથી લઇ કોયના મિત્રા, હેમામાલિનીથી માંડીને ઐશ્વર્યા રાય બચ્ચન તેમજ દીપિકાથી માંડીને પ્રિયંકા ચોપરા તેમજ અભિનેતાઓ સુધીના બધા કલાકાર લંચમાં કે ડીનરમાં બિરયાની, કબાબ, પીઝા, બર્ગર, દમપુખ્ત, પંજાબી, ચાઈનીસ ખાય કે ન ખાય પરંતુ તેઓ નાસ્તો અચૂક કરે છે.

સવારના નાસ્તાના લાભાલાભ (ફાયદા) થી પરિચિત થયા બાદ હવે લગભગ કોઈ સમજદાર વ્યક્તિ સવારના નાસ્તાને નકારશે નહિ તેવી આશા રાખું છું…

-વિધી એન. દવે.

ડાયેટીશ્યન,ન્યુટ્રીસ્નાલીસ્ટ

બ્લોગ લીંક: http://das.desais.net

‘દાદીમા નું ડાયેટ કોર્નર’ વિભાગ અને તેની પોસ્ટ જો તમોને પસંદ આવી હોય તો જરૂર આપના પ્રતિભાવ બ્લોગ પોસ્ટ પરના કોમેન્ટ બોક્ષમાં મૂકશો, જે સદા અમોને માર્ગદર્શન અને પ્રેરકબળ પૂરું પાળે છે. સ્વાસ્થય અંગેની કોઈ પણ સમસ્યા હોય તો પણ જરૂર કોમેન્ટ્સ બોક્ષ દ્વારા અથવા [email protected] પર લખીને જણાવશો.. જેના જવાબ વિધીબેન દવે દ્વારા મેળવી અમો તમને તમારા મેઈલ આઈડી પર ડાયરેક્ટ આપવાની કોશિશ કરીશું.

આભાર !

‘દાદીમા ની પોટલી’ …

ફેશબુક દ્વારા બ્લોગ પોસ્ટ પર આપની કોમેન્ટ્સ અહીં મૂકવા વિનંતી છે.....

 • Nayan

  પેટમાં અલ્સર ના ઘરગથ્થું ઇલાજ જણાવવા વિનંતી. મને આ રોગ ઘના સમયથી છે.

  મારે શુ ખોરાક મા લેવુ જોઇએ તમારી મદદ મને ખુબ ઉપયોગી થઈ શકશે…આભાર આપનો.

 • Padis Praful

  suvicharo ni suvas jivan ma ghana parivartan lave chhe…

 • Bhavesh B. Shah

  s u p u r b

 • Upendra Varma

  For break fast good information given, thanks Vidhiben Daveji.

 • Nilesh Naik

  Nice information,, Thanks!

 • H D shah

  Very nice & true & I experience since long

 • BHASKAR PATEL

  Thanks for Excellent guide lines for who are want to be a healthy or try to change life style.

 • kirit A panchal

  aa vanchaya pachi thi pan nasto na karo to bhog tamara

 • mansukh sodagar

  very nice.

 • MANISH KUMAR

  gooood to know
  nice lekh chhe !!
  aabhar aapno!!!!!!!!!!

 • dev guru

  Breakfast is the most important meal of the day. The clue is in the word; Breaking fast on waking thus Breakfast !!
  There is a popular english proverb that says that one should eat like a king at breakfast and like a pauper at night!

 • trivedidilpkumarchimanlal

  very nice and good to share with all.
  thank for the details information.

 • manilalmaroo

  really good and best suggestion, manilal.m.maroo

 • NIKUNJ A PATEL

  Thanks for very important guides and all deat
  r friends plese follow this thoughts

 • GANESH PRAJAPATI

  I always like to eat Bhakhari with Ghee since childhood. It is heavy snack. what should I do because I don’t like milk.

 • SHARAD

  આપ ખોરાકમાં ઘી અને તેલની માત્રાં અને કુલ એક દિવસમાં કેટલું લેવું તેનું માર્ગદર્શન આપશો.

 • CHIRAGKUMAR U THAKAR

  aa lekh khub j saras 6e

 • Ajay Hora

  અદભુત માર્ગદર્શન –અજય હોરા

 • Maganbhai Patel

  રાત્રે આઠ બદામ અને બે ચમચી મેથી થોડા પાણીમાં બોરી રાખી સવારે પાણી વાઠેલા સાથે ખાવાથી Cholesterol નોર્મલ થઇ જાય છે. સવારે બે ચમચી આદુનો રસ, એક ચમચી હલ્દી અને એક ચમચી ગાયનું દૂધ સાથે પીવાથી Cholesterol નોર્મલ થઇ જાય છે.

