મન સ્વસ્થ તો તન સ્વસ્થ (૨) …

મન સ્વસ્થ તો તન સ્વસ્થ (૨) …
ડો. પાર્થ માંકડ M.D.(HOM)
મન સ્વસ્થ તો તન સ્વસ્થ નો પ્રથમ ભાગ  (ભાગ..૧) આપણે  અહીં જ બ્લોગ પર તારીખ : ૧/૦૧/૧૨ ની પોસ્ટમાં જાણ્યો અને  માણ્યો, આજે આપણે તેમાં આગળ જાણીશું…


(ડૉ.પાર્થ માંકડ.. દ્વારા દાદીમા ની પોટલી http://das.desais.netબ્લોગપર નિયમિત રીતે  પાઠવવામાં આવતા સ્વાસ્થયના લેખ બદલ અમો તેમના આભારી છીએ. આપના મન પસંદ લેખ  અને સાથે સાથે અન્ય  મન પસંદ સામગ્રીઓ બ્લોગ પર માણ્યા બાદ, આપ સર્વે બ્લોગ પરના પાઠક મિત્રો તેમજ ફેશબુક પર ના મિત્રો ને વિનંતી કે કોઈપણ પોસ્ટની આપની પસંદ કે ના પસંદ, અથવા આ સિવાય કોઈપણ અમારી ક્ષતિ બ્લોગ પર જણાય તો આપના મંતવ્યોપ્રતિભાવ / આપની કોમેન્ટ્સ દ્વારા બ્લોગ પોસ્ટ ઉપર અથવા ફેશબુક ઉપર મૂકી આભારી કરશો, આપની કોમેન્ટ્સ  અમોને સદા માર્ગદર્શક અને પ્રેરક  બની રેહશે.)
અસ્વસ્થ મન નું કારણ મન ની અંદર છે – બહાર ની ઘટનાઓમાં નહિ.
શરીર ના રોગ વિષે જયારે પણ જાણવાનું આવે ત્યારે આપણે તરત જ લેબોરેટરી માં તપાસ કરાવીએ છીએ કે આખરે શરીર માં રોગ ક્યાં છે અને શરીર ની અંદર શું તકલીફ છે ? …પણ , જયારે એ જ વાત મન ની સાથે સંકળાય એટલે તરત જ ઘટના બિલકુલ ઉંધી કરીએ છીએ ; આપણે કારણ બહાર શોધવા લાગી જઈએ, જેમકે એમણે આમ કર્યું એટલે મને ગુસ્સો આવ્યો, એમણે કઈ એવું કર્યું જેથી મને ખરાબ કે ખોટું લાગ્યું, કોઈ એ મારું અપમાન કર્યું , કોઈ એ મારી કદર ન કરી વિ…
પણ સત્ય એ છે કે આ બધું જ તો માત્ર એક ઉત્તેજક નું કામ કરે છે -આપણી લાગણીઓ ને ઉત્તેજવા માટેનું.
ગુસ્સો કે ગ્લાની જે કઈ થાય છે તે બધું જ આપણી અંદર થી જ ઉત્ત્પન્ન થાય છે બહાર ની ઘટના ને આપણે કઈ રીતે જોઈએ છીએ ?કઈ રીતે ? અને કેટલી તીવ્રતા થી જોઈએ છીએ ? એના પર આધારિત છે એટલે સરવાળે એવું કહી શકાય કે, પ્રત્યેક અસ્વસ્થ કરતી ઘટના ઘટે ત્યારે કેટલું અસ્વસ્થ થવું એ આપણા હાથ માં છે, ઘટના પર આધારિત નથી અને માટે જ મન નું સ્વાસ્થ્ય રાખવું હોય તો અંદર જોવું પડે – બહારની  વ્યક્તિઓ કે ઘટનાઓ ને સતત કોશ્યા કરવા ને  બદલે અંદર જોઈ ને આપણને અસ્વસ્થ કરતી  પોતાની લાગણીઓ ને ઓળખવી પડે, મન અસ્વસ્થ શા માટે થયું ? એ નહિ પણ મનઅસ્વસ્થ થાય ત્યારે અંદર શું થયું ?  એ જાણીશું તો મન ને વધુ યોગ્ય રીતે ઓળખી શકાશે અને જેટલું વધુ યોગ્ય રીતે ઓળખીશું એટલા આપણે મન ના સ્વાસ્થ્ય તરફ જઈ શકીશું.