 • Mukund Desai ‘MADAD’

  દાદિમાની પોટલી પર ઇમેલ કેમ જતી નથી?

 • Navaldan Rohadia

  ડો.વિધીબેન દવે!

  નાસ્તા માટેના સુંદર લેખ બદલ ધન્યવાદ.

 • Naginlal

  very importan for everybody (brekfast).

 • Naresh Kantilal Zinzuwadia

  બરાબર છે.આમ તો નાસ્તાનું અંગ્રેજી નામ જ સુચવે છે કે આખી રાત ખોરાક પચાવીને સવારે પેટ ખાલી અને મુલાયમ હોય ત્યારે જ આપણે આખી રાત જે ફાસ્ટ (ઉપવાસ) રાખ્યો તેને તોડવો (બ્રેક કરવો જોઈએ) એટલે કે બ્રેક ફાસ્ટ કરવો જ જોઈએ માટે વિધિબેનની સલાહ આભાર સાથે અમલમાં મુકીએ

 • Shirish Dave

  બાબલાઓએ સવારે નાસ્તો કરવો જોઈએ. પુખ્ત લોકો જે ચા કે દુધ પીવે છે તે પૂરતું છે. જંક ફુડ બનાવતી બિસ્કીટ, બ્રેડ, ઇંડા વાળા, પોતાના ધંધાના વિકાસ અર્થે આવો પ્રચાર કરાવે છે. બીજા લોકો ટેમ્ટેશનમાં અજાણે વાતમાં આવી જાય છે. પુખ્ત વયના લોકો બે ટાઈમ જમે તે પૂરતું છે. એસીડીટી એ અયોગ્ય ખોરાકથી થાય છે. ઓછું ખાવાથી થતી નથી.

  માણસે ઉઠીને તરત પાણી ઠીક ઠીક પીવું જોઇએ. તે ઉપરાંત સમયે સમયે પાણી પીધા કરવું.
  સવારે ઓછી ખાંડવાળી અને વધુ પાણી વાળી ચા પી શકાય.
  નાહી ધોઈને મોળું અને હુંફાળું ગરમ દુધ ૨૦૦ -૩૦૦ મીલી પીવું. તે ખાલી પેટ માટે શ્રેષ્ઠ છે.
  બપોરે ૨=૩૦ વાગે લંચ લેવાય.
  સાંજે ૭ વાગે ડીનર લઈ શકાય.

  જોકે જેઓ શ્રમ જીવી છે તેઓ થોડું વધારે જમે તો ચાલે.
  વધુમાટે શ્રી કાન્તિભાઈ શાહ ના કુદરતી આહાર અને ઉપચારો વાંચવા.

  મનુષ્ય માટે ફળાહાર શ્રેષ્ઠ છે.
  ભૂલચૂક માફ.

 • Madhusudan Khandwala

  YERY USEFUL AND IMPORTANT TIPS GIVEN IN THE ARTICLE. PL. KEEP IT UP AND EDUCATE PEOPLE BY YOUR KNOWLEDGE AND EXPERIENCE TOO.

 • Madhusudan Khandwala

  YOU HAVE GIVEN VERY USEFUL INFORMATION. PL. KEEP IT UP

 • Dipak Dhagat

  नास्ताथी नासवानुं बंघ……धन्यवाद ।

 • Dr. Kishorbhai M. Patel

  ખુબ જ સરસ નાસ્તો સાહેબ

 • Maganbhai Patel

  The information provided regarding the importance of breakfast is very useful. My family doctor always advises me that those who do not have breakfast for a long time, they became diabetic in their latter part of life. Unfortunately some poor children do not have enough funding for their breakfast; as a result they suffer from unexpected diseases in the latter part of their life.

 • Keyur Patel

  very nice tips……….

 • Devendra Dhimmar

  Thank U Dave Sir,

 • Hemant Mahendra Dave

  Ashokbhai, Savaar no Nashto darek na jivan ma ketlo jaruri, ane kem jaruri che, te samjaavto Vidhiji no khubj sunder ane upyogi lekh ane mahiti. Tamaara banne ne sacha dil thi khub abhinandan. Hu pan savaare nashto nathi karto, pan havethi niyamitpane karish. Wonderfol & most useful suggestions on what to eat in breakfast, on regular basis, for living a healthier & disease free life. Priya, Fabulous sharing. Taaro pan khub khub khaas aabhar

 • DIPAKBHAI V PATEL

  The information provided regarding the importance of breakfast is very very useful to all.

 • Vijay H Munshi

  Thank you Vidhiben sras rite samjavyu che

 • Shailesh Patel

  KHUB SARAS

 • ઘણી જરૂરી માહિતી જાણવા મળી.