મન અને તન બંને માં નિયમ તો સરખો જ – પહેલા રોગ કયો છે એ ઓળખવો જરૂરી :
નિદાન શારીરિક રોગ ના કિસ્સા માં તો લાગુ પડે છે પણ મન ના કિસ્સા માં આપણે માત્ર રોગ ના નામ માત્ર થી જ જાણે કૈક અજુગતું કહી દીધું હોય એમ વિચારવા લાગીએ છીએ પણ હકીકત તો એ છે કે, મન નો રોગ એટલે કૈક ગાંડપણ જેવું એવું જ નથી, વધુ પડતી ચિંતા, ગુસ્સો વારંવાર તાણ અનુભવવી, કઈ પણ કહેવા કે થવા થી ખુબ જ લાગી આવવું, નાની નાની વાતો માં ઊંઘ ઉડી જવી કે કૈક કરી બેસવા નો વિચાર કરવો આ બધું જ એક પ્રકાર ના મનોરોગ માં જ આવે.
માટે જ મન ને સ્વસ્થ કરવા માટે પહેલા તો આખરે આપણી એવી કઈ નકારાત્મક લાગણી છે જે આપણે હમેશ પર્ત્યેક પરિસ્થિતિ માં ફરી ફરી ને અનુભવીએ છીએ એને ઓળખવા નો પ્રયત્ન કરીએ …કારણ કે એ જગ્યા એ સ્વાસ્થ્ય શોધવા જવાનું છે. જે પ્રત્યેક વ્યક્તિ પ્રમાણે બદલાય છે. અને જે વ્યક્તિના કોન્સીઅસ અને સબકોન્સીઅસ મનના સરવાળા રૂપે હોય છે આખરે એ શું છે જેને શોધવાનું છે અને જે શોધવા નું છે તેને કેમ શોધવું એ વિષે ની વાત આવતા વખતે.
પ્લેસીબો :
“અંદર તો એવું અજવાળું, ટળવળતી હોય આંખ જેને જોવાને એ મીંચેલી આંખેય ભાળું , અંદર તો એવું અજવાળું ”
-માધવ રામાનુજ
ડૉ.પાર્થ માંકડ …
સર્વે પાઠક મિત્રો ને વિનતી કે  આપ આપના પ્રતિભાવો દ્વારા  આપને સતાવતા કે મનમાં ઉદભવતા પ્રશ્નો બ્લોગ પર જરૂર પૂછી શકો છો. ડૉ.પાર્થ માંકડ આપને શક્ય એટલો ઝડપી એનો જવાબ બ્લોગ પર જરૂર આપવા પ્રયત્ન કરશે.  જો કોઈને એમના ઉદભવતા કે તેમને મુંજવણ આપતા  પ્રશ્ન કે રોગ બાબતે secrecy / અંગતતા જાળવવાનો પ્રશ્ન નડતો હોય તો તેમણે [email protected] ઉપર અથવા તો [email protected] પર તેમની પૂરી વિગત પ્રશ્ન  સાથે જણાવવી. જેનો જવાબ તેમને  તેમના email ID પર મોકલી આપીશું.

ફેશબુક દ્વારા બ્લોગ પોસ્ટ પર આપની કોમેન્ટ્સ અહીં મૂકવા વિનંતી છે.....

  • sjuneja

    આ વાત સાચી કરી મન સ્વસ્થ તો તન સ્વસ્થ, સરસ લેખ છે